1 ULB હે યહોવાહ, મારો ઉદ્ધારકરનાર ઈશ્વર, મેં રાતદિવસ તમારી આગળ વિનંતી કરી છે. BSB BSB: A song. A Psalm of the sons of Korah. For the choirmaster. According to Mahalath Leannoth. A Maskil of Heman the Ezrahite. O LORD, the God of my salvation, day and night I cry out before You.
2 ULB મારી પ્રાર્થના સાંભળો; મારા પોકાર પર ધ્યાન આપો. BSB BSB: May my prayer come before You; incline Your ear to my cry.
3 ULB કારણ કે મારો જીવ ઘણો દુઃખી છે અને મારો પ્રાણ શેઓલ તરફ ખેંચાઈ જાય છે. BSB BSB: For my soul is full of troubles, and my life draws near to Sheol.
4 ULB કબરમાં ઊતરનાર ભેગો હું ગણાયેલો છું; હું નિરાધાર માણસના જેવો છું. BSB BSB: I am counted among those descending to the Pit. I am like a man without strength.
5 ULB મને તજીને મૃત્યુ પામેલાઓની સાથે ગણી લીધો છે; મારી નંખાયેલા, કબરમાં સૂતેલા કે, જેઓનું તમે સ્મરણ કરતા નથી, જેઓ તમારા હાથથી દૂર થયેલા છે, તેમના જેવો હું છું. BSB BSB: I am forsaken among the dead, like the slain who lie in the grave, whom You remember no more, who are cut off from Your care.
6 ULB તમે મને છેક નીચલા ખાડામાં ધકેલી દીધો છે, તે સ્થળો અંધકારથી ભરેલાં અને ઊંડાં છે. BSB BSB: You have laid me in the lowest Pit, in the darkest of the depths.
7 ULB મારા પર તમારો કોપ અતિ ભારે છે અને તમારાં સર્વ મોજાં મારા પર ફરી વળ્યાં છે. BSB BSB: Your wrath weighs heavily upon me; all Your waves have submerged me. Selah
8 ULB કેમ કે તમે મારા ઓળખીતાઓને મારી પાસેથી દૂર કર્યા છે. તેઓ મારાથી આંચકો પામે એવો તમે મને કર્યો છે. હું ફાંદામાં ફસાઈ ગયો છું અને તેમાંથી બહાર નીકળી શકતો નથી. BSB BSB: You have removed my friends from me; You have made me repulsive to them; I am confined and cannot escape.
9 ULB દુ:ખને લીધે મારી આંખો ક્ષીણ થાય છે; હે યહોવાહ, મેં દરરોજ તમને અરજ કરી છે; તમારી સંમુખ મેં મારા હાથ જોડ્યા છે. BSB BSB: My eyes grow dim with grief. I call to You daily, O LORD; I spread out my hands to You.
10 ULB શું તમે મરણ પામેલાઓને ચમત્કાર બતાવશો? શું મરણ પામેલા ઊઠીને તમારી આભારસ્તુતિ કરશે? સેલાહ BSB BSB: Do You work wonders for the dead? Do departed spirits rise up to praise You? Selah
11 ULB શું કબરમાં તમારી કૃપા કે, વિનાશમાં તમારું વિશ્વાસપણું જાહેર કરવામાં આવશે? BSB BSB: Can Your loving devotion be proclaimed in the grave, Your faithfulness in Abaddon?
12 ULB શું અંધકારમાં તમારાં આશ્ચર્યકારક કૃત્યો અને વિસ્મરણના દેશમાં તમારા ન્યાયીપણાનાં કૃત્યો વિષે જણાવવામાં આવશે? BSB BSB: Will Your wonders be known in the darkness, or Your righteousness in the land of oblivion?
13 ULB પણ, હે યહોવાહ, હું પોકાર કરીશ; સવારે મારી પ્રાર્થના તમારી સમક્ષ આવશે. BSB BSB: But to You, O LORD, I cry for help; in the morning my prayer comes before You.
14 ULB હે યહોવાહ, તમે મને કેમ તજી દીધો છે? શા માટે તમે તમારું મુખ મારાથી ફેરવો છો? BSB BSB: Why, O LORD, do You reject me? Why do You hide Your face from me?
15 ULB મારી યુવાવસ્થાથી મારા પર દુ:ખ આવી પડ્યાં છે અને હું મરણતોલ થઈ ગયો છું. તમારો ત્રાસ વેઠતાં હું ગભરાઈ ગયો, હું કંઈ કરી શકતો નથી. BSB BSB: From my youth I was afflicted and near death. I have borne Your terrors; I am in despair.
16 ULB તમારો ઉગ્ર કોપ મારા પર આવી પડ્યો છે અને તમારા ત્રાસે મારો નાશ કર્યો છે. BSB BSB: Your wrath has swept over me; Your terrors have destroyed me.
17 ULB તેઓએ પાણીની જેમ દરરોજ મને ઘેર્યો છે; તેઓ ભેગા થઈને મારી આસપાસ ફરી વળ્યા છે. BSB BSB: All day long they engulf me like water; they enclose me on every side.
18 ULB તમે મારા મિત્રોને અને સંબંધીઓને મારાથી દૂર કર્યા છે. મારા સંબંધીઓમાં હવે તો અંધકાર જ રહ્યો છે. BSB BSB: You have removed my beloved and my friend; darkness is my closest companion.
Select verses for actions: Enter goes to them and Escape comes back.