1 ULB યહોવાહ પૂછે છે કે, "છૂટાછેડાનો પત્ર ક્યાં છે જેનાથી મેં તારી માને છૂટાછેડા આપ્યા? અને મારા લેણદારોમાંના કોને ત્યાં મેં તમને વેચી દીધા હતા? જો, તમારાં પાપોને લીધે તમે વેચાયા હતા અને તમારા બળવાને કારણે તમારી માને મેં તજી દીધી હતી. BSB BSB: This is what the LORD says: “Where is your mother’s certificate of divorce with which I sent her away? Or to which of My creditors did I sell you? Look, you were sold for your iniquities, and for your transgressions your mother was sent away.
2 ULB હું શા માટે આવ્યો પણ ત્યાં કોઈ હતું નહિ? મેં શા માટે પોકાર કર્યો પણ કોઈએ જવાબ આપ્યો નહિ? શું મારો હાથ એટલો બધો ટૂંકો થઈ ગયો છે કે તમને છોડાવી શકે નહિ? શું તમને બચાવવા માટે મારામાં શક્તિ નથી? જુઓ, મારા ઠપકાથી હું સમુદ્રને સૂકવી નાખું છું; હું નદીઓને રણ કરી નાખું છું; તેમાંની માછલીઓ પાણી વિના મરી જાય છે અને ગંધાઈ ઊઠે છે. BSB BSB: Why was no one there when I arrived? Why did no one answer when I called? Is My hand too short to redeem you? Or do I lack the strength to deliver you? Behold, My rebuke dries up the sea; I turn the rivers into a desert; the fish rot for lack of water and die of thirst.
3 ULB હું આકાશને અંધકારથી ઢાકું છું; હું ટાટથી તેનું આચ્છાદન કરું છું." BSB BSB: I clothe the heavens in black and make sackcloth their covering.”
4 ULB હું થાકેલાઓને આશ્વાસનના શબ્દો બોલી શકું માટે, પ્રભુ યહોવાહે મને શીખેલાની જીભ આપી છે. તે દર સવારે મને જગાડે છે અને મારા કાનને ઉઘાડે છે કે હું શીખેલાની જેમ સાંભળું. BSB BSB: The Lord GOD has given Me the tongue of discipleship, to sustain the weary with a word. He awakens Me morning by morning; He awakens My ear to listen as a disciple.
5 ULB પ્રભુ યહોવાહે મારા કાન ઉઘાડ્યાં છે અને મેં બંડ કર્યું નથી કે, પાછો હટ્યો નથી. BSB BSB: The Lord GOD has opened My ears, and I have not been rebellious, nor have I turned back.
6 ULB મેં મારા મારનારની આગળ મારી પીઠ તથા વાળ ખેંચી કાઢનારની આગળ મારા ગાલ ધર્યા; અપમાનિત તથા થૂંકાવા છતાં મેં મારું મુખ સંતાડ્યું નહિ. BSB BSB: I offered My back to those who struck Me, and My cheeks to those who tore out My beard. I did not hide My face from scorn and spittle.
7 ULB કેમ કે પ્રભુ યહોવાહ મારી સહાય કરશે; તેથી હું ફજેત થનાર નથી; તેથી મેં મારું મુખ ચકમકના પથ્થર જેવું કર્યું છે, કેમ કે હું જાણું છું કે હું લજ્જિત થઈશ નહિ. BSB BSB: Because the Lord GOD helps Me, I have not been disgraced; therefore I have set My face like flint, and I know that I will not be put to shame.
8 ULB મને ન્યાયી ઠરાવનાર પાસે છે. કોણ મારો વિરોધ કરશે? આવો આપણે સાથે ઊભા રહીને એક બીજાની સરખામણી કરીએ. મારા પર આરોપ મૂકનાર કોણ છે? તેને મારી પાસે આવવા દો. BSB BSB: The One who vindicates Me is near. Who will dare to contend with Me? Let us confront each other! Who has a case against Me? Let him approach Me!
9 ULB જુઓ, પ્રભુ યહોવાહ મને સહાય કરશે. મને અપરાધી ઠરાવનાર કોણ છે? જુઓ, તેઓ સર્વ વસ્ત્રની જેમ જીર્ણ થઈ જશે; ઉધાઈ તેઓને ખાઈ જશે. BSB BSB: Surely the Lord GOD helps Me. Who is there to condemn Me? See, they will all wear out like a garment; the moths will devour them.
10 ULB તમારામાં યહોવાહની બીક રાખનાર કોણ છે? કોણ પોતાના સેવકની વાણી સાંભળે છે? કોણ ઘોર અંધકારમાં પ્રકાશ વિના ચાલે છે? તેણે યહોવાહના નામ પર ભરોસો રાખવો અને તેના ઈશ્વર પર આધાર રાખવો. BSB BSB: Who among you fears the LORD and obeys the voice of His Servant? Who among you walks in darkness and has no light? Let him trust in the name of the LORD; let him lean on his God.
11 ULB જુઓ, તમે સર્વ અગ્નિ સળગાવનારા, જે મશાલોથી સજ્જ છો: તમારી સળગાવેલ જ્યોતમાં અને તમારી મશાલોના પ્રકાશમાં ચાલો. યહોવાહ કહે છે, 'મારા હાથથી,' 'આ તમારી પાસે આવશે: તમે વિપત્તિના સ્થાનમાં પડી રહેશો.' BSB BSB: Behold, all you who kindle a fire, who array yourselves with firebrands, walk in the light of your fire and of the firebrands you have lit! This is what you will receive from My hand: You will lie down in a place of torment.
Select verses for actions: Enter goes to them and Escape comes back.