1 ULB દુષ્ટ માણસોની અદેખાઈ ન કર, તેઓની સાથે રહેવાની ઇચ્છા ન કર. BSB BSB: Do not envy wicked men or desire their company;
2 ULB કારણ કે તેઓનાં મન હિંસાના વિચારો કરે છે અને તેઓના હોઠ ઉપદ્રવની વાતો કરે છે. BSB BSB: for their hearts devise violence, and their lips declare trouble.
3 ULB ડહાપણ વડે ઘર બંધાય છે અને બુદ્ધિથી તે સ્થિર થાય છે. BSB BSB: By wisdom a house is built and by understanding it is established;
4 ULB ડહાપણ વડે સર્વ મૂલ્યવાન તથા સુખદાયક દ્રવ્યથી ઓરડાઓ ભરપૂર થાય છે. BSB BSB: through knowledge its rooms are filled with every precious and beautiful treasure.
5 ULB બહાદુર માણસ બળવાન હોય છે, પણ જે વ્યક્તિ પાસે ડહાપણ છે તે બહાદુર વ્યક્તિ કરતાં વધારે બળવાન હોય છે. BSB BSB: A wise man is strong, and a man of knowledge enhances his strength.
6 ULB કેમ કે ચતુર માણસની સલાહ પ્રમાણે તું યુદ્ધ કરશે અને વધારે સલાહકારીઓમાં સલામતી છે. BSB BSB: Only with sound guidance should you wage war, and victory lies in a multitude of counselors.
7 ULB ડહાપણ એ મૂર્ખની શક્તિ ઉપરાંત છે; તે જાહેરમાં પોતાનું મુખ ખોલી શકતો નથી. BSB BSB: Wisdom is too high for a fool; he does not open his mouth in the meeting place.
8 ULB જે ખોટાં કામ કરવા માટે યુક્તિઓ રચે છે તેને લોકો ઉપદ્રવી પુરુષ કહેશે. BSB BSB: He who plots evil will be called a schemer.
9 ULB મૂર્ખની યોજનાઓ પાપી છે અને લોકો બડાઈ કરનારને ધિક્કારે છે. BSB BSB: A foolish scheme is sin, and a mocker is detestable to men.
10 ULB જો તું સંકટને દિવસે નાહિંમત થઈ જાય, તો તારું બળ થોડું જ છે. BSB BSB: If you faint in the day of distress, how small is your strength!
11 ULB જેઓને મોત માટે ઘસડી જવામાં આવે છે તેઓને છોડાવ જેઓ માર્યા જવાની તૈયારીમાં છે તેઓને છોડાવવાનું ચૂકતો નહિ. BSB BSB: Rescue those being led away to death, and restrain those stumbling toward the slaughter.
12 ULB જો તું કહે કે, "અમે તો એ જાણતા નહોતા." તો જે અંત:કરણોની ચકાસણી કરે છે તે શું તેનો વિચાર કરશે નહિ? અને જે તારા જીવનો રક્ષક છે તે શું નથી જાણતો? અને શું તે દરેક માણસને તેની કરણી પ્રમાણે ફળ આપશે નહિ? BSB BSB: If you say, “Behold, we did not know about this,” does not He who weighs hearts consider it? Does not the One who guards your life know? Will He not repay a man according to his deeds?
13 ULB મારા દીકરા, મધ ખા કેમ કે તે ગુણકારી છે, મધનું ચાકું પણ ખા, કેમ કે તેનો સ્વાદ તને મીઠો લાગે છે. BSB BSB: Eat honey, my son, for it is good, and the honeycomb is sweet to your taste.
14 ULB ખરેખર ડહાપણ તારા આત્માને માટે છે, જો તને તે મળ્યું હોય, તો તને તેનું પ્રતિફળ મળશે અને તારી આશા વ્યર્થ જશે નહિ. BSB BSB: Know therefore that wisdom is sweet to your soul. If you find it, there is a future for you, and your hope will never be cut off.
15 ULB હે દુષ્ટ માણસ, સજ્જનના ઘર આગળ લાગ જોઈ બેસી રહીશ નહિ, તેના ઘર પર આક્રમણ કરીશ નહિ. BSB BSB: Do not lie in wait, O wicked man, near the dwelling of the righteous; do not destroy his resting place.
16 ULB કારણ કે નીતિમાન માણસ સાત વાર પડશે તોપણ તે પાછો ઊભો થશે, પણ દુષ્ટો વિપત્તિથી પાયમાલ થઈ જશે. BSB BSB: For though a righteous man may fall seven times, he still gets up; but the wicked stumble in bad times.
