1 ULB તે જ સમયે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું કે, “સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટું કોણ છે?” BSB BSB: At that time the disciples came to Jesus and asked, “Who then is the greatest in the kingdom of heaven?”
2 ULB ત્યારે ઈસુએ એક બાળકને પોતાની પાસે બોલાવીને તેને તેઓની વચ્ચે ઊભું રાખીને BSB BSB: Jesus invited a little child to stand among them.
3 ULB તેઓને કહ્યું કે, “હું તમને નિશ્ચે કહું છું કે, જો તમે તમારું બદલાણ નહિ કરો, અને બાળકોના જેવા નહિ થાઓ તો સ્વર્ગના રાજ્યમાં તમે પ્રવેશ નહિ કરી શકો. BSB BSB: “Truly I tell you,” He said, “unless you change and become like little children, you will never enter the kingdom of heaven.
4 ULB માટે જે કોઈ પોતાને આ બાળકના જેવો નમ્ર કરશે, તે સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટો છે. BSB BSB: Therefore, whoever humbles himself like this little child is the greatest in the kingdom of heaven.
5 ULB વળી જે કોઈ મારે નામે એવા એક બાળકનો સ્વીકાર કરે છે તે મારો પણ સ્વીકાર કરે છે. BSB BSB: And whoever welcomes a little child like this in My name welcomes Me.
6 ULB પણ આ નાનાંઓ જેઓ મારા પર વિશ્વાસ કરે છે, તેઓમાંના એકને જે વ્યક્તિ પાપ કરવા પ્રેરે, તે કરતાં તેના ગળે ભારે પથ્થર બંધાય અને સમુદ્રના ઊંડાણમાં ડુબાડાય એ તેને માટે સારું છે. BSB BSB: But if anyone causes one of these little ones who believe in Me to stumble, it would be better for him to have a large millstone hung around his neck and to be drowned in the depths of the sea.
7 ULB માનવજગતને અફસોસ છે! કારણ કે જે વસ્તુઓને કારણે લોકો પાપ કરે છે આવી વસ્તુઓ તો બનવાની અગત્ય છે. પણ તે વ્યક્તિને અફસોસ છે જે બીજાને પાપ કરાવવા જવાબદાર છે! BSB BSB: Woe to the world for the causes of sin. These stumbling blocks must come, but woe to the man through whom they come!
8 ULB માટે જો તારો હાથ અથવા પગ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે. તારા બે હાથ અથવા બે પગ છતાં તું અનંતઅગ્નિમાં નંખાય, તેના કરતાં હાથ અથવા પગે અપંગ થઈ જીવનમાં પેસવું એ તારે માટે સારું છે. BSB BSB: If your hand or your foot causes you to sin, cut it off and throw it away. It is better for you to enter life crippled or lame than to have two hands and two feet and be thrown into the eternal fire.
9 ULB જો તારી આંખ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે. બન્ને આંખ છતાં તું નરકાગ્નિમાં નંખાય, તેના કરતાં એક આંખ સાથે જીવનમાં પેસવું એ તારે માટે સારું છે. BSB BSB: And if your eye causes you to sin, gouge it out and throw it away. It is better for you to enter life with one eye than to have two eyes and be thrown into the fire of hell.
10 ULB સાવધાન રહો કે આ નાનાઓમાંના એકનો પણ અનાદર તમે ન કરો, કેમ કે હું તમને કહું છું કે સ્વર્ગમાં તેઓના સ્વર્ગદૂત મારા સ્વર્ગમાંના પિતાનું મુખ સદા જુએ છે. BSB BSB: See that you do not look down on any of these little ones. For I tell you that their angels in heaven always see the face of My Father in heaven.
11 ULB કેમ કે જે ખોવાયેલું છે તેને બચાવવાને માણસનો દીકરો ઈસુ આવ્યો છે. BSB BSB: Not in the BSB
12 ULB તમે શું ધારો છો? જો કોઈ વ્યક્તિની પાસે સો ધેટાં હોય અને તેમાંથી એક ભૂલું પડે, તો શું નવ્વાણુંને પહાડ પર મૂકીને તે ભૂલાં પડેલાં ઘેટાંને શોધવા જતો નથી? BSB BSB: What do you think? If a man has a hundred sheep and one of them goes astray, will he not leave the ninety-nine on the hills and go out to search for the one that is lost?
