1 ULB મારા લોકો, મારો નિયમ સાંભળો, મારા મુખના શબ્દોને તમે ધ્યાનથી સાંભળો. BSB BSB: A Maskil of Asaph. Give ear, O my people, to my instruction; listen to the words of my mouth.
2 ULB હું ડહાપણ વિશેનું ગીત ગાઈશ; હું ભૂતકાળનાં રહસ્યોની વાત સમજાવીશ કે, BSB BSB: I will open my mouth in parables; I will utter things hidden from the beginning,
3 ULB જે વાત આપણે સાંભળી છે તથા શીખ્યા છીએ જે આપણા પૂર્વજોએ આપણને કહી છે. BSB BSB: that we have heard and known and our fathers have relayed to us.
4 ULB યહોવાહનાં સ્તોત્ર, તેમનું સામર્થ્ય તથા તેમનાં કરેલાં આશ્ચર્યકારક કામો આવતી પેઢીને જાહેર કરીને તેઓના વંશજોથી આપણે તે સંતાડીશું નહિ. BSB BSB: We will not hide them from their children but will declare to the next generation the praises of the LORD and His might and the wonders He has performed.
5 ULB કારણ કે તેમણે યાકૂબ સાથે તેમનો કરાર કર્યો અને ઇઝરાયલમાં નિયમ ઠરાવ્યો. તેમણે આપણા પૂર્વજોને આજ્ઞા કરી કે તેઓ પોતાનાં બાળકોને પણ શીખવે. BSB BSB: For He established a testimony in Jacob and appointed a law in Israel, which He commanded our fathers to teach to their children,
6 ULB જેથી આવતી પેઢીનાં જે બાળકો જન્મે તેઓ તે જાણે, તેઓ મોટાં થઈને પોતાનાં સંતાનોને તે જણાવે, માટે તેમણે આજ્ઞા આપી છે. BSB BSB: that the coming generation would know them—even children yet to be born—to arise and tell their own children
7 ULB જેથી તેઓ સહુ ઈશ્વરની આશા રાખે અને તેમનાં અદ્દભુત કાર્યોને વીસરી જાય નહિ, પણ તેમની આજ્ઞાઓને પાળે. BSB BSB: that they should put their confidence in God, not forgetting His works, but keeping His commandments.
8 ULB પછી તેઓ પોતાના પૂર્વજોના જેવા ન થાય, કે જેઓ હઠીલા તથા બંડખોર પેઢીના છે, એવી પેઢી કે જેઓનાં હૃદય સ્થિર નથી અને જેઓનો આત્મા સમર્પિત કે ઈશ્વરને વિશ્વાસુ નથી. BSB BSB: Then they will not be like their fathers, a stubborn and rebellious generation, whose heart was not loyal, whose spirit was not faithful to God.
9 ULB એફ્રાઇમના લોકો શસ્ત્રસજ્જિત ધનુર્ધારી હોવા છતાં પણ લડાઈના દિવસમાં પાછા હઠી ગયા. BSB BSB: The archers of Ephraim turned back on the day of battle.
10 ULB તેઓએ ઈશ્વરનો કરાર પાળ્યો નહિ અને તેમના નિયમ પ્રમાણે વર્તવાની ના પાડી. BSB BSB: They failed to keep God’s covenant and refused to live by His law.
11 ULB તેમણે કરેલાં અદ્દભુત કાર્યો, ચમત્કારો તેમણે તેઓને બતાવ્યા હતા તે તેઓ ભૂલી ગયા. BSB BSB: They forgot what He had done, the wonders He had shown them.
12 ULB મિસર દેશમાં, સોઆનનાં ક્ષેત્રમાં, તેઓના પૂર્વજોની આગળ તેમણે આશ્ચર્યકારક કૃત્યો કર્યાં. BSB BSB: He worked wonders before their fathers in the land of Egypt, in the region of Zoan.
13 ULB તેમણે સમુદ્રના બે ભાગ કરીને તેઓને પાર બહાર લાવ્યા; તેમણે દીવાલની જેમ પાણીને સ્થિર રાખ્યાં. BSB BSB: He split the sea and brought them through; He set the waters upright like a wall.
14 ULB તે તેઓને દિવસે મેઘથી અને આખી રાત અગ્નિના પ્રકાશથી દોરતા. BSB BSB: He led them with a cloud by day and with a light of fire all night.
