1 ULB હે ઈશ્વર, મારો બચાવ કરો; કેમ કે મારા પ્રાણ સુધી પાણી ચઢી આવ્યું છે. BSB BSB: For the choirmaster. To the tune of “Lilies.” Of David. Save me, O God, for the waters are up to my neck.
2 ULB હું ઊંડા કીચડમાં ડૂબી જાઉં છું, જ્યાં ઊભા રહેવાને પણ જગ્યા નથી; હું ઊંડા પાણીમાં આવી પડ્યો છું, રેલ મારે માથે ફરી વળી છે. BSB BSB: I have sunk into the miry depths, where there is no footing; I have drifted into deep waters, where the flood engulfs me.
3 ULB હું રડી રડીને નિર્બળ થઈ ગયો છું; મારું ગળું સુકાઈ ગયું છે; મારા ઈશ્વરની રાહ જોતાં મારી આંખોનું તેજ ઘટી ગયું છે. BSB BSB: I am weary from my crying; my throat is parched. My eyes fail, looking for my God.
4 ULB જેઓ વિનાકારણે મારો દ્વેષ કરે છે, તેઓ મારા માથાના નિમાળા કરતાં વધારે છે; જેઓ ગેરવાજબી રીતે મારો નાશ કરવા ઇચ્છનાર શત્રુઓ છે, તેઓ બળવાન છે; જે મેં લૂંટી લીધું ન હતું, તે મારે પાછું આપવું પડ્યું છે. BSB BSB: Those who hate me without cause outnumber the hairs of my head; many are those who would destroy me—my enemies for no reason. Though I did not steal, I must repay.
5 ULB હે ઈશ્વર, તમે મારી મૂર્ખાઈ જાણો છો અને મારાં પાપો તમારાથી છુપાયેલાં નથી. BSB BSB: You know my folly, O God, and my guilt is not hidden from You.
6 ULB હે સૈન્યના પ્રભુ યહોવાહ, તમારી રાહ જોનારા મારે લીધે બદનામ ન થાઓ; હે ઇઝરાયલના ઈશ્વર, મારે લીધે તમને શોધનારાઓનું અપમાન ન થાય. BSB BSB: May those who hope in You not be ashamed through me, O Lord GOD of Hosts; may those who seek You not be dishonored through me, O God of Israel.
7 ULB કેમ કે તમારે લીધે મેં મહેણાં સહન કર્યાં છે. મારા મુખ પર શરમ પથરાયેલી છે. BSB BSB: For I have endured scorn for Your sake, and shame has covered my face.
8 ULB હું મારા ભાઈઓને પારકા જેવો અને મારી માતાના પુત્રોને માટે પરદેશી જેવો થયો છું. BSB BSB: I have become a stranger to my brothers and a foreigner to my mother’s sons,
9 ULB કારણ કે તમારા ઘરનો ઉત્સાહ મને ખાઈ જાય છે અને તમારી નિંદા કરનારાઓની નિંદા મારા પર આવી પડી છે. BSB BSB: because zeal for Your house has consumed me, and the insults of those who insult You have fallen on me.
10 ULB જ્યારે હું રડ્યો અને ઉપવાસ કરીને મારા આત્માને લીન કર્યો, ત્યારે તેને લીધે મારી નિંદા થઈ. BSB BSB: I wept and fasted, but it brought me reproach.
11 ULB જ્યારે મેં ટાટનાં વસ્ત્ર પહેર્યાં, ત્યારે તેઓમાં હું ઉપહાસરૂપ થયો. BSB BSB: I made sackcloth my clothing, and I was sport to them.
12 ULB જેઓ નગરના પ્રવેશદ્વારે બેસે છે, તેઓ મારા વિષે વાતો કરે છે; છાકટાઓ મારા વિષે રાસડા ગાય છે. BSB BSB: Those who sit at the gate mock me, and I am the song of drunkards.
13 ULB પણ, હે યહોવાહ, હું તમારી પ્રાર્થના કરું છું, માન્યકાળમાં તમારી ઘણી કૃપાએ; તમારા ઉદ્ધારની સત્યતાએ મને ઉત્તર આપો. BSB BSB: But my prayer to You, O LORD, is for a time of favor. In Your abundant loving devotion, O God, answer me with Your sure salvation.
14 ULB મને કીચડમાંથી કાઢો અને મને ડૂબવા ન દો; જેઓ મને ધિક્કારે છે તેઓથી મને દૂર રાખો અને પાણીના ઊંડાણમાંથી મને ખેંચી કાઢો. BSB BSB: Rescue me from the mire and do not let me sink; deliver me from my foes and out of the deep waters.
15 ULB પાણીની રેલ મને ન ડુબાડો, ઊંડાણ મને ગળી ન જાઓ. કબર મારા પર તેનું મુખ બંધ ન કરો. BSB BSB: Do not let the floods engulf me or the depths swallow me up; let not the Pit close its mouth over me.
16 ULB હે યહોવાહ, મને જવાબ આપો, કેમ કે તમારી કૃપા ઉત્તમ છે; કેમ કે તમારી કૃપા ઘણી છે, મારી તરફ ફરો. BSB BSB: Answer me, O LORD, for Your loving devotion is good; turn to me in keeping with Your great compassion.
17 ULB તમારું મુખ તમારા આ દાસથી છુપાવશો નહિ, કેમ કે હું સંકટમાં છું; મને જલદીથી ઉત્તર આપો. BSB BSB: Hide not Your face from Your servant, for I am in distress. Answer me quickly!
