1 ULB જે માણસ વારંવાર ઠપકો પામવા છતાં પોતાની ગરદન અક્કડ રાખે છે, તે અકસ્માતમાં નાશ પામશે, તેનો કોઈ ઉપાય રહેશે નહિ. BSB BSB: A man who remains stiff-necked after much reproof will suddenly be shattered beyond recovery.
2 ULB જ્યારે ન્યાયી લોકો સત્તા પર આવે છે ત્યારે લોકો આનંદોત્સવ કરે છે, પણ જ્યારે દુષ્ટોના હાથમાં સત્તા આવે છે ત્યારે તેઓ નિસાસા નાખે છે. BSB BSB: When the righteous flourish, the people rejoice, but when the wicked rule, the people groan.
3 ULB જે કોઈ ડહાપણને પ્રેમ કરે તે પોતાના પિતાને આનંદ આપે છે, પણ જે ગણિકાઓની સાથે સંબંધ રાખે છે તે પોતાની સંપત્તિ પણ ગુમાવે છે. BSB BSB: A man who loves wisdom brings joy to his father, but a companion of prostitutes squanders his wealth.
4 ULB નીતિમાન ન્યાયી રાજા દેશને સ્થિરતા આપે છે, પણ જે લાંચ મેળવવાનું ચાહે છે તે તેનો નાશ કરે છે. BSB BSB: By justice a king brings stability to the land, but a man who exacts tribute demolishes it.
5 ULB જે માણસ પોતાના પડોશીનાં ખોટાં વખાણ કરે છે તે તેને ફસાવવા જાળ પાથરે છે. BSB BSB: A man who flatters his neighbor spreads a net for his feet.
6 ULB દુષ્ટ માણસ પોતાના પાપના ફાંદામાં ફસાય છે, પણ નેકીવાન માણસ ગીતો ગાય છે અને આનંદ કરે છે. BSB BSB: An evil man is caught by his own sin, but a righteous one sings and rejoices.
7 ULB નેકીવાન માણસ ગરીબોના હિતની ચિંતા રાખે છે; દુષ્ટ માણસ તે જાણવાની દરકાર પણ કરતો નથી. BSB BSB: The righteous consider the cause of the poor, but the wicked have no regard for such concerns.
8 ULB તિરસ્કાર કરનાર માણસો શહેર સળગાવે છે, પણ ડાહ્યા માણસો રોષને સમાવે છે. BSB BSB: Mockers inflame a city, but the wise turn away anger.
9 ULB જ્યારે ડાહ્યો માણસ મૂર્ખ સાથે વાદવિવાદમાં ઊતરે છે, ત્યારે કાં તો તે ગુસ્સે થાય છે અગર તે હસે છે, પણ તેને કંઈ નિરાંત વળતી નથી. BSB BSB: If a wise man goes to court with a fool, there will be raving and laughing with no resolution.
10 ULB લોહીના તરસ્યા માણસો પ્રામાણિક માણસો પર વૈર રાખે છે તેઓ પ્રામાણિકનો જીવ લેવા મથે છે. BSB BSB: Men of bloodshed hate a blameless man, but the upright care for his life.
11 ULB મૂર્ખ માણસ પોતાનો ક્રોધ બહાર ઠાલવે છે, પણ ડાહ્યો માણસ પોતાની જાતને કાબૂમાં રાખે છે અને ક્રોધ સમાવી દે છે. BSB BSB: A fool vents all his anger, but a wise man holds it back.
12 ULB જો કોઈ શાસનકર્તા જૂઠી વાતો સાંભળવા માટે ધ્યાન આપે, તો તેના સર્વ સેવકો ખરાબ થઈ જાય છે. BSB BSB: If a ruler listens to lies, all his officials will be wicked.
13 ULB ગરીબ માણસ તથા જુલમગાર માણસ ભેગા થાય છે; અને તે બન્નેની આંખોને યહોવાહ પ્રકાશ આપે છે. BSB BSB: The poor man and the oppressor have this in common: The LORD gives light to the eyes of both.
