1 ULB યહોવાહ આ પ્રમાણે કહે છે કે; તું અહીંથી ઊતરીને યહૂદિયાના રાજાના મહેલમાં જા અને ત્યાં આ વચન બોલ. BSB BSB: This is what the LORD says: “Go down to the palace of the king of Judah and proclaim this message there,
2 ULB અને કહે કે, હે યહૂદિયાના રાજા, દાઉદના રાજ્યાસન પર બેસનાર તું અને તારા દાસો તથા તારા લોકો જેઓ આ દરવાજામાં થઈને અંદર આવે છે તે તમે યહોવાહનું વચન સાંભળો. BSB BSB: saying, ‘Hear the word of the LORD, O king of Judah, who sits on the throne of David—you and your officials and your people who enter these gates.
3 ULB યહોવાહ આ પ્રમાણે કહે છે કે; "ન્યાયથી અને સદાચારથી ચાલો, લૂંટાયેલાને જુલમીના હાથમાંથી બચાવો; પરદેશી, અનાથ અને વિધવા પ્રત્યે અન્યાય કે હિંસા કરો નહિ અને આ સ્થાને નિર્દોષનું લોહી ન પાડો. BSB BSB: This is what the LORD says: Administer justice and righteousness. Rescue the victim of robbery from the hand of his oppressor. Do no wrong or violence to the foreigner, the fatherless, or the widow. Do not shed innocent blood in this place.
4 ULB જો તમે ખરેખર આ પ્રમાણે કરશો તો દાઉદના રાજ્યાસન પર બિરાજનાર રાજાઓ રથોમાં અને ઘોડા પર સવારી કરી આ મહેલના દરવાજામાં થઈને અંદર આવશે. અને તે, તેઓના ચાકરો અને તેઓના લોકો પણ અંદર આવશે. BSB BSB: For if you will indeed carry out these commands, then kings who sit on David’s throne will enter through the gates of this palace riding on chariots and horses—they and their officials and their people.
5 ULB પણ જો તમે આ વચનો તરફ ધ્યાન નહિ આપો તો યહોવાહ કહે છે કે, હું મારા પોતાના સમ ખાઈને કહું છું કે, "આ મહેલ ખંડેર બની જશે. BSB BSB: But if you do not obey these words, then I swear by Myself, declares the LORD, that this house will become a pile of rubble.’”
6 ULB યહૂદિયાના રાજાના રાજમહેલ વિષે યહોવાહ કહ્યું છે કે; 'તું મારે મન ગિલ્યાદ જેવો છે, લબાનોનનું શિર છે. તેમ છતાં હું તને વેરાન અને વસ્તીહીન નગરો જેવું બનાવી દઈશ. BSB BSB: For this is what the LORD says concerning the house of the king of Judah: “You are like Gilead to Me, like the summit of Lebanon; but I will surely turn you into a desert, like cities that are uninhabited.
7 ULB હું તારો નાશ કરવા માટે શસ્ત્ર સજેલા વિનાશકોને તૈયાર કરીશ. તેઓ તારા ઉત્તમ દેવદાર વૃક્ષોને કાપી અને અગ્નિમાં નાખી દેશે. BSB BSB: I will appoint destroyers against you, each man with his weapons, and they will cut down the choicest of your cedars and throw them into the fire.
8 ULB ઘણી પ્રજાઓ આ નગરની પાસે થઈને જશે અને તે સર્વ લોકો એકબીજાને કહેશે કે, "યહોવાહે શા માટે આ મોટા નગરના આવા હાલ કર્યા છે?" BSB BSB: And many nations will pass by this city and ask one another, ‘Why has the LORD done such a thing to this great city?’
9 ULB ત્યારે તેઓ જવાબ આપશે કે, ''તેઓએ પોતાના ઈશ્વર યહોવાહ સાથેના કરારનો ત્યાગ કર્યો છે. અને અન્ય દેવોની સેવાપૂજા કરી." BSB BSB: Then people will reply, ‘Because they have forsaken the covenant of the LORD their God and have worshiped and served other gods.’”
10 ULB યહૂદિયાના લોકો જે મૃત્યુ પામ્યા છે તેને માટે રડો નહિ, તેમ જ તેનો શોક પણ ન કરશો; પણ જે સ્વદેશમાંથી જાય છે તેને માટે હૈયાફાટ રુદન કરો, કેમ કે તે કદી પાછો આવવાનો નથી. તે ફરી પોતાની કુટુંબને જોવા પામશે નહિ.'' BSB BSB: Do not weep for him who is dead; do not mourn his loss. Weep bitterly for him who is exiled, for he will never return to see his native land.
