1 ULB મારા દીકરા, મારાં વચનો પાળ અને મારી આજ્ઞાઓ સંઘરી રાખ. BSB BSB: My son, keep my words and treasure my commandments within you.
2 ULB મારી આજ્ઞાઓ પાડીને જીવતો રહે અને મારા શિક્ષણને તારી આંખની કીકીની જેમ જતન કરજે. BSB BSB: Keep my commandments and live; guard my teachings as the apple of your eye.
3 ULB તેઓને તારી આંગળીઓ પર બાંધ; તેઓને તારા હૃદયપટ પર લખી રાખ. BSB BSB: Tie them to your fingers; write them on the tablet of your heart.
4 ULB ડહાપણને કહે કે "તું મારી બહેન છે," અને બુદ્ધિને કહે, "તું મારી ઘનિષ્ઠ મિત્ર છે." BSB BSB: Say to wisdom, “You are my sister,” and call understanding your kinsman,
5 ULB જેથી એ બન્ને તને વ્યભિચારી સ્ત્રીથી બચાવશે. તે ખુશામતના શબ્દો ઉચ્ચારનારી પરસ્ત્રીથી તારું રક્ષણ કરશે. BSB BSB: that they may keep you from the adulteress, from the stranger with seductive words.
6 ULB કારણ કે એક વખત મેં મારા ઘરની બારી નજીક ઊભા રહીને જાળીમાંથી સામે નજર કરી; BSB BSB: For at the window of my house I looked through the lattice.
7 ULB અને ત્યાં મેં ઘણાં ભોળા યુવાનોને જોયા. તેમાં એક અક્કલહીન યુવાન મારી નજરે પડ્યો. BSB BSB: I saw among the simple, I noticed among the youths, a young man lacking judgment,
8 ULB એક સ્ત્રીના ઘરના ખૂણા પાસેથી તે બજારમાંથી પસાર થતો હતો, તે સીધો તેના ઘર તરફ જતો હતો. BSB BSB: crossing the street near her corner, strolling down the road to her house,
9 ULB દિવસ આથમ્યો હતો, સાંજ પડવા આવી હતી અને રાતના અંધકારનાં સમયે. BSB BSB: at twilight, as the day was fading into the dark of the night.
10 ULB અચાનક એક સ્ત્રી તેને મળવા બહાર આવી, તેણે ગણિકાના જેવાં વસ્ત્રો પહેર્યા હતાં અને તે જાણતી હતી કે તે શા માટે ત્યાં છે. BSB BSB: Then a woman came out to meet him, with the attire of a harlot and cunning of heart.
11 ULB તે કપટી અને મીઠું બોલનારી અને સ્વછંદી હતી, તેના પગ પોતાના ઘરમાં કદી ટકતા ન હતા; BSB BSB: She is loud and defiant; her feet do not remain at home.
12 ULB કોઈવાર ગલીઓમાં હોય, તો ક્યારેક બજારની એકાંત જગામાં, તો કોઈવાર ચોકમાં શેરીના-ખૂણે લાગ તાકીને ઊભી રહેતી હતી. BSB BSB: Now in the street, now in the squares, she lurks at every corner.
13 ULB તે સ્ત્રીએ તેને પકડીને ચુંબન કર્યુ; અને નિર્લજ્જ મોઢે તેને કહ્યું કે, BSB BSB: She seizes him and kisses him; she brazenly says to him:
14 ULB શાંત્યર્પણો મારી પાસે તૈયાર કરેલાં છે, આજે મેં પ્રતિજ્ઞા લીધી છે; આજે મેં મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરી છે. BSB BSB: “I have made my peace offerings; today I have paid my vows.
15 ULB તેથી હું તને મળવા બહાર આવી છું. હું ક્યારની તને શોધતી હતી, આખરે તું મળ્યો છે. BSB BSB: So I came out to meet you; I sought you, and I have found you.
16 ULB મેં મારા પલંગ ઉપર સુંદર ભરતકામવાળી ચાદરો પાથરી છે તથા મિસરી શણનાં સુંદર વસ્ત્રો બિછાવ્યાં છે. BSB BSB: I have decked my bed with coverings, with colored linen from Egypt.
17 ULB મેં મારું બિછાનું બોળ, અગર અને તજથી સુગંધીદાર બનાવ્યું છે. BSB BSB: I have perfumed my bed with myrrh, with aloes, and with cinnamon.
18 ULB ચાલ, આપણે સવાર સુધી ભરપેટ પ્રેમનો અનુભવ કરીએ; આખી રાત મગ્ન થઈ પ્રેમની મજા માણીએ. BSB BSB: Come, let us take our fill of love till morning. Let us delight in loving caresses!
19 ULB મારો પતિ ઘરે નથી; તે લાંબી મુસાફરીએ ગયો છે. BSB BSB: For my husband is not at home; he has gone on a long journey.
20 ULB તે પોતાની સાથે રૂપિયાની થેલી લઈ ગયો છે; અને તે પૂનમે પાછો ઘરે આવશે." BSB BSB: He took with him a bag of money and will not return till the moon is full.”
21 ULB તે ઘણા મીઠા શબ્દોથી તેને વશ કરે છે; અને તે પોતાના હોઠોની ખુશામતથી તેને ખેંચી જાય છે. BSB BSB: With her great persuasion she entices him; with her flattering lips she lures him.
22 ULB જેમ બળદ કસાઈવાડે જાય છે, અને જેમ ગુનેગારને સજા માટે સાંકળે બાંધીને લઈ જવાય છે તેમ તે જલદીથી તેની પાછળ જાય છે. BSB BSB: He follows her on impulse, like an ox going to the slaughter, like a deer bounding into a trap,
23 ULB આખરે તેનું કાળજું તીરથી વીંધાય છે; જેમ કોઈ પક્ષી પોતાનો જીવ જશે એમ જાણ્યા વિના જાળમાં ધસી જાય છે, તેમ તે સપડાઈ જાય છે. BSB BSB: until an arrow pierces his liver, like a bird darting into a snare—not knowing it will cost him his life.
24 ULB હવે, મારા દીકરાઓ, સાંભળો; અને મારા મુખનાં વચનો પર લક્ષ આપો. BSB BSB: Now, my sons, listen to me, and attend to the words of my mouth.
25 ULB તારું હૃદય તેના માર્ગો તરફ વળવા ન દે; તેના રસ્તાઓમાં ભટકીને જતો નહિ. BSB BSB: Do not let your heart turn aside to her ways; do not stray into her paths.
26 ULB કારણ, તેણે ઘણાંને ઘાયલ કર્યા છે, તેઓને મારી નાખ્યા છે; અને તેનાથી માર્યા ગયેલાઓની સંખ્યા પુષ્કળ છે. BSB BSB: For she has brought many down to death; her slain are many in number.
27 ULB તેનું ઘર મૃત્યુના માર્ગે છે; એ માર્ગ મૃત્યુના ઓરડામાં પહોંચાડે છે. BSB BSB: Her house is the road to Sheol, descending to the chambers of death.
Select verses for actions: Enter goes to them and Escape comes back.