14 ULB જે રાજા વિશ્વાસુપણાથી ગરીબોનો ન્યાય કરે છે, તેનું રાજ્યાસન સદાને માટે સ્થિર રહેશે. BSB BSB: A king who judges the poor with fairness—his throne will be established forever.
15 ULB સોટી તથા ઠપકો ડહાપણ આપે છે; પણ સ્વતંત્ર મૂકેલું બાળક પોતાની માતાને બદનામ કરે છે. BSB BSB: A rod of correction imparts wisdom, but a child left to himself disgraces his mother.
16 ULB જ્યારે દુષ્ટોની વૃદ્ધિ થાય છે, ત્યારે પાપ વધે છે; પણ નેકીવાનો તેઓની પડતી થતી જોશે. BSB BSB: When the wicked thrive, rebellion increases; but the righteous will see their downfall.
17 ULB તું તારા દીકરાને શિક્ષા કરીશ તો તે તારા માટે આશીર્વાદરૂપ હશે અને તે તારા આત્માને આનંદ આપશે. BSB BSB: Discipline your son, and he will give you rest; he will bring delight to your soul.
18 ULB જ્યાં સંદર્શન નથી, ત્યાં લોકો મર્યાદા છોડી દે છે, પણ નિયમના પાળનાર આશીર્વાદિત છે. BSB BSB: Where there is no vision, the people cast off restraint; but blessed is he who keeps the Law.
19 ULB માત્ર શબ્દોથી ગુલામોને સુધારી શકાશે નહિ, કારણ કે તે સમજશે તો પણ ગણકારશે નહિ. BSB BSB: A servant cannot be corrected by words alone; though he understands, he will not respond.
20 ULB શું તેં ઉતાવળે બોલનાર માણસને જોયો છે? તેના કરતાં કોઈ મૂર્ખ તરફથી વધારે આશા રાખી શકાય. BSB BSB: Do you see a man who speaks in haste? There is more hope for a fool than for him.
21 ULB જે માણસ પોતાના ચાકરને નાનપણથી વહાલપૂર્વક ઉછેરે છે, આખરે તે તેનો દીકરો થઈ બેસશે. BSB BSB: A servant pampered from his youth will bring grief in the end.
22 ULB ક્રોધી માણસ ઝઘડા સળગાવે છે અને ગુસ્સાવાળો માણસ ઘણા ગુના કરે છે. BSB BSB: An angry man stirs up dissension, and a hot-tempered man abounds in transgression.
23 ULB અભિમાન માણસને અપમાનિત કરે છે, પણ નમ્ર વ્યક્તિ સન્માન મેળવે છે. BSB BSB: A man’s pride will bring him low, but a humble spirit will obtain honor.
24 ULB ચોરનો ભાગીદાર તેનો પોતાનો જ દુશ્મન છે; તે સોગન ખાય છે, પણ કંઈ જાહેર કરતો નથી. BSB BSB: A partner to a thief hates his own soul; he receives the oath but does not testify.
25 ULB માણસની બીક ફાંદારૂપ છે; પણ જે કોઈ યહોવાહ પર વિશ્વાસ રાખે છે તે સુરક્ષિત છે. BSB BSB: The fear of man is a snare, but whoever trusts in the LORD is set securely on high.
26 ULB ઘણા માણસો અધિકારીની કૃપા શોધે છે, પણ ન્યાય તો યહોવાહ પાસેથી જ મળી શકે છે. BSB BSB: Many seek the ruler’s favor, but a man receives justice from the LORD.
27 ULB અન્યાયી માણસ નેકીવાનને કંટાળાજનક છે, અને નેકીવાન દુષ્ટોને કંટાળાજનક છે. BSB BSB: An unjust man is detestable to the righteous, and one whose way is upright is detestable to the wicked.
Select verses for actions: Enter goes to them and Escape comes back.