1 ULB જ્યારે તું કોઈ અધિકારીની સાથે જમવા બેસે, ત્યારે તારી આગળ જે પીરસેલુ હોય તેનું ખૂબ ધ્યાનથી અવલોકન કર. BSB BSB: When you sit down to dine with a ruler, consider carefully what is set before you,
2 ULB જો તું ખાઉધરો હોય, તો તારે ગળે છરી મૂક. BSB BSB: and put a knife to your throat if you possess a great appetite.
3 ULB સ્વાદિષ્ટ વાનગીઓથી લોભાઈ ન જા, કારણ કે તે કપટી ભોજન છે. BSB BSB: Do not crave his delicacies, for that food is deceptive.
4 ULB ધનવાન થવા માટે તન તોડીને મહેનત ન કર; હોશિયાર થઈને પડતું મૂકજે. BSB BSB: Do not wear yourself out to get rich; be wise enough to restrain yourself.
5 ULB જે કંઈ વિસાતનું નથી તે પર તું તારી દૃષ્ટિ ચોંટાડશે અને અચાનક દ્રવ્ય આકાશમાં ઊડી જશે અને ગરુડ પક્ષીના જેવી પાંખો નિશ્ચે ધારણ કરે છે. BSB BSB: When you glance at wealth, it disappears, for it makes wings for itself and flies like an eagle to the sky.
6 ULB કંજૂસ માણસનું અન્ન ન ખા તેની સ્વાદિષ્ટ વાનગીથી તું લોભાઈ ન જા, BSB BSB: Do not eat the bread of a stingy man, and do not crave his delicacies;
7 ULB કારણ કે જેવો તે વિચાર કરે છે, તેવો જ તે છે. તે તને કહે છે, "ખાઓ અને પીઓ!" પણ તેનું મન તારા પ્રત્યે નથી. BSB BSB: for he is keeping track, inwardly counting the cost. “Eat and drink,” he says to you, but his heart is not with you.
8 ULB જે કોળિયો તેં ખાધો હશે, તે તારે ઓકી કાઢવો પડશે અને તારાં મીઠાં વચનો વ્યર્થ જશે. BSB BSB: You will vomit up what little you have eaten and waste your pleasant words.
9 ULB મૂર્ખના સાંભળતાં બોલીશ નહિ, કેમ કે તારા શબ્દોના ડહાપણનો તે તિરસ્કાર કરશે. BSB BSB: Do not speak to a fool, for he will despise the wisdom of your words.
10 ULB પ્રાચીન સીમા પથ્થરોને ખસેડીશ નહિ અથવા અનાથના ખેતરોમાં પ્રવેશ કરીશ નહિ. BSB BSB: Do not move an ancient boundary stone or encroach on the fields of the fatherless,
11 ULB કારણ કે તેઓનો ઉદ્ધારનાર બળવાન છે તે તારી વિરુદ્ધ તેના પક્ષની હિમાયત કરશે. BSB BSB: for their Redeemer is strong; He will take up their case against you.
12 ULB શિખામણ પર તારું મન લગાડ અને ડહાપણના શબ્દોને તારા કાન દે. BSB BSB: Apply your heart to instruction and your ears to words of knowledge.
13 ULB બાળકને ઠપકો આપતાં ખચકાઈશ નહિ; કેમ કે જો તું તેને સોટી મારીશ તો તે કંઈ મરી જશે નહિ. BSB BSB: Do not withhold discipline from a child; although you strike him with a rod, he will not die.
14 ULB જો તું તેને સોટીથી મારીશ, તો તું તેના આત્માને શેઓલમાં જતાં ઉગારશે. BSB BSB: Strike him with a rod, and you will deliver his soul from Sheol.
15 ULB મારા દીકરા, જો તારું હૃદય જ્ઞાની હોય, તો મારું હૃદય હરખાશે. BSB BSB: My son, if your heart is wise, my own heart will indeed rejoice.
16 ULB જ્યારે તારા હોઠો નેક વાત બોલશે, ત્યારે મારું અંતઃકરણ હરખાશે. BSB BSB: My inmost being will rejoice when your lips speak what is right.
17 ULB તારા મનમાં પાપીની ઈર્ષ્યા ન કરીશ, પણ હંમેશા યહોવાહથી ડરીને ચાલજે. BSB BSB: Do not let your heart envy sinners, but always continue in the fear of the LORD.
18 ULB ત્યાં ચોક્કસ ભવિષ્ય છે અને તારી આશા સાર્થક થશે. BSB BSB: For surely there is a future, and your hope will not be cut off.
19 ULB મારા દીકરા, મારી વાત સાંભળ અને ડાહ્યો થા અને તારા હૃદયને સાચા માર્ગમાં દોરજે. BSB BSB: Listen, my son, and be wise, and guide your heart on the right course.
