1 ULB કોઈ માણસ પાછળ પડ્યું ન હોય તો પણ દુષ્ટ વ્યક્તિ નાસી જાય છે, પણ નેકીવાનો સિંહના જેવા નીડર હોય છે. BSB BSB: The wicked flee when no one pursues, but the righteous are as bold as a lion.
2 ULB દેશના અપરાધને લીધે તેના પર ઘણા હાકેમો થાય છે; પણ બુદ્ધિમાન તથા જ્ઞાની માણસોથી તે ટકી રહે છે. BSB BSB: A land in rebellion has many rulers, but a man of understanding and knowledge maintains order.
3 ULB જે માણસ પોતે નિર્ધન હોવા છતાં ગરીબ માણસો પર જુલમ ગુજારે છે તે અનાજનો તદ્દન નાશ કરનાર વરસાદની હેલી જેવો છે. BSB BSB: A destitute leader who oppresses the poor is like a driving rain that leaves no food.
4 ULB જેઓ નિયમ પાળતા નથી, તેઓ દુર્જનને વખાણે છે, પણ જેઓ નિયમનું પાલન કરે છે તેઓની સામે વિરોધ કરે છે. BSB BSB: Those who forsake the law praise the wicked, but those who keep the law resist them.
5 ULB દુષ્ટ માણસો ન્યાય સમજતા નથી, પણ જેઓ યહોવાહને શોધે છે તેઓ આ સઘળી બાબતો સમજે છે. BSB BSB: Evil men do not understand justice, but those who seek the LORD comprehend fully.
6 ULB જે માણસો પોતે ધનવાન હોવા છતાં અવળે માર્ગે ચાલે છે, તેના કરતાં પ્રામાણિકપણે ચાલનારો ગરીબ વધારે સારો છે. BSB BSB: Better a poor man who walks with integrity than a rich man whose ways are perverse.
7 ULB જે દીકરો નિયમને અનુસરે છે તે ડાહ્યો છે, પણ નકામા લોકોની સોબત રાખનાર દીકરો પોતાના પિતાના નામને બટ્ટો લગાડે છે. BSB BSB: A discerning son keeps the law, but a companion of gluttons disgraces his father.
8 ULB જે કોઈ ભારે વ્યાજ તથા નફો લઈને પોતાની સંપત્તિની વૃદ્ધિ કરે છે તે દરિદ્રી પર દયા રાખનારને માટે તેનો સંગ્રહ કરે છે. BSB BSB: He who increases his wealth by interest and usury lays it up for one who is kind to the poor.
9 ULB જે માણસ નીતિનિયમ પાળતો નથી અને પોતાના કાન અવળા ફેરવી નાખે છે, તેની પ્રાર્થના પણ કંટાળાજનક છે. BSB BSB: Whoever turns his ear away from hearing the law, even his prayer is detestable.
10 ULB જે કોઈ પ્રામાણિકને કુમાર્ગે ભટકાવી દે છે, તે પોતે પોતાના જ ખાડામાં પડે છે, પણ નિર્દોષ માણસનું ભલું થાય છે અને તેને વારસો મળશે. BSB BSB: He who leads the upright along the path of evil will fall into his own pit, but the blameless will inherit what is good.
11 ULB ધનવાન પોતાને પોતાની નજરમાં ડાહ્યો માને છે, પણ શાણો ગરીબ તેની પાસેથી સત્ય સમજી લે છે. BSB BSB: A rich man is wise in his own eyes, but a poor man with discernment sees through him.
12 ULB જ્યારે ન્યાયી વિજયી થાય છે, ત્યારે આનંદોત્સવ થાય છે, પણ જ્યારે દુર્જનોની ચઢતી થાય છે, ત્યારે લોકો સંતાઈ જાય છે. BSB BSB: When the righteous triumph, there is great glory, but when the wicked rise, men hide themselves.
13 ULB જે માણસ પોતાના અપરાધોને છુપાવે છે, તેની આબાદી થશે નહિ, પણ જે કોઈ તેઓને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે. BSB BSB: He who conceals his sins will not prosper, but whoever confesses and renounces them will find mercy.
14 ULB જે હંમેશા સાવધ રહે છે તે સુખી છે, પણ જે માણસ પોતાનું હૃદય કઠોર કરે છે તે વિપત્તિમાં પડશે. BSB BSB: Blessed is the man who is always reverent, but he who hardens his heart falls into trouble.
