1 ULB યાકેના દીકરા આગૂરનાં વચનો છે, જે ઈશ્વરવાણી છે: કોઈ માણસ ઇથિયેલને, ઇથિયેલ તથા ઉક્કાલને આ પ્રમાણે કહે છે: BSB BSB: These are the words of Agur son of Jakeh—the burden that this man declared to Ithiel: “I am weary, O God, and worn out.
2 ULB નિશ્ચે હું કોઈ પણ માણસ કરતાં અધિક પશુવત છું અને મારામાં માણસ જેવી બુદ્ધિ નથી. BSB BSB: Surely I am the most ignorant of men, and I lack the understanding of a man.
3 ULB હું ડહાપણ શીખ્યો નથી કે નથી મારામાં પવિત્ર ઈશ્વરનું ડહાપણ. BSB BSB: I have not learned wisdom, and I have no knowledge of the Holy One.
4 ULB આકાશમાં કોણ ચઢ્યો છે અને પાછો નીચે ઊતર્યો છે? કોણે હવાને પોતાની મુઠ્ઠીમાં બાંધી રાખી છે? કોણે પોતાનાં વસ્ત્રમાં પાણી બાંધી લીધાં છે? પૃથ્વીની સર્વ સીમાઓ કોણે સ્થાપી છે? જો તું ખરેખર જાણતો હોય, તો કહે તેનું નામ શું છે? અને તેના દીકરાનું નામ શું છે? BSB BSB: Who has ascended to heaven and come down? Who has gathered the wind in His hands? Who has bound up the waters in His cloak? Who has established all the ends of the earth? What is His name, and what is the name of His Son—surely you know!
5 ULB ઈશ્વરનું દરેક વચન પરખેલું છે, જેઓ ઈશ્વર પર ભરોસો રાખે છે તેઓના માટે તે ઢાલ છે. BSB BSB: Every word of God is flawless; He is a shield to those who take refuge in Him.
6 ULB તેમનાં વચનોમાં તું કશો ઉમેરો કરીશ નહિ, નહિ તો તે તને ઠપકો આપશે અને તું જૂઠો પુરવાર થઈશ. BSB BSB: Do not add to His words, lest He rebuke you and prove you a liar.
7 ULB હું તમારી પાસે બે વરદાન માગું છું, મારા મૃત્યુ અગાઉ મને તેની ના પાડશો નહિ. BSB BSB: Two things I ask of You—do not refuse me before I die:
8 ULB અસત્ય અને વ્યર્થતાને મારાથી દૂર રાખજો, મને દરિદ્રતા કે દ્રવ્ય પણ ન આપશો; મને જરૂર જેટલી રોટલી આપજો. BSB BSB: Keep falsehood and deceitful words far from me. Give me neither poverty nor riches; feed me with the bread that is my portion.
9 ULB નહિ તો કદાચ હું વધારે છલકાઈ જાઉં અને તમારો નકાર કરીને કહું કે, "ઈશ્વર તે વળી કોણ છે?" અથવા હું કદાચ ગરીબ થઈને ચોરી કરું અને મારા ઈશ્વરના નામની નિંદા કરું. BSB BSB: Otherwise, I may have too much and deny You, saying, ‘Who is the LORD?’ Or I may become poor and steal, profaning the name of my God.
10 ULB નોકરની ખરાબ વાતો જે ખોટી છે તે તેના માલિક આગળ ન કર રખેને તે તને શાપ આપે અને તેણે જે કર્યું હતું તેને માટે તું દોષપાત્ર ઠરે. BSB BSB: Do not slander a servant to his master, or he will curse you, and you will bear the guilt.
11 ULB એવી પણ એક પેઢી છે કે જે પોતાનાં પિતાને શાપ આપે છે અને પોતાની માતાને આશીર્વાદ આપતી નથી. BSB BSB: There is a generation of those who curse their fathers and do not bless their mothers.
12 ULB એવી પણ એક પેઢી છે જે પોતાને પવિત્ર માને છે, પણ તે પોતાની મલિનતામાંથી સ્વચ્છ થતી નથી. BSB BSB: There is a generation of those who are pure in their own eyes and yet unwashed of their filth.
13 ULB એવી પણ એક પેઢી છે કે જેના ઘમંડનો પાર નથી અને તેનાં પોપચાં ઊંચા કરેલાં છે. BSB BSB: There is a generation—how haughty are their eyes and pretentious are their glances—
14 ULB એવી પણ એક પેઢી છે કે જેના દાંત તલવાર જેવા અને તેની દાઢો ચપ્પુ જેવી છે; એ પેઢીના લોકો પૃથ્વી પરથી કંગાલોને અને માનવજાતમાંથી જરૂરિયાતમંદોને ખાઈ જાય છે. BSB BSB: there is a generation whose teeth are swords and whose jaws are knives, devouring the oppressed from the earth and the needy from among men.
15 ULB જળોને બે દીકરીઓ છે, તેઓ પોકારીને કહે છે, "આપો અને આપો." કદી તૃપ્ત થતાં નથી એવી ત્રણ બાબતો છે, "બસ," એમ ન કહેનાર એવી ચાર બાબતો છે. BSB BSB: The leech has two daughters: Give and Give. There are three things that are never satisfied, four that never say, ‘Enough!’:
16 ULB એટલે શેઓલ; નિઃસંતાન મહિલાનું ગર્ભસ્થાન; પાણીથી તૃપ્ત નહિ થતી જમીન; અને કદી "બસ" ના કહેનાર અગ્નિ. BSB BSB: Sheol, the barren womb, land never satisfied with water, and fire that never says, ‘Enough!’
