1 ULB અલીહૂએ બોલવાનું ચાલુ રાખતાં કહ્યું કે, BSB BSB: And Elihu continued:
2 ULB "મને થોડો વધારે સમય બોલવા દો, અને હું તને બતાવીશ કારણ કે હું ઈશ્વરના પક્ષમાં થોડા વધુ શબ્દો કહેવા માગું છું." BSB BSB: “Bear with me a little longer, and I will show you that there is more to be said on God’s behalf.
3 ULB હું દુરથી ડહાપણ લાવીને; મારા સર્જનહાર ઈશ્વર ન્યાયી છે તે હું સાબિત કરીશ. BSB BSB: I get my knowledge from afar, and I will ascribe justice to my Maker.
4 ULB હું તને જણાવું છું કે તે ખરેખર સત્ય છે કેમ કે જે સંપૂર્ણ જ્ઞાની છે તે તારી સાથે છે. BSB BSB: For truly my words are free of falsehood; one perfect in knowledge is with you.
5 ULB જુઓ, ઈશ્વર સર્વશક્તિમાન છે, અને તે કોઈનો પણ તિરસ્કાર કરતા નથી; તે મહા બુદ્ધિમાન અને વિદ્વાન છે. BSB BSB: Indeed, God is mighty, but He despises no one; He is mighty in strength of understanding.
6 ULB તેઓ દુષ્ટોને સાચવતા નથી, પણ ગરીબોના હિતમાં સારું કરે છે. BSB BSB: He does not keep the wicked alive, but He grants justice to the afflicted.
7 ULB ન્યાયી માણસ પરથી તેઓની દ્રષ્ટિ દૂર કરતા નથી, પણ તેથી વિપરીત, તે તેઓને રાજાઓની સાથે સિંહાસન પર બેસાડે છે, અને તેઓ સદા ઉચ્ચસ્થાન પર રહે છે. BSB BSB: He does not take His eyes off the righteous, but He enthrones them with kings and exalts them forever.
8 ULB જો, જેથી કરીને તેઓને સાંકળોએ બાંધવામાં આવ્યા છે, અને તેઓ વિપત્તિમાં સપડાયા છે, BSB BSB: And if men are bound with chains, caught in cords of affliction,
9 ULB તેઓએ શું કર્યું છે તે તેઓને જણાવશે, કે તેઓએ કરેલા અપરાધો અને કેવી રીતે અહંકારથી વર્ત્યા છે. BSB BSB: then He tells them their deeds and how arrogantly they have transgressed.
10 ULB તે તેઓના અપરાધોથી પાછા ફરવાનો આદેશ આપશે, અને શિક્ષણ તરફ તેઓના કાન ઉઘાડશે. BSB BSB: He opens their ears to correction and commands that they turn from iniquity.
11 ULB જો તેઓ તેમનું સાંભળીને તેમની સેવા કરશે તો, તેઓ આયુષ્યના દિવસો સમૃદ્ધિમાં પસાર કરશે, તેઓના જીવનનાં વર્ષો સંતોષથી ભરેલાં થશે. BSB BSB: If they obey and serve Him, then they end their days in prosperity and their years in happiness.
12 ULB પરંતુ જો, તેઓ તેમનું સાંભળશે નહિ તો, તેઓ અજ્ઞાનતામાં જ મરણ પામશે અને તેઓનો નાશ થશે. BSB BSB: But if they do not obey, then they perish by the sword and die without knowledge.
13 ULB જેઓ પોતાના હૃદયથી ઈશ્વર પર ભરોસા રાખતા નથી તેઓ પોતાના હૃદયમાં ગુસ્સો ભેગો કરે છે; ઈશ્વર તેઓને શિક્ષા કરે છે તેમ છતાં તેઓ મદદને માટે પ્રાર્થના કરતા નથી. BSB BSB: The godless in heart harbor resentment; even when He binds them, they do not cry for help.
14 ULB તેઓ તરુણાવસ્થામાં મરણ પામશે; અને કૃપા વિના તેઓના જીવનો નાશ પામશે. BSB BSB: They die in their youth, among the male shrine prostitutes.
15 ULB ઈશ્વર દુઃખીઓને તેઓના દુઃખમાંથી છોડાવે છે; અને તે તેઓને જુલમ દ્વારા સાંભળતા કરે છે. BSB BSB: God rescues the afflicted by their affliction and opens their ears in oppression.
16 ULB નિશ્ચે, તે તને વિપત્તિમાંથી બહાર લાવ્યા છે. જ્યાં સંકટ ન હોય તેવી વિશાળ જગ્યામાં લઈ જાય છે અને તને ખાવાને માટે પુષ્કળ પ્રમાણમાં ખોરાક પીરસ્યો છે. BSB BSB: Indeed, He drew you from the jaws of distress to a spacious and broad place, to a table full of richness.
