1 UDB જો હું લોકોને આશ્ચર્ય પમાડવા અને હું જેની ઇચ્છા રાખું છું તે કરાવવા સમજાવી શકું તે રીતે બોલું, અથવા જો હું દૂતોની ભાષા બોલું, પરંતુ જો હું લોકોને પ્રેમ ન કરું, તો મારી સર્વ વાતો રણકાર કરનાર પિત્તળ અથવા માત્ર ઝમકાર કરનાર ઝાંઝના જેવી નકામી થશે. BSB BSB: If I speak in the tongues of men and of angels, but have not love, I am only a ringing gong or a clanging cymbal.
2 UDB જો હું ઈશ્વર માટે સંદેશા પ્રગટ કરું, જો હું ઈશ્વર વિષેનાં ગુપ્ત સત્યો સમજાવી શકું અને જો હું ઈશ્વર પર એટલો બધો વિશ્વાસ કરું કે હું પર્વતને ખસેડી શકું, પરંતુ જો હું લોકોને પ્રેમ ન કરું, તો કશી જ કિંમત નથી. BSB BSB: If I have the gift of prophecy and can fathom all mysteries and all knowledge, and if I have absolute faith so as to move mountains, but have not love, I am nothing.
3 UDB મારું જે છે તેને જો હું ગરીબોના પોષણ માટે આપી દઉં, અથવા જો હું કોઈને બચાવવા મારી જાતને અગ્નિમાં નાખીને મારું બલિદાન આપું, પરંતુ જો હું લોકોને પ્રેમ ન કરું, તો મને કશું જ પ્રાપ્ત થશે નહીં. BSB BSB: If I give all I possess to the poor and exult in the surrender of my body, but have not love, I gain nothing.
4 UDB જો તમે બીજાઓને ખરેખર પ્રેમ કરો છો, તો તમે આનંદથી મુશ્કેલીઓ સહન કરશો. જો તમે ખરેખર પ્રેમ કરો છો, તો તમે બીજાઓ પ્રત્યે માયાળુ બનશો. જો તમે ખરેખર પ્રેમ કરો છો, તો જે બીજાઓ પાસે છે અને તમારી પાસે નથી તેને લીધે તમને દુઃખ થશે નહીં. જો તમે બીજાઓને ખરેખર પ્રેમ કરો છો, તો તમે પોતાને વિષે બડાઈ અથવા ગર્વ નહીં કરો. BSB BSB: Love is patient, love is kind. It does not envy, it does not boast, it is not proud.
5 UDB જો તમે બીજાઓને ખરેખર પ્રેમ કરો છો, તો તમે તેઓનો દુરુપયોગ નહીં કરો. તમે માત્ર પોતાને ખુશ કરવા નહિ જીવો. કોઈ પણ તમને જલદીથી ગુસ્સે કરી શકશે નહીં. લોકોએ તમારી સાથે જે ખોટી બાબતો કરી છે તેનો તમે હિસાબ રાખશો નહીં. BSB BSB: It is not rude, it is not self-seeking, it is not easily angered, it keeps no account of wrongs.
6 UDB જો તમે બીજાઓને ખરેખર પ્રેમ કરો છો, તો જ્યારે કોઈ દુષ્ટ બાબતો કરશે ત્યારે તમે આનંદિત થશો નહિ; તેના બદલે, જ્યારે લોકો ઈશ્વરને વિશ્વાસુ રહે ત્યારે તમે આનંદિત થશો. BSB BSB: Love takes no pleasure in evil, but rejoices in the truth.
7 UDB જો તમે બીજાઓને ખરેખર પ્રેમ કરો છો, તો જે સર્વ થાય તેને તમે સહન કરશો. તમે વિશ્વાસ કરશો કે ઈશ્વર લોકો માટે શ્રેષ્ઠ બાબત કરશે. જે કંઈ પણ થાય તેની પરવા કર્યા વગર તમે ઈશ્વર પર વિશ્વાસ રાખશો. જે મુશ્કેલીઓ તમે વેઠો છો તેની પરવા કર્યા વગર પ્રેમને કારણે તમે ઈશ્વરને આધીન રહેશો. BSB BSB: It bears all things, believes all things, hopes all things, endures all things.
8 UDB જો તમે ખરેખર પ્રેમ કરો છો, તો તમે પ્રેમ કરવાનું બંધ કરશો નહીં. જેઓ ઈશ્વરનો સંદેશો કહેવા, અજ્ઞાત ભાષાઓ બોલવા, અથવા ગુપ્ત સત્યો જાણવા સમર્થ છે, તેઓ આ સર્વ બાબતો થોડા સમય માટે જ કરશે. એક દિવસે તેઓ આ બાબતો કરતા બંધ થશે. BSB BSB: Love never fails. But where there are prophecies, they will cease; where there are tongues, they will be restrained; where there is knowledge, it will be dismissed.
9 UDB હવે, આ જીવનમાં, જે કંઈ જાણવા જેવું છે તેનો થોડો જ ભાગ આપણે જાણીએ છીએ. જેઓ ઈશ્વરનો સંદેશ જાહેર કરે છે તેઓ આંશિક રીતે જ તે જાહેર કરે છે. BSB BSB: For we know in part and we prophesy in part,
10 UDB પરંતુ જ્યારે બાબતો સંપૂર્ણ થશે, ત્યારે જે સર્વ આંશિક અથવા અપૂર્ણ છે તે સંપૂર્ણ થશે. BSB BSB: but when the perfect comes, the partial passes away.
11 UDB જ્યારે હું નાનો બાળક હતો, ત્યારે જેમ બાળક વાત કરે તેની માફક હું વાત કરતો હતો, અને જેમ બાળક નિર્ણય લે તેમ હું નિર્ણય લેતો હતો. પરંતુ જ્યારે હું પુખ્ત થયો, ત્યારે મેં બાળકની જેમ વર્તવાનું બંધ કર્યું, અને હું પુખ્તની જેમ વર્તવા લાગ્યો. BSB BSB: When I was a child, I talked like a child, I thought like a child, I reasoned like a child. When I became a man, I set aside childish ways.
12 UDB ખ્રિસ્ત વિષે જે બાબતો આપણે હમણાં સમજીએ છીએ, તેને આપણે બહુ જ અપૂર્ણપણે, અયોગ્ય રીતે સમજીએ છીએ. પરંતુ જ્યારે ખ્રિસ્ત પાછા આવશે, ત્યારે આપણે તેમને રૂબરૂ જોઈશું. જે સત્ય છે તેનો અમુક જ ભાગ હમણાં આપણે જાણીએ છીએ. પરંતુ પછી જેમ તેઓ આપણને સંપૂર્ણપણે જાણે છે તેમ આપણે પણ તેમને સંપૂર્ણપણે જાણીશું. BSB BSB: Now we see but a dim reflection as in a mirror; then we shall see face to face. Now I know in part; then I shall know fully, even as I am fully known.
13 UDB હમણાં આપણે ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીએ તે અગત્યનું છે. જે પ્રમાણે તેમણે વચન આપ્યું છે તે પ્રમાણે તેઓ આપણા માટે બધી જ બાબતો કરશે તે વિષે આપણે ખાતરી રાખીએ તે અગત્યનું છે. અને આપણે તેમને અને એકબીજાને પ્રેમ કરીએ તે પણ આવશ્યક છે. પરંતુ આ ત્રણેય બાબતોમાં મહાન તો પ્રેમ છે. BSB BSB: And now these three remain: faith, hope, and love; but the greatest of these is love.
Select verses for actions: Enter goes to them and Escape comes back.