1 ULB લમૂએલ રાજાની માતાએ જે ઈશ્વરવાણી તેને શીખવી હતી તે આ છે. BSB BSB: These are the words of King Lemuel—the burden that his mother taught him:
2 ULB હે મારા દીકરા? ઓ મારા દીકરા? હે મારી માનતાઓના દીકરા? BSB BSB: What shall I say, O my son? What, O son of my womb? What, O son of my vows?
3 ULB તારી શક્તિ સ્ત્રીઓ પાછળ વેડફીશ નહિ, અને તારા માર્ગો રાજાઓનો નાશ કરનારની પાછળ વેડફીશ નહિ. BSB BSB: Do not spend your strength on women or your vigor on those who ruin kings.
4 ULB દીકરા લમૂએલ, દ્રાક્ષારસ પીવો તે રાજાને શોભતું નથી, વળી "દ્રાક્ષાસવ ક્યાં છે?" તે રાજ્યના હાકેમોએ પૂછવું યોગ્ય નથી. BSB BSB: It is not for kings, O Lemuel, it is not for kings to drink wine, or for rulers to crave strong drink,
5 ULB કારણ કે પીવાને લીધે તેઓ પોતાના નિયમો ભૂલી જાય છે, અને દુઃખીઓને નિષ્પક્ષ ન્યાય આપી શકતા નથી. BSB BSB: lest they drink and forget what is decreed, depriving all the oppressed of justice.
6 ULB જેઓ મરવાની અણી પર હોય તેને દ્રાક્ષાસવ અને જેઓ દુભાયેલા હોય તેને દ્રાક્ષારસ આપ. BSB BSB: Give strong drink to one who is perishing, and wine to the bitter in soul.
7 ULB ભલે તેઓ પીને પોતાની ગરીબીને વિસારે પડે, અને તેઓને પોતાનાં દુ:ખો યાદ આવે નહિ. BSB BSB: Let him drink and forget his poverty, and remember his misery no more.
8 ULB જે પોતાના માટે બોલી શકતા નથી તેઓને માટે તું બોલ અને તું નિરાધારોના હક માટે સહાય કર. BSB BSB: Open your mouth for those with no voice, for the cause of all the dispossessed.
9 ULB તારું મુખ ઉઘાડીને અદલ ઇનસાફ કર અને ગરીબ તથા દરિદ્રીને માન આપ. BSB BSB: Open your mouth, judge righteously, and defend the cause of the poor and needy.
10 ULB સદગુણી પત્ની કોને મળે? કેમ કે તેનું મૂલ્ય તો રત્નો કરતાં વધારે છે. BSB BSB: A wife of noble character, who can find? She is far more precious than rubies.
11 ULB તેનો પતિ તેના પર પૂરો વિશ્વાસ રાખે છે, અને તેને સંપત્તિની કોઈ ખોટ પડશે નહિ. BSB BSB: The heart of her husband trusts in her, and he lacks nothing of value.
12 ULB પોતાના આયુષ્યનાં સર્વ દિવસો પર્યંત, તે તેનું ભલું જ કરે છે અને કદી ખોટું કરતી નથી. BSB BSB: She brings him good and not harm all the days of her life.
13 ULB તે ઊન અને શણ ભેગું કરે છે, અને ખંતથી પોતાના હાથે કામ કરવામાં આનંદ માણે છે. BSB BSB: She selects wool and flax and works with eager hands.
14 ULB તે દૂરથી પોતાનું અન્ન લઈ આવનાર, વેપારીના વહાણ જેવી છે. BSB BSB: She is like the merchant ships, bringing her food from afar.
15 ULB ઘરનાં સર્વને માટે ખાવાનું તૈયાર કરવા તે પરોઢ થતાં પહેલાં ઊઠી જાય છે અને તેની દાસીઓ માટે દિવસભરના કામનું આયોજન કરે છે. BSB BSB: She rises while it is still night to provide food for her household and portions for her maidservants.
16 ULB તે કોઈ ખેતરનો વિચાર કરીને તેને ખરીદે છે, પોતાના નફામાંથી તે પોતાને હાથે દ્રાક્ષવાડીઓ રોપે છે. BSB BSB: She appraises a field and buys it; from her earnings she plants a vineyard.