15 ULB તેમણે અરણ્યમાં ખડકને તોડીને અને ઊંડાણમાંથી વહેતું હોય તેમ પુષ્કળ પાણી તેઓને આપ્યું. BSB BSB: He split the rocks in the wilderness and gave them drink as abundant as the seas.
16 ULB તેમણે ખડકમાંથી પાણીની ધારો કાઢી અને વહેતી નદીની જેમ પ્રવાહ વહેવડાવ્યો. BSB BSB: He brought streams from the stone and made water flow down like rivers.
17 ULB તેમ છતાં તેઓએ તેમની વિરુદ્ધ પાપ કરવાનું ચાલુ જ રાખ્યું, અરણ્યમાં પરાત્પરની વિરુદ્ધ તેઓ બંડ કરતા રહ્યા. BSB BSB: But they continued to sin against Him, rebelling in the desert against the Most High.
18 ULB પોતાના ખાઉધરાપણાને વશ થઈને ખોરાક માગીને તેઓએ પોતાના હૃદયથી ઈશ્વરની પરીક્ષા કરી. BSB BSB: They willfully tested God by demanding the food they craved.
19 ULB તેઓ ઈશ્વરની વિરુદ્ધ બોલ્યા; તેઓએ કહ્યું, "શું અરણ્યમાં ઈશ્વર મેજ તૈયાર કરી શકે? BSB BSB: They spoke against God, saying, “Can God really prepare a table in the wilderness?
20 ULB જુઓ, જ્યારે તેમણે ખડકને લાકડી મારી, ત્યારે પાણી વહી આવ્યું અને પાણીનાં ઝરણાં વહેવા માંડ્યાં. પણ શું તે આપણને રોટલી આપી શકે છે? શું તે પોતાના લોકોને માટે માંસ પૂરું પાડી શકશે?" BSB BSB: When He struck the rock, water gushed out and torrents raged. But can He also give bread or supply His people with meat?”
21 ULB જ્યારે યહોવાહે આ સાંભળ્યું, ત્યારે તેઓ ગુસ્સે થયા; તેથી યાકૂબની વિરુદ્ધ તેમનો અગ્નિ ઊઠ્યો અને ઇઝરાયલ પર તેમનો કોપ ભભૂક્યો, BSB BSB: Therefore the LORD heard and was filled with wrath; so a fire was kindled against Jacob, and His anger flared against Israel,
22 ULB કારણ કે તેઓએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો નહિ અને તેમના દ્વારા મળતા ઉદ્ધાર પર ભરોસો રાખ્યો નહિ. BSB BSB: because they did not believe God or rely on His salvation.
23 ULB છતાં તેમણે વાદળાંને આજ્ઞા આપી અને આકાશના દ્વાર ખોલી નાખ્યાં. BSB BSB: Yet He commanded the clouds above and opened the doors of the heavens.
24 ULB તેઓના ખોરાક માટે માન્નાની વૃષ્ટિ કરી અને તેમણે સ્વર્ગમાંથી ધાન્ય આપ્યું. BSB BSB: He rained down manna for them to eat; He gave them grain from heaven.
25 ULB લોકોએ દૂતોનો ખોરાક ખાધો. અને તેઓ તૃપ્ત થયા ત્યાં સુધી તેમણે ભોજન આપ્યું. BSB BSB: Man ate the bread of angels; He sent them food in abundance.
26 ULB તેમણે આકાશમાં પૂર્વ તરફથી પવન ફુંકાવ્યો અને પોતાના સામર્થ્યથી દક્ષિણ તરફથી પવન ફુંકાવ્યો. BSB BSB: He stirred the east wind from the heavens and drove the south wind by His might.
27 ULB તેમણે ધૂળની જેમ માંસ અને સમુદ્રની રેતીની જેમ પીંછાવાળા પક્ષીઓ તેઓના પર વરસાવ્યાં. BSB BSB: He rained meat on them like dust, and winged birds like the sand of the sea.
28 ULB તેમણે તેઓની છાવણી મધ્યે અને તેઓના તંબુઓની ચારેબાજુએ તે પાડ્યાં. BSB BSB: He felled them in the midst of their camp, all around their dwellings.
29 ULB લોકો ધરાઈ રહ્યા ત્યાં સુધી ખાધું. તેઓના માગ્યા પ્રમાણે તેમણે આપ્યું. BSB BSB: So they ate and were well filled, for He gave them what they craved.
