1 ULB યહોવાહ મારા ઉદ્ધારનાર તથા પ્રકાશ છે; હું કોનાથી બીહું? યહોવાહ મારા જીવનનું સામર્થ્ય છે; મને કોનો ભય લાગે? BSB BSB: Of David. The LORD is my light and my salvation—whom shall I fear? The LORD is the stronghold of my life—whom shall I dread?
2 ULB જ્યારે દુરાચારીઓ અને મારા શત્રુઓ મારો સંહાર કરવા આવશે, ત્યારે તેઓ ઠોકર ખાઈને નીચે પડશે. BSB BSB: When the wicked came upon me to devour my flesh, my enemies and foes stumbled and fell.
3 ULB જો કે સૈન્ય મારી સામે છાવણી નાખે, તોપણ હું મનમાં ડરીશ નહિ; જો કે મારી વિરુદ્ધ યુદ્ધ ઊઠે, તોપણ હું ઈશ્વર પર ભરોસો રાખીશ. BSB BSB: Though an army encamps around me, my heart will not fear; though a war breaks out against me, I will keep my trust.
4 ULB યહોવાહ પાસે મેં એક વરદાન માગ્યું છે: કે યહોવાહનું ઘર મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન મારું નિવાસસ્થાન થાય, જેથી હું યહોવાહના સૌંદર્યનું અવલોકન કર્યા કરું અને તેમના પવિત્રસ્થાનમાં તેમનું ધ્યાન ધરું. BSB BSB: One thing I have asked of the LORD; this is what I desire: to dwell in the house of the LORD all the days of my life, to gaze on the beauty of the LORD and seek Him in His temple.
5 ULB કેમ કે સંકટના સમયે તેઓ મને પોતાના મંડપમાં ગુપ્ત રાખશે; તે પોતાના મંડપને આશ્રયે મને સંતાડશે. તે મને ખડક પર ચઢાવશે! BSB BSB: For in the day of trouble He will hide me in His shelter; He will conceal me under the cover of His tent; He will set me high upon a rock.
6 ULB પછી મારી આસપાસના શત્રુઓ પર મારું માથું ઊંચું કરવામાં આવશે અને હું તેમના મંડપમાં હર્ષનાદનાં અર્પણ ચઢાવીશ! હું ગાઈશ અને યહોવાહનાં સ્તોત્રો ગાઈશ! BSB BSB: Then my head will be held high above my enemies around me. At His tabernacle I will offer sacrifices with shouts of joy; I will sing and make music to the LORD.
7 ULB હે યહોવાહ, જ્યારે હું વિનંતી કરું, ત્યારે તે સાંભળો! મારા પર દયા કરીને મને ઉત્તર આપો! BSB BSB: Hear, O LORD, my voice when I call; be merciful and answer me.
8 ULB મારું હૃદય તમારા વિષે કહે છે કે, "તેમનું મુખ શોધો!" હે યહોવાહ, હું તમારું મુખ શોધીશ! BSB BSB: My heart said, “Seek His face.” Your face, O LORD, I will seek.
9 ULB તમે તમારું મુખ મારાથી ફેરવશો નહિ; કોપ કરીને તમે તમારા સેવકને તજી દેશો નહિ! તમે મારા સહાયકારી થયા છો; હે મારા ઉદ્ધારનાર ઈશ્વર, મને દૂર ન કરો અને મને તજી ન દો! BSB BSB: Hide not Your face from me, nor turn away Your servant in anger. You have been my helper; do not leave me or forsake me, O God of my salvation.
10 ULB જો કે મારા માતાપિતાએ મને તજી દીધો છે, તોપણ યહોવાહ મને સંભાળશે. BSB BSB: Though my father and mother forsake me, the LORD will receive me.
11 ULB હે યહોવાહ, મને તમારો માર્ગ શીખવો! મારા શત્રુઓને લીધે મને સરળ માર્ગે દોરી જાઓ. BSB BSB: Teach me Your way, O LORD, and lead me on a level path, because of my oppressors.
12 ULB મને મારા શત્રુઓના હાથમાં ન સોંપો, કારણ કે જૂઠા સાક્ષીઓ તથા જુલમના ફૂંફાડા મારનારા મારી વિરુદ્ધ ઊઠ્યા છે! BSB BSB: Do not hand me over to the will of my foes, for false witnesses rise up against me, breathing out violence.
13 ULB આ જીવનમાં હું યહોવાહની દયાનો અનુભવ કરીશ, એવો જો મેં વિશ્વાસ કર્યો ન હોત તો હું નિર્બળ થઈ જાત! BSB BSB: Still I am certain to see the goodness of the LORD in the land of the living.
14 ULB યહોવાહની રાહ જો; બળવાન થા અને હિંમત રાખ! હા, યહોવાહની રાહ જો! BSB BSB: Wait patiently for the LORD; be strong and courageous. Wait patiently for the LORD!
Select verses for actions: Enter goes to them and Escape comes back.