1 ULB જેમ ઉનાળાંમાં હિમ અને કાપણી કરતી વખતે વરસાદ કમોસમનો ગણાય તેમ મૂર્ખને સન્માન શોભતું નથી. BSB BSB: Like snow in summer and rain at harvest, honor does not befit a fool.
2 ULB ભટકતી ચકલી અને ઊડતા અબાબીલ પક્ષીની માફક, વિનાકારણે આપેલો શાપ કોઈને માથે લાગતો નથી. BSB BSB: Like a fluttering sparrow or darting swallow, an undeserved curse does not come to rest.
3 ULB ઘોડાને માટે ચાબૂક અને ગધેડાને માટે લગામ હોય છે, તેમ મૂર્ખોની પીઠને માટે સોટી છે. BSB BSB: A whip for the horse, a bridle for the donkey, and a rod for the backs of fools!
5 ULB મૂર્ખને તેની મૂર્ખતા પ્રમાણે જ ઉત્તર આપ, નહિ તો તે પોતાની જ નજરમાં પોતાને ડાહ્યો સમજશે. BSB BSB: Answer a fool according to his folly, lest he become wise in his own eyes.
6 ULB જે કોઈ મૂર્ખ માણસની મારફતે સંદેશો મોકલે છે તે પોતાના પગ કાપી નાખે છે અને તે નુકસાન વહોરે છે. BSB BSB: Like cutting off one’s own feet or drinking violence is the sending of a message by the hand of a fool.
7 ULB મૂર્ખના મુખેથી અપાતી શિખામણ પક્ષઘાતથી પીડાતા પગ જેવી છે. BSB BSB: Like lame legs hanging limp is a proverb in the mouth of a fool.
8 ULB જે વ્યક્તિ મૂર્ખને માન આપે છે, તે પથ્થરના ઢગલામાં રત્નોની કોથળી મૂકનાર જેવો છે. BSB BSB: Like binding a stone into a sling is the giving of honor to a fool.
9 ULB જેમ પીધેલાના હાથમાં કાંટાની ડાળી હોય છે તેવી જ રીતે મૂર્ખોના મુખનું દૃષ્ટાંત તેમને જ નડે છે. BSB BSB: Like a thorn that goes into the hand of a drunkard is a proverb in the mouth of a fool.
10 ULB ઉત્તમ કારીગર બધું કામ પોતે જ કરે છે પણ મૂર્ખની પાસે કામ કરાવનાર વટેમાર્ગુને રોજે રાખનાર જેવો છે. BSB BSB: Like an archer who wounds at random is he who hires a fool or passerby.
11 ULB જેમ કૂતરો ઓકેલું ખાવાને માટે પાછો આવે છે, તેમ મૂર્ખ પોતે કરેલી ભૂલ વારંવાર કરે છે. BSB BSB: As a dog returns to its vomit, so a fool repeats his folly.
12 ULB પોતે પોતાને જ્ઞાની સમજનાર માણસને શું તું જુએ છે? તેના કરતાં તો મૂર્ખને માટે વધારે આશા છે. BSB BSB: Do you see a man who is wise in his own eyes? There is more hope for a fool than for him.
13 ULB આળસુ માણસ કહે છે, "રસ્તામાં સિંહ છે! ત્યાં ખુલ્લી જગ્યાઓની વચ્ચે સિંહ છે." BSB BSB: The slacker says, “A lion is in the road! A fierce lion roams the public square!”
14 ULB જેમ બારણું તેનાં મિજાગરાં પર ફરે છે, તેમ આળસુ પોતાના બિછાના પર આળોટે છે. BSB BSB: As a door turns on its hinges, so the slacker turns on his bed.
15 ULB આળસુ પોતાનો હાથ થાળીમાં નાખે છે ખરો પણ તેને પાછો પોતાના મોં સુધી લાવતાં તેને થાક લાગે છે. BSB BSB: The slacker buries his hand in the dish; it wearies him to bring it back to his mouth.