11 ULB કેમ કે યહૂદિયાના રાજા યોશિયાનો દીકરો શાલ્લુમ જેણે પોતાના પિતા યોશિયાની જગ્યાએ રાજ કર્યું; અને આ સ્થાનમાંથી ગયો, તેના વિષે યહોવાહ આ પ્રમાણે કહે છે, ''તે ત્યાંથી પાછો આવશે નહિ. BSB BSB: For this is what the LORD says concerning Shallum son of Josiah, king of Judah, who succeeded his father Josiah but has gone forth from this place: “He will never return,
12 ULB પણ જે ઠેકાણે તેઓ તેને બંદીવાન કરીને લઈ ગયા છે. તે દેશમાં જ મૃત્યુ પામશે અને આ ભૂમિને કદી જોવા પામશે નહિ." BSB BSB: but he will die in the place to which he was exiled; he will never see this land again.”
13 ULB જે માણસ પોતાનું ઘર અન્યાયથી તથા પોતાની મેડીઓ અનીતિથી બાંધે છે; જે પોતાના પડોશી પાસે કામ કરાવે છે. અને તેની મજૂરી તેને આપતો નથી. તે માણસને અફસોસ! BSB BSB: “Woe to him who builds his palace by unrighteousness, and his upper rooms without justice, who makes his countrymen serve without pay, and fails to pay their wages,
14 ULB તે કહે છે, હું મારા માટે વિશાળ મકાન તથા મોટી મેડીઓ બાંધીશ, પછી તે તેમાં પોતાને સારુ બારીઓ મૂકે છે. અને તેની છત પર દેવદાર વૃક્ષનાં પાટિયાં જડે છે. અને તેને લાલ રંગ લગાડે છે." BSB BSB: who says, ‘I will build myself a great palace, with spacious upper rooms.’ So he cuts windows in it, panels it with cedar, and paints it with vermilion.
15 ULB તું દેવદાર વૃક્ષના મહેલો બાંધીને સિદ્ધિ મેળવવા ઇચ્છે છે એથી શું તારું રાજ્ય ટકશે? શું તારા પિતાએ ખાધુંપીધું નહોતું અને નીતિ તથા તે ન્યાયથી વ્યવહાર કરતો નહોતો? તેથી જ તે સુખી થયો. BSB BSB: Does it make you a king to excel in cedar? Did not your father have food and drink? He administered justice and righteousness, and so it went well with him.
16 ULB તેણે ગરીબો તથા લાચારને ન્યાય આપ્યો તેથી તે સમયે તે સુખી હતો. મને ઓળખવો તે એ જ છે કે નહિ? એમ યહોવાહ કહે છે. BSB BSB: He took up the cause of the poor and needy, and so it went well with him. Is this not what it means to know Me?” declares the LORD.
17 ULB પણ લૂંટી લેવું, નિર્દોષનું લોહી પાડવું, અને જુલમ તથા અત્યાચાર કરવા સિવાય બીજા કશા પર તારી આંખો તથા તારું હૃદય લાગેલાં નથી. BSB BSB: “But your eyes and heart are set on nothing except your own dishonest gain, on shedding innocent blood, on practicing extortion and oppression.”
18 ULB તે માટે યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમ વિષે યહોવાહ કહે છે કે; તેને સારુ "ઓ, મારા ભાઈ!" અથવા "ઓ, મારી બહેન!" એવું બોલીને વિલાપ કરશે નહિ. અથવા "ઓ, મારા માલિક!" અને "ઓ, મારા રાજા!" એમ કહીને કોઈ તેને માટે વિલાપ કરશે નહિ. BSB BSB: Therefore this is what the LORD says concerning Jehoiakim son of Josiah king of Judah: “They will not mourn for him: ‘Alas, my brother! Alas, my sister!’ They will not mourn for him: ‘Alas, my master! Alas, his splendor!’
19 ULB એક ગધેડાને દાટવામાં આવે છે તેમ તેને દાટવામાં આવશે, તેને ઘસડીને યરુશાલેમના દરવાજા બહાર નાખી દેવામાં આવશે. BSB BSB: He will be buried like a donkey, dragged away and thrown outside the gates of Jerusalem.
