1 ULB જે ઘર મિજબાનીથી ભરપૂર હોય પણ કજિયાકંકાસવાળું હોય તેના કરતાં શાંતિ સહિત રોટલીનો સૂકો ટુકડો સારો છે. BSB BSB: Better a dry morsel in quietness than a house full of feasting with strife.
2 ULB ડહાપણથી વર્તનાર ચાકર બદનામી કરાવનાર દીકરા પર અધિકાર ચલાવશે અને એ ચાકરને દીકરાના ભાઈઓમાં વારસનો ભાગ મળશે. BSB BSB: A wise servant will rule over a disgraceful son and share his inheritance as one of the brothers.
3 ULB ચાંદીને ગાળવા માટે કુલડી હોય છે અને સોનાને માટે ભઠ્ઠી હોય છે. પણ અંત:કરણને પારખનાર યહોવાહ છે. BSB BSB: A crucible for silver and a furnace for gold, but the LORD is the tester of hearts.
4 ULB જે કોઈ વ્યક્તિ અનિષ્ટ વાત સાંભળે છે તે દુષ્ટ છે; જે જૂઠો છે તે નુકસાનકારક જીભ તરફ ધ્યાન આપે છે. BSB BSB: A wicked man listens to evil lips; a liar gives ear to a destructive tongue.
5 ULB જે ગરીબની મશ્કરી કરે છે તે તેના સર્જનહારની નિંદા કરે છે અને જે કોઈ બીજાની વિપત્તિને જોઈને રાજી થાય છે તે શિક્ષા પામ્યા વગર રહેશે નહિ. BSB BSB: He who mocks the poor insults their Maker; whoever gloats over calamity will not go unpunished.
6 ULB સંતાનોનાં સંતાનો વૃદ્ધ પુરુષનો મુગટ છે અને સંતાનોનો મહિમા તેઓનાં માતાપિતા છે. BSB BSB: Grandchildren are the crown of the aged, and the glory of a son is his father.
7 ULB ભાવપૂર્ણ ભાષણ મૂર્ખને ઘટતું નથી; મહાપુરુષોને માટે જૂઠું બોલવું એ અઘટિત છે. BSB BSB: Eloquent words are unfit for a fool; how much worse are lying lips to a ruler!
8 ULB જેને બક્ષિસ મળે છે તે તેની નજરમાં મૂલ્યવાન પથ્થર જેવી છે; જ્યાં જ્યાં તે જાય છે, ત્યાં ત્યાં તે ઉદય પામે છે. BSB BSB: A bribe is a charm to its giver; wherever he turns, he succeeds.
9 ULB દોષને ઢાંકનાર પ્રેમ શોધે છે, પણ તેને જ વારંવાર બોલ્યા કરનાર ઇષ્ટ મિત્રોમાં અંતર પાડે છે. BSB BSB: Whoever conceals an offense promotes love, but he who brings it up separates friends.
10 ULB મૂર્ખને સો ફટકાના કરતાં બુદ્ધિમાનને એક ઠપકાનો ઘા વધારે ઊંડી અસર કરે છે. BSB BSB: A rebuke cuts into a man of discernment deeper than a hundred lashes cut into a fool.
11 ULB દુર્જન હંમેશા આફતો શોધ્યા કરે છે. તે માટે તેની સામે ક્રૂર સંદેશાવાહક મોકલવામાં આવશે. BSB BSB: An evil man seeks only rebellion; a cruel messenger will be sent against him.
12 ULB જેનાં બચ્ચાં છીનવી લીધાં હોય એવી રીંછણ કોઈને મળજો; પણ મૂર્ખાઈ કરતો મૂર્ખ કોઈને ન મળો. BSB BSB: It is better to meet a bear robbed of her cubs than a fool in his folly.
13 ULB જો કોઈ ભલાઈનો બદલો બૂરાઈથી વાળે છે, તો તેના ઘરમાંથી બૂરાઈ દૂર થશે નહિ. BSB BSB: If anyone returns evil for good, evil will never leave his house.