17 ULB તને એક દુષ્ટ વ્યક્તિની જેમ સજા થઈ છે; ન્યાયાસન અને ન્યાયે તને પકડ્યો છે. BSB BSB: But now you are laden with the judgment due the wicked; judgment and justice have seized you.
18 ULB હવે તમે સાવધ રહેજો, જેથી સમૃદ્ધિ તમને ફોસલાવે નહિ; અને મોટી લાંચ તને ન્યાય કરવાથી પાછો રાખે નહિ. BSB BSB: Be careful that no one lures you with riches; do not let a large bribe lead you astray.
19 ULB શું તારી અઢળક સંપત્તિ તને સંકટથી દૂર રાખી શકે છે, અથવા તારી બધી શક્તિ તને મદદ કરી શકે છે? BSB BSB: Can your wealth or all your mighty effort keep you from distress?
20 ULB અન્યની વિરુદ્ધ પાપ કરવાને રાત્રીની ઇચ્છા ન કર, કે જ્યારે લોકો પોતાની જગ્યાએ નાશ પામે છે. BSB BSB: Do not long for the night, when people vanish from their homes.
21 ULB સાવધ રહેજે, પાપ કરવા તરફ ન ફર, કારણ કે તને સંકટમાંથી પસાર કરાવ્યો છે કે જેથી તું પાપ કરવાથી દૂર રહે. BSB BSB: Be careful not to turn to iniquity, for this you have preferred to affliction.
22 ULB જુઓ, ઈશ્વર તેમનાં સામર્થ્ય દ્વારા મહિમાવાન થાય છે; તેમના જેવો ગુરુ કોઈ છે? BSB BSB: Behold, God is exalted in His power. Who is a teacher like Him?
23 ULB તેમણે શું કરવું એ કોઈ તેમને કહી શકે ખરું? અથવા કોણ તેમને કહી શકે છે કે, 'તમે અન્યાય કર્યો છે?' BSB BSB: Who has appointed His way for Him, or told Him, ‘You have done wrong’?
24 ULB તેમનાં કાર્યોની સ્તુતિ કરવાનું યાદ રાખ, લોકોએ ગાયનો મારફતે તેમની સ્તુતિ કરી છે. BSB BSB: Remember to magnify His work, which men have praised in song.
25 ULB ઈશ્વરે જે કંઈ કર્યુ છે તે સર્વએ નિહાળ્યું છે, પણ તેઓએ તે કાર્યો દૂરથી જ જોયાં છે. BSB BSB: All mankind has seen it; men behold it from afar.
26 ULB જુઓ, ઈશ્વર મહાન છે, આપણે તેમને સંપૂર્ણપણે સમજી શક્તા નથી; તેમનાં વર્ષોની સંખ્યા અગણિત છે. BSB BSB: Indeed, God is great—beyond our knowledge; the number of His years is unsearchable.
27 ULB તેઓ પાણીનાં ટીંપાં ઊંચે લઈ જાય છે અને તેનું ઝાકળ અને વરાળ વરસાદમાં રૂપાંતર કરે છે, BSB BSB: For He draws up drops of water which distill the rain from the mist,
28 ULB તે વાદળોમાંથી પૃથ્વી પર વર્ષે છે, અને મનુષ્યો પર પુષ્કળતામાં વરસાવે છે. BSB BSB: which the clouds pour out and shower abundantly on mankind.
29 ULB ખરેખર, વાદળોનો વિસ્તાર કેટલો છે અને તેનાં ગગનમંડપમાં ગર્જનાઓ કેવી રીતે થાય છે તેને કોણ સમજી શકે? BSB BSB: Furthermore, who can understand how the clouds spread out, how the thunder roars from His pavilion?
30 ULB જુઓ, તેઓ પૃથ્વી પર વીજળી ફેલાવે છે અને મહાસાગરને અંધકારથી ઢાંકી દે છે. BSB BSB: See how He scatters His lightning around Him and covers the depths of the sea.
31 ULB આ રીતે ઈશ્વર લોકોને ખવડાવે છે, અને તેઓને ભરપૂર ખોરાક પૂરો પાડે છે. BSB BSB: For by these He judges the nations and provides food in abundance.
32 ULB તેઓ પોતાના હાથથી વીજળીને પકડે છે, અને તેને પાડવાની હોય ત્યાં પડવાને આજ્ઞા કરે છે. BSB BSB: He fills His hands with lightning and commands it to strike its mark.
33 ULB તેઓની ગર્જના લોકોને આવનાર તોફાન વિષે ચેતવણી આપે છે: તે જાનવર દ્વારા પણ સમાચાર પહોંચાડે છે કે તોફાન નજીક આવી રહ્યું છે. BSB BSB: The thunder declares His presence; even the cattle regard the rising storm.
Select verses for actions: Enter goes to them and Escape comes back.