17 ULB જે આંખ તેના પિતાની મશ્કરી કરે છે અને તેની માતાની આજ્ઞા માનવાની ના પાડે છે, તેને ખીણના કાગડા કોચી કાઢશે અને ગીઘનાં બચ્ચાં તેને ખાઈ જશે. BSB BSB: As for the eye that mocks a father and scorns obedience to a mother, may the ravens of the valley pluck it out and young vultures devour it.
18 ULB ત્રણ બાબતો મને એવી આશ્ચર્યજનક લાગે છે કે તેઓ મારી સમજમાં આવતી નથી, અરે, ચાર બાબતો હું જાણતો નથી. BSB BSB: There are three things too wonderful for me, four that I cannot understand:
19 ULB આકાશમાં ઊડતા ગરુડનું ઉડ્ડયન; ખડક ઉપર સરકતા સાપની ચાલ; ભરસમુદ્રમાં વહાણનો માર્ગ; અને કુમારી તથા યુવાન વચ્ચે ઉદ્દભવતો પ્રેમ. BSB BSB: the way of an eagle in the sky, the way of a snake on a rock, the way of a ship at sea, and the way of a man with a maiden.
20 ULB વ્યભિચારી સ્ત્રીની રીત આવી હોય છે- તે ખાય છે અને પોતાનું મુખ લૂછી નાખે છે અને કહે છે કે, "મેં કશું ખોટું કર્યું નથી." BSB BSB: This is the way of an adulteress: She eats and wipes her mouth and says, ‘I have done nothing wrong.’
21 ULB ત્રણ વસ્તુઓથી પૃથ્વી કાંપે છે, અરે, ચાર બાબતોને તે સહન કરી શકતી નથી. BSB BSB: Under three things the earth trembles, under four it cannot bear up:
22 ULB રાજગાદીએ બેઠેલો ગુલામ; અન્નથી તૃપ્ત થયેલો મૂર્ખ; BSB BSB: a servant who becomes king, a fool who is filled with food,
23 ULB લગ્ન કરેલી દાસી; અને પોતાની શેઠાણીની જગ્યાએ આવેલી દાસી. BSB BSB: an unloved woman who marries, and a maidservant who supplants her mistress.
24 ULB પૃથ્વી પર ચાર વસ્તુ નાની છે, પણ તે અત્યંત શાણી છે: BSB BSB: Four things on earth are small, yet they are exceedingly wise:
25 ULB કીડી કંઈ બળવાન પ્રજા નથી, પણ તેઓ ઉનાળાંમાં પોતાનો ખોરાક ભેગો કરે છે; BSB BSB: The ants are creatures of little strength, yet they store up their food in the summer;
26 ULB ખડકમાં રહેતાં સસલાં નિર્બળ પ્રજા છે, તો પણ તેઓ સર્વ પોતાનાં રહેઠાણ ખડકોમાં બનાવે છે. BSB BSB: the rock badgers are creatures of little power, yet they make their homes in the rocks;
27 ULB તીડોનો કોઈ રાજા હોતો નથી, પણ તેઓ બધાં ટોળાબંધ નીકળે છે; BSB BSB: the locusts have no king, yet they all advance in formation;
28 ULB ગરોળીને તમે તમારાં હાથમાં પકડી શકો છે, છતાં તે રાજાઓના મહેલમાં પણ હરેફરે છે. BSB BSB: and the lizard can be caught in one’s hands, yet it is found in the palaces of kings.
29 ULB ત્રણ પ્રાણીઓનાં પગલાં રુઆબદાર હોય છે, અરે, ચારની ચાલ દમામદાર હોય છે: BSB BSB: There are three things that are stately in their stride, and four that are impressive in their walk:
30 ULB એટલે સિંહ, જે પશુઓમાં સૌથી બળવાન છે અને કોઈને લીધે પોતાનો માર્ગ બદલતો નથી; BSB BSB: a lion, mighty among beasts, refusing to retreat before anything;
31 ULB વળી શિકારી કૂકડો; તથા બકરો; તેમ જ પોતાની પ્રજાને દોરતો રાજા કે જેની સામે થઈ શકાય નહિ. BSB BSB: a strutting rooster; a he-goat; and a king with his army around him.
32 ULB જો તેં ગર્વ કરવાની બેવકૂફી કરી હોય અથવા કોઈ ખોટો વિચાર તેં કર્યો હોય, તો તારો હાથ તારા મુખ પર મૂક. BSB BSB: If you have foolishly exalted yourself or if you have plotted evil, put your hand over your mouth.
33 ULB કારણ કે દૂધ વલોવ્યાથી માખણ નીપજે છે અને નાક મચડ્યાથી લોહી નીકળે છે, તેમ જ ક્રોધને છંછેડવાથી ઝઘડો ઊભો થાય છે. BSB BSB: For as the churning of milk yields butter, and the twisting of the nose draws blood, so the stirring of anger brings forth strife.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.