16 ULB હોશિયારીથી ઉત્તર આપી શકે તેવા સાત માણસો કરતાં આળસુ પોતાની નજરે પોતાને વધારે ડાહ્યો ગણે છે. BSB BSB: The slacker is wiser in his own eyes than seven men who answer discreetly.
17 ULB જે રસ્તે ચાલતાં પારકાના કજિયાની ખટપટમાં પડે છે તે કૂતરાના કાન પકડનારના જેવો છે. BSB BSB: Like one who grabs a dog by the ears is a passerby who meddles in a quarrel not his own.
18 ULB જેઓ બળતાં તીર ફેંકનાર પાગલ માણસ જેવો છે, BSB BSB: Like a madman shooting firebrands and deadly arrows,
19 ULB તેવી જ વ્યક્તિ પોતાના પડોશીને છેતરીને, કહે છે "શું હું ગમ્મત નહોતો કરતો?" BSB BSB: so is the man who deceives his neighbor and says, “I was only joking!”
20 ULB બળતણ ન હોવાથી અગ્નિ હોલવાઈ જાય છે. અને તેમ જ ચાડી કરનાર ન હોય, તો ત્યાં કજિયા સમી જાય છે. BSB BSB: Without wood, a fire goes out; without gossip, a conflict ceases.
21 ULB જેમ અંગારા કોલસાને અને અગ્નિ લાકડાંને સળગાવે છે, તેમ ઝઘડાખોર માણસ કજિયા ઊભા કરે છે. BSB BSB: Like charcoal for embers and wood for fire, so is a quarrelsome man for kindling strife.
22 ULB નિંદા કરનાર વ્યક્તિના શબ્દો સ્વાદિષ્ટ કોળિયા જેવા લાગે છે; તે શરીરના અંતરના ભાગમા ઊતરી જાય છે. BSB BSB: The words of a gossip are like choice morsels that go down into the inmost being.
23 ULB કુટિલ હૃદય અને મીઠી વાણી એ અશુદ્ધ ચાંદીની મલિનતાથી મઢેલા માટીના વાસણ જેવાં છે. BSB BSB: Like glaze covering an earthen vessel are burning lips and a wicked heart.
24 ULB ધિક્કારવા લાયક માણસ મનમાં દગો રાખે છે અને પોતાના અંતરમાં તે કપટ ભરી રાખે છે. BSB BSB: A hateful man disguises himself with his speech, but he lays up deceit in his heart.
25 ULB તે મીઠી મીઠી વાતો કરે, પણ તેના પર વિશ્વાસ ન કર, કારણ કે તેના હૃદયમાં સાતગણાં ષળયંત્રોના ઇરાદા ભરેલા હોય છે. BSB BSB: When he speaks graciously, do not believe him, for seven abominations fill his heart.
26 ULB જો કે તેનો દ્વ્રેષ કપટથી ઢંકાયેલો હોય છે, તોપણ તેની દુષ્ટતા સભા આગળ ઉઘાડી પડી જશે. BSB BSB: Though his hatred is concealed by deception, his wickedness will be exposed in the assembly.
27 ULB જે બીજાને માટે ખાડો ખોદે તે પોતે તેમાં પડશે અને જે કોઈ બીજાની તરફ પથ્થર ગબડાવે તે તેના પર જ પાછો આવશે. BSB BSB: He who digs a pit will fall into it, and he who rolls a stone will have it roll back on him.
28 ULB જૂઠી જીભે પોતે જેઓને ઘાયલ કર્યા છે, તેઓનો તે દ્વેષ કરે છે; અને ખુશામત કરનાર વ્યક્તિ પાયમાલી લાવે છે. BSB BSB: A lying tongue hates those it crushes, and a flattering mouth causes ruin.
Select verses for actions: Enter goes to them and Escape comes back.