17 ULB પોતાની કમરે તે ખડતલ અને ભારે ઉધમી છે, તે પોતાના હાથ બળવાન કરે છે. BSB BSB: She girds herself with strength and shows that her arms are strong.
18 ULB તે પોતાના વેપારના નફાનો ખ્યાલ રાખે છે; તેથી રાતભર તેનો દીવો હોલવાતો નથી. BSB BSB: She sees that her gain is good, and her lamp is not extinguished at night.
19 ULB તે એક હાથે પૂણી પકડે છે અને બીજે હાથે રેંટિયો ચલાવે છે. BSB BSB: She stretches out her hands to the distaff and grasps the spindle with her fingers.
20 ULB તે ગરીબોને ઉદારતાથી આપે છે; અને જરૂરિયાતમંદોને છૂટે હાથે મદદ કરે છે. BSB BSB: She opens her arms to the poor and reaches out her hands to the needy.
21 ULB તેના કુટુંબના સભ્યોને માટે તે શિયાળાની કશી બીક રહેવા દેતી નથી, તેના આખા કુટુંબે ઊનનાં કિરમજી વસ્ત્ર પહેરેલાં છે. BSB BSB: When it snows, she has no fear for her household, for they are all clothed in scarlet.
22 ULB તે પોતાને માટે બુટ્ટાદાર રજાઈઓ બનાવે છે, તેના વસ્ત્રો ઝીણા શણનાં તથા જાંબુડા રંગનાં છે. BSB BSB: She makes coverings for her bed; her clothing is fine linen and purple.
23 ULB તેનો પતિ નગર દરવાજે આદર પામે છે, અને દેશનાં મુખ્ય આગેવાનોમાં તે પ્રતિષ્ઠિત છે. BSB BSB: Her husband is known at the city gates, where he sits among the elders of the land.
24 ULB તે શણનાં વસ્ત્રો બનાવીને વેપારીઓને વેચે છે અને તેઓને કમરબંધ બનાવી આપે છે. BSB BSB: She makes linen garments and sells them; she delivers sashes to the merchants.
25 ULB શક્તિ અને સન્માન તેનો પોશાક છે. અને તે ભવિષ્ય વિષેની ચિંતાને હસી કાઢે છે. BSB BSB: Strength and honor are her clothing, and she can laugh at the days to come.
26 ULB તેના મોંમાંથી ડહાપણની વાતો નીકળે છે, તેના જીભનો નિયમ માયાળુપણું છે. BSB BSB: She opens her mouth with wisdom, and faithful instruction is on her tongue.
27 ULB તે પોતાના ઘરમાં બધા કામની દેખરેખ રાખે છે અને તે કદી આળસની રોટલી ખાતી નથી. BSB BSB: She watches over the affairs of her household and does not eat the bread of idleness.
28 ULB તે પોતાના ઘરના માણસોની વર્તનની બરાબર તપાસ રાખે છે; અને તેના પતિ તેના વખાણ કરે છે અને પ્રશંસા કરતાં કહે છે કે, BSB BSB: Her children rise up and call her blessed; her husband praises her as well:
29 ULB "જગતમાં ઘણી સદાચારી સ્ત્રીઓ છે, પણ તું તે સર્વ કરતાં ઉત્તમ છે." BSB BSB: “Many daughters have done noble things, but you surpass them all!”
30 ULB લાવણ્ય ઠગારું છે અને સૌંદર્ય વ્યર્થ છે, પરંતુ યહોવાહનો ડર રાખનાર સ્ત્રીની પ્રંશસા થશે. BSB BSB: Charm is deceptive and beauty is fleeting, but a woman who fears the LORD is to be praised.
31 ULB તેના હાથની પેદાશમાંથી તેને આપો અને તેના કામોને માટે ભાગળોમાં તેની પ્રશંસા કરો. BSB BSB: Give her the fruit of her hands, and let her works praise her at the gates.
Select verses for actions: Enter goes to them and Escape comes back.