1 ULB "આવો આપણે યહોવાહની પાસે પાછા જઈએ. કેમ કે તેમણે આપણને ચીરી નાખ્યા છે, તેઓ જ આપણને સાજા કરશે; તેમણે આપણને ઘા કર્યા છે, તેઓ જ આપણને પાટો બાંધશે. BSB BSB: Come, let us return to the LORD. For He has torn us to pieces, but He will heal us; He has wounded us, but He will bind up our wounds.
2 ULB બે દિવસ પછી તેઓ આપણને સચેત કરશે; ત્રીજે દિવસે તેઓ આપણને ઉઠાડશે, આપણે તેમની આગળ જીવતા રહીશું. BSB BSB: After two days He will revive us; on the third day He will raise us up, that we may live in His presence.
3 ULB ચાલો આપણે યહોવાહને જાણીએ, યહોવાહને ઓળખવાને ખંતથી મહેનત કરીએ. તેમનું આવવું ઊગતા સૂરજની જેમ નિશ્ચિત છે. તે વરસાદની જેમ, વસંતઋતુમાં પૃથ્વીને સિંચનાર છેલ્લા વરસાદની જેમ આવશે. BSB BSB: So let us know—let us press on to know the LORD. As surely as the sun rises, He will appear; He will come to us like the rain, like the spring showers that water the earth.
4 ULB હે એફ્રાઇમ હું તને શું કરું? હે યહૂદિયા હું તને શું કરું? તમારી વિશ્વાસનીયતા સવારના વાદળ જેવી છે, ઝડપથી ઊડી જનાર ઝાકળ જેવી છે. BSB BSB: What shall I do with you, O Ephraim? What shall I do with you, O Judah? For your loyalty is like a morning mist, like the early dew that vanishes.
5 ULB માટે મેં તેઓને પ્રબોધકો દ્વારા કતલ કર્યા છે, મેં મારા મુખનાં વચનોથી તેઓનો સંહાર કર્યો છે. મારા ન્યાયચુકાદા પ્રગટતા અજવાળારૂપ છે. BSB BSB: Therefore I have hewn them by the prophets; I have slain them by the words of My mouth, and My judgments go forth like lightning.
6 ULB કેમ કે હું વિશ્વાસુપણું ચાહું છું અને બલિદાન નહિ, દહનીયાર્પણો કરતાં ઈશ્વરનું ડહાપણ ચાહું છું. BSB BSB: For I desire mercy, not sacrifice, and the knowledge of God rather than burnt offerings.
7 ULB તેઓએ આદમની જેમ મારા કરારનું ઉલ્લંઘન કર્યું છે; તેઓ મારી સાથે અવિશ્વાસુ રહ્યા છે. BSB BSB: But they, like Adam, have transgressed the covenant; there they were unfaithful to Me.
8 ULB ગિલ્યાદ દુષ્કર્મીઓનું નગર છે, રક્તના નિશાનથી ભરેલું છે. BSB BSB: Gilead is a city of evildoers, tracked with footprints of blood.
9 ULB જેમ લૂંટારાઓનાં ટોળાં કોઈની રાહ જુએ છે, તેમ યાજકોનું ટોળું શખેમના રસ્તા પર લોકોનું ખૂન કરે છે; તેઓએ શરમજનક અપરાધો કર્યા છે. BSB BSB: Like raiders who lie in ambush, so does a band of priests; they murder on the way to Shechem; surely they have committed atrocities.
10 ULB ઇઝરાયલ લોકોમાં મેં ભયાનક બાબત જોઈ છે; ત્યાં એફ્રાઇમમાં વ્યભિચાર જોવા મળ્યો છે, ઇઝરાયલ ભ્રષ્ટ થયો છે. BSB BSB: In the house of Israel I have seen a horrible thing: Ephraim practices prostitution there, and Israel is defiled.
11 ULB હે યહૂદિયા, જ્યારે હું મારા લોકોને ગુલામગીરીમાંથી પાછા લાવીશ, ત્યારે તારા માટે કાપણી ઠરાવેલી છે. BSB BSB: Also for you, O Judah, a harvest is appointed, when I restore My people from captivity.