30 ULB પણ તેઓ તેમની ભૂખનું નિયંત્રણ કરી શક્યા નહિ; તેઓનો ખોરાક તેઓના મુખમાં જ હતો, BSB BSB: Yet before they had filled their desire, with the food still in their mouths,
31 ULB એટલામાં, ઈશ્વરનો કોપ તેઓ પર પ્રગટ્યો અને તેઓમાંના હુષ્ટપુષ્ટોને મારી નાખ્યા. તેમણે ઇઝરાયલના શ્રેષ્ઠ યુવાનોને મારી નાખ્યાં. BSB BSB: God’s anger flared against them, and He put to death their strongest and subdued the young men of Israel.
32 ULB આમ છતાં, તેઓ પાપ કરતા રહ્યા અને તેમના ચમત્કારો પર ભરોસો કર્યો નહિ. BSB BSB: In spite of all this, they kept on sinning; despite His wonderful works, they did not believe.
33 ULB માટે ઈશ્વરે તેઓના દિવસો વ્યર્થપણામાં સમાપ્ત કર્યા; અને તેઓનાં વર્ષોને ત્રાસથી ભર્યાં. BSB BSB: So He ended their days in futility, and their years in sudden terror.
34 ULB જ્યારે જ્યારે ઈશ્વરે તેઓને દુઃખી કર્યા, ત્યારે તેઓએ તેમને શોધ્યા અને તેઓ પાછા ફરીને આતુરતાથી તેમને શરણે આવ્યા. BSB BSB: When He slew them, they would seek Him; they repented and searched for God.
35 ULB તેઓએ યાદ કર્યુ કે ઈશ્વર તેઓના ખડક છે અને પરાત્પર ઈશ્વર તે જ તેઓના છોડાવનાર છે. BSB BSB: And they remembered that God was their Rock, that God Most High was their Redeemer.
36 ULB પણ તેઓએ પોતાના મુખે તેમની પ્રશંસા કરી અને પોતાની જીભે તેમની સમક્ષ જૂઠું બોલ્યા. BSB BSB: But they deceived Him with their mouths, and lied to Him with their tongues.
37 ULB કેમ કે તેઓનાં હૃદય તેમના પ્રત્યે વિશ્વાસુ નહોતાં અને તેઓ તેમના કરાર પ્રત્યે વફાદાર નહોતા. BSB BSB: Their hearts were disloyal to Him, and they were unfaithful to His covenant.
38 ULB તેમ છતાં તેમણે, દયા દર્શાવી, તેઓનાં પાપોની ક્ષમા આપી અને તેઓનો નાશ ન કર્યો. હા, ઘણીવાર તેમણે પોતાનો ક્રોધ સમાવી દીધો અને પોતાનો પૂરો કોપ પ્રગટ કર્યો નહિ. BSB BSB: And yet He was compassionate; He forgave their iniquity and did not destroy them. He often restrained His anger and did not unleash His full wrath.
39 ULB તેમણે સંભાર્યુ કે તેઓ દેહથી બનેલા છે એક ક્ષણમાં પસાર થતાં વાયુ જેવા છે. BSB BSB: He remembered that they were but flesh, a passing breeze that does not return.
40 ULB તેઓએ કેટલી વાર અરણ્યમાં તેમની વિરુદ્ધ બંડ કર્યું અને રાનમાં તેમને દુ:ખી કર્યા! BSB BSB: How often they disobeyed Him in the wilderness and grieved Him in the desert!
41 ULB વારંવાર તેઓએ ઈશ્વરની કસોટી કરી અને ઇઝરાયલના પવિત્રને દુ:ખી કર્યા. BSB BSB: Again and again they tested God and provoked the Holy One of Israel.
42 ULB તેઓ તેમનાં મહાન સામર્થ્યનો વિચાર કર્યો નહિ, તેમણે કેવી રીતે તેઓને શત્રુઓથી છોડાવ્યા, તે પણ યાદ કર્યું નહિ. BSB BSB: They did not remember His power—the day He redeemed them from the adversary,
43 ULB મિસરમાં તેમણે જે ચમત્કારિક ચિહ્નો અને સોઆનના મેદાનમાં આશ્ચર્યકર્મો કર્યા હતાં તે પણ ભૂલી ગયા. BSB BSB: when He performed His signs in Egypt and His wonders in the fields of Zoan.
