1 ULB યહોવાહનો આભાર માનો, કારણ કે તે ઉત્તમ છે અને તેમની કૃપા સર્વકાળ ટકે છે. BSB BSB: Give thanks to the LORD, for He is good; His loving devotion endures forever.
2 ULB જેઓ યહોવાહના છોડાવેલા છે તેઓએ આ પ્રમાણે બોલવું, એટલે જેઓને તેમણે શત્રુઓના હાથમાંથી છોડાવ્યા તેઓએ. BSB BSB: Let the redeemed of the LORD say so, whom He has redeemed from the hand of the enemy
3 ULB તેમણે તેઓને દેશવિદેશથી એટલે પૂર્વથી તથા પશ્ચિમથી, ઉત્તરથી તથા દક્ષિણથી એકત્ર કર્યા. BSB BSB: and gathered from the lands, from east and west, from north and south.
4 ULB અરણ્યમાં તેઓ ઉજ્જડ માર્ગે ભટક્યા અને તેઓને રહેવા માટે કોઈ નગર મળ્યું નહિ. BSB BSB: Some wandered in desert wastelands, finding no path to a city in which to dwell.
5 ULB તેઓ ભૂખ્યા અને તરસ્યા હતા; તેઓના પ્રાણ આકુળવ્યાકુળ થઈ ગયા. BSB BSB: They were hungry and thirsty; their soul fainted within them.
6 ULB પછી તેઓએ પોતાના સંકટમાં યહોવાહને પોકાર્યાં અને તેમણે તેઓને દુઃખમાંથી છોડાવ્યા. BSB BSB: Then they cried out to the LORD in their trouble, and He delivered them from their distress.
7 ULB તેમણે તેઓને સીધે માર્ગે દોર્યા કે જેથી તેઓ વસવાલાયક નગરમાં જાય અને ત્યાં વસવાટ કરે. BSB BSB: He led them on a straight path to reach a city where they could live.
8 ULB તેમની કૃપા તથા માનવજાત માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને લોકો યહોવાહની સ્તુતિ કરે, તો કેવું સારું! BSB BSB: Let them give thanks to the LORD for His loving devotion and His wonders to the sons of men.
9 ULB કારણ કે તે તરસ્યાઓને સંતોષ પમાડે છે અને ભૂખ્યાઓને ઉત્તમ વાનાંથી તૃપ્ત કરે છે. BSB BSB: For He satisfies the thirsty and fills the hungry with good things.
10 ULB કેટલાક અંધકાર તથા મરણછાયામાં બેઠેલા હતા, આપત્તિમાં તથા બેડીઓમાં સપડાયેલા હતા. BSB BSB: Some sat in darkness and in the shadow of death, prisoners in affliction and chains,
11 ULB કેમ કે તેઓએ ઈશ્વરની વિરુદ્ધ બળવો કર્યા, પરાત્પર ઈશ્વરની સૂચનાઓનો ઇનકાર કર્યો. BSB BSB: because they rebelled against the words of God and despised the counsel of the Most High.
12 ULB તેઓનાં હૃદયો તેમણે કષ્ટથી નમ્ર કર્યાં; તેઓ લથડી પડ્યા અને તેઓને સહાય કરનાર કોઈ ન હતું. BSB BSB: He humbled their hearts with hard labor; they stumbled, and there was no one to help.
13 ULB પછી તેઓએ પોતાના સંકટમાં યહોવાહને પોકાર્યા અને તેમણે તેઓને દુઃખમાંથી ઉગાર્યા. BSB BSB: Then they cried out to the LORD in their trouble, and He saved them from their distress.
14 ULB તે તેઓને અંધકાર અને મરણછાયામાંથી બહાર લાવ્યા અને તેમણે તેઓનાં બંધન તોડી નાખ્યાં. BSB BSB: He brought them out of darkness and the shadow of death and broke away their chains.
15 ULB તેમની કૃપા તથા માનવજાત માટેના તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને લોકો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું! BSB BSB: Let them give thanks to the LORD for His loving devotion and His wonders to the sons of men.
16 ULB કેમ કે તેમણે પિત્તળના દરવાજા ભાંગી નાખ્યા અને તેઓની લોખંડની ભૂંગળો તોડી નાખી. BSB BSB: For He has broken down the gates of bronze and cut through the bars of iron.
17 ULB તેઓ પોતાના બળવાખોર માર્ગોમાં મૂર્ખ હતા તથા પોતાના પાપથી સંકટમાં આવી પડ્યા. BSB BSB: Fools, in their rebellious ways, and through their iniquities, suffered affliction.
18 ULB તેઓના જીવો સર્વ પ્રકારના ખોરાકથી કંટાળી જાય છે અને તેઓ મરણ દ્વાર સુધી આવી પહોંચે છે. BSB BSB: They loathed all food and drew near to the gates of death.
19 ULB પછી તેઓ પોતાના સંકટમાં યહોવાહને પોકારે છે અને તે તેઓને દુઃખમાંથી ઉગારે છે. BSB BSB: Then they cried out to the LORD in their trouble, and He saved them from their distress.
20 ULB તેઓ પોતાનું વચન મોકલીને તેઓને સાજા કરે છે અને તેમણે તેઓને દુર્દશામાંથી છોડાવ્યા છે. BSB BSB: He sent forth His word and healed them; He rescued them from the Pit.
21 ULB આ તેમની કૃપા તથા માનવજાત માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું! BSB BSB: Let them give thanks to the LORD for His loving devotion and His wonders to the sons of men.
