2 ULB સર્વ પ્રકારે ઘણાં લાભ છે. પ્રથમ તો એકે, ઈશ્વરનાં વચનો તેઓને સોંપવામાં આવ્યાં હતાં. BSB BSB: Much in every way. First of all, they have been entrusted with the very words of God.
3 ULB અને જો કેટલાક અવિશ્વાસી હતા તો શું? તેઓનો અવિશ્વાસ શું ઈશ્વરના વિશ્વાસુપણાને નિરર્થક કરે? BSB BSB: What if some did not have faith? Will their lack of faith nullify God’s faithfulness?
4 ULB ના, એવું ન થાય; હા, દરેક મનુષ્ય જૂઠું ઠરે તોપણ ઈશ્વર સાચા ઠરો; જેમ લખેલું છે કે, ‘તમે પોતાનાં વચનોમાં ન્યાયી ઠરો, અને તમારો ન્યાય કરવામાં આવે ત્યારે તમારો વિજય થાય.’” BSB BSB: Certainly not! Let God be true and every man a liar. As it is written: “So that You may be proved right when You speak and victorious when You judge.”
5 ULB પણ જો આપણું અન્યાયીપણું ઈશ્વરના ન્યાયીપણાને સ્થાપિત કરે છે, તો આપણે શું કહીએ? જે આપણા પર ક્રોધ લાવે છે તે ઈશ્વર અન્યાયી છે શું? હું મનુષ્યની રીત પ્રમાણે બોલું છું. BSB BSB: But if our unrighteousness highlights the righteousness of God, what shall we say? That God is unjust to inflict His wrath on us? I am speaking in human terms.
6 ULB ના, એવું ન થાઓ; કેમ કે જો એમ હોય તો ઈશ્વર માનવજગતનો ન્યાય કેવી રીતે કરે? BSB BSB: Certainly not! In that case, how could God judge the world?
7 ULB પણ જો મારા અસત્યથી ઈશ્વરનું સત્ય તેમના મહિમાને અર્થે વધારે પ્રગટ થયું, તો હજુ સુધી અપરાધી તરીકે મારો ન્યાય કેમ કરવામાં આવે છે? BSB BSB: However, if my falsehood accentuates God’s truthfulness, to the increase of His glory, why am I still condemned as a sinner?
8 ULB અને અમારી નિંદા કરનારા કેટલાક અમારા વિષે કહે છે કે, ‘તેઓનું બોલવું એવું છે કે, સારું થાય માટે આપણે દુષ્ટતા આચરીએ, એવું કેમ ન કરીએ?’ તેઓને કરાયેલી શિક્ષા ઉચિત છે. BSB BSB: Why not say, as some slanderously claim that we say, “Let us do evil that good may result”? Their condemnation is deserved!
9 ULB તો પછી શું? આપણે તેઓના કરતાં સારા છીએ? ના તદ્દન નહિ. કારણ કે આપણે અગાઉ યહૂદીઓ તથા ગ્રીકો પર દોષ મૂક્યો કે તેઓ સઘળા પાપને આધીન છે. BSB BSB: What then? Are we any better? Not at all. For we have already made the charge that Jews and Greeks alike are all under sin.
10 ULB જેમ શાસ્ત્રમાં લખેલું છે તેમ કે; ‘કોઈ ન્યાયી નથી, એક પણ નથી; BSB BSB: As it is written: “There is no one righteous, not even one.
11 ULB સમજનાર અને ઈશ્વરને શોધનાર કોઈ નથી; BSB BSB: There is no one who understands, no one who seeks God.
12 ULB તેઓ સર્વ ભટકી ગયા છે, તેઓ બધા નકામા થયા છે; સારું કામ કરનાર કોઈ નથી, ના, એક પણ નથી BSB BSB: All have turned away, they have together become worthless; there is no one who does good, not even one.”
13 ULB તેઓનું ગળું ઉઘાડી કબર જેવું છે; પોતાની જીભથી તેઓએ કપટ કર્યું છે; તેઓના હોઠોમાં સાપનું ઝેર છે! BSB BSB: “Their throats are open graves; their tongues practice deceit.” “The venom of vipers is on their lips.”
14 ULB તેઓનું મોં શ્રાપથી તથા કડવાશથી ભરેલું છે; BSB BSB: “Their mouths are full of cursing and bitterness.”
15 ULB તેઓના પગ લોહી વહેવડાવવા માટે ઉતાવળા છે; BSB BSB: “Their feet are swift to shed blood;
16 ULB તેઓના માર્ગોમાં વિનાશ તથા વિપત્તિ છે; BSB BSB: ruin and misery lie in their wake,
17 ULB શાંતિનો માર્ગ તેઓએ જાણ્યો નથી BSB BSB: and the way of peace they have not known.”
18 ULB તેઓની આંખ આગળ ઈશ્વરનું ભય નથી.’” BSB BSB: “There is no fear of God before their eyes.”
19 ULB હવે આપણે જાણીએ છીએ કે જેઓ નિયમશાસ્ત્રને આધીન છે, તેઓને નિયમશાસ્ત્ર કહે છે, જેથી દરેક મોં બંધ થાય, અને આખું માનવજગત ઈશ્વરની આગળ દોષિત ઠરે. BSB BSB: Now we know that whatever the law says, it says to those who are under the law, so that every mouth may be silenced and the whole world held accountable to God.
20 ULB કેમ કે તેની આગળ કોઈ મનુષ્ય નિયમશાસ્ત્રની કરણીઓથી ન્યાયી ઠરશે નહિ, કેમ કે નિયમ દ્વારા તો પાપ વિષે સમજ પડે છે. BSB BSB: Therefore no one will be justified in His sight by works of the law. For the law merely brings awareness of sin.
22 ULB એટલે ઈશ્વરનું ન્યાયીપણું, જે ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસદ્વારા સર્વ વિશ્વાસ કરનારાઓને માટે છે તે; કેમ કે એમાં કંઈ પણ તફાવત નથી. BSB BSB: And this righteousness from God comes through faith in Jesus Christ to all who believe. There is no distinction,
24 ULB પણ ખ્રિસ્ત ઈસુમાં જે ઉદ્ધાર છે, તેમની મારફતે ઈશ્વરની કૃપાએ તેઓ વિનામૂલ્યે ન્યાયી ગણાય છે. BSB BSB: and are justified freely by His grace through the redemption that is in Christ Jesus.
26 ULB એટલે કે વર્તમાન સમયમાં તે ઈશ્વરની ધીરજમાં પોતાનું ન્યાયીપણું પ્રદર્શિત કરે, જેથી પોતે ન્યાયી રહીને ઈસુ પર વિશ્વાસ રાખનારને ન્યાયી ઠરાવનાર થાય. BSB BSB: He did this to demonstrate His righteousness at the present time, so as to be just and to justify the one who has faith in Jesus.
29 ULB નહિ તો શું ઈશ્વર કેવળ યહૂદીઓના જ છે? શું બિનયહૂદીઓના પણ નથી? હા, બિનયહૂદીઓના પણ છે; BSB BSB: Is God the God of Jews only? Is He not the God of Gentiles too? Yes, of Gentiles too,
30 ULB કારણ કે ઈશ્વર એક જ છે કે તે સુન્નતીને અને બેસુન્નતીને પણ વિશ્વાસદ્વારા ન્યાયી ઠરાવશે. BSB BSB: since there is only one God, who will justify the circumcised by faith and the uncircumcised through that same faith.
Select verses for actions: Enter goes to them and Escape comes back.