1 ULB આવતી કાલની બડાશ મારીશ નહિ, કારણ કે આવતીકાલે શું થઈ જશે તે તું જાણતો નથી. BSB BSB: Do not boast about tomorrow, for you do not know what a day may bring.
2 ULB બીજો માણસ તારાં વખાણ ભલે કરે, પણ તું તારે મુખે તારાં વખાણ ન કર; પારકા કરે તો ભલે, પણ તારા પોતાના હોઠ ન કરે. BSB BSB: Let another praise you, and not your own mouth—a stranger, and not your own lips.
3 ULB પથ્થર વજનદાર હોય છે અને રેતી ભારે હોય છે; પણ મૂર્ખની ઉશ્કેરણી બંને કરતાં ભારે હોય છે. BSB BSB: A stone is heavy and sand is a burden, but aggravation from a fool outweighs them both.
4 ULB ક્રોધ ક્રૂર છે અને કોપ રેલરૂપ છે, પણ ઈર્ષ્યા આગળ કોણ ટકી શકે? BSB BSB: Wrath is cruel and anger is like a flood, but who can withstand jealousy?
5 ULB છુપાવેલા પ્રેમ કરતાં ઉઘાડો ઠપકો સારો છે. BSB BSB: Better an open rebuke than love that is concealed.
6 ULB મિત્રના ઘા પ્રામાણિક હોય છે, પણ દુશ્મનનાં ચુંબન ખુશામતથી ભરેલા હોય છે. BSB BSB: The wounds of a friend are faithful, but the kisses of an enemy are deceitful.
7 ULB ધરાયેલાને મધ પણ કડવું લાગે છે, પણ ભૂખ્યાને દરેક કડવી વસ્તુ પણ મીઠી લાગે છે. BSB BSB: The soul that is full loathes honey, but to a hungry soul, any bitter thing is sweet.
8 ULB પોતાનું ઘર છોડીને ભટકતી વ્યક્તિ જેણે પોતાનો માળો છોડી દીધો હોય તેવા પક્ષી જેવી છે. BSB BSB: Like a bird that strays from its nest is a man who wanders from his home.
9 ULB જેમ સુગંધીથી અને અત્તરથી મન પ્રસન્ન થાય છે, તેમ અંત:કરણથી સલાહ આપનાર મિત્રની મીઠાશથી પણ થાય છે. BSB BSB: Oil and incense bring joy to the heart, and the counsel of a friend is sweetness to the soul.
10 ULB તારા પોતાના મિત્રને તથા તારા પિતાના મિત્રને તજીશ નહિ; વિપત્તિને સમયે તારા ભાઈના ઘરે ન જા. દૂર રહેતા ભાઈ કરતાં નજીકનો પડોશી સારો છે. BSB BSB: Do not forsake your friend or your father’s friend, and do not go to your brother’s house in the day of your calamity; better a neighbor nearby than a brother far away.
11 ULB મારા દીકરા, જ્ઞાની થા અને મારા હૃદયને આનંદથી ભરી દે, જેથી મને મહેણાં મારનારને હું જવાબ આપી શકું. BSB BSB: Be wise, my son, and bring joy to my heart, so that I can answer him who taunts me.
12 ULB શાણો માણસ આફતને આવતી જોઈને તેને ટાળે છે, પણ મૂર્ખ માણસ આગળ વધતો રહે છે અને તેને લીધે સહન કરે છે. BSB BSB: The prudent see danger and take cover, but the simple keep going and pay the penalty.
13 ULB અજાણ્યા માટે જામીનગીરી આપનારનું વસ્ત્ર લઈ લે અને જો તે દુરાચારી સ્ત્રીનો જામીન થાય; તો તેને જવાબદારીમાં રાખ. BSB BSB: Take the garment of him who posts security for a stranger; get collateral if it is for a foreigner.