18 ULB મારા આત્મા પાસે આવીને તેને છોડાવો; મને મારા શત્રુઓથી મુક્ત કરો. BSB BSB: Draw near to my soul and redeem me; ransom me because of my foes.
19 ULB તમે મારી શરમ, મારું અપમાન તથા મારી નિંદા જાણો છો; મારા સર્વ શત્રુઓ તમારી આગળ છે. BSB BSB: You know my reproach, my shame and disgrace. All my adversaries are before You.
20 ULB નિંદાએ મારું હૃદય ભાંગ્યું છે; હું મરણતોલ થયો છું; મેં કરુણા કરનારની રાહ જોઈ, પણ ત્યાં કોઈ નહોતું; મેં દિલાસો આપનારની રાહ જોઈ, પણ મને ત્યાં કોઈ મળ્યું નહિ. BSB BSB: Insults have broken my heart, and I am in despair. I looked for sympathy, but there was none, for comforters, but I found no one.
21 ULB તેઓએ મને ખોરાકને માટે ઝેર આપ્યું છે; મને તરસ લાગતાં તેઓએ સરકો પીવડાવ્યો. BSB BSB: They poisoned my food with gall and gave me vinegar to quench my thirst.
22 ULB તેઓનું ભોજન તેઓને માટે ફાંદારૂપ થાઓ; જ્યારે તેઓ વિચારે છે કે અમે સુરક્ષિત છીએ, ત્યારે તે ફાંદારૂપ થાઓ. BSB BSB: May their table become a snare; may it be a retribution and a trap.
23 ULB તેઓની આંખો એવી ઝાંખી થાઓ કે તેઓ જોઈ ન શકે; અને તેઓની કમરો નિત્ય કાંપે. BSB BSB: May their eyes be darkened so they cannot see, and their backs be bent forever.
24 ULB તેઓના ઉપર તમારો કોપ વરસાવો અને તમારો ક્રોધાવેશ તેઓને પકડી પાડો. BSB BSB: Pour out Your wrath upon them, and let Your burning anger overtake them.
25 ULB તેઓની જગ્યા ઉજ્જડ થાઓ; તેઓના તંબુમાં કોઈ ન રહો. BSB BSB: May their place be deserted; let there be no one to dwell in their tents.
26 ULB કારણ કે જેને તમે શિક્ષા કરી છે તેઓ તેની પાછળ પાડીને તેને પકડે છે; જેને તમે ઘાયલ કર્યો છે તેના દુ:ખની વાત કરીને તેઓ ખુશ થાય છે. BSB BSB: For they persecute the one You struck and recount the pain of those You wounded.
27 ULB તમે તેઓના અન્યાય પર અન્યાય વધવા દો; તેઓને તમારા ન્યાયપણામાં આવવા ન દો. BSB BSB: Add iniquity to their iniquity; let them not share in Your righteousness.
28 ULB જીવન પુસ્તકમાંથી આ લોકોનાં નામ ભૂંસી નાખો અને ન્યાયીઓની સાથે તેઓનાં નામ નોંધાય નહિ. BSB BSB: May they be blotted out of the Book of Life and not listed with the righteous.
29 ULB પણ હું તો ગરીબ તથા દુઃખી છું; હે ઈશ્વર, તમારા દ્વારા મળતો ઉદ્ધાર મને ઊંચો કરો. BSB BSB: But I am in pain and distress; let Your salvation protect me, O God.
30 ULB હું ગીત ગાઈને ઈશ્વરના નામનું સ્તવન કરીશ અને આભાર માનીને તેમના નામની સ્તુતિ કરીશ. BSB BSB: I will praise God’s name in song and exalt Him with thanksgiving.
31 ULB તે સ્તુતિ બળદના કરતાં અથવા શિંગડાં તથા ખરીવાળા બળદ કરતાં પણ યહોવાહને વધારે પસંદ પડશે. BSB BSB: And this will please the LORD more than an ox, more than a bull with horns and hooves.
32 ULB નમ્રજનો તે જોઈને આનંદ પામ્યા છે; હે ઈશ્વરને શોધનારાઓ, તમારા હૃદયો નવું જીવન પામો. BSB BSB: The humble will see and rejoice. You who seek God, let your hearts be revived!
33 ULB કારણ કે યહોવાહ દરિદ્રીઓનું સાંભળે છે અને તે પોતાના બંદીવાનોને તુચ્છ ગણતા નથી. BSB BSB: For the LORD listens to the needy and does not despise His captive people.
34 ULB આકાશ તથા પૃથ્વી તેમનું સ્તવન કરો, સમુદ્રો તથા તેમાંનાં સર્વ જળચર તેમની સ્તુતિ કરો. BSB BSB: Let heaven and earth praise Him, the seas and everything that moves in them.
35 ULB કારણ કે ઈશ્વર સિયોનને ઉદ્ધાર કરશે અને યહૂદિયાના નગરોને બાંધશે; લોકો તેમાં વસશે અને તેનું વતન પામશે. BSB BSB: For God will save Zion and rebuild the cities of Judah, that they may dwell there and possess it.
36 ULB તેમના સેવકોના વંશજો તેનો વારસો પામશે; અને જેઓ તેમના નામ પર પ્રેમ રાખે છે તેઓ તેમાં વસશે. BSB BSB: The descendants of His servants will inherit it, and those who love His name will settle in it.
Select verses for actions: Enter goes to them and Escape comes back.