1 ULB યહોવાહની સ્તુતિ કરો. યહોવાહના નામની સ્તુતિ કરો. હે યહોવાહના સેવકો, તમે તેમની સ્તુતિ કરો. BSB BSB: Hallelujah! Praise the name of the LORD. Give praise, O servants of the LORD,
2 ULB યહોવાહના ઘરમાં, આપણા ઈશ્વરના ઘરના, આંગણાંમાં ઊભા રહેનારા તેમની સ્તુતિ કરો. BSB BSB: who stand in the house of the LORD, in the courts of the house of our God.
3 ULB યહોવાહની સ્તુતિ કરો, કારણ કે તે ઉત્તમ છે; તેમના નામની સ્તુતિ કરો, કારણ કે તેમ કરવું આનંદદાયક છે. BSB BSB: Hallelujah, for the LORD is good; sing praises to His name, for it is lovely.
4 ULB કેમ કે યહોવાહે પોતાને માટે યાકૂબને પસંદ કર્યો છે, ઇઝરાયલ ખાસ તેમની સંપત્તિ છે. BSB BSB: For the LORD has chosen Jacob as His own, Israel as His treasured possession.
5 ULB હું જાણું છું કે યહોવાહ મહાન છે, આપણા પ્રભુ સર્વ દેવો કરતાં તે મહાન છે. BSB BSB: For I know that the LORD is great; our Lord is above all gods.
6 ULB આકાશમાં તથા પૃથ્વી પર, સમુદ્રોમાં અને સર્વ મહાસાગરના ઊંડાણોમાં યહોવાહને જે જે સારું લાગ્યું, તે સર્વ તેમણે કર્યું છે. BSB BSB: The LORD does all that pleases Him in the heavens and on the earth, in the seas and in all their depths.
7 ULB તે પાણીની વરાળને ઊંચે લઈ જઈ તેનાં વાદળાં ચઢાવે છે, તે વીજળી મોકલી વરસાદને વરસાવે છે અને પોતાના ખજાનામાંથી તે વાયુને બહાર કાઢે છે. BSB BSB: He causes the clouds to rise from the ends of the earth. He generates the lightning with the rain and brings forth the wind from His storehouses.
8 ULB મિસરમાં તેમણે માણસોના તથા પશુઓના પ્રથમજનિતોનો નાશ કર્યો. BSB BSB: He struck down the firstborn of Egypt, of both man and beast.
9 ULB તેમણે ફારુન અને તેના સેવકોની વિરુદ્ધ પોતાના ચિહ્નો તથા ચમત્કારો સમગ્ર મિસરમાં મોકલ્યાં. BSB BSB: He sent signs and wonders into your midst, O Egypt, against Pharaoh and all his servants.
10 ULB તેમણે ઘણી પ્રજાઓ પર હુમલો કર્યો અને પરાક્રમી રાજાઓને મારી નાખ્યા, BSB BSB: He struck down many nations and slaughtered mighty kings:
11 ULB અમોરીઓના રાજા સીહોનને અને બાશાનના રાજા ઓગને અને કનાનના સર્વ રાજ્યોને તેમણે માર્યાં. BSB BSB: Sihon king of the Amorites, Og king of Bashan, and all the kings of Canaan.
12 ULB તેમના દેશને તેમણે પોતાના લોક ઇઝરાયલને વારસામાં આપ્યો. BSB BSB: He gave their land as an inheritance, as a heritage to His people Israel.
13 ULB હે યહોવાહ, તમારું નામ અનંતકાળ ટકનાર છે, હે યહોવાહ, તમારું સ્મરણ પેઢી દરપેઢી ટકી રહેનાર છે. BSB BSB: Your name, O LORD, endures forever, Your renown, O LORD, through all generations.
14 ULB કેમ કે યહોવાહ પોતાના લોકોનો ન્યાય કરશે અને તે પોતાના સેવકો પ્રત્યે દયાળુ થશે. BSB BSB: For the LORD will vindicate His people and will have compassion on His servants.
15 ULB વિદેશીઓની મૂર્તિઓ તો સોનાચાંદીની છે, તેઓ માણસોના હાથથી જ બનેલી છે. BSB BSB: The idols of the nations are silver and gold, made by the hands of men.
16 ULB તે મૂર્તિઓને મુખ છે, પણ તેઓ બોલતી નથી; તેઓને આંખો છે, પણ તેઓ જોઈ શકતી નથી. BSB BSB: They have mouths, but cannot speak; they have eyes, but cannot see;
17 ULB તેઓને કાન છે, પણ તેઓ સાંભળતી નથી, તેઓનાં મુખમાં શ્વાસ નથી. BSB BSB: they have ears, but cannot hear; nor is there breath in their mouths.
18 ULB જેઓ તેને બનાવે છે તેઓ પણ તેના જેવા જ થશે, જેઓ તેમના પર ભરોસો રાખે છે તેઓ પણ તેના જેવા જ થશે. BSB BSB: Those who make them become like them, as do all who trust in them.
19 ULB હે ઇઝરાયલના વંશજો, યહોવાહની સ્તુતિ કરો; હે હારુનના વંશજો, યહોવાહની સ્તુતિ કરો. BSB BSB: O house of Israel, bless the LORD; O house of Aaron, bless the LORD;
20 ULB હે લેવીના વંશજો, યહોવાહની સ્તુતિ કરો; હે યહોવાહના ભક્તો, યહોવાહની સ્તુતિ કરો. BSB BSB: O house of Levi, bless the LORD; you who fear the LORD, bless the LORD!
21 ULB સિયોનમાં યહોવાહની સ્તુતિ કરો, જે યરુશાલેમમાં રહે છે. તે યહોવાહની સ્તુતિ કરો. BSB BSB: Blessed be the LORD from Zion—He who dwells in Jerusalem. Hallelujah!
Select verses for actions: Enter goes to them and Escape comes back.