20 ULB તું લબાનોનના પહાડ પર ચઢીને હાંક માર. બાશાનમાં જઈને પોકાર કર; અબારીમ પર્વત પરથી હાંક માર, કેમ કે તારા બધા મિત્રો નાશ પામશે. BSB BSB: Go up to Lebanon and cry out; raise your voice in Bashan; cry out from Abarim, for all your lovers have been crushed.
21 ULB જ્યારે તુ સમૃદ્ધ થતો હતો ત્યારે હું તારી સાથે બોલ્યો, પણ તેં કહ્યું, "હું નહિ સાંભળું." તારી યુવાનીથી તારી રીતભાત એવી હતી કે તેં કદી મારું કહ્યું કર્યું નથી. BSB BSB: I warned you when you were secure. You said, ‘I will not listen.’ This has been your way from youth, that you have not obeyed My voice.
22 ULB પવન તારા સર્વ પાળકોને ઘસડી લઈ જશે. તારા સર્વ મિત્રોને ગુલામો તરીકે લઈ જવામાં આવશે. નિશ્ચે તારી દુષ્ટતાને કારણે તારી બદનામી થશે અને તું શરમ અનુભવશે. BSB BSB: The wind will drive away all your shepherds, and your lovers will go into captivity. Then you will be ashamed and humiliated because of all your wickedness.
23 ULB હે લબાનોનમાં રહેનારી તથા દેવદાર વૃક્ષોમાં પોતાનો માળો બાંધનારી, જ્યારે તને પ્રસૂતાના જેવી પીડા તથા કષ્ટ થશે ત્યારે તારી દશા, કેવી દયાજનક થશે." BSB BSB: O inhabitant of Lebanon, nestled in the cedars, how you will groan when pangs of anguish come upon you, agony like a woman in labor.”
24 ULB આ યહોવાહ ની જાહેરાત છે "જેમ હું જીવતો છું" "જો યહૂદિયાના રાજા, યહોયાકીમનો દીકરો કોનિયા મારા જમણા હાથ પરની મુદ્રિકા હોત, તોપણ મેં તેને ત્યાંથી દૂર કર્યો હોત. BSB BSB: “As surely as I live,” declares the LORD, “even if you, Coniah son of Jehoiakim king of Judah, were a signet ring on My right hand, I would pull you off.
25 ULB તું જેનાથી ડરે છે અને જે તારો જીવ લેવા તાકે છે તે બાબિલના રાજા નબૂખાદનેસ્સાર અને ખાલદીઓના હાથમાં હું તને સોંપી દઈશ. BSB BSB: In fact, I will hand you over to those you dread, who want to take your life—to Nebuchadnezzar king of Babylon and to the Chaldeans.
26 ULB જે દેશમાં તારો જન્મ થયો નહોતો એવા પારકા દેશમાં હું તને તથા તારી માતાને પણ ફેંકી દઈશ. અને ત્યાં તમે મૃત્યુ પામશો. BSB BSB: I will hurl you and the mother who gave you birth into another land, where neither of you were born—and there you both will die.
27 ULB અને જે દેશમાં પાછા આવવાને તેમના જીવ ઝૂરે છે, તે ભૂમિમાં તેઓ પાછા આવશે નહિ. BSB BSB: You will never return to the land for which you long.”
28 ULB આ માણસ કોનિયા, તે તુચ્છ અને ફૂટેલા ઘડા જેવો છે શું? તે અણગમતા પાત્ર જેવો હશે શું? તેને તથા તેના વંશજોને દૂરના અજાણ્યા પ્રદેશમાં ફેંકી દેવામાં આવ્યા છે જે તેઓ જાણતા નથી? BSB BSB: Is this man Coniah a despised and shattered pot, a jar that no one wants? Why are he and his descendants hurled out and cast into a land they do not know?
29 ULB હે ભૂમિ, ભૂમિ, ભૂમિ! તું યહોવાહનાં વચન સાંભળ. યહોવાહ આ પ્રમાણે કહે છે કે; લખી રાખો કે આ માણસ કોનિયા; નિ:સંતાન મૃત્યુ પામશે. BSB BSB: O land, land, land, hear the word of the LORD!
30 ULB તે માણસ જીવનમાં આગળ વધશે નહિ કે તેના વંશનો કોઈ સફળ થશે નહિ કે જે દાઉદના રાજ્યાસન પર બેસે અથવા ફરીથી યહૂદા પર રાજ કરે." BSB BSB: This is what the LORD says: “Enroll this man as childless, a man who will not prosper in his lifetime. None of his descendants will prosper to sit on the throne of David or to rule again in Judah.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.