13 ULB જો તે તેને મળે તો હું તમને નિશ્ચે કહું છું કે, જે નવ્વાણું ભૂલાં પડેલાં ન હતાં, તેઓના કરતાં તેને લીધે તે વધારે ખુશ થાય છે. BSB BSB: And if he finds it, truly I tell you, he rejoices more over that one sheep than over the ninety-nine that did not go astray.
14 ULB એમ આ નાનાંઓમાંથી એકનો નાશ થાય, એવી તમારા સ્વર્ગમાંના પિતાની ઇચ્છા નથી. BSB BSB: In the same way, your Father in heaven is not willing that any of these little ones should perish.
15 ULB વળી જો તારો ભાઈ તારી વિરુદ્ધ અપરાધ કરે, તો જા અને તેને એકાંતમાં લઈ જઈને તેનો દોષ તેને કહે. જો તે તારું સાંભળે, તો તેં તારા ભાઈને મેળવી લીધો છે. BSB BSB: If your brother sins against you, go and confront him privately. If he listens to you, you have won your brother over.
16 ULB પણ જો તે ન સાંભળે, તો બીજા એક બે માણસને તારી સાથે લે, એ માટે કે દરેક બાબત બે અથવા ત્રણ સાક્ષીઓના મુખથી સાબિત થાય. BSB BSB: But if he will not listen, take one or two others along, so that ‘every matter may be established by the testimony of two or three witnesses.’
17 ULB જો તે તેઓનું માન્ય ન રાખે, તો મંડળીને કહે અને જો તે વિશ્વાસી સમુદાયનુ પણ માન્ય ન રાખે તો તેને બિનયહૂદીઓ તથા દાણીઓનાં જેવા ગણ. BSB BSB: If he refuses to listen to them, tell it to the church. And if he refuses to listen even to the church, regard him as you would a pagan or a tax collector.
18 ULB હું તમને નિશ્ચે કહું છું કે, જે કંઈ તમે પૃથ્વી પર બાંધશો, તે સ્વર્ગમાં બંધાશે; અને જે કંઈ તમે પૃથ્વી પર છોડશો, તે સ્વર્ગમાં છોડાશે. BSB BSB: Truly I tell you, whatever you bind on earth will be bound in heaven, and whatever you loose on earth will be loosed in heaven.
19 ULB વળી હું તમને સાચે જ કહું છું કે, જો પૃથ્વી પર તમારામાંના બે જણ કંઈ પણ બાબત સંબંધી એક ચિત્તના થઈને માગશે, તો મારા સ્વર્ગમાંના પિતા તેઓને માટે એવું કરશે. BSB BSB: Again, I tell you truly that if two of you on the earth agree about anything you ask for, it will be done for you by My Father in heaven.
20 ULB કેમ કે જ્યાં બે અથવા ત્રણ મારે નામે એકઠા થયેલા હોય ત્યાં તેઓની મધ્યે હું છું.” BSB BSB: For where two or three gather together in My name, there am I with them.”
21 ULB ત્યારે પિતરે ઈસુની પાસે આવીને કહ્યું કે, “ઓ પ્રભુ, મારો ભાઈ મારી વિરુદ્ધ કેટલી વાર અપરાધ કરે અને હું તેને માફ કરું? શું સાત વાર સુધી?” BSB BSB: Then Peter came to Jesus and asked, “Lord, how many times shall I forgive my brother who sins against me? Up to seven times?”
22 ULB ઈસુએ તેને કહ્યું કે, “સાત વાર સુધીનું હું તને કહેતો નથી, પણ સિત્તેરગણી સાત વાર સુધી કહું છું. BSB BSB: Jesus answered, “I tell you, not just seven times, but seventy-seven times!
23 ULB એ માટે સ્વર્ગના રાજ્યને એક રાજાની ઉપમા અપાય છે કે જેણે પોતાના ચાકરોની પાસે હિસાબ માગ્યો. BSB BSB: Because of this, the kingdom of heaven is like a king who wanted to settle accounts with his servants.