22 ULB તેઓને આભારસ્તુતિનાં અર્પણો ચઢાવવા દો અને તેઓનાં કામ ગીતોથી પ્રગટ કરે. BSB BSB: Let them offer sacrifices of thanksgiving and declare His works with rejoicing.
23 ULB જેઓ વહાણમાં બેસીને સમુદ્રમાં ઊતરે છે અને સમુદ્રપાર વ્યાપાર કરે છે. BSB BSB: Others went out to sea in ships, conducting trade on the mighty waters.
24 ULB તેઓ યહોવાહનાં કાર્યો તથા સમુદ્ર પરનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો જુએ છે. BSB BSB: They saw the works of the LORD, and His wonders in the deep.
25 ULB કેમ કે તે આજ્ઞા આપે છે અને તોફાની પવનો ચડી આવે છે; તેથી સમુદ્રના મોજાંઓ ઊંચાં ઊછળે છે. BSB BSB: For He spoke and raised a tempest that lifted the waves of the sea.
26 ULB મોજાં આકાશ સુધી ચઢે છે, પછી પાછા ઊંડાણમાં ઊતરે છે. તેઓના પ્રાણ ત્રાસથી આકુળવ્યાકુળ થાય છે. BSB BSB: They mounted up to the heavens, then sunk to the depths; their courage melted in their anguish.
27 ULB તેઓ પીધેલાની જેમ આમતેમ ડોલતા લથડે છે અને તેઓની બુદ્ધિ બહેર મારી જાય છે. BSB BSB: They reeled and staggered like drunkards, and all their skill was useless.
28 ULB પછી તેઓ પોતાના સંકટમાં યહોવાહને પોકારે છે અને તે તેઓને દુઃખમાંથી છોડાવે છે. BSB BSB: Then they cried out to the LORD in their trouble, and He brought them out of their distress.
29 ULB તેમણે તોફાનને શાંત કર્યાં અને મોજાં શાંત થયાં. BSB BSB: He calmed the storm to a whisper, and the waves of the sea were hushed.
30 ULB પછી શાંતિ થવાથી તેઓને આનંદ થાય છે અને તેઓને તેમની પસંદગીના બંદરે દોરી જાય છે. BSB BSB: They rejoiced in the silence, and He guided them to the harbor they desired.
31 ULB આ તેમની કૃપા તથા માનવજાતને માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું! BSB BSB: Let them give thanks to the LORD for His loving devotion and His wonders to the sons of men.
32 ULB લોકોની સભામાં તેમને મોટા મનાવો અને વડીલોની સભામાં તેમની સ્તુતિ કરો. BSB BSB: Let them exalt Him in the assembly of the people and praise Him in the council of the elders.
33 ULB તે નદીઓને સ્થાને અરણ્ય, પાણીના ઝરાઓને સ્થાને કોરી ભૂમિ, BSB BSB: He turns rivers into deserts, springs of water into thirsty ground,
34 ULB અને ત્યાં રહેતા લોકોની દુષ્ટતાને કારણે ફળદ્રુપ ભૂમિને ખારવાળી જમીન બનાવે છે. BSB BSB: and fruitful land into fields of salt, because of the wickedness of its dwellers.
35 ULB તે અરણ્યને સ્થાને સરોવર અને કોરી ભૂમિને સ્થાને ઝરાઓ કરી નાખે છે. BSB BSB: He turns a desert into pools of water and a dry land into flowing springs.
36 ULB તેમાં તે ભૂખ્યાજનોને વસાવે છે અને તેઓ પોતાને રહેવાને માટે નગર બાંધે છે. BSB BSB: He causes the hungry to settle there, that they may establish a city in which to dwell.
37 ULB તેઓ ખેતરમાં વાવેતર કરે છે; અને દ્રાક્ષવાડીઓમાં રોપણી કરીને તેનાં ફળની ઊપજ મેળવે છે. BSB BSB: They sow fields and plant vineyards that yield a fruitful harvest.
38 ULB તે તેઓને આશીર્વાદ આપે છે, તેથી તેમની પુષ્કળ વૃદ્ધિ થાય છે. તે તેઓનાં જાનવરોને ઓછા થવા દેતા નથી. BSB BSB: He blesses them, and they multiply greatly; He does not let their herds diminish.
39 ULB તેઓના જુલમ, વિપત્તિ તથા શોક પાછા ઘટાડવામાં આવે છે અને તેઓને નીચા પાડવામાં આવે છે. BSB BSB: When they are decreased and humbled by oppression, evil, and sorrow,
40 ULB તે શત્રુઓના સરદારો પર અપમાન લાવે છે અને માર્ગ વિનાના અરણ્યમાં તેઓને રખડાવે છે. BSB BSB: He pours out contempt on the nobles and makes them wander in a trackless wasteland.
41 ULB પણ તે જરૂરિયાતમંદોને સંકટમાંથી છોડાવીને તેઓનું રક્ષણ કરે છે અને ટોળાંની જેમ તેઓના કુટુંબની સંભાળ લે છે. BSB BSB: But He lifts the needy from affliction and increases their families like flocks.
42 ULB તે જોઈને ન્યાયીઓ આનંદ પામશે અને સઘળા અન્યાયીઓનાં મુખ બંધ થશે. BSB BSB: The upright see and rejoice, and all iniquity shuts its mouth.
43 ULB જે કોઈ જ્ઞાની હશે તે આ વાતો ધ્યાનમાં લેશે અને યહોવાહની કૃપા વિષે મનન કરશે. BSB BSB: Let him who is wise pay heed to these things and consider the loving devotion of the LORD.
Select verses for actions: Enter goes to them and Escape comes back.