1 UDB બીજાઓને પ્રેમ કરવા માટે તથા તમારા સાથી વિશ્વાસીઓને વધુ બળવાન બનાવતાં કૃપાદાનો માટે સખત પ્રયત્ન કરો. ખાસ કરીને ઈશ્વર તમને પોતાનો જે સંદેશ બીજાઓને કહેવા આપે તેની ઘોષણા માટે શક્તિમાન બનવા સખત મહેનત કરો. BSB BSB: Earnestly pursue love and eagerly desire spiritual gifts, especially the gift of prophecy.
2 UDB જ્યારે વ્યક્તિ પવિત્ર આત્મા દ્વારા આપવામાં આવેલી ભાષા બોલે, ત્યારે તે લોકો સાથે વાત નથી કરતી, કારણ કે કોઈ તેને સમજી શકતું નથી, પરંતુ તે ઈશ્વર સાથે વાત કરે છે. જેમ પવિત્ર આત્મા તેને દોરે તેમ તે ઈશ્વરને તે બાબતો કહે છે. BSB BSB: For he who speaks in a tongue does not speak to men, but to God. Indeed, no one understands him; he utters mysteries in the Spirit.
3 UDB વળી બીજી બાજુ, જ્યારે પ્રબોધક ઈશ્વર પાસેથી આવેલો સંદેશો જાહેર કરે છે ત્યારે તે લોકો સાથે વાત કરે છે. તે તેઓને બળવાન થવા તેઓને મદદ કરવા, દૃઢ રહેવામાં મદદ કરે તથા તેઓને દિલાસો આપવાના હેતુથી આમ કરે છે કે જેથી તેઓ મુશ્કેલીઓમાં પણ ખુશ રહે. BSB BSB: But he who prophesies speaks to men for their edification, encouragement, and comfort.
4 UDB જે વ્યક્તિ પવિત્ર આત્મા દ્વારા બોલાયેલી ભાષા બોલે છે તે પોતાની જ ઉન્નતિ કરે છે અને પોતાને જ મદદ કરે છે, પરંતુ જે વ્યક્તિ ઈશ્વરનો સંદેશ જાહેર કરે છે તે સર્વની ઉન્નતિ કરે છે અને મંડળીમાંના સર્વને વિશ્વાસમાં દૃઢ થવા મદદ કરે છે. BSB BSB: The one who speaks in a tongue edifies himself, but the one who prophesies edifies the church.
5 UDB હવે હું આશા રાખું છું કે તમે સર્વ તે ભાષાઓમાં બોલો, પરંતુ સમગ્ર મંડળી માટે તે વધારે સારું હશે જો તમારામાંના વધુને વધુ વ્યક્તિઓ પાસે ઈશ્વરનો સંદેશ કહેવાનું દાન હોય. કોઈ પણ જે ઈશ્વર તરફનો સંદેશ કહે તે પોતાના સાથી વિશ્વાસીને દૃઢ કરે છે. આ કારણથી, જ્યાં બીજી અન્ય ભાષાઓનું અર્થઘટન કરવા માટે કોઈ સક્ષમ ન હોય ત્યાં તે ભાષાઓમાં સંદેશ જાહેર કરનાર કરતાં તે ઈશ્વરનો સંદેશ કહેનાર વ્યક્તિ વધારે અગત્યનું કામ કરે છે. BSB BSB: I wish that all of you could speak in tongues, but I would rather have you prophesy. He who prophesies is greater than one who speaks in tongues, unless he interprets so that the church may be edified.
6 UDB જો હું તમારી પાસે આવું અને પવિત્ર આત્માએ આપેલી ભાષાઓમાં જ બોલું, તો તે તમને કેવી રીતે મદદ કરશે? જ્યાં સુધી હું તમારી સાથે બોલું અને તમારાથી જે બાબતો ગુપ્ત હતી તે તમને જાણવા મદદ ન કરું, અથવા જ્યાં સુધી જે વાસ્તવિકતાઓ તમે જાણતા નથી તે સમજવા હું તમને મદદ ન કરું, અથવા જ્યાં સુધી અગાઉ કદી ન સાંભળેલો સંદેશ હું તમને જાહેર ન કરું, અથવા જ્યાં સુધી હું તમને અગાઉ કદી ન શીખેલા કેટલાંક નિયમો ન શીખવું, ત્યાં સુધી તે તમને મદદ કરી શકશે નહિ. BSB BSB: Now, brothers, if I come to you speaking in tongues, how will I benefit you, unless I bring you some revelation or knowledge or prophecy or teaching?
7 UDB જો કોઈ વાંસળી કે વીણા વગાડતો હોય (તેઓ સજીવ વસ્તુઓ નથી), અને જો વાંસળી અથવા વીણાના સૂર એકબીજાથી અલગ ન હોય, તો કોઈ કહી ન શકે કે હું કયો સૂર વગાડતો હતો. BSB BSB: Even in the case of lifeless instruments, such as the flute or harp, how will anyone recognize the tune they are playing unless the notes are distinct?