44 ULB તેમણે તેઓની નદીઓને તથા તેઓના વહેળાઓને લોહી વહેતાં બનાવી દીધાં જેથી તેઓ તે ઝરણામાંથી પી શકે નહિ. BSB BSB: He turned their rivers to blood, and from their streams they could not drink.
45 ULB તેમણે મધમાખીઓનું મોટું ઝૂંડ મોકલ્યું, તે મધમાખીઓ તેઓને કરડી અને દેડકાંઓએ બધી વસ્તુઓનો નાશ કર્યો. BSB BSB: He sent swarms of flies that devoured them, and frogs that devastated them.
46 ULB તેઓની ફસલ તેમણે કાતરાઓને આપી અને તેઓની મહેનતનું ફળ તીડને આપી દીધું. BSB BSB: He gave their crops to the grasshopper, the fruit of their labor to the locust.
47 ULB તેમણે કરાથી તેઓની દ્રાક્ષવાડીઓ અને હિમથી તેઓનાં ગુલ્લરવૃક્ષોનો નાશ કર્યો હતો. BSB BSB: He killed their vines with hailstones and their sycamore-figs with sleet.
48 ULB તેમણે તેઓનાં જાનવર કરાને અને તેઓનાં ટોળાં વીજળીને સ્વાધીન કર્યા. BSB BSB: He abandoned their cattle to the hail and their livestock to bolts of lightning.
49 ULB તેમણે પોતાનો કોપ તેઓ પર પ્રગટ કર્યો, તેમણે રોષ, ગુસ્સો અને તિરસ્કાર તેઓની વિરુદ્ધ સંહારક દૂતોની માફક મોકલ્યા. BSB BSB: He unleashed His fury against them, wrath, indignation, and calamity—a band of destroying angels.
50 ULB તેમણે પોતાના કોપ માટે રસ્તો ખુલ્લો કર્યો; તેમણે મરણથી તેઓના પ્રાણ બચાવ્યા નહિ પણ તેઓના પર મરકી મોકલી. BSB BSB: He cleared a path for His anger; He did not spare them from death but delivered their lives to the plague.
51 ULB તેમણે મિસરમાં સર્વ પ્રથમજનિતને મારી નાખ્યા; હામના તંબુઓમાં તેઓના પ્રથમ પ્રથમજનિત નરબાળકોને માર્યા. BSB BSB: He struck all the firstborn of Egypt, the virility in the tents of Ham.
52 ULB તે પોતાના લોકોને ઘેટાંનાં ટોળાંની જેમ બહાર લાવ્યાં અને તેમણે અરણ્યમાં થઈને તેઓને ટોળાંની જેમ દોર્યા. BSB BSB: He led out His people like sheep and guided them like a flock in the wilderness.
53 ULB તેમણે તેઓને એવા સુરક્ષિત ચલાવ્યા કે તેઓ બીધા નહિ, પણ સમુદ્રના પાણી શત્રુઓ પર ફરી વળ્યાં. BSB BSB: He led them safely, so they did not fear, but the sea engulfed their enemies.
54 ULB અને તેમણે તેઓને તેની પવિત્ર ભૂમિમાં, એટલે તેમને જમણે હાથે ખરીદાયેલા આ પહાડી દેશમાં પોતાના લોકોને લાવ્યા. BSB BSB: He brought them to His holy land, to the mountain His right hand had acquired.
55 ULB તેમણે તેઓની આગળથી વિદેશીઓને કાઢી મૂક્યા અને જમીન માપીને ઇઝરાયલનાં કુળોને વારસાના ભાગ પાડી આપ્યા અને તેમને તેઓના તંબુઓમાં વસાવ્યા. BSB BSB: He drove out nations before them and apportioned their inheritance; He settled the tribes of Israel in their tents.
56 ULB તોપણ તેઓએ પરાત્પર ઈશ્વરની કસોટી કરવાનું તથા તેમની વિરુદ્ધ બંડ કરવાનું ચાલુ રાખ્યું અને તેમની આજ્ઞાઓ પાળી નહિ. BSB BSB: But they tested and disobeyed God Most High, for they did not keep His decrees.
