1 ULB તમે જેઓ ન્યાયીપણાને અનુસરો છો, તમે જેઓ યહોવાહને શોધો છો, તમે મારું સાંભળો: જે ખડકમાંથી તમને કોતરી કાઢવામાં આવ્યા છે અને જે ખાણમાંથી તમને ખોદી કાઢવામાં આવ્યા છે તેની તરફ જુઓ. BSB BSB: “Listen to Me, you who pursue righteousness, you who seek the LORD: Look to the rock from which you were cut, and to the quarry from which you were hewn.
2 ULB તમારા પિતા ઇબ્રાહિમને અને તમારી જનેતા સારાને નિહાળો; તે એકલો જ હતો ત્યારે મેં તેને બોલાવ્યો, મેં તેને આશીર્વાદ આપીને તેની વૃદ્ધિ કરી. BSB BSB: Look to Abraham your father, and to Sarah who gave you birth. When I called him, he was but one; then I blessed him and multiplied him.
3 ULB હા, યહોવાહ સિયોનને દિલાસો આપશે; તેની સર્વ ઉજ્જડ જગાઓને દિલાસો આપશે; તેના અરણ્યને એદન સરખું અને રણને યર્દન નદીની ખીણની બાજુમાં યહોવાહના ઉપવન સરખું કર્યું છે; આનંદ અને ઉત્સવ તેનામાં મળી આવશે, ત્યાં આભારસ્તુતિ તથા ગીતોનો અવાજ સંભળાશે. BSB BSB: For the LORD will comfort Zion and will look with compassion on all her ruins; He will make her wilderness like Eden and her desert like the garden of the LORD. Joy and gladness will be found in her, thanksgiving and melodious song.
4 ULB "હે મારા લોકો, મારી વાત પર ધ્યાન આપો; હે મારી પ્રજા, મારી વાત સાંભળો! કેમ કે નિયમ મારી પાસેથી નીકળશે અને હું મારો ન્યાયચુકાદો દેશોના અજવાળાંને માટે સ્થાપિત કરીશ. BSB BSB: Pay attention to Me, My people, and listen to Me, My nation; for a law will go out from Me, and My justice will become a light to the nations; I will bring it about quickly.
5 ULB મારું ન્યાયીપણું પાસે છે; હું જે ઉદ્ધાર કરવાનો છું તે બહાર પ્રગટ થશે અને મારા ભુજ દેશોનો ન્યાય કરશે; દ્વીપો મારી પ્રતિક્ષા કરશે, મારા ભુજની તેઓ આતુરતાથી રાહ જોશે. BSB BSB: My righteousness draws near, My salvation is on the way, and My arms will bring justice to the nations. The islands will look for Me and wait in hope for My arm.
6 ULB તમારી દૃષ્ટિ આકાશ તરફ ઊંચી કરો અને નીચે પૃથ્વી તરફ નજર કરો, કેમ કે આકાશ ધુમાડાની જેમ જતું રહેશે, પૃથ્વી વસ્ત્રની જેમ જીર્ણ થશે અને તેના રહેવાસીઓ માખીઓની જેમ મરણ પામશે. પણ મેં કરેલો ઉદ્ધાર સદાકાળ રહેશે અને મારું ન્યાયીપણું ક્યારેય કામ કરવાનું બંધ કરશે નહિ. BSB BSB: Lift up your eyes to the heavens, and look at the earth below; for the heavens will vanish like smoke, the earth will wear out like a garment, and its people will die like gnats. But My salvation will last forever, and My righteousness will never fail.
7 ULB જેઓ જાણે છે કે સાચું શું છે અને જેઓના હૃદયમાં મારો નિયમ છે, તેઓ મારું સાંભળો: માણસોની નિંદાથી બીશો નહિ કે તેઓના મહેણાંથી ડરશો નહિ. BSB BSB: Listen to Me, you who know what is right, you people with My law in your hearts: Do not fear the scorn of men; do not be broken by their insults.