8 UDB અને જો સૈનિક રણશિંગડાને નબળી રીતે વગાડે, તો સૈન્ય તે જાણી શકે નહીં કે તેઓએ યુદ્ધ માટે તૈયાર થવું કે નહીં. BSB BSB: Again, if the trumpet sounds a muffled call, who will prepare for battle?
9 UDB આ તો તેના જેવું છે કે જ્યારે તમે શબ્દો બોલો પણ કોઈ પણ તેને સમજી ન શકે: તમે શું કહ્યું તે કોઈ જાણશે નહીં. BSB BSB: So it is with you. Unless you speak intelligible words with your tongue, how will anyone know what you are saying? You will just be speaking into the air.
10 UDB દુનિયામાં સાચે જ ઘણી ભાષાઓ છે, અને જેઓ તેને સમજી શકે છે તેઓ સર્વને તે અર્થપૂર્ણ છે. BSB BSB: Assuredly, there are many different languages in the world, yet none of them is without meaning.
11 UDB પરંતુ જો હું કોઈની ભાષા સમજી શકું નહીં, તો અમે બંને પરસ્પર એકબીજા માટે પરદેશીઓ જેવા થઈશું. BSB BSB: If, then, I do not know the meaning of someone’s language, I am a foreigner to the speaker, and he is a foreigner to me.
12 UDB તમે ઘણી ઇચ્છા રાખો છો કે પવિત્ર આત્મા તમારામાં કાર્ય કરે, તે કારણે મંડળીમાંના વિશ્વાસીઓને ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા અને તેમને આધીન થવા માટે મદદરૂપ બનવા પ્રયત્ન કરો. BSB BSB: It is the same with you. Since you are eager to have spiritual gifts, strive to excel in gifts that build up the church.
13 UDB તે કારણે, પ્રાર્થના કરો કે ઈશ્વરે આપેલી ભાષામાં તમે જે બોલો છો તેનું અર્થઘટન કરવા ઈશ્વર તમને શક્તિમાન કરે. BSB BSB: Therefore, the one who speaks in a tongue should pray that he may interpret.
14 UDB જો કોઈ તેવી ભાષામાં પ્રાર્થના કરે, તો તેનું મન નહીં, પરંતુ તેનો આત્મા ચોક્કસપણે પ્રાર્થના કરે છે. BSB BSB: For if I pray in a tongue, my spirit prays, but my mind is unfruitful.
15 UDB તેથી, આપણે આપણા આત્મા અને આપણા મનથી પણ પ્રાર્થના કરવી જોઈએ. અને જો આપણે ઈશ્વરની સ્તુતિ માટે ગાઈએ તો તે પણ તેના જેવું જ હોય. BSB BSB: What then shall I do? I will pray with my spirit, but I will also pray with my mind. I will sing with my spirit, but I will also sing with my mind.
16 UDB જો તમે માત્ર તમારા આત્મામાં જ ઈશ્વરની સ્તુતિ કરવાની ઇચ્છા રાખો, તો તમે જે બોલો છો તે બહારની વ્યક્તિ કદી સમજી નહીં શકે, અને સંદેશ સાથે કદી સહમત નહીં થાય. BSB BSB: Otherwise, if you speak a blessing in spirit, how can someone who is uninstructed say “Amen” to your thanksgiving, since he does not know what you are saying?
17 UDB કેમ કે જો તમે તમારા આત્મામાં આભાર માનો, તો તે તમારા માટે સારું અને યોગ્ય છે, પરંતુ તે દ્વારા તમે બીજા વિશ્વાસીઓને મદદ કરતા નથી. BSB BSB: You may be giving thanks well enough, but the other one is not edified.
18 UDB હું ઈશ્વરનો આભાર માનું છું કે તમારામાંના કોઈ બોલે તે કરતાં વધારે ભાષાઓમાં હું બોલું છું. BSB BSB: I thank God that I speak in tongues more than all of you.
19 UDB પરંતુ મંડળીમાં તો અન્ય ભાષામાં દસ હજાર શબ્દો બોલવા કરતાં, બીજાઓને શીખવી શકું તેવા માત્ર પાંચ શબ્દો જ હું બોલીશ. BSB BSB: But in the church, I would rather speak five coherent words to instruct others than ten thousand words in a tongue.
20 UDB ભાઈઓ અને બહેનો, તમારે પુખ્ત વ્યક્તિની જેમ વિચારવું જોઈએ. પરંતુ જ્યારે તમે દુષ્ટ બાબતો વિષે વિચારો, ત્યારે તમારે બાળકની જેમ વિચારવું જોઈએ. તમારું વિચારવું યોગ્ય હોવું જોઈએ. BSB BSB: Brothers, stop thinking like children. In regard to evil be infants, but in your thinking be mature.
21 UDB નિયમમાં લખેલું છે કે ઈશ્વર કહે છે