1 ULB હે યહોવાહ, મેં તમારા પર ભરોસો રાખ્યો છે; મને કદી આબરુહીન થવા દેશો નહિ. BSB BSB: In You, O LORD, I have taken refuge; let me never be put to shame.
2 ULB તમારા ન્યાયીપણાથી મને છોડાવો તથા બચાવો; મારી તરફ તમારા કાન ધરો અને મને ઉગારો. BSB BSB: In Your justice, rescue and deliver me; incline Your ear and save me.
3 ULB જ્યાં હું નિત્ય જઈ શકું તેવો મારા રહેવાને માટે ગઢ તમે થાઓ; તમે મને બચાવવાને આજ્ઞા આપી છે, કેમ કે તમે મારો ખડક તથા કિલ્લો છો. BSB BSB: Be my rock of refuge, where I can always go. Give the command to save me, for You are my rock and my fortress.
4 ULB હે મારા ઈશ્વર, તમે દુષ્ટોના હાથોમાંથી, અન્યાયી તથા ક્રૂર માણસના હાથમાંથી મને બચાવો. BSB BSB: Deliver me, O my God, from the hand of the wicked, from the grasp of the unjust and ruthless.
5 ULB હે પ્રભુ, ફક્ત તમે જ મારી આશા છો. મેં મારા બાળપણથી તમારા પર વિશ્વાસ કર્યો છે. BSB BSB: For You are my hope, O Lord GOD, my confidence from my youth.
6 ULB હું ગર્ભસ્થાનમાં હતો, ત્યારથી તમે મારા આધાર રહ્યા છો; મારી માતાના ઉદરમાંથી મને બહાર લાવનારા તમે જ છો; હું હંમેશા તમારી સ્તુતિ કરીશ. BSB BSB: I have leaned on You since birth; You pulled me from my mother’s womb. My praise is always for You.
7 ULB હું ઘણા લોકો માટે એક દ્રષ્ટાંત બન્યો છું; તમે મારો મજબૂત ગઢ છો. BSB BSB: I have become a portent to many, but You are my strong refuge.
8 ULB મારું મુખ તમારી સ્તુતિથી ભરપૂર થશે અને આખો દિવસ તમારા ગૌરવની વાતોથી ભરપૂર થશે. BSB BSB: My mouth is filled with Your praise and with Your splendor all day long.
9 ULB મારી વૃદ્ધાવસ્થામાં મને તજી ન દો; જ્યારે મારી શક્તિ ખૂટે, ત્યારે મારો ત્યાગ ન કરો. BSB BSB: Do not discard me in my old age; do not forsake me when my strength fails.
10 ULB કેમ કે મારા શત્રુઓ મારી વિરુદ્ધ વાતો કરે છે; જેઓ મારો પ્રાણ લેવાને તાકી રહ્યા છે, તેઓ અંદરોઅંદર મસલત કરે છે. BSB BSB: For my enemies speak against me, and those who lie in wait for my life conspire,
11 ULB તેઓ કહે છે કે, "ઈશ્વરે તેને તજી દીધો છે; તેની પાછળ દોડીને તેને પકડી પાડીએ, કેમ કે તેને બચાવનાર કોઈ નથી." BSB BSB: saying, “God has forsaken him; pursue him and seize him, for there is no one to rescue him.”
12 ULB હે ઈશ્વર, મારાથી દૂર ન જાઓ; હે મારા ઈશ્વર, મને મદદ કરવાને ઉતાવળ કરો. BSB BSB: Be not far from me, O God. Hurry, O my God, to help me.
13 ULB મારા આત્માનાં દુશ્મનો બદનામ થઈને નાશ પામો; મને ઉપદ્રવ કરવાને મથનારાઓ નિંદા તથા અપમાનથી ઢંકાઈ જાઓ. BSB BSB: May the accusers of my soul be ashamed and consumed; may those who seek my harm be covered with scorn and disgrace.
