1 ULB શું ડહાપણ હાંક મારતું નથી? અને બુદ્ધિ પોકારતી નથી? BSB BSB: Does not wisdom call out, and understanding raise her voice?
2 ULB તે રસ્તાઓના સંગમ આગળ, માર્ગની એકબાજુ ઊંચા ચબુતરાઓની ટોચ પર ઊભું રહે છે. BSB BSB: On the heights overlooking the road, at the crossroads she takes her stand.
3 ULB અને શહેરમાં પ્રવેશવાના દરવાજા આગળ, અને બારણામાં પેસવાની જગ્યાએ, તે મોટે અવાજે પોકારે છે: BSB BSB: Beside the gates to the city, at the entrances she cries out:
4 ULB "હે માણસો, હું તમને પોકાર કરીને કહું છું મારું બોલવું પ્રત્યેક માણસને માટે છે. BSB BSB: “To you, O men, I call out, and my cry is to the sons of men.
5 ULB હે અજ્ઞાની લોકો, શાણપણ શીખો અને હે મૂર્ખા તમે સમજણા થાઓ. BSB BSB: O simple ones, learn to be shrewd; O fools, gain understanding.
6 ULB સાંભળો, હું તમને ઉત્તમ વાતો કહેવાનો છું અને જે સાચું છે તે જ બાબતો વિષે મારું મુખ ઊઘડશે. BSB BSB: Listen, for I speak of noble things, and the opening of my lips will reveal right.
7 ULB મારું મુખ સત્ય ઉચ્ચારશે, મારા હોઠોને જૂઠાણું ધિક્કારપાત્ર લાગે છે. BSB BSB: For my mouth will speak the truth, and wickedness is detestable to my lips.
8 ULB મારા મુખના સઘળા શબ્દો પ્રામાણિક છે, તેઓમાં કશું વાંકુ કે વિપરીત નથી. BSB BSB: All the words of my mouth are righteous; none are crooked or perverse.
9 ULB સમજુ માણસો માટે મારા શબ્દો સ્પષ્ટ છે. અને જ્ઞાનીઓને માટે તે યથાયોગ્ય છે. BSB BSB: They are all plain to the discerning, and upright to those who find knowledge.
10 ULB ચાંદી નહિ પણ મારી સલાહ લો અને ચોખ્ખા સોના કરતાં ડહાપણ પ્રાપ્ત કરો. BSB BSB: Receive my instruction instead of silver, and knowledge rather than pure gold.
11 ULB કારણ કે ડહાપણ રત્નો કરતાં વધારે મૂલ્યવાન છે; સર્વ મેળવવા ધારેલી વસ્તુઓ તેની બરાબરી કરી શકે નહિ. BSB BSB: For wisdom is more precious than rubies, and nothing you desire compares with her.
12 ULB મેં જ્ઞાને ચતુરાઈને પોતાનું રહેઠાણ બનાવ્યું છે, અને કૌશલ્ય અને વિવેકબુદ્ધિને હું શોધી કાઢું છું. BSB BSB: I, wisdom, dwell together with prudence, and I find knowledge and discretion.
13 ULB યહોવાહનો ભય એટલે પાપને ધિક્કારવું, અભિમાન, ઉદ્ધતાઈ, દુષ્ટમાર્ગ અને અવળું બોલાનારાઓને હું ધિક્કારું છું. BSB BSB: To fear the LORD is to hate evil; I hate arrogant pride, evil conduct, and perverse speech.
14 ULB ડહાપણ તથા કૌશલ્ય મારાં છે; મારી પાસે ઊંડી સમજ અને શક્તિ છે. BSB BSB: Counsel and sound judgment are mine; I have insight and strength.
15 ULB મારા દ્વારા જ રાજાઓ રાજ કરે છે અને રાજકર્તાઓ ન્યાય ચૂકવે છે. BSB BSB: By me kings reign, and rulers enact just laws;
16 ULB મારે લીધે રાજકુમારો શાસન કરે છે અને ઉમદા લોકો સાચો ચુકાદો આપે છે. BSB BSB: By me princes rule, and all nobles who govern justly.
17 ULB મારા પર પ્રેમ રાખનારાઓ પર હું પ્રેમ રાખું છું; અને જેઓ મને ઉત્સુકતાથી શોધે છે તે મને પામે છે. BSB BSB: I love those who love me, and those who seek me early shall find me.
18 ULB દ્રવ્ય તથા ડહાપણ મારી પાસે છે, મારી પાસે ટકાઉ સંપત્તિ અને સદાચાર છે. BSB BSB: With me are riches and honor, enduring wealth and righteousness.
19 ULB મારાં ફળ સોના કરતાં ચડિયાતાં છે, ચોખ્ખા સોના કરતાં અને મારી પેદાશ ઊંચી જાતની ચાંદી કરતાં શ્રેષ્ઠ છે. BSB BSB: My fruit is better than gold, pure gold, and my harvest surpasses choice silver.