24 ULB તે હિસાબ લેવા લાગ્યો ત્યારે તેઓ એક દેવાદારને તેમની પાસે લાવ્યા જેણે જીવનભર કમાય તો પણ ના ભરી શકે તેટલું દેવું હતું. BSB BSB: As he began the settlements, a debtor owing ten thousand talents was brought to him.
25 ULB પણ પાછું આપવાનું તેની પાસે કંઈ નહિ હોવાથી, તેના માલિકે તેને, તેની પત્ની, તેનાં બાળકોને તથા તેની પાસે જે હતું તે સઘળું વેચીને દેવું ચૂકવવાની આજ્ઞા કરી. BSB BSB: Since the man was unable to pay, the master ordered that he be sold to pay his debt, along with his wife and children and everything he owned.
26 ULB એ માટે તે ચાકરે તેને પગે પડીને વિનંતી કરતાં કહ્યું કે, ‘માલિક, ધીરજ રાખો અને હું તમારું બધું દેવું ચૂકવી આપીશ.’ BSB BSB: Then the servant fell on his knees before him. ‘Have patience with me,’ he begged, ‘and I will pay back everything.’
27 ULB ત્યારે તે ચાકરનાં માલિકને અનુકંપા આવી તેથી તેણે તેને જવા દીધો અને તેનું દેવું માફ કર્યું. BSB BSB: His master had compassion on him, forgave his debt, and released him.
28 ULB પણ તે જ ચાકરે બહાર જઈને પોતાના સાથી ચાકરોમાંના એકને જોયો જેને, ત્રણ મહિનાના પગાર જેટલું દેવું હતું, ત્યારે તેણે તેનું ગળું પકડીને કહ્યું કે, ‘તારું દેવું ચૂકવ.’ BSB BSB: But when that servant went out, he found one of his fellow servants who owed him a hundred denarii. He grabbed him and began to choke him, saying, ‘Pay back what you owe me!’
29 ULB ત્યારે તેના સાથી ચાકરે તેને પગે પડીને વિનંતી કરતાં કહ્યું કે, ‘ધીરજ રાખ અને હું તારું દેવું ચૂકવી આપીશ.’” BSB BSB: So his fellow servant fell down and begged him, ‘Have patience with me, and I will pay you back.’
30 ULB તેણે તેનું માન્યું નહિ, પણ જઈને દેવું ચૂકવે નહિ ત્યાં સુધી તેણે તેને જેલમાં પુરાવ્યો. BSB BSB: But he refused. Instead, he went and had the man thrown into prison until he could pay his debt.
31 ULB ત્યારે જે થયું તે જોઈને તેના સાથી ચાકરો ઘણાં દિલગીર થયા, તેઓએ જઈને તે સઘળું પોતાના માલિકને કહી સંભળાવ્યું. BSB BSB: When his fellow servants saw what had happened, they were greatly distressed, and they went and recounted all of this to their master.
32 ULB ત્યારે તેના માલિકે તેને બોલાવીને કહ્યું કે, ‘અરે દુષ્ટ ચાકર, તેં મને વિનંતી કરી, માટે મેં તારું તે બધું દેવું માફ કર્યું. BSB BSB: Then the master summoned him and said, ‘You wicked servant! I forgave all your debt because you begged me.
33 ULB મેં તારા પર જેવી દયા કરી તેવી દયા શું તારે પણ તારા સાથી ચાકર પર કરવી ઘટિત નહોતી?’” BSB BSB: Shouldn’t you have had mercy on your fellow servant, just as I had on you?’
34 ULB તેના માલિકે ગુસ્સે થઈને તેનું બધું દેવું ચૂકવે ત્યાં સુધી તેને પીડા આપનારાઓને સોંપ્યો. BSB BSB: In anger his master turned him over to the jailers to be tortured, until he should repay all that he owed.
35 ULB એ પ્રમાણે જો તમે પોતપોતાનાં ભાઈઓના અપરાધ તમારાં હૃદયપૂર્વક માફ નહિ કરો, તો મારા સ્વર્ગીય પિતા પણ તમને એમ જ કરશે.” BSB BSB: That is how My heavenly Father will treat each of you unless you forgive your brother from your heart.”