1 ULB નિશ્ચે મારું હૃદય ધ્રૂજે છે; તે તેની જગ્યાએથી ખસી જાય છે. BSB BSB: “At this my heart also pounds and leaps from its place.
2 ULB તેમના મુખમાંથી નીકળતા અવાજ, ધ્યાનથી સાંભળો. BSB BSB: Listen closely to the thunder of His voice and the rumbling that comes from His mouth.
3 ULB આખા આકાશને તે વીજળીથી ઝળકાવે છે, અને પૃથ્વીની દરેક દિશાઓ સુધી મોકલે છે. BSB BSB: He unleashes His lightning beneath the whole sky and sends it to the ends of the earth.
4 ULB તેમની પાછળ અવાજ થાય છે; તે ગર્જનાથી તેમની ભવ્યતાનો અવાજ કરે છે; જ્યારે વીજળી ચમકે છે, ત્યારે તેમનો અવાજ સંભળાય છે. BSB BSB: Then there comes a roaring sound; He thunders with His majestic voice. He does not restrain the lightning when His voice resounds.
5 ULB ઈશ્વર અદ્દભુત રીતે તેમનો અવાજ કરે છે; તેમનાં મહાન કૃત્યો આપણે સમજી શકતા નથી. BSB BSB: God thunders wondrously with His voice; He does great things we cannot comprehend.
6 ULB તેમણે બરફને કહ્યું, 'પૃથ્વી પર પડો' તે જ રીતે વરસાદને વરસવાનું, અને 'પૃથ્વી પર મુશળધાર વરસાદ આપવાની આજ્ઞા કરે છે.' BSB BSB: For He says to the snow, ‘Fall on the earth,’ and to the gentle rain, ‘Pour out a mighty downpour.’
7 ULB આ રીતે તેઓ સર્વ માણસોને કામ કરતા અટકાવે છે, કે જેથી તેમનું સર્જન કરેલા લોકો તેમનું પરાક્રમ સમજે. BSB BSB: He seals up the hand of every man, so that all men may know His work.
8 ULB ત્યારે પશુઓ સંતાઈ જાય છે અને તેઓની ગુફામાં ભરાઈ જાય છે. BSB BSB: The wild animals enter their lairs; they settle down in their dens.
9 ULB દક્ષિણ દિશામાંથી ચક્રવાત આવે છે, અને ઉત્તર દિશામાંથી ઠંડા પવન સાથે ઠંડી આવે છે. BSB BSB: The tempest comes from its chamber, and the cold from the driving north winds.
10 ULB ઈશ્વરના શ્વાસથી હિમ થાય છે; અને સમુદ્રો ધાતુની માફક થીજી જાય છે. BSB BSB: By the breath of God the ice is formed and the watery expanses are frozen.
11 ULB ખરેખર, તે ભારે વાદળોને પાણીથી ભરી દે છે; અને વાદળોમાં તે વીજળીઓને ચમકાવે છે. BSB BSB: He loads the clouds with moisture; He scatters His lightning through them.
12 ULB તેઓ વાદળોને આખી પૃથ્વી પર ચારેતરફ વિખેરી નાખે છે, જેમ તેઓને આજ્ઞા આપવામાં આવે છે તે પ્રમાણે કરે છે. BSB BSB: They swirl about, whirling at His direction, accomplishing all that He commands over the face of all the earth.
13 ULB લોકોને શિક્ષા કરવા સારુ, તો કોઈ સમયે તેમની પૃથ્વીને માટે, અને કોઈ સમયે કરારના વિશ્વાસુપણાના કાર્યને માટે, ઈશ્વર આ પ્રમાણે સર્વ થવા દે છે. BSB BSB: Whether for punishment or for His land, He accomplishes this in His loving devotion.
14 ULB હે અયૂબ, આ વાત પર લક્ષ આપ; જરા થોભ અને ઈશ્વરનાં આશ્ચર્યકારક કાર્યોનો વિચાર કર. BSB BSB: Listen to this, O Job; stand still and consider the wonders of God.
15 ULB ઈશ્વર વાદળોને કેવી રીતે નિયંત્રણમાં રાખે છે, અને વાદળોમાંથી વીજળીને કેવી રીતે ચમકાવે છે એ શું તું જાણતો નથી? BSB BSB: Do you know how God dispatches the clouds or makes the lightning flash?
16 ULB વાદળો કેવી રીતે હવામાં સમતોલ રહે છે, જે ડહાપણમાં સંપૂર્ણ છે અને ઈશ્વરનાં આશ્ચર્યકારક કાર્યો, તે શું તું જાણે છે? BSB BSB: Do you understand how the clouds float, those wonders of Him who is perfect in knowledge?
17 ULB તને જ્યારે પરસેવો થાય ત્યારે તારાં વસ્ત્રો તારી ચામડીને ચોંટી જાય છે. અને જ્યારે દક્ષિણ દિશામાંથી હૂંફાળો પવન વાય છે ત્યારે બધું શાંત અને સૂમસામ થઈ જાય છે તે શું તું સમજે છે? BSB BSB: You whose clothes get hot when the land lies hushed under the south wind,
18 ULB જેમ તેમણે આકાશ વિસ્તાર્યાં છે તેમ, તમે કરી શકો છો? આકાશને ચમકતા કરેલા પિત્તળની જેમ ચમકીલુ બનાવી શકો છો? BSB BSB: can you, like Him, spread out the skies, as strong as a mirror of bronze?
19 ULB અમારે શું કહેવું તે અમને શીખવ, કારણ કે અમે અમારા મનના અંધકારને લીધે તેમની સાથે દલીલો કરી શકતા નથી. BSB BSB: Teach us what we should say to Him; we cannot draw up our case because of our darkness.
20 ULB શું હું ઈશ્વરને કહીશ કે મારી ઇચ્છા તેની સાથે વાત કરવાની હતી? શું કોઈ માણસ ઇચ્છે કે તેનો નાશ થાય? BSB BSB: Should He be told that I want to speak? Would a man ask to be swallowed up?
21 ULB જ્યારે પવન આકાશને ચોખ્ખું કરે છે ત્યારે એટલું બધું અજવાળું થાય છે કે લોકો સૂર્ય સામે જોઈ શક્તા નથી. BSB BSB: Now no one can gaze at the sun when it is bright in the skies after the wind has swept them clean.
22 ULB તે જ રીતે આકાશમાંથી આપણી ઉપર આવતા અને આંખોને આંજી દેતા ઈશ્વરની ભવ્યતા સામે પણ આપણે જોઈ શક્તા નથી. BSB BSB: Out of the north He comes in golden splendor; awesome majesty surrounds Him.
23 ULB સર્વશક્તિમાન ઈશ્વર મહાન છે! આપણે તેમને સમજી શકતા નથી; તેઓ મહા પરાક્રમી અને ન્યાયી છે. તેઓ આપણને નુકસાન પહોંચાડતા નથી. BSB BSB: The Almighty is beyond our reach; He is exalted in power! In His justice and great righteousness He does not oppress.
24 ULB તેથી લોકો તેમનાથી ડરે છે. "પણ જેઓ પોતાની જાતને જ્ઞાની માને છે, તેવા લોકોને ઈશ્વર ગણકારતા નથી." BSB BSB: Therefore, men fear Him, for He is not partial to the wise in heart.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.