8 ULB કેમ કે ઉધાઈ તેઓને વસ્ત્રની જેમ ખાઈ જશે અને કીડા તેઓને ઊનને જેમ કોતરી ખાશે; પણ મારું ન્યાયીપણું સદાકાળ ટકશે અને મેં કરેલો ઉદ્ધાર પેઢી દરપેઢી રહેશે." BSB BSB: For the moth will devour them like a garment, and the worm will eat them like wool. But My righteousness will last forever, My salvation through all generations.”
9 ULB હે યહોવાહના ભુજ, જાગૃત થા, જાગૃત થા, સામર્થ્યના વસ્ત્રો પહેરી લો. પૂર્વકાળની જેમ, પુરાતન કાળની પેઢીઓમાં થયું તેમ જાગૃત થા. જેણે રાહાબના ટુકડેટુકડા કરી નાખ્યા, જેણે અજગરને વીંધ્યો, તે જ તમે નથી? BSB BSB: Awake, awake, put on strength, O arm of the LORD. Wake up as in days past, as in generations of old. Was it not You who cut Rahab to pieces, who pierced through the dragon?
10 ULB જેણે સમુદ્રને, તેનાં અતિ ઊંડાં પાણીને સૂકવી નાખ્યાં અને ઉદ્ધાર પામેલાઓને પાર ઉતારવાને અર્થે સમુદ્રનાં ઊંડાણોમાં થઈને માર્ગ કરી આપ્યો, તે જ તમે નથી? BSB BSB: Was it not You who dried up the sea, the waters of the great deep, who made a road in the depths of the sea for the redeemed to cross over?
11 ULB યહોવાહથી ઉદ્ધાર પામેલાઓ પાછા આવીને હર્ષનાદસહિત સિયોન પહોંચશે અને તેઓના માથે સદાકાળ આનંદ રહેશે; તેઓને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે અને દુ:ખ તથા શોક જતાં રહેશે. BSB BSB: So the redeemed of the LORD will return and enter Zion with singing, crowned with everlasting joy. Gladness and joy will overtake them, and sorrow and sighing will flee.
12 ULB હું, હું જ છું, હું તને દિલાસો આપું છું. જે માણસ મરનાર છે તે, મનુષ્યના સંતાનોને, ઘાસની જેમ બનાવવામાં આવ્યાં છે, તું શા માટે માણસની બીક રાખે છે? BSB BSB: “I, even I, am He who comforts you. Why should you be afraid of mortal man, of a son of man who withers like grass?
13 ULB તું કેમ તારા કર્તા યહોવાહને ભૂલી ગયો, તેમણે આકાશો પ્રસાર્યાં છે અને પૃથ્વીનો પાયો નાખ્યો છે? જુલમગાર વિનાશ કરવાને તૈયારી કરે છે ત્યારે તું આખો દિવસ તેના ક્રોધને લીધે બીએ છે. જુલમીનો ક્રોધ ક્યાં છે? BSB BSB: But you have forgotten the LORD, your Maker, who stretched out the heavens and laid the foundations of the earth. You live in terror all day long because of the fury of the oppressor who is bent on destruction. But where is the fury of the oppressor?
14 ULB જે દબાયેલા છે તે જલદીથી મુકત થશે, યહોવાહ ઉતાવળે તેને છોડાવશે; તે મરશે નહિ અને કબરમાં ઊતરશે નહિ, વળી તેનું અન્ન ખૂટશે નહિ. BSB BSB: The captive will soon be freed; he will not die in the dungeon, and his bread will not be lacking.
15 ULB કેમ કે હું યહોવાહ તમારો ઈશ્વર છું, જે સમુદ્રને ખળભળાવે છે, તેથી તેનાં મોજાંઓ ગર્જના કરે છે; સૈન્યોના ઈશ્વર યહોવાહ તેમનું નામ છે. BSB BSB: For I am the LORD your God who stirs up the sea so that its waves roar—the LORD of Hosts is His name.
