1 ULB હું ઈશ્વરની આગળ મારી વાણી પોકારીશ; હું મારી વાણીથી ઈશ્વરને પોકારીશ અને ઈશ્વર મારું સાંભળશે. BSB BSB: For the choirmaster. According to Jeduthun. A Psalm of Asaph. I cried out to God; I cried aloud to God to hear me.
2 ULB મારા સંકટના દિવસે મેં પ્રભુને પોકાર્યા. મેં તેમની તરફ મારા હાથ ઊંચા રાખીને આખી રાત પ્રાર્થના કરી; મારા આત્માએ દિલાસો સ્વીકારવાની ના પાડી. BSB BSB: In the day of trouble I sought the Lord; through the night my outstretched hands did not grow weary; my soul refused to be comforted.
3 ULB હું ઈશ્વરનું સ્મરણ કરીને વ્યાકુળ થાઉં છું; હું તેમના વિષે વિચારું છું, તો હું મૂર્છિત થઈ જાઉં છું. સેલાહ. BSB BSB: I remembered You, O God, and I groaned; I mused and my spirit grew faint. Selah
4 ULB તમે મને મારી આંખો બંધ કરવા દેતા નથી; હું મુશ્કેલીમાં બોલી શકતો નહોતો. BSB BSB: You have kept my eyes from closing; I am too troubled to speak.
5 ULB હું અગાઉના દિવસોનો, પૂર્વના ભૂતકાળનો વિચાર કરું છું. BSB BSB: I considered the days of old, the years long in the past.
6 ULB રાતના સમયે મારું ગાયેલું ગીત મને યાદ આવે છે. હું ઘણી ગંભીરતાથી વિચારું છું. BSB BSB: At night I remembered my song; in my heart I mused, and my spirit pondered:
7 ULB શું પ્રભુ મને સર્વકાળને માટે તજી દેશે? શું તે ફરી પ્રસન્ન થશે નહિ? BSB BSB: “Will the Lord spurn us forever and never show His favor again?
8 ULB શું તેમની કૃપા સદાને માટે જતી રહી છે? શું તેમનું વચન સદાકાળ રદ જશે? BSB BSB: Is His loving devotion gone forever? Has His promise failed for all time?
9 ULB અમારા પર કૃપા કરવાનું ઈશ્વર શું ભૂલી ગયા છે? શું તેમણે તેમની સહાનુભૂતિને કોપમાં બદલી નાખી છે? સેલાહ BSB BSB: Has God forgotten to be gracious? Has His anger shut off His compassion?” Selah
10 ULB મેં કહ્યું, "આ તો મારું દુઃખ છે: પરાત્પરના જમણા હાથનાં વર્ષો હું સંભારીશ." BSB BSB: So I said, “I am grieved that the right hand of the Most High has changed.”
11 ULB પણ હું યહોવાહનાં કૃત્યોનું સ્મરણ કરીશ; તમારા પુરાતન કાળના ચમત્કાર વિષે હું વિચાર કરીશ. BSB BSB: I will remember the works of the LORD; yes, I will remember Your wonders of old.
12 ULB હું તમારાં સર્વ કામોનું મનન કરીશ અને તમારાં કૃત્યો વિષે વિચાર કરીશ. BSB BSB: I will reflect on all You have done and ponder Your mighty deeds.
13 ULB હે ઈશ્વર, તમારા માર્ગો પવિત્ર છે, આપણા મહાન ઈશ્વર જેવા બીજા ઈશ્વર કોણ છે? BSB BSB: Your way, O God, is holy. What god is so great as our God?
14 ULB તમે ચમત્કાર કરનાર ઈશ્વર છો; તમે લોકોમાં તમારું સામર્થ્ય પ્રગટ કર્યું છે. BSB BSB: You are the God who works wonders; You display Your strength among the peoples.
15 ULB તમે તમારા મહાન પરાક્રમ વડે લોકોને, એટલે યાકૂબના તથા યૂસફના વંશજોને વિજય અપાવ્યો છે. BSB BSB: With power You redeemed Your people, the sons of Jacob and Joseph. Selah
16 ULB હે ઈશ્વર, સાગરો તમને જોયા; સાગરો તમને જોઈને ગભરાયાં; ઊંડાણો પણ ધ્રૂજ્યાં. BSB BSB: The waters saw You, O God; the waters saw You and swirled; even the depths were shaken.
17 ULB વાદળોએ પાણી વરસાવ્યાં; આકાશે ગર્જના કરી; તમારાં બાણો ચારેબાજુ ઊડ્યાં. BSB BSB: The clouds poured down water; the skies resounded with thunder; Your arrows flashed back and forth.
18 ULB તમારી ગર્જનાનો અવાજ વંટોળિયામાં હતો; વીજળીઓએ જગતને પ્રકાશિત કર્યું; પૃથ્વી કાંપી તથા હચમચી. BSB BSB: Your thunder resounded in the whirlwind; the lightning lit up the world; the earth trembled and quaked.
19 ULB તમારો માર્ગ તો સમુદ્રમાં અને તમારી વાટો મહાજળમાં હતી, પણ તમારાં પગલાં કોઈના જોવામાં આવ્યાં નહિ. BSB BSB: Your path led through the sea, Your way through the mighty waters, but Your footprints were not to be found.
20 ULB તમે મૂસા તથા હારુનની મારફતે તમારા લોકોને ઘેટાંનાં ટોળાંની જેમ દોર્યા. BSB BSB: You led Your people like a flock by the hand of Moses and Aaron.
Select verses for actions: Enter goes to them and Escape comes back.