17 ULB જ્યારે તારા દુશ્મનની પડતી થાય, ત્યારે હર્ષ ન કર અને જ્યારે તે પાયમાલ થાય ત્યારે તારા હૃદયમાં તું મગ્ન થતો નહિ. BSB BSB: Do not gloat when your enemy falls, and do not let your heart rejoice when he stumbles,
18 ULB નહિ તો યહોવાહ તે જોઈને નારાજ થશે અને તેના ઉપરથી પોતાનો રોષ પાછો ખેંચી લેશે. BSB BSB: or the LORD will see and disapprove, and turn His wrath away from him.
19 ULB દુષ્કર્મીઓને લીધે તું ચિડાતો નહિ અને દુષ્ટોની અદેખાઈ ન કર. BSB BSB: Do not fret over evildoers, and do not be envious of the wicked.
20 ULB કારણ કે દુર્જનોનું કોઈ ભવિષ્ય નથી અને દુષ્ટોનો દીવો હોલવાઈ જશે. BSB BSB: For the evil man has no future; the lamp of the wicked will be extinguished.
21 ULB મારા દીકરા, યહોવાહનું તથા રાજાનું ભય રાખ; બળવાખોરો સાથે કશો સંબંધ ન રાખ, BSB BSB: My son, fear the LORD and the king, and do not associate with the rebellious.
22 ULB કારણ કે તેઓના પર અચાનક આફત આવી પડશે અને તે બન્નેના તરફથી આવતા વિનાશની ખબર કોને છે? BSB BSB: For they will bring sudden destruction. Who knows what ruin they can bring?
23 ULB આ પણ જ્ઞાનીઓનાં વચન છે. ન્યાયમાં પક્ષપાત બતાવવો તે યોગ્ય નથી. BSB BSB: These also are sayings of the wise: To show partiality in judgment is not good.
24 ULB જે કોઈ દુષ્ટને કહે છે, "તું નેક છે," તે લોકો દ્વારા શાપિત ગણાશે અને પ્રજાઓ તેને ધિક્કારશે. BSB BSB: Whoever tells the guilty, “You are innocent”—peoples will curse him, and nations will denounce him;
25 ULB પણ જે કોઈ દોષિતને ઠપકો આપશે તેઓ આનંદિત થશે અને તેઓના પર ઘણો આશીર્વાદ ઊતરશે. BSB BSB: but it will go well with those who convict the guilty, and rich blessing will come upon them.
26 ULB જે કોઈ સાચો જવાબ આદરપૂર્વક આપે છે, તે હોઠોનું ચુંબન કરે છે. BSB BSB: An honest answer given is like a kiss on the lips.
27 ULB તારું બહારનું કામ તૈયાર રાખ અને તારા ખેતરનું કામ તૈયાર કર અને ત્યારપછી તારું ઘર બાંધ. BSB BSB: Complete your outdoor work and prepare your field; after that, you may build your house.
28 ULB વિનાકારણ તારા પડોશી વિરુદ્ધ સાક્ષી પૂરીશ નહિ અને તારા હોઠોથી ઠગાઈ ન કર. BSB BSB: Do not testify against your neighbor without cause, and do not deceive with your lips.
29 ULB એમ ન કહે કે, "જેવું તેણે મને કર્યું છે, તેવું હું તેને કરીશ; તેને તેના કામ પ્રમાણે હું બદલો આપીશ." BSB BSB: Do not say, “I will do to him as he has done to me; I will repay the man according to his work.”
30 ULB હું આળસુ વ્યક્તિના ખેતર પાસે થઈને તથા બેવકૂફ માણસની દ્રાક્ષવાડી પાસે થઈને જતો હતો; BSB BSB: I went past the field of a slacker and by the vineyard of a man lacking judgment.
31 ULB ત્યારે મેં જોયું તો તેમાં બધે ઝાંખરાં ઊગી નીકળ્યાં હતાં, જમીન કાંટાથી છવાઈ ગઈ હતી અને તેની પથ્થરનો કોટ તૂટી ગયો હતો. BSB BSB: Thorns had grown up everywhere, thistles had covered the ground, and the stone wall was broken down.
32 ULB પછી મેં જોયું અને વિચાર કર્યો; હું સમજ્યો અને મને શિખામણ મળી. BSB BSB: I observed and took it to heart; I looked and received instruction:
33 ULB હજી થોડીક નિદ્રા, થોડીક ઊંઘ લેવા દો, થોડીક વાર હાથ વાળીને સૂવા દો. BSB BSB: A little sleep, a little slumber, a little folding of the hands to rest,
34 ULB એમ કરવાથી તારી દરિદ્રતા લૂંટારાની જેમ અને તારી કંગાલાવસ્થા હથિયારબંધ માણસની જેમ આવી પહોંચશે. BSB BSB: and poverty will come upon you like a robber, and need like a bandit.
Select verses for actions: Enter goes to them and Escape comes back.