2 ULB "અજ્ઞાની શબ્દોથી ઈશ્વરની યોજનાને પડકારનાર આ માણસ કોણ છે? BSB BSB: “Who is this who obscures My counsel by words without knowledge?
3 ULB બળવાનની માફક તારી કમર બાંધ; કારણ કે હું તને પ્રશ્ન પૂછીશ, અને તારે મને જવાબ આપવાનો છે. BSB BSB: Now brace yourself like a man; I will question you, and you shall inform Me.
5 ULB પૃથ્વીને ઘડવા માટે તેની લંબાઈ કોણે નક્કી કરી? જો તું જાણતો હોય તો કહે. અને તેને માપપટ્ટીથી કોણે માપી હતી? BSB BSB: Who fixed its measurements? Surely you know! Or who stretched a measuring line across it?
6 ULB શાના પર તેના પાયા સજ્જડ કરવામાં આવ્યા છે? તે જગ્યામાં મુખ્ય પથ્થર કોણે મૂક્યો છે? BSB BSB: On what were its foundations set, or who laid its cornerstone,
7 ULB કે જ્યારે પ્રભાતના તારાઓએ સાથે ગીત ગાયું, અને સર્વ ઈશ્વરના પુત્રો આનંદથી પોકાર કર્યો? BSB BSB: while the morning stars sang together and all the sons of God shouted for joy?
8 ULB જાણે ગર્ભાસ્થાનમાંથી નીકળ્યો હોય તેવા સમુદ્રને રોકવા તેના દરવાજાઓ કોણે બંધ કર્યા? BSB BSB: Who enclosed the sea behind doors when it burst forth from the womb,
9 ULB જ્યારે મેં વાદળાંઓને તેનું વસ્ત્ર બનાવ્યું, અને ગાઢ અંધકારથી તેને વીંટાળી દીધો. BSB BSB: when I made the clouds its garment and thick darkness its blanket,
10 ULB મેં તેની બાજુઓની હદ બનાવી, અને જ્યારે તેને દરવાજાઓની સીમાઓ મૂકી, BSB BSB: when I fixed its boundaries and set in place its bars and doors,
11 ULB મેં સમુદ્રને કહ્યું, 'તું અહીં સુધી આવી શકે છે પણ અહીંથી આગળ નહિ; અહીંથી આગળ ઉલ્લંઘન કરીશ નહિ. તારાં પ્રચંડ મોજા અહીં અટકી જશે.' BSB BSB: and I declared: ‘You may come this far, but no farther; here your proud waves must stop’?
12 ULB શું તેં કદી પ્રભાત આદેશ આપ્યો છે? સવારે સૂર્યના કિરણોએ કઈ દિશામાં ઊગવું તે શું તમે નક્કી કરો છો? BSB BSB: In your days, have you commanded the morning or assigned the dawn its place,
13 ULB માટે તે પૃથ્વીની દિશાઓને પકડે છે, તેથી દુર્જનોને ત્યાંથી નાસી જવું પડે છે. BSB BSB: that it might spread to the ends of the earth and shake the wicked out of it?
14 ULB જેમ બીબા પ્રમાણે માટીના આકારો બદલાય છે તેમ પૃથ્વીનો પ્રકાશ બદલાય છે; સર્વ વસ્તુઓ વસ્ત્રોની જેમ બહાર દેખાય છે અને બદલાય છે. BSB BSB: The earth takes shape like clay under a seal; its hills stand out like the folds of a garment.
15 ULB દુર્જનો પાસેથી તેઓનો પ્રકાશ લઈ લેવામાં આવ્યો છે; અહંકારીઓના હાથ ભાંગી નાખવામાં આવે છે. BSB BSB: Light is withheld from the wicked, and their upraised arm is broken.
16 ULB તું કદી સમુદ્રના મૂળસ્થાનની સપાટીએ ગયો છે? તું ક્યારેય મહાસાગરના ઊંડાણમાં ચાલ્યો છે? BSB BSB: Have you journeyed to the vents of the sea or walked in the trenches of the deep?
17 ULB શું મરણદ્વારો તારી સમક્ષ જાહેર થયાં છે? શું તેં કદી મરણછાયાનાં દ્વાર જોયાં છે? BSB BSB: Have the gates of death been revealed to you? Have you seen the gates of the shadow of death?
18 ULB તું જાણે છે કે પૃથ્વી કેટલી વિશાળ છે? આવું જ્ઞાન તારી પાસે હોય તો તે મને કહે. BSB BSB: Have you surveyed the extent of the earth? Tell Me, if you know all this.
19 ULB પ્રકાશનું ઉદ્દ્ગમસ્થાન ક્યાં છે? અંધકારનું સ્થાન ક્યાં છે? BSB BSB: Where is the way to the home of light? Do you know where darkness resides,
20 ULB શું તું પ્રકાશ અને અંધકારને તેમના કાર્યને સ્થાને પાછા લઈ જઈ શકે છે? શું તું તેમના ઘર તરફનો માર્ગ શોધી શકે છે? BSB BSB: so you can lead it back to its border? Do you know the paths to its home?
21 ULB આ બધું તો તું જાણે છે, કારણ કે ત્યારે તારો જન્મ થઈ ચૂક્યો હતો; અને તારા આયુષ્યના દિવસો લાંબા છે! BSB BSB: Surely you know, for you were already born! And the number of your days is great!