57 ULB તેઓ તેમના પૂર્વજોની જેમ પાછા ફરી જઈને અવિશ્વાસુઓની જેમ વર્તવા લાગ્યા; વાંકા ધનુષ્યના બાણની જેમ તેઓ આડે રસ્તે ચઢ્યા. BSB BSB: They turned back and were faithless like their fathers, twisted like a faulty bow.
58 ULB કેમ કે તેઓએ પોતાનાં ઉચ્ચસ્થાનો બનાવીને અને પોતાની કોરેલી મૂર્તિઓ વડે તેમને ઈર્ષ્યા ઉત્પન્ન કર્યો. BSB BSB: They enraged Him with their high places and provoked His jealousy with their idols.
59 ULB જ્યારે ઈશ્વરે એ સાંભળ્યું, ત્યારે તે ગુસ્સે થયા અને ઇઝરાયલનો પૂરેપૂરો નકાર કર્યો. BSB BSB: On hearing it, God was furious and rejected Israel completely.
60 ULB તેથી તેમણે શીલોહ નગરનો માંડવો એટલે જે તંબુ તેમણે માણસોમાં ઊભો કર્યો હતો, તેનો ત્યાગ કર્યો. BSB BSB: He abandoned the tabernacle of Shiloh, the tent He had pitched among men.
61 ULB તેમણે પોતાનું સામર્થ્ય બંધનમાં અને પોતાનું ગૌરવ શત્રુના હાથમાં સોંપ્યા. BSB BSB: He delivered His strength to captivity, and His splendor to the hand of the adversary.
62 ULB તેમણે પોતાના લોકોને તલવારને સ્વાધીન કર્યા અને પોતાના વારસા પર તે કોપાયમાન થયા. BSB BSB: He surrendered His people to the sword because He was enraged by His heritage.
63 ULB તેઓના યુવાનો અગ્નિથી નાશ પામ્યા અને તેઓની કન્યાઓના લગ્નમાં ગીત ગાવામાં આવ્યાં નહિ. BSB BSB: Fire consumed His young men, and their maidens were left without wedding songs.
64 ULB તેઓના યાજકો તલવારથી માર્યા ગયા અને તેઓની વિધવાઓએ કંઈ રુદન કર્યું નહિ. BSB BSB: His priests fell by the sword, but their widows could not lament.
65 ULB જેમ કોઈ ઊંઘમાંથી જાગે, તેમ, દ્રાક્ષારસના કેફથી શૂરવીર પુરુષની જેમ પ્રભુ ઊઠ્યા. BSB BSB: Then the Lord awoke as from sleep, like a mighty warrior overcome by wine.
66 ULB તેમણે પાછળથી પોતાના શત્રુઓને માર્યા; તેમણે તેઓને સદાને માટે શરમિંદા કર્યા. BSB BSB: He beat back His foes; He put them to everlasting shame.
67 ULB તેમણે યૂસફના તંબુનો નકાર કર્યો અને એફ્રાઇમના કુળનો સ્વીકાર કર્યો નહિ. BSB BSB: He rejected the tent of Joseph and refused the tribe of Ephraim.
68 ULB તેમણે યહૂદાના કુળને અને પોતાના પ્રિય સિયોન પર્વતને, પસંદ કર્યા. BSB BSB: But He chose the tribe of Judah, Mount Zion, which He loved.
69 ULB તેમણે પર્વત જેવું ઉન્નત અને સદા માટે સ્થાપન કરેલી પૃથ્વી જેવું અચળ પોતાનું પવિત્રસ્થાન બાંધ્યું. BSB BSB: He built His sanctuary like the heights, like the earth He has established forever.
70 ULB તેમણે વાડામાંથી ઘેટાંની સંભાળ રાખનાર દાઉદને પોતાના સેવક તરીકે પસંદ કર્યો. BSB BSB: He chose David His servant and took him from the sheepfolds;
71 ULB દૂઝણી ઘેટીઓની પાછળ ફરતો હતો, ત્યાંથી તેમના લોકો યાકૂબના સંતાનનું તથા તેમના વારસા ઇઝરાયલનું પાલન કરવા તે તેને લાવ્યા. BSB BSB: from tending the ewes He brought him to be shepherd of His people Jacob, of Israel His inheritance.
72 ULB દાઉદે તેમને શુદ્ધ હૃદયથી અને કૌશલ્યસભર શાણપણથી દોર્યા. BSB BSB: So David shepherded them with integrity of heart and guided them with skillful hands.
Select verses for actions: Enter goes to them and Escape comes back.