14 ULB જે કોઈ પરોઢિયે ઊઠીને પોતાના મિત્રને મોટે સાદે આશીર્વાદ આપે છે, તે તેને શાપ સમાન લાગશે. BSB BSB: If one blesses his neighbor with a loud voice early in the morning, it will be counted to him as a curse.
15 ULB ચોમાસામાં વરસાદનું સતત વરસવું તથા કજિયાળી સ્ત્રી એ બંને સરખાં છે. BSB BSB: A constant dripping on a rainy day and a contentious woman are alike—
16 ULB જે તેને રોકી શકે તે પવનને રોકી શકે, અથવા પોતાના જમણા હાથમાં લગાડેલા તેલની સુગંધ પણ પકડી શકે. BSB BSB: restraining her is like holding back the wind or grasping oil with one’s right hand.
17 ULB લોઢું લોઢાને ધારદાર બનાવે છે; તેમ એક મિત્ર બીજા મિત્રને તેજ બનાવે છે. BSB BSB: As iron sharpens iron, so one man sharpens another.
18 ULB જે કોઈ અંજીરી સાચવે છે તે અંજીર ખાશે અને જે પોતાના માલિકની કાળજી રાખે છે તે માન પામે છે. BSB BSB: Whoever tends a fig tree will eat its fruit, and he who looks after his master will be honored.
19 ULB જેમ માણસના ચહેરાની પ્રતિમા પાણીમાં પડે છે, તેવી જ રીતે એક માણસના હૃદયનું પ્રતિબિંબ બીજા માણસ પર પડે છે. BSB BSB: As water reflects the face, so the heart reflects the true man.
20 ULB જેમ શેઓલ અને વિનાશ કદી તૃપ્ત થતાં નથી; તે જ રીતે માણસની આંખો કદી તૃપ્ત થતી નથી. BSB BSB: Sheol and Abaddon are never satisfied; so the eyes of man are never satisfied.
21 ULB ચાંદી ગાળવા સારુ કુલડી અને સોનાને માટે ભઠ્ઠી હોય છે; તેમ માણસની પરીક્ષા તેની પ્રશંસા ઉપરથી થાય છે. BSB BSB: A crucible for silver and a furnace for gold, but a man is tested by the praise accorded him.
22 ULB જો તું મૂર્ખને ખાંડણિયામાં નાખીને ખંડાતા દાણા સાથે સાંબેલાથી ખાંડે, તોપણ તેની મૂર્ખાઈ તેનાથી જુદી પડવાની નથી. BSB BSB: Though you grind a fool like grain with mortar and a pestle, yet his folly will not depart from him.
23 ULB તારાં ઘેટાંબકરાંની પરિસ્થિતિ જાણવાની કાળજી રાખ અને તારાં જાનવરની યોગ્ય દેખરેખ રાખ. BSB BSB: Be sure to know the state of your flocks, and pay close attention to your herds;
24 ULB કેમ કે દ્રવ્ય સદા ટકતું નથી. શું મુગટ વંશપરંપરા ટકે છે? BSB BSB: for riches are not forever, nor does a crown endure to every generation.
25 ULB સૂકું ઘાસ લઈ જવામાં આવે છે કે તરત ત્યાં કુમળું ઘાસ ઊગી નીકળે છે અને પર્વત પરની વનસ્પતિનો સંગ્રહ કરવામાં આવે છે. BSB BSB: When hay is removed and new growth appears and the grass from the hills is gathered,
26 ULB ઘેટાં તારા વસ્ત્રોને અર્થે હોય છે અને બકરાં તારા ખેતરનું મૂલ્ય છે. BSB BSB: the lambs will provide you with clothing, and the goats with the price of a field.
27 ULB વળી બકરીઓનું દૂધ તારે માટે, તારા કુટુંબને માટે અને તારી દાસીઓના ગુજરાન માટે પૂરતું થશે. BSB BSB: You will have plenty of goats’ milk to feed you—food for your household and nourishment for your maidservants.
Select verses for actions: Enter goes to them and Escape comes back.