1 ULB હું યહોવાહને પ્રેમ કરું છું કેમ કે તેમણે મારો અવાજ અને મારી વિનંતી સાંભળી છે. BSB BSB: I love the LORD, for He has heard my voice—my appeal for mercy.
2 ULB તેમણે મારી તરફ પોતાના કાન ધર્યા છે, મારા જીવનપર્યંત હું તેમની પ્રાર્થના કરીશ. BSB BSB: Because He has inclined His ear to me, I will call on Him as long as I live.
3 ULB મરણની જાળમાં હું સપડાઈ ગયો હતો અને મને લાગતું હતું જાણે હું શેઓલમાં હોઉં; મને સંકટ તથા શોક મળ્યાં હતાં. BSB BSB: The ropes of death entangled me; the anguish of Sheol overcame me; I was confronted by trouble and sorrow.
4 ULB ત્યારે મેં યહોવાહના નામનો પોકાર કર્યો: "હે યહોવાહ, કૃપા કરીને મારા આત્માને છોડાવો." BSB BSB: Then I called on the name of the LORD: “O LORD, deliver my soul!”
5 ULB યહોવાહ ન્યાયી તથા કૃપાળુ છે; આપણા ઈશ્વર ખરેખરા માયાળુ છે. BSB BSB: The LORD is gracious and righteous; our God is full of compassion.
6 ULB યહોવાહ ભોળા માણસોનું રક્ષણ કરે છે; હું છેક લાચાર બની ગયો હતો અને તેમણે મને બચાવ્યો. BSB BSB: The LORD preserves the simplehearted; I was helpless, and He saved me.
7 ULB હે મારા આત્મા, તારા વિશ્રામસ્થાનમાં પાછો આવ; કારણ કે યહોવાહ તારી સાથે ઉદારતાથી વર્ત્યા છે. BSB BSB: Return to your rest, O my soul, for the LORD has been good to you.
8 ULB કેમ કે તમે મારા પ્રાણને મૃત્યુથી, મારી આંખોને આંસુથી અને મારા પગોને લથડવાથી બચાવ્યા છે. BSB BSB: For You have delivered my soul from death, my eyes from tears, my feet from stumbling.
9 ULB હું જીવલોકમાં યહોવાહની સેવા કરવાનું ચાલુ રાખીશ. BSB BSB: I will walk before the LORD in the land of the living.
10 ULB મને તેમનામાં વિશ્વાસ છે માટે હું આમ બોલું છું, "હું ઘણો દુઃખી થઈ ગયો છું." BSB BSB: I believed, therefore I said, “I am greatly afflicted.”
11 ULB મારા ગભરાટમાં મેં કહ્યું, "સર્વ માણસો જૂઠા છે." BSB BSB: In my alarm I said, “All men are liars!”
12 ULB હું યહોવાહના મારા પર થયેલા સર્વ ઉપકારોનો તેમને શો બદલો આપું? BSB BSB: How can I repay the LORD for all His goodness to me?
13 ULB હું ઉદ્ધારનો પ્યાલો લઈને, યહોવાહના નામને વિનંતિ કરીશ. BSB BSB: I will lift the cup of salvation and call on the name of the LORD.
14 ULB યહોવાહની આગળ મેં જે સંકલ્પો કર્યા છે, તે હું તેમના સર્વ લોકોની સમક્ષ પૂર્ણ કરીશ. BSB BSB: I will fulfill my vows to the LORD in the presence of all His people.
15 ULB યહોવાહની દ્રષ્ટિમાં તેમના ભક્તોનું મરણ કિંમતી છે. BSB BSB: Precious in the sight of the LORD is the death of His saints.
16 ULB હે યહોવાહ, નિશ્ચે, હું તમારો સેવક છું; હું તમારો જ સેવક છું, તમારી સેવિકાનો દીકરો; તમે મારાં બંધન છોડ્યાં છે. BSB BSB: Truly, O LORD, I am Your servant; I am Your servant, the son of Your maidservant; You have broken my bonds.
17 ULB હું તમારા માટે આભારસ્તુતિનાં અર્પણો ચઢાવીશ અને હું યહોવાહના નામે પોકારીશ. BSB BSB: I will offer to You a sacrifice of thanksgiving and call on the name of the LORD.
18 ULB યહોવાહની સમક્ષ લીધેલા સંકલ્પો જે મેં તેમના સર્વ લોકોની સમક્ષ લીધા છે, તે પાળીશ. BSB BSB: I will fulfill my vows to the LORD in the presence of all His people,
19 ULB હે યરુશાલેમ, તારી અંદર, યહોવાહના ઘરનાં આંગણામાં યહોવાહની સ્તુતિ થાઓ. BSB BSB: in the courts of the LORD’s house, in your midst, O Jerusalem. Hallelujah!
Select verses for actions: Enter goes to them and Escape comes back.