1 ULB જ્યારે હું ઇઝરાયલને સાજો કરવા ઇચ્છતો હતો, ત્યારે એફ્રાઇમનાં પાપ, સમરુનનાં દુષ્ટ કૃત્યો પ્રગટ થયાં. કેમ કે તેઓ દગો કરે છે, ચોર અંદર ઘૂસીને, શેરીઓમાં લૂંટફાટ ચલાવે છે. BSB BSB: When I heal Israel, the iniquity of Ephraim will be exposed, as well as the crimes of Samaria. For they practice deceit and thieves break in; bandits raid in the streets.
2 ULB તેઓ પોતાના મનમાં વિચાર કરતા જ નથી કે, તેઓનાં સર્વ દુષ્ટ કાર્યો મારા સ્મરણમાં છે. તેઓનાં પોતાનાં કાર્યોએ તેઓને ચારે તરફથી ઘેરી લીધા છે; તેઓ મારી નજર આગળ જ છે. BSB BSB: But they fail to consider in their hearts that I remember all their evil. Now their deeds are all around them; they are before My face.
3 ULB તેઓની પોતાની દુષ્ટતાથી રાજાને, પોતાનાં જૂઠાણાંથી સરદારોને રાજી કરે છે. BSB BSB: They delight the king with their evil, and the princes with their lies.
4 ULB તેઓ બધા જ વ્યભિચારીઓ છે; તેઓ ભઠિયારાએ સળગાવેલી ભઠ્ઠી જેવા છે, લોટને મસળે ત્યારથી તેને ખમીર ચઢે ત્યાં સુધી આગને બંધ કરે છે. BSB BSB: They are all adulterers, like an oven heated by a baker who needs not stoke the fire from the kneading to the rising of the dough.
5 ULB અમારા રાજાના જન્મ દિવસે સરદારો મદ્યપાનની ગરમીથી માંદા પડ્યા છે. તેણે હાંસી ઉડાવનારાઓ સાથે સહવાસ રાખ્યો છે. BSB BSB: The princes are inflamed with wine on the day of our king; so he joins hands with those who mock him.
6 ULB કેમ કે પોતાનું હૃદય ભઠ્ઠીની જેમ તૈયાર કરીને, તેઓ કપટભરી યોજના ઘડે છે. તેઓનો ક્રોધ આખી રાત બળતો રહે છે; સવારમાં તે અગ્નિના ભડકાની પેઠે બળે છે. BSB BSB: For they prepare their heart like an oven while they lie in wait; all night their anger smolders; in the morning it blazes like a flaming fire.
7 ULB તેઓ બધા ભઠ્ઠીની જેમ ગરમ છે, તેઓ પોતાના ન્યાયાધીશોને ભસ્મ કરી જાય છે. તેઓના બધા રાજાઓ માર્યા ગયા છે; તેઓમાંનો કોઈ મને વિનંતી કરતો નથી. BSB BSB: All of them are hot as an oven, and they devour their rulers. All their kings fall; not one of them calls upon Me.
8 ULB એફ્રાઇમ વિવિધ લોકો સાથે ભળી જાય છે, તે તો ફેરવ્યા વગરની પૂરી જેવો છે. BSB BSB: Ephraim mixes with the nations; Ephraim is an unturned cake.
9 ULB પરદેશીઓએ તેનું બળ નષ્ટ કર્યું છે, પણ તે તે જાણતો નથી. તેના માથાના વાળ સફેદ થયા છે, પણ તે જાણતો નથી. BSB BSB: Foreigners consume his strength, but he does not notice. Even his hair is streaked with gray, but he does not know.
10 ULB ઇઝરાયલનું ગર્વ તેની વિરુદ્ધ સાક્ષી આપે છે; તેમ છતાં, તેઓ યહોવાહ પોતાના ઈશ્વરની પાસે પાછા આવ્યા નથી, આ બધું છતાં, તેઓએ તેમને શોધ્યા પણ નથી. BSB BSB: Israel’s arrogance testifies against them, yet they do not return to the LORD their God; despite all this, they do not seek Him.
11 ULB એફ્રાઇમ મૂર્ખ કબૂતરનાં જેવો ભોળો છે, મિસરને બોલાવે છે, તેઓ આશ્શૂરની તરફ જાય છે. BSB BSB: So Ephraim has become like a silly, senseless dove—calling out to Egypt, then turning to Assyria.
12 ULB જ્યારે તેઓ જશે, ત્યારે હું તેઓના પર મારી જાળ પાથરીશ, હું તેઓને આકાશના પક્ષીઓની જેમ નીચે લાવીશ. તેઓની જમાતને કહી સંભળાવ્યું તે પ્રમાણે હું તેઓને સજા કરીશ. BSB BSB: As they go, I will spread My net over them; I will bring them down like birds of the air. I will chastise them when I hear them flocking together.
13 ULB તેઓને અફસોસ! કેમ કે તેઓ મારી પાસેથી ભટકી ગયા છે. તેઓનો નાશ થાઓ! તેઓએ મારી વિરુદ્ધ બંડ કર્યું છે. હું તેઓને બચાવવા ઇચ્છતો હતો, પણ તેઓએ મારી વિરુદ્ધ જૂઠી વાતો કરી છે. BSB BSB: Woe to them, for they have strayed from Me! Destruction to them, for they have rebelled against Me! Though I would redeem them, they speak lies against Me.
14 ULB તેઓ પોતાના હૃદયથી મને પોકારતા નથી, પણ તેઓ પથારીમાં પડ્યા પડ્યા વિલાપ કરે છે. તેઓ અનાજ અને દ્રાક્ષારસ મેળવવા પોતાના પર પ્રહાર કરે છે, તેઓ મારાથી પાછા ફરે છે. BSB BSB: They do not cry out to Me from their hearts when they wail upon their beds. They slash themselves for grain and new wine, but turn away from Me.
15 ULB મેં તેઓના હાથોને તાલીમ આપીને બળવાન કર્યા છે, છતાં પણ તેઓ મારી વિરુદ્ધ ઈજા કરવાની યોજના કરે છે. BSB BSB: Although I trained and strengthened their arms, they plot evil against Me.
16 ULB તેઓ પાછા આવે છે, પણ તેઓ મારી તરફ, એટલે આકાશવાસી તરફ પાછા ફરતા નથી. તેઓ નિશાન ચૂકી જનાર ધનુષ્ય જેવા છે. તેઓના સરદારો પોતાની તોછડી જીભને કારણે તલવારથી નાશ પામશે. આ કારણે મિસર દેશમાં તેઓની મશ્કરી થશે. BSB BSB: They turn, but not to the Most High; they are like a faulty bow. Their leaders will fall by the sword for the cursing of their tongue; for this they will be ridiculed in the land of Egypt.