16 ULB મેં મારાં વચનો તારા મુખમાં મૂક્યાં છે અને મારા હાથની છાયામાં તને ઢાંક્યો છે, જેથી હું આકાશોને સ્થાપું, પૃથ્વીનો પાયો નાખું અને સિયોનને કહું કે, 'તું મારી પ્રજા છે.'" BSB BSB: I have put My words in your mouth, and covered you with the shadow of My hand, to establish the heavens, to found the earth, and to say to Zion, ‘You are My people.’”
17 ULB હે યરુશાલેમ જાગૃત થા, જાગૃત થા, ઊભું થા, તેં યહોવાહના હાથથી તેમના કોપનો કટોરો પીધો છે; તેં એ કટોરો પીધો છે, તેં લથડિયાં ખવડાવનારો કટોરો પીને ખાલી કર્યો છે. BSB BSB: Awake, awake! Rise up, O Jerusalem, you who have drunk from the hand of the LORD the cup of His fury; you who have drained the goblet to the dregs—the cup that makes men stagger.
18 ULB જે સર્વ દીકરાઓને તેણે જન્મ આપ્યો છે તેઓમાંનો કોઈ તેને દોરી લઈ જનાર નથી; જે સર્વ દીકરાઓને તેણે મોટા કર્યા છે તેઓમાંનો કોઈ તેનો હાથ પકડીને લઈ જાય એવો નથી. BSB BSB: Among all the sons she bore, there is no one to guide her; among all the sons she brought up, there is no one to take her hand.
19 ULB તારા પર આ બે દુઃખ આવી પડશે- કોણ તારે લીધે શોક કરશે?- પાયમાલી તથા વિનાશ, દુકાળ તથા તલવાર. કોણ તને સાંત્વના આપશે? BSB BSB: These pairs have befallen you: devastation and destruction, famine and sword. Who will grieve for you? Who can comfort you?
20 ULB તારા દીકરાઓ બેહોશ થઈ ગયા છે; તેઓ જાળમાં ફસાયેલા હરણની જેમ, ગલીના દરેક ખૂણામાં પડી રહે છે. તેઓ યહોવાહના કોપથી અને તારા ઈશ્વરના ઠપકાથી ભરપૂર. BSB BSB: Your sons have fainted; they lie at the head of every street, like an antelope in a net. They are full of the wrath of the LORD, the rebuke of your God.
21 ULB માટે હે દુઃખી તથા પીધેલી, પરંતુ દ્રાક્ષારસથી નહિ, તું આ સાંભળ: BSB BSB: Therefore now hear this, you afflicted one, drunken, but not with wine.
22 ULB તમારા પ્રભુ યહોવાહ, તમારા ઈશ્વર, જે પોતાના લોકો માટે વાદ કરનાર છે, તે એવું કહે છે: "જો, લથડિયાં ખવડાવનારો પ્યાલો મેં તારા હાથમાંથી લઈ લીધો છે, મારા કોપનો કટોરો હવે પછી તું કદી પીનાર નથી. BSB BSB: Thus says your Lord, the LORD, even your God, who defends His people: “See, I have removed from your hand the cup of staggering. From that goblet, the cup of My fury, you will never drink again.
23 ULB હું તેને તારા પર જુલમ કરનારાઓનાં હાથમાં મૂકીશ, જેઓ તને કહેતાં હતાં કે, 'ઊંધો પડ કે, અમે તારા ઉપર થઈને ચાલીએ;' તેં તારી પીઠ જમીન જેવી અને તેઓને ચાલવાના રસ્તા જેવી બનાવી દીધી હતી." BSB BSB: I will place it in the hands of your tormentors, who told you: ‘Lie down, so we can walk over you,’ so that you made your back like the ground, like a street to be traversed.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.