1 ULB હે યહોવાહ, હું તમારા ઉપર આધાર રાખું છું; મારી જરા પણ બદનામી થવા દેતા નહિ. તમારા ન્યાયીપણાથી મારું રક્ષણ કરો. BSB BSB: For the choirmaster. A Psalm of David. In You, O LORD, I have taken refuge; let me never be put to shame; save me by Your righteousness.
2 ULB મારું સાંભળો; ઉતાવળથી મને છોડાવો; તમે મારે માટે મજબૂત ગઢ તથા મારા બચાવને માટે કિલ્લો થાઓ. BSB BSB: Incline Your ear to me; come quickly to my rescue. Be my rock of refuge, the stronghold of my deliverance.
3 ULB કેમ કે તમે મારા ખડક અને કિલ્લો છો; માટે તમારા નામની ખાતર મને દોરવણી આપો અને મને ચલાવો. BSB BSB: For You are my rock and my fortress; lead me and guide me for the sake of Your name.
4 ULB મારા શત્રુઓએ પાથરેલી ગુપ્ત જાળમાંથી મને બચાવો, કારણ કે તમે મારો આશ્રય છો. BSB BSB: You free me from the net laid out for me, for You are my refuge.
5 ULB હું મારો આત્મા તમારા હાથમાં સોંપુ છું; હે યહોવાહ, સત્યના ઈશ્વર, તમે મારો ઉદ્ધાર કર્યો છે. BSB BSB: Into Your hands I commit my spirit; You have redeemed me, O LORD, God of truth.
6 ULB જુઠા દેવોની પૂજા કરનારને હું ધિક્કારું છું, પણ હું યહોવાહ પર ભરોસો રાખું છું. BSB BSB: I hate those who cling to worthless idols, but in the LORD I trust.
7 ULB હું તમારી દયાથી આનંદ કરીશ તથા હરખાઈશ, કેમ કે તમે મારું દુ:ખ જોયું છે; તમે મારા આત્માની વિપત્તિઓ જાણી છે. BSB BSB: I will be glad and rejoice in Your loving devotion, for You have seen my affliction; You have known the anguish of my soul.
8 ULB તમે મને શત્રુઓના હાથમાં સોંપ્યો નથી. તમે મારા પગ વિશાળ જગ્યા પર સ્થિર કર્યા છે. BSB BSB: You have not delivered me to the enemy; You have set my feet in the open.
9 ULB હે યહોવાહ, મારા પર દયા કરો, કેમ કે હું સંકટમાં છું; ખેદથી મારી આંખ, મારો પ્રાણ તથા મારું શરીર ક્ષીણ થાય છે. BSB BSB: Be merciful to me, O LORD, for I am in distress; my eyes fail from sorrow, my soul and body as well.
10 ULB કેમ કે સંતાપથી મારી જિંદગી અને નિસાસાથી મારાં વર્ષો વહી જાય છે. મારા ત્રાસના કારણે મારું બળ ઘટે છે અને મારાં હાડકાં ક્ષીણ થાય છે. BSB BSB: For my life is consumed with grief and my years with groaning; my iniquity has drained my strength, and my bones are wasting away.
11 ULB મારા સર્વ દુશ્મનોને લીધે લોકો મને મહેણાં મારે છે; મારા પડોશીઓ તો મારી અતિશય નિંદા કરે છે અને મારા ઓળખીતાઓને મારો ભય લાગે છે. જે કોઈ મને મહોલ્લાઓમાં જુએ છે, તે જોતાંની સાથે જ મારી પાસેથી નાસી જાય છે. BSB BSB: Among all my enemies I am a disgrace, and among my neighbors even more. I am dreaded by my friends—they flee when they see me on the street.
12 ULB મૃત્યુ પામેલા મનુષ્યની જેમ હું વિસરાઈ ગયો છું, જેના વિષે કોઈ વિચારતું પણ નથી. હું તૂટી ગયેલા વાસણ જેવો છું. BSB BSB: I am forgotten like a dead man, out of mind. I am like a broken vessel.
