3 ULB પછી જૈતૂનનાં પહાડ પર ઈસુ બેઠા હતા, ત્યારે શિષ્યોએ એકાંતમાં તેમની પાસે આવીને કહ્યું કે, “એ બધું ક્યારે થશે? તમારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે? તે અમને કહો.” BSB BSB: While Jesus was sitting on the Mount of Olives, the disciples came to Him privately. “Tell us,” they said, “when will these things happen, and what will be the sign of Your coming and of the end of the age?”
4 ULB ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “તમને કોઈ ન ભુલાવે માટે સાવધાન રહો. BSB BSB: Jesus answered, “See to it that no one deceives you.
5 ULB કેમ કે મારે નામે ઘણાં એમ કહેતાં આવશે કે, ‘હું ખ્રિસ્ત છું;’ અને ઘણાંને છેતરશે. BSB BSB: For many will come in My name, claiming, ‘I am the Christ,’ and will deceive many.
7 ULB કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે, દુષ્કાળો તથા જગ્યા જગ્યાએ ધરતીકંપો થશે. BSB BSB: Nation will rise against nation, and kingdom against kingdom. There will be famines and earthquakes in various places.
8 ULB પણ આ બધાં તો માત્ર મહાદુઃખનો આરંભ છે. BSB BSB: All these are the beginning of birth pains.
9 ULB ત્યારે તેઓ તમને શિક્ષા માટે સોંપશે અને તમને મારી નાખશે. મારા નામને લીધે સઘળી પ્રજાઓ તમારો દ્વેષ કરશે. BSB BSB: Then they will deliver you over to be persecuted and killed, and you will be hated by all nations because of My name.
10 ULB અને તે સમયે ઘણાં લોકો વિશ્વાસ ગુમાવશે, અને એકબીજાને પરાધીન કરાવશે અને એકબીજા પર વૈર કરશે. BSB BSB: At that time many will fall away and will betray and hate one another,
11 ULB ઘણાં જૂઠાં પ્રબોધકો ઊઠશે, અને ઘણાંને ભુલાવામાં નાખશે. BSB BSB: and many false prophets will arise and deceive many.
12 ULB દુષ્ટતા વધી જવાના કારણથી ઘણાંખરાનો પ્રેમ ઠંડો થઈ જશે. BSB BSB: Because of the multiplication of wickedness, the love of most will grow cold.
13 ULB પણ જે અંત સુધી ટકશે તે ઉદ્ધાર પામશે. BSB BSB: But the one who perseveres to the end will be saved.
14 ULB સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા માટે ઈશ્વરના રાજ્યની આ સુવાર્તા આખી દુનિયામાં પ્રગટ કરાશે; ત્યારે અંત આવશે. BSB BSB: And this gospel of the kingdom will be preached in all the world as a testimony to all nations, and then the end will come.
16 ULB ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડો પર નાસી જાય, BSB BSB: then let those who are in Judea flee to the mountains.
17 ULB અગાશી પર જે હોય તે પોતાના ઘરનો સામાન લેવાને ન ઊતરે, BSB BSB: Let no one on the housetop come down to retrieve anything from his house.
18 ULB અને જે ખેતરમાં હોય તે પોતાનાં વસ્ત્ર લેવાને પાછો ન આવે. BSB BSB: And let no one in the field return for his cloak.
19 ULB તે દિવસોમાં જેઓ સગર્ભા હોય અને જેઓ સ્તનપાન કરાવતી હોય, તેઓને અફસોસ છે! BSB BSB: How miserable those days will be for pregnant and nursing mothers!
20 ULB પણ તમારું નાસવાનું શિયાળામાં કે વિશ્રામવારે ન થાય, તે માટે તમે પ્રાર્થના કરો. BSB BSB: Pray that your flight will not occur in the winter or on the Sabbath.
21 ULB કેમ કે તે સમયે એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી સૃષ્ટિના આરંભથી તે આજ સુધી આવી નથી, અને કદી આવશે પણ નહિ. BSB BSB: For at that time there will be great tribulation, unseen from the beginning of the world until now, and never to be seen again.
22 ULB જો તે દિવસો ઓછા કરવામાં ન આવત તો કોઈ માણસ બચી ન શકત; પણ પસંદ કરેલાઓની ખાતર તે દિવસો ઓછા કરાશે. BSB BSB: If those days had not been cut short, nobody would be saved. But for the sake of the elect, those days will be cut short.
23 ULB ત્યારે જો કોઈ તમને કહે કે, ‘જુઓ, ખ્રિસ્ત અહીં છે!’ અથવા ‘ખ્રિસ્ત ત્યાં છે!’ તો તમે માનશો નહિ. BSB BSB: At that time, if anyone says to you, ‘Look, here is the Christ!’ or ‘There He is!’ do not believe it.
24 ULB કેમ કે જૂઠા મસીહ તથા જૂઠાં પ્રબોધકો ઊઠશે, અને મોટા ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો કરી બતાવશે કે જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભુલાવી શકે. BSB BSB: For false Christs and false prophets will appear and perform great signs and wonders to deceive even the elect, if that were possible.
25 ULB જુઓ, મેં અગાઉથી તમને કહ્યું છે. BSB BSB: See, I have told you in advance.
26 ULB એ માટે જો તેઓ તમને કહે કે, ‘જુઓ, તે અરણ્યમાં છે,’ તો બહાર જતા નહીં; કે જુઓ, તે ઓરડીઓમાં છે,’ તો માનતા નહિ. BSB BSB: So if they tell you, ‘There He is, in the wilderness,’ do not go out, or, ‘Here He is, in the inner rooms,’ do not believe it.