20 ULB હું સદાચારને માર્ગે ચાલું છું, મારો માર્ગ ન્યાયનો છે, BSB BSB: I walk in the way of righteousness, along the paths of justice,
21 ULB જેથી મારા પર પ્રેમ રાખનારને હું સમૃદ્ધિ આપી શકું અને તેઓના ભંડારો ભરપૂર કરી શકું. BSB BSB: bestowing wealth on those who love me and making their treasuries full.
23 ULB સદાકાળથી, આરંભથી, પૃથ્વીનું સર્જન થયા પહેલાં મને સ્થાપન કરવામાં આવ્યું હતું. BSB BSB: From everlasting I was established, from the beginning, before the earth began.
24 ULB જ્યારે કોઈ જળનિધિઓ ન હતા, જ્યારે પાણીથી ભરપૂર કોઈ ઝરણાંઓ ન હતાં ત્યારે મારો જન્મ થયો હતો. BSB BSB: When there were no watery depths, I was brought forth, when no springs were overflowing with water.
25 ULB પર્વતોના પાયા નંખાયા તે અગાઉ, ડુંગરો સર્જાયા તે પૂર્વે મારો જન્મ થયો હતો. BSB BSB: Before the mountains were settled, before the hills, I was brought forth,
26 ULB ત્યાં સુધી યહોવાહે પૃથ્વી અને ખેતરો પણ સૃજ્યાં નહોતાં. અરે! ધૂળ પણ સૃજી નહોતી ત્યારે મારું અસ્તિત્વ હતું. BSB BSB: before He made the land or fields, or any of the dust of the earth.
27 ULB જ્યારે તેમણે આકાશની સ્થાપના કરી, અને સાગર ઉપર ક્ષિતિજની ગોઠવણી કરી ત્યારે મારું અસ્તિત્વ હતું. BSB BSB: I was there when He established the heavens, when He inscribed a circle on the face of the deep,
28 ULB જ્યારે તેમણે ઊંચે અંતરિક્ષને સ્થિર કર્યુ; અને જળનીધિના ઝરણાં વહાવ્યાં. BSB BSB: when He established the clouds above, when the fountains of the deep gushed forth,
29 ULB જ્યારે તેમણે સાગરની હદ નિયુક્ત કરી અને તેની મર્યાદાનું ઉલ્લંઘન કરવાની તેમણે મના ફરમાવી. અને જ્યારે તેમણે પૃથ્વીના પાયા નાખ્યા. BSB BSB: when He set a boundary for the sea, so that the waters would not surpass His command, when He marked out the foundations of the earth.
30 ULB ત્યારે કુશળ કારીગર તરીકે હું તેમની સાથે હતું; અને હું દિનપ્રતિદિન તેમને આનંદ આપતું હતું; અને સદા હું તેમની સમક્ષ હર્ષ કરતું હતું. BSB BSB: Then I was a skilled craftsman at His side, and His delight day by day, rejoicing always in His presence.
31 ULB તેમની વસતિવાળી પૃથ્વી પર હું હર્ષ પામતું હતું, અને માણસોની સંગતમાં મને આનંદ મળતો હતો. BSB BSB: I was rejoicing in His whole world, delighting together in the sons of men.
32 ULB મારા દીકરાઓ, મારું સાંભળો; કારણ કે મારા માર્ગોનો અમલ કરનાર આશીર્વાદિત છે. BSB BSB: Now therefore, my sons, listen to me, for blessed are those who keep my ways.
33 ULB મારી શિખામણ સાંભળીને જ્ઞાની થા; અને તેની અવગણના કરીશ નહિ. BSB BSB: Listen to instruction and be wise; do not ignore it.
34 ULB જે મારું સાંભળે છે તે વ્યક્તિ આશીર્વાદિત છે, અને હંમેશાં મારા દરવાજા સમક્ષ લક્ષ આપે છે; તથા મારા પ્રવેશદ્વાર આગળ મારી રાહ જુએ છે તે પણ આશીર્વાદિત છે. BSB BSB: Blessed is the man who listens to me, watching daily at my doors, waiting at the posts of my doorway.
35 ULB કારણ કે જેઓને હું મળું છું તેઓને જીવન મળે છે, તેઓ યહોવાહની કૃપા પામશે. BSB BSB: For whoever finds me finds life and obtains the favor of the LORD.
36 ULB પણ જે મારી સામે પાપ કરે છે, તે પોતાના આત્માને જ નુકશાન પહોંચાડે છે; જેઓ મને ધિક્કારે છે, તેઓ મૃત્યુના ચાહકો છે." BSB BSB: But he who fails to find me harms himself; all who hate me love death.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.