14 ULB કોઈ પાણીને બહાર આવવાનું બાકું કરી આપે, તે માફક જ ઝઘડાનો આરંભ છે, માટે ઝઘડો થયા અગાઉ સમાધાન કરી લો. BSB BSB: To start a quarrel is to release a flood; so abandon the dispute before it breaks out.
15 ULB જે કોઈ દુષ્ટને નિર્દોષ ઠરાવે છે અને જે કોઈ નેકીવાનને દોષપાત્ર ઠરાવે છે તે બન્નેને યહોવાહ ધિક્કારે છે. BSB BSB: Acquitting the guilty and condemning the righteous—both are detestable to the LORD.
16 ULB જ્યારે મૂર્ખને બુદ્ધિ હોતી નથી ત્યારે ડહાપણ ખરીદવા તેના હાથમાં મૂલ્ય ક્યાંથી હોય? BSB BSB: Why should the fool have money in his hand with no intention of buying wisdom?
17 ULB મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે અને ભાઈ સંકટના સમયને માટે જ જન્મ્યો છે. BSB BSB: A friend loves at all times, and a brother is born for adversity.
18 ULB અક્કલહીન વગરનો માણસ જ પોતાના પડોશીનો જામીન થાય છે. BSB BSB: A man lacking judgment strikes hands in pledge and puts up security for his neighbor.
19 ULB કજિયો ચાહનાર પાપ કરે છે; જે પોતાનો દરવાજો વિશાળ બનાવે છે, તે વિનાશ શોધે છે. BSB BSB: He who loves transgression loves strife; he who builds his gate high invites destruction.
20 ULB કુટિલ હૃદયના માણસનું કદી હિત થતું નથી; આડી જીભવાળો માણસ વિપત્તિમાં આવી પડે છે. BSB BSB: The one with a perverse heart finds no good, and he whose tongue is deceitful falls into trouble.
21 ULB મૂર્ખને પેદા કરનાર દુ:ખી થાય છે; મૂર્ખના પિતાને કદી આનંદ થતો નથી. BSB BSB: A man fathers a fool to his own grief; the father of a fool has no joy.
22 ULB આનંદી હૃદય એ ઉત્તમ ઔષધ છે, પણ ઘાયલ થયેલું મન હાડકાંને સૂકવી નાખે છે. BSB BSB: A joyful heart is good medicine, but a broken spirit dries up the bones.
23 ULB દુષ્ટ માણસ છાની રીતે લાંચ લઈને ઇનસાફના માર્ગ ઊંધા વાળે છે. BSB BSB: A wicked man takes a covert bribe to subvert the course of justice.
24 ULB બુદ્ધિમાન વ્યક્તિની આંખ ડહાપણ પર જ હોય છે, પણ મૂર્ખની આંખો પૃથ્વીના છેડા પર ચોંટેલી હોય છે. BSB BSB: Wisdom is the focus of the discerning, but the eyes of a fool wander to the ends of the earth.
25 ULB મૂર્ખ પુત્ર પિતાને માટે વ્યથારૂપ અને પોતાની માતાને માટે કડવાશરૂપ છે. BSB BSB: A foolish son brings grief to his father and bitterness to her who bore him.
26 ULB વળી નિર્દોષને દંડ કરવો તથા પ્રામાણિકપણાને લીધે સજ્જનોને મારવા એ યોગ્ય નથી. BSB BSB: It is surely not good to punish the innocent or to flog a noble for his honesty.
27 ULB થોડાબોલો માણસ શાણો છે, ઠંડા મિજાજનો માણસ બુદ્ધિમાન હોય છે. BSB BSB: A man of knowledge restrains his words, and a man of understanding maintains a calm spirit.
28 ULB મૂર્ખ ચૂપ રહે ત્યાં સુધી તે ડાહ્યો ગણાય છે, જ્યાં સુધી તે બોલે નહિ, ત્યાં સુધી તે શાણો લેખાય છે. BSB BSB: Even a fool is considered wise if he keeps silent, and discerning when he holds his tongue.
Select verses for actions: Enter goes to them and Escape comes back.