27 ULB કેમ કે જેમ વીજળી પૂર્વથી નીકળીને પશ્ચિમ સુધી ચમકે છે, તેમ જ માણસના દીકરાનું આગમન થશે. BSB BSB: For just as the lightning comes from the east and flashes as far as the west, so will be the coming of the Son of Man.
28 ULB જ્યાં મૃતદેહ હોય, ત્યાં ગીધો એકઠાં થશે. BSB BSB: Wherever there is a carcass, there the vultures will gather.
29 ULB તે દિવસોની વિપત્તિ પછી, તરત સૂર્ય અંધકારરૂપ થઈ જશે, ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે અને આકાશથી તારા ખરશે, તથા આકાશના પરાક્રમો હલાવાશે. BSB BSB: Immediately after the tribulation of those days: ‘The sun will be darkened, and the moon will not give its light; the stars will fall from the sky, and the powers of the heavens will be shaken.’
30 ULB પછી માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે, ત્યારે પૃથ્વી પરનાં સઘળાં કુળો શોક કરશે; અને માણસના દીકરાને પરાક્રમ તથા મહા મહિમા સહિત તેઓ આકાશના વાદળ પર આવતા જોશે. BSB BSB: At that time the sign of the Son of Man will appear in heaven, and all the tribes of the earth will mourn. They will see the Son of Man coming on the clouds of heaven with power and great glory.
31 ULB રણશિંગડાના મોટા અવાજ સહિત તે પોતાના સ્વર્ગદૂતોને મોકલશે, તેઓ ચારે દિશામાંથી, આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી, તેમના પસંદ કરેલાઓને એકત્ર કરશે. BSB BSB: And He will send out His angels with a loud trumpet call, and they will gather His elect from the four winds, from one end of the heavens to the other.
33 ULB એમ જ તમે પણ જયારે તે બધાં થતાં જુઓ, ત્યારે તમારે જાણવું કે, તે પાસે એટલે બારણા આગળ જ છે. BSB BSB: So also, when you see all these things, you will know that He is near, right at the door.
38 ULB કેમ કે જેમ જળપ્રલયની અગાઉ નૂહ વહાણમાં બેઠો ત્યાં સુધી તેઓ ખાતા, પીતા, પરણતા, પરણાવતા હતા; BSB BSB: For in the days before the flood, people were eating and drinking, marrying and giving in marriage, up to the day Noah entered the ark.
39 ULB અને જળપ્રલય આવીને બધાને તાણી લઈ ગયો, ત્યાં સુધી તેઓ ન સમજ્યા, તેમ જ માણસના દીકરાનું આવવું પણ થશે. BSB BSB: And they were oblivious until the flood came and swept them all away. So will it be at the coming of the Son of Man.
40 ULB તે સમયે બે માણસ ખેતરમાં હશે તેમાંનો એક લેવાશે તથા બીજો પડતો મુકાશે. BSB BSB: Two men will be in the field: one will be taken and the other left.
41 ULB બે સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે તેમાંની એક લેવાશે અને બીજી પડતી મુકાશે. BSB BSB: Two women will be grinding at the mill: one will be taken and the other left.
43 ULB પણ જાણો કે ચોર કયા પહોરે આવશે એ જો ઘરનો માલિક જાણતો હોત, તો તે જાગતો રહેત અને પોતાના ઘરમાં તેને ચોરી કરવા ન દેત. BSB BSB: But understand this: If the homeowner had known in which watch of the night the thief was coming, he would have kept watch and would not have let his house be broken into.
44 ULB એ માટે તમે પણ તૈયાર રહો; કેમ કે જે સમયે તમે ધારતા નથી તે જ સમયે માણસનો દીકરો આવશે. BSB BSB: For this reason, you also must be ready, because the Son of Man will come at an hour you do not expect.
45 ULB તો જે ચાકરને તેના માલિકે પોતાના ઘરનાને સમયસર ખાવાનું આપવા સારુ પોતાના ઘરનો કારભારી ઠરાવ્યો છે, તેવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર કોણ છે? BSB BSB: Who then is the faithful and wise servant, whom the master has put in charge of his household, to give the others their food at the proper time?
46 ULB જે ચાકરને તેનો માલિક આવીને એમ કરતો જોશે, તે ચાકર આશીર્વાદિત છે. BSB BSB: Blessed is that servant whose master finds him doing so when he returns.
47 ULB હું તમને સાચું કહું છું કે, તે તેને પોતાની બધી સંપત્તિનો કારભારી ઠરાવશે. BSB BSB: Truly I tell you, he will put him in charge of all his possessions.
48 ULB પણ જો કોઈ દુષ્ટ ચાકર પોતાના મનમાં કહે કે, ‘મારા માલિકને આવવાની વાર છે;’ BSB BSB: But suppose that servant is wicked and says in his heart, ‘My master will be away a long time.’
49 ULB અને તે બીજા દાસોને મારવા તથા છાકટાઓની સાથે ખાવાપીવા લાગે; BSB BSB: And he begins to beat his fellow servants and to eat and drink with drunkards.
50 ULB તો જે દિવસે તે તેની રાહ જોતો નહિ હોય અને જે સમય તે જાણતો નહિ હોય તે જ સમયે તેનો માલિક આવશે. BSB BSB: The master of that servant will come on a day he does not expect and at an hour he does not anticipate.
51 ULB તે તેને ખરાબ રીતે સજા કરશે તથા તેનો ભાગ ઢોંગીઓની સાથે ઠરાવશે, ત્યાં રડવાનું તથા દાંત પીસવાનું થશે. BSB BSB: Then he will cut him to pieces and assign him a place with the hypocrites, where there will be weeping and gnashing of teeth.