15 ULB ગરીબ લોકોને માથે દુષ્ટ અધિકારી હોય તો તે ગર્જતા સિંહ તથા ભટકતા રીંછ જેવો છે. BSB BSB: Like a roaring lion or a charging bear is a wicked ruler over a helpless people.
16 ULB સમજણ વગરનો શાસનકર્તા જુલમો વધારે છે, પણ જે લોભને તિરસ્કારે છે તે લાંબો સમય રાજ્ય કરશે. BSB BSB: A leader who lacks judgment is also a great oppressor, but he who hates dishonest profit will prolong his days.
17 ULB જે માણસે કોઈ પુરુષનું ખૂન કર્યું હશે, તે નાસીને ખાડામાં પડશે, કોઈએ તેને મદદ કરવી નહિ. BSB BSB: A man burdened by bloodguilt will flee into the Pit; let no one support him.
18 ULB જે પ્રામાણિકતાથી ચાલે છે તે સુરક્ષિત છે, પણ જે પોતાના માર્ગોથી ફંટાય છે તેની અચાનક પડતી થશે. BSB BSB: He who walks with integrity will be kept safe, but whoever is perverse in his ways will suddenly fall.
19 ULB જે માણસ પોતાની જમીન ખેડે છે, તેને પુષ્કળ અનાજ મળશે, પણ જેઓ નકામી વસ્તુઓની પાછળ દોડે છે તેઓ ખૂબ ગરીબ રહેશે. BSB BSB: The one who works his land will have plenty of food, but whoever chases fantasies will have his fill of poverty.
20 ULB વિશ્વાસુ માણસ આશીર્વાદથી ભરપૂર થશે, પણ જે માણસ ધનવાન થવાને ઉતાવળ કરે છે તેને શિક્ષા થયા વગર રહેશે નહિ. BSB BSB: A faithful man will abound with blessings, but one eager to be rich will not go unpunished.
21 ULB પક્ષપાત કરવો એ યોગ્ય નથી, તેમ જ કોઈ માણસ રોટલીના ટુકડાને માટે ગુનો કરે તે પણ સારું નથી. BSB BSB: To show partiality is not good, yet a man will do wrong for a piece of bread.
22 ULB લોભી વ્યક્તિ પૈસાદાર થવા માટે દોડે છે, પણ તેને ખબર નથી કે તેના પર દરિદ્રતા આવી પડશે. BSB BSB: A stingy man hastens after wealth and does not know that poverty awaits him.
23 ULB જે માણસ પ્રશંસા કરે છે તેના કરતાં જે માણસ ઠપકો આપે છે તેને વધારે પ્રશંસા પ્રાપ્ત થશે. BSB BSB: He who rebukes a man will later find more favor than one who flatters with his tongue.
24 ULB જે પોતાના માતાપિતાને લૂંટે છે અને કહે કે, "એ પાપ નથી," તે નાશ કરનારનો સોબતી છે. BSB BSB: He who robs his father or mother, saying, “It is not wrong,” is a companion to the man who destroys.
25 ULB જે વ્યક્તિ લોભી મનની હોય છે, તે ઝઘડા ઊભા કરે છે, પણ જે યહોવાહ પર વિશ્વાસ રાખે છે તે સફળ થશે. BSB BSB: A greedy man stirs up strife, but he who trusts in the LORD will prosper.
26 ULB જે માણસ પોતાની જાત પર વિશ્વાસ રાખે છે તે મૂર્ખ છે, પણ જે કોઈ ડહાપણથી વર્તે છે તેનો બચાવ થશે. BSB BSB: He who trusts in himself is a fool, but one who walks in wisdom will be safe.
27 ULB જે માણસ ગરીબને ધન આપે છે, તેના ઘરમાંથી ધન ખૂટવાનું નથી, પણ જે માણસ ગરીબો પ્રત્યે આંખ આડા કાન કરે છે તે શાપિત થશે. BSB BSB: Whoever gives to the poor will not be in need, but he who hides his eyes will receive many curses.
28 ULB જ્યારે દુષ્ટોની ઉન્નતિ થાય છે, ત્યારે માણસો સંતાઈ જાય છે, પણ જ્યારે તેઓની પડતી આવે છે, ત્યારે સજ્જનોની વૃદ્ધિ થાય છે. BSB BSB: When the wicked come to power, people hide themselves; but when they perish, the righteous flourish.
Select verses for actions: Enter goes to them and Escape comes back.