14 ULB પણ હું નિત્ય તમારી આશા રાખીશ અને તમારી સ્તુતિ વધારે અને વધારે કરીશ. BSB BSB: But I will always hope and will praise You more and more.
15 ULB મારું મુખ આખો દિવસ તમારા ન્યાયીપણા વિષે તથા તમારા દ્વારા મળતા ઉદ્ધાર વિષે વાતો પ્રગટ કરશે, તેમ છતાં હું તેમને સમજી શકતો નથી. BSB BSB: My mouth will declare Your righteousness and Your salvation all day long, though I cannot know their full measure.
16 ULB હું પ્રભુ યહોવાહના પરાક્રમી કામોનું વર્ણન કરતો આવીશ; હું તમારા, કેવળ તમારા જ ન્યાયીપણાનું વર્ણન કરીશ. BSB BSB: I will come in the strength of the Lord GOD; I will proclaim Your righteousness—Yours alone.
17 ULB હે ઈશ્વર, મારી જુવાનીથી તમે મને શીખવ્યું છે; ત્યારથી હું તમારા ચમત્કારો પ્રગટ કરતો આવ્યો છું. BSB BSB: O God, You have taught me from my youth, and to this day I proclaim Your marvelous deeds.
18 ULB હે ઈશ્વર, જ્યારે હું વૃદ્ધ તથા પળિયાંવાળો થાઉં, ત્યારે પણ તમે મને મૂકી દેતા નહિ, હું આવતી પેઢીને તમારું બળ જણાવું અને સર્વ આવનારાઓને તમારું પરાક્રમ પ્રગટ કરું, ત્યાં સુધી મારો ત્યાગ ન કરશો. BSB BSB: Even when I am old and gray, do not forsake me, O God, until I proclaim Your power to the next generation, Your might to all who are to come.
19 ULB હે ઈશ્વર, તમારું ન્યાયીપણું અતિશય ઉચ્ચ છે; હે ઈશ્વર, તમે મોટાં કામો કર્યાં છે; તમારા જેવો બીજો કોણ છે? BSB BSB: Your righteousness reaches to the heavens, O God, You who have done great things. Who, O God, is like You?
20 ULB ઘણા ખેદજનક સંકટો તમે અમને દેખાડ્યાં છે તમે અમને ફરીથી સજીવ કરશો અને પૃથ્વીનાં ઊંડાણોમાંથી તમે અમને પાછા બહાર લાવશો. BSB BSB: Though You have shown me many troubles and misfortunes, You will revive me once again. Even from the depths of the earth You will bring me back up.
21 ULB તમે મારું મહત્વ વધારો; પાછા ફરીને મને દિલાસો આપો. BSB BSB: You will increase my honor and comfort me once again.
22 ULB સિતાર સાથે હું તમારું સ્તવન કરીશ હે મારા ઈશ્વર, હું તમારી સત્યતાનું સ્તવન કરીશ; હે ઇઝરાયલના પવિત્ર, વીણા સાથે હું તમારાં સ્તોત્રો ગાઈશ. BSB BSB: So I will praise You with the harp for Your faithfulness, O my God; I will sing praise to You with the lyre, O Holy One of Israel.
23 ULB જ્યારે હું તમારી સ્તુતિ કરીશ, ત્યારે મારા હોઠો હર્ષનો પોકાર કરશે અને મારો ઉદ્ધાર પામેલો આત્મા અતિશય આનંદ પામશે. BSB BSB: When I sing praise to You my lips will shout for joy, along with my soul, which You have redeemed.
24 ULB મારી જીભ આખો દિવસ તમારા ન્યાયીપણા વિષે વાતો કરશે; કેમ કે મારું ખરાબ શોધનારાઓ બદનામ થયા છે અને ગભરાઈ ગયા છે. BSB BSB: My tongue will indeed proclaim Your righteousness all day long, for those who seek my harm are disgraced and confounded.
Select verses for actions: Enter goes to them and Escape comes back.