1 ULB યહોવાહે અયૂબને ઉત્તર આપતાં કહ્યું કે, BSB BSB: And the LORD said to Job:
2 ULB "જે કોઈ દલીલ કરવાની ઇચ્છા રાખે તે શું સર્વશક્તિમાન ઈશ્વરને સુધારી શકે? જે ઈશ્વર સાથે દલીલ કરે છે તે જવાબ આપે." BSB BSB: “Will the faultfinder contend with the Almighty? Let him who argues with God give an answer.”
3 ULB ત્યારે અયૂબે યહોવાહને જવાબ આપતાં કહ્યું કે, BSB BSB: Then Job answered the LORD:
4 ULB "હું અર્થહીન છું; હું તમને કેવી રીતે જવાબ આપી શકું? હું મારો હાથ મારા મોં પર રાખું છું. BSB BSB: “Behold, I am insignificant. How can I reply to You? I place my hand over my mouth.
5 ULB હું એક વખત બોલ્યો, પણ, હું ફરીથી બોલીશ નહિ; હા, હું બે વખત બોલ્યો, પણ હવે હું વધારે કંઈ બોલીશ નહિ." BSB BSB: I have spoken once, but I have no answer—twice, but I have nothing to add.”
6 ULB પછી યહોવાહે વંટોળિયા મારફતે અયૂબને જવાબ આપ્યો કે, BSB BSB: Then the LORD answered Job out of the whirlwind and said:
7 ULB "હવે બળવાનની માફક જવાબ આપ, હું તને પ્રશ્ન પૂછીશ અને તારે તેનો જવાબ આપવાનો છે. BSB BSB: “Now brace yourself like a man; I will question you, and you shall inform Me.
8 ULB શું તું માને છે કે હું અન્યાયી છું? તું ન્યાયી સાબિત થાય માટે શું તું મને દોષિત સાબિત કરીશ? BSB BSB: Would you really annul My justice? Would you condemn Me to justify yourself?
9 ULB તને ઈશ્વરના જેવા હાથ છે? શું તું ગર્જના કરી શકે છે? BSB BSB: Do you have an arm like God’s? Can you thunder with a voice like His?
10 ULB તો હવે તું ગર્વ અને મહિમા ધારણ કર; તો માન અને પ્રતિષ્ઠાને વસ્ત્રોની જેમ પરિધાન કર. BSB BSB: Then adorn yourself with majesty and splendor, and clothe yourself with honor and glory.
11 ULB તારા કોપનો ઊભરો ગર્વિષ્ઠો પર રેડી દે; તેના પર દ્રષ્ટિ કરીને તેને નીચો પાડ. BSB BSB: Unleash the fury of your wrath; look on every proud man and bring him low.
12 ULB જે કોઈ અહંકારી હોય તેને નમ્ર બનાવ; દુષ્ટો જ્યાં ઉપસ્થિત હોય તે સ્થાનને કચડી નાખ. BSB BSB: Look on every proud man and humble him; trample the wicked where they stand.
13 ULB તે સર્વ લોકોને એકસાથે ધૂળમાં દાટી દે; તેઓના મુખને કબરોમાં ઢાંકી દે. BSB BSB: Bury them together in the dust; imprison them in the grave.
14 ULB પછી હું પણ તને માન્ય કરીશ કે, તું તારા પોતાના જમણા હાથથી પોતાને બચાવી શકે છે. BSB BSB: Then I will confess to you that your own right hand can save you.
15 ULB બહેમોથની સામે જો. મેં તેને અને તને ઉત્પન્ન કર્યા છે, તે બળદની જેમ ઘાસ ખાય છે. BSB BSB: Look at Behemoth, which I made along with you. He feeds on grass like an ox.
16 ULB હવે જો, તેનું બળ તેની કમરમાં છે; તેના પેટમાંના સ્નાયુઓમાં સામર્થ્ય છે. BSB BSB: See the strength of his loins and the power in the muscles of his belly.
17 ULB એની પૂંછડી દેવદાર વૃક્ષની જેમ હાલે છે; એની પગની જાંઘના સ્નાયુઓ કેવા મજબૂત છે. BSB BSB: His tail sways like a cedar; the sinews of his thighs are tightly knit.
18 ULB તેનાં હાડકાં કાંસાની નળી જેવાં છે; તેના પગ લોખંડના સળિયા જેવા મજબૂત છે. BSB BSB: His bones are tubes of bronze; his limbs are rods of iron.
19 ULB પ્રાણીઓના સર્જનમાં ગેંડો શ્રેષ્ઠ છે. માત્ર ઈશ્વર જ કે જેમણે તેનું સર્જન કર્યું છે તે જ તેને હરાવી શકે છે. BSB BSB: He is the foremost of God’s works; only his Maker can draw the sword against him.
20 ULB જંગલનાં બીજાં પ્રાણીઓ જ્યાં વસે છે; ત્યાં પર્વતો પરથી તેને ઘાસ મળી રહે છે. BSB BSB: The hills yield him their produce, while all the beasts of the field play nearby.
21 ULB તે કાદવ કીચડવાળી જગ્યામાં કમળના છોડ નીચે પડી રહે છે. તે બરુઓની વચ્ચે ભીનાશવાળી જગ્યાઓમાં સંતાય છે. BSB BSB: He lies under the lotus plants, hidden among the reeds of the marsh.
22 ULB કમળવૃક્ષો તેને પોતાની છાયાથી ઢાંકે છે; તે નદી પાસે ઊગતા વેલા નીચે રહે છે. BSB BSB: The lotus plants conceal him in their shade; the willows of the brook surround him.
23 ULB જો નદીમાં પૂર આવે, તોપણ તે ધ્રૂજતો નથી; તેનામાં આત્મવિશ્વાસ છે, જો યર્દનમાં પૂર ચઢીને તેના મુખ સુધી પાણી આવે તો પણ તે ગભરાતો નથી. BSB BSB: Though the river rages, Behemoth is unafraid; he remains secure, though the Jordan surges to his mouth.
24 ULB શું કોઈ તેને આંકડીમાં ભરાવીને પકડી શકે, અથવા ફાંદા દ્વારા તેનું નાક વીંધી શકે છે? BSB BSB: Can anyone capture him as he looks on, or pierce his nose with a snare?
Select verses for actions: Enter goes to them and Escape comes back.