20 ULB દ્રાક્ષારસ પીનારાઓની અથવા માંસના ખાઉધરાની સોબત ન કર. BSB BSB: Do not join those who drink too much wine or gorge themselves on meat.
21 ULB કારણ કે દ્રાક્ષારસ પીનારાઓ તથા ખાઉધરાઓ કંગાલવસ્થામાં આવશે અને ઊંઘ તેમને ચીંથરેહાલ કરી દેશે. BSB BSB: For the drunkard and the glutton will come to poverty, and drowsiness will clothe them in rags.
22 ULB તારા પોતાના પિતાનું કહેવું સાંભળ અને જ્યારે તારી માતા વૃદ્ધ થાય ત્યારે તેને તુચ્છ ન ગણ. BSB BSB: Listen to your father who gave you life, and do not despise your mother when she is old.
23 ULB સત્યને ખરીદ, પણ તેને વેચીશ નહિ; હા, ડહાપણ, શિખામણ તથા બુદ્ધિને પણ ખરીદ. BSB BSB: Invest in truth and never sell it—in wisdom and instruction and understanding.
24 ULB નીતિમાન દીકરાનો પિતા આનંદથી હરખાય છે અને જે દીકરો શાણો છે તે તેના જન્મ આપનારને આનંદ આપશે. BSB BSB: The father of a righteous man will greatly rejoice, and he who fathers a wise son will delight in him.
25 ULB તારા માતાપિતા પ્રસન્ન થાય એવું કર અને તારી જન્મ આપનાર માતાને હર્ષ થાય એવું કર. BSB BSB: May your father and mother be glad, and may she who gave you birth rejoice!
26 ULB મારા દીકરા, મને તારું હૃદય આપ અને તારી આંખો મારા માર્ગોને લક્ષમાં રાખે. BSB BSB: My son, give me your heart, and let your eyes delight in my ways.
27 ULB ગણિકા એક ઊંડી ખાઈ છે અને પરસ્ત્રી એ સાંકડો કૂવો છે. BSB BSB: For a prostitute is a deep pit, and an adulteress is a narrow well.
28 ULB તે લૂંટારાની જેમ સંતાઈને તાકી રહે છે અને માણસોમાં કપટીઓનો વધારો કરે છે. BSB BSB: Like a robber she lies in wait and multiplies the faithless among men.
29 ULB કોને અફસોસ છે? કોણ ગમગીન છે? કોણ ઝઘડે છે? કોણ ફરિયાદ કરે છે? કોણ વગર કારણે ઘવાય છે? કોની આંખોમાં રતાશ છે? BSB BSB: Who has woe? Who has sorrow? Who has contentions? Who has complaints? Who has needless wounds? Who has bloodshot eyes?
30 ULB જે ઘણીવાર સુધી દ્રાક્ષારસ પિધા કરે છે તેઓને, જેઓ મિશ્ર મધ શોધવા જાય છે તેઓને અફસોસ છે. BSB BSB: Those who linger over wine, who go to taste mixed drinks.
31 ULB જ્યારે દ્રાક્ષારસ લાલ હોય, જ્યારે તે પ્યાલામાં પોતાનો રંગ પ્રકાશતો હોય અને જ્યારે તે સરળતાથી પેટમાં ઊતરતો હોય, ત્યારે તે પર દૃષ્ટિ ન કર. BSB BSB: Do not gaze at wine while it is red, when it sparkles in the cup and goes down smoothly.
32 ULB આખરે તે સર્પની જેમ કરડે છે અને નાગની જેમ ડસે છે. BSB BSB: In the end it bites like a snake and stings like a viper.
33 ULB તારી આંખો અજાણ્યા વસ્તુઓ જોશે અને તારું હૃદય વિપરીત બાબતો બોલશે. BSB BSB: Your eyes will see strange things, and your mind will utter perversities.
34 ULB હા, કોઈ સમુદ્રમાં સૂતો હોય કે, કોઈ વહાણના સઢના થાંભલાની ટોચ પર આડો પડેલો હોય, તેના જેવો તું થશે. BSB BSB: You will be like one sleeping on the high seas or lying on the top of a mast:
35 ULB તું કહેશે કે, "તેઓએ મારા પર પ્રહાર કર્યો!" "પણ મને વાગ્યું નહિ. તેઓએ મને માર્યો, પણ મને કંઈ ખબર પડી નહિ. હું ક્યારે જાગીશ? મારે ફરી એકવાર પીવું છે." BSB BSB: “They struck me, but I feel no pain! They beat me, but I did not know it! When can I wake up to search for another drink?”
Select verses for actions: Enter goes to them and Escape comes back.