22 ULB શું તું બરફના ભંડારોમાં ગયો છે, અથવા તેના સંગ્રહસ્થાન શું તેં જોયાં છે, BSB BSB: Have you entered the storehouses of snow or observed the storehouses of hail,
23 ULB આ સર્વ બાબતો આફતના સમયને માટે, અને લડાઈ અને યુદ્ધના દિવસો માટે રાખી છે. BSB BSB: which I hold in reserve for times of trouble, for the day of war and battle?
24 ULB જે માર્ગે અજવાળાની વહેંચણી થાય છે તેં જોયા છે તથા જ્યાં પૂર્વ તરફના પવનને આખી પૃથ્વી પર ફેલાવે છે તે સ્થળે તું ગયો છે? BSB BSB: In which direction is the lightning dispersed, or the east wind scattered over the earth?
25 ULB વરસાદના પ્રચંડ પ્રવાહ માટે નાળાંં અને ખીણો કોણે ખોદ્યા છે? ગર્જના કરતો વીજળીનો માર્ગ કોણે બનાવ્યો છે? BSB BSB: Who cuts a channel for the flood or clears a path for the thunderbolt,
26 ULB જ્યાં માનવીએ પગ પણ નથી મૂક્યો, એવી સૂકી અને ઉજ્જડ ધરતી પર તે ભરપૂર વરસાદ વરસાવે છે, BSB BSB: to bring rain on a barren land, on a desert where no man lives,
27 ULB જેથી ઉજ્જડ તથા વેરાન જમીન તૃપ્ત થાય, જેથી ત્યાં લીલોછમ ઘાસચારો ફૂટી નીકળે. BSB BSB: to satisfy the parched wasteland and make it sprout with tender grass?
28 ULB શું વરસાદનો કોઈ પિતા છે? ઝાકળનાં બિંદુઓ ક્યાંથી આવે છે? BSB BSB: Does the rain have a father? Who has begotten the drops of dew?
29 ULB કોના ગર્ભમાંથી હિમ આવે છે? આકાશમાં ઠરી ગયેલું સફેદ ઝાકળ કોણે ઉત્પન્ન કર્યું છે? BSB BSB: From whose womb does the ice emerge? Who gives birth to the frost from heaven,
30 ULB પાણી ઠરીને પથ્થરના જેવું થઈ જાય છે; અને મહાસગારની ઊંડી સપાટી પણ થીજી જાય છે. BSB BSB: when the waters become hard as stone and the surface of the deep is frozen?
31 ULB આકાશના તારાઓને શું તું પકડમાં રાખી શકે છે? શું તું કૃતિકા અથવા મૃગશીર્ષનાં બંધ નક્ષત્રોને છોડી શકે છે? BSB BSB: Can you bind the chains of the Pleiades or loosen the belt of Orion?
32 ULB શું તું તારાઓના સમૂહને નક્કી કરેલા સમયો અનુસાર પ્રગટ કરી શકે છે? શું તું સપ્તષિર્ને તેના મંડળ સહિત ઘેરી શકે છે? BSB BSB: Can you bring forth the constellations in their seasons or lead out the Bear and her cubs?
33 ULB શું તું આકાશને અંકુશમાં લેવાના સિદ્ધાંતો જાણે છે? શું તું આકાશોને પૃથ્વી પર સત્તા ચલાવવા સ્થાપી શકે છે? BSB BSB: Do you know the laws of the heavens? Can you set their dominion over the earth?
34 ULB શું તું તારો અવાજ વાદળાં સુધી પહોંચાડી શકે છે, કે જેથી પુષ્કળ વરસાદ આવે? BSB BSB: Can you command the clouds so that a flood of water covers you?
35 ULB શું તું વીજળીને આજ્ઞા કરી શકે છે કે, તે તારી પાસે આવીને કહે કે, 'અમે અહીં છીએ?' BSB BSB: Can you send the lightning bolts on their way? Do they report to you, ‘Here we are’?
36 ULB વાદળાંઓમાં ડહાપણ કોણે મૂક્યું છે? અથવા ધુમ્મસને કોણે સમજણ આપી છે? BSB BSB: Who has put wisdom in the heart or given understanding to the mind?
37 ULB કોણ પોતાની કુશળતાથી વાદળોની ગણતરી કરી શકે? કે, આકાશોની પાણી ભરેલી મશકોને કોણ રેડી શકે BSB BSB: Who has the wisdom to count the clouds? Or who can tilt the water jars of the heavens
38 ULB જેથી ધરતી પર સર્વત્ર ધૂળ અને માટી પાણીથી પલળીને એકબીજા સાથે ચોંટી જાય છે? BSB BSB: when the dust hardens into a mass and the clods of earth stick together?
40 ULB જ્યારે તેઓ તેમની ગુફામાં લપાઈને બેઠા હોય ત્યારે અથવા ઝાડીમાં સંતાઈને તેઓના શિકાર પર તરાપ મારવા તૈયાર બેઠા હોય ત્યારે? BSB BSB: when they crouch in their dens and lie in wait in the thicket?
41 ULB જ્યારે કાગડા અને તેમનાં બચ્ચાં ખોરાકને માટે ભટકે છે અને ઈશ્વરને પોકાર કરે છે ત્યારે તેઓને ખોરાક કોણ પૂરો પાડે છે? BSB BSB: Who provides food for the raven when its young cry out to God as they wander about for lack of food?
Select verses for actions: Enter goes to them and Escape comes back.