13 ULB કેમ કે મેં ઘણાંને તેઓને મુખે મારી બદનક્ષી કરતાં સાંભળ્યા છે, ચારે બાજુ ધાસ્તી છે તેઓ ભેગા થઈને મારી વિરુદ્ધ કાવતરાં ઘડે છે. તેઓ મારો જીવ લેવાની યોજનાઓ ઘડે છે. BSB BSB: For I hear the slander of many; there is terror on every side. They conspire against me and plot to take my life.
14 ULB પણ, હે યહોવાહ, હું તમારા પર ભરોસો રાખું છું; મેં કહ્યું, "તમે મારા ઈશ્વર છો." BSB BSB: But I trust in You, O LORD; I say, “You are my God.”
15 ULB મારા સર્વ પ્રસંગો તમારા હાથમાં છે. મારા શત્રુઓના હાથમાંથી તથા જેઓ મારો પીછો કરી રહ્યા છે તેઓનાથી મને બચાવો. BSB BSB: My times are in Your hands; deliver me from my enemies and from those who pursue me.
16 ULB તમારા સેવક ઉપર તમારા મુખનો પ્રકાશ પાડો; તમારી કૃપાથી મને બચાવો. BSB BSB: Make Your face shine on Your servant; save me by Your loving devotion.
17 ULB હે યહોવાહ, મારી બદનામી થવા દેતા નહિ; કેમ કે મેં તમને વિનંતિ કરી છે! દુષ્ટો લજ્જિત થાઓ! તેઓ ચૂપચાપ શેઓલમાં પડી રહો. BSB BSB: O LORD, let me not be ashamed, for I have called on You. Let the wicked be put to shame; let them lie silent in Sheol.
18 ULB જે જૂઠા હોઠ ન્યાયી માણસોની વિરુદ્ધ ગર્વથી તથા તિરસ્કારથી અભિમાની વાત બોલે છે તે મૂંગા થાઓ. BSB BSB: May lying lips be silenced—lips that speak with arrogance against the righteous, full of pride and contempt.
19 ULB જે ઉદારતા તમારા ભક્તોને માટે તમે રાખી મૂકી છે, તથા તમારા પર ભરોસો રાખનારને માટે મનુષ્યોની આગળ તમે દર્શાવી છે, તે કેટલી મોટી છે! BSB BSB: How great is Your goodness which You have laid up for those who fear You, which You have bestowed before the sons of men on those who take refuge in You!
20 ULB તમે તમારી સંમુખ તેઓને સંતાડી રાખશો અને તેઓનાં કાવતરાં વિરુદ્ધ રક્ષણ કરશો. તમે તમારા નિવાસસ્થાનમાં તેઓને સુરક્ષિત રાખશો અને તેઓને અનિષ્ટ જીભોથી બચાવશો. BSB BSB: You hide them in the secret place of Your presence from the schemes of men. You conceal them in Your shelter from accusing tongues.
21 ULB યહોવાહની સ્તુતિ થાઓ, કેમ કે તેમણે મારા પર અસીમ વિશ્વાસુપણું દર્શાવ્યુ છે. જ્યારે દુશ્મનોએ નગરને ઘેરી લીધું હતું, ત્યારે તેમણે મારા પર અદ્દભુત દયા કરી. BSB BSB: Blessed be the LORD, for He has shown me His loving devotion in a city under siege.
22 ULB અધીરતાથી મેં કહી દીધું હતું કે, "તમે તમારી દ્રષ્ટિ આગળથી મને દૂર કર્યો છે," તોપણ મેં જ્યારે તમને મદદને માટે વિનંતી કરી, ત્યારે તમે મારું સાંભળ્યું. BSB BSB: In my alarm I said, “I am cut off from Your sight!” But You heard my plea for mercy when I called to You for help.
23 ULB હે યહોવાહના સર્વ ભક્તો, તમે તેમના પર પ્રેમ રાખો. યહોવાહ વિશ્વાસીઓની રક્ષા કરે છે, પણ અભિમાનીને પુષ્કળ બદલો આપે છે. BSB BSB: Love the LORD, all His saints. The LORD preserves the faithful, but fully repays the arrogant.
24 ULB જે સર્વ યહોવાહ પર મદદને માટે ભરોસો રાખે છે, તે બળવાન તથા હિંમતવાન થાઓ. BSB BSB: Be strong and courageous, all you who hope in the LORD.
Select verses for actions: Enter goes to them and Escape comes back.