1 ULB મારું હૃદય ઉત્તમ વિષયથી ભરાઈ ગયું છે; જે શબ્દો મેં રાજાને માટે લખ્યા છે તે હું બોલું છું; મારી જીભ શ્રેષ્ઠ લેખકની કલમ જેવી ચપળ છે. BSB BSB: For the choirmaster. To the tune of “The Lilies.” A Maskil of the sons of Korah. A love song. My heart is stirred by a noble theme as I recite my verses to the king; my tongue is the pen of a skillful writer.
2 ULB તમે માણસ કરતાં વધારે સુંદર છો; તમારા હોઠો કૃપાથી ભરેલા છે; માટે અમે જાણીએ છીએ કે ઈશ્વરે તમને સદાને માટે આશીર્વાદિત કર્યા છે. BSB BSB: You are the most handsome of men; grace has anointed your lips; therefore God has blessed you forever.
3 ULB હે પરાક્રમી, તમે તમારી તલવાર કમરે બાંધો, તમારું ગૌરવ તથા તમારો મહિમા ધારણ કરો. BSB BSB: Strap your sword at your side, O mighty warrior; appear in your majesty and splendor.
4 ULB સત્ય, નમ્રતા તથા ન્યાયીપણાને અર્થે તમારા પ્રતાપે સવારી કરીને વિજયવંત થાઓ; તમારો જમણો હાથ તમને ભયંકર કૃત્યો શીખવશે. BSB BSB: In your splendor ride forth in victory on behalf of truth and humility and justice; may your right hand show your awesome deeds.
5 ULB તમારાં બાણ તીક્ષ્ણ છે; તે રાજાના શત્રુઓના હૃદયને વીંધે છે; તેથી લોકો તમારે શરણે આવે છે. BSB BSB: Your arrows pierce the hearts of the king’s foes; the nations fall beneath your feet.
6 ULB ઈશ્વરે તમારા માટે આપેલા રાજ્યાસન સનાતન છે; તમારો રાજદંડ તે યથાર્થ રાજદંડ છે. BSB BSB: Your throne, O God, endures forever and ever, and justice is the scepter of Your kingdom.
7 ULB તમને ન્યાયીપણા પર પ્રીતિ છે અને દુષ્ટતા પ્રતિ તિરસ્કાર છે; માટે ઈશ્વર, તમારા ઈશ્વર, તમારા સાથીઓ કરતાં તમને સર્વશ્રેષ્ઠ ગણીને આનંદના તેલથી અભિષિક્ત કર્યા છે. BSB BSB: You have loved righteousness and hated wickedness; therefore God, your God, has anointed you above your companions with the oil of joy.
8 ULB તમારા બધાં વસ્ત્રો બોળ, અગર તથા તજની સુગંધથી મહેંકે છે; હાથીદાંતના મહેલોમાં તારનાં વાજિંત્રો તમને આનંદ પમાડે છે. BSB BSB: All your garments are fragrant with myrrh and aloes and cassia; from palaces of ivory the harps make you glad.
9 ULB રાજાની દીકરીઓની મધ્યે કેટલીક સ્ત્રીઓ આદરમાન છે; તમારે જમણે હાથે ઓફીરના સોનાથી શણગારેલા રાણી ઊભાં રહે છે. BSB BSB: The daughters of kings are among your honored women; the queen stands at your right hand, adorned with the gold of Ophir.
10 ULB હે દીકરી, સાંભળ, કાન ધર; તારા લોકોને અને તારા પિતાના ઘરને ભૂલી જા. BSB BSB: Listen, O daughter! Consider and incline your ear: Forget your people and your father’s house,
11 ULB આ રીતે રાજા તારા સૌંદર્ય પર મોહિત થશે; તે તારા સ્વામી છે; તું તેમની સેવા કર. BSB BSB: and the king will desire your beauty; bow to him, for he is your lord.
12 ULB તૂરની દીકરી ભેટ લઈને ત્યાં આવશે; ધનવાન લોકો તારી કૃપાને માટે તને કાલાવાલા કરશે. BSB BSB: The Daughter of Tyre will come with a gift; men of wealth will seek your favor.
13 ULB રાજપુત્રી મહેલમાં સંપૂર્ણ ગૌરવવાન છે; તેનાં વસ્ત્રોમાં સોનાના તાર વણેલા છે. BSB BSB: All glorious is the princess in her chamber; her gown is embroidered with gold.
14 ULB શણગારેલાં વસ્ત્રો પહેરીને તેને રાજા પાસે લઈ જવામાં આવશે; કુમારિકાઓ, જે તેની સાથીઓ છે, તે તેની પાછળ ચાલે છે, તેઓને તમારી પાસે લાવવામાં આવશે. BSB BSB: In colorful garments she is led to the king; her virgin companions are brought before you.
15 ULB તેઓને આનંદથી તથા ઉત્સાહથી લાવવામાં આવશે; તેઓ રાજમહેલમાં પ્રવેશ કરશે. BSB BSB: They are led in with joy and gladness; they enter the palace of the king.
16 ULB તમારા પિતૃઓને સ્થાને તમારા દીકરાઓ આવશે, જેઓને તમે આખા દેશ પર રાજકુમાર ઠરાવશો. BSB BSB: Your sons will succeed your fathers; you will make them princes throughout the land.
17 ULB હું પેઢી દરપેઢી તમારા નામનું સ્મરણ રખાવીશ; તેથી લોકો સદાકાળ સુધી તમારી આભારસ્તુતિ કરશે. BSB BSB: I will commemorate your name through all generations; therefore the nations will praise you forever and ever.
Select verses for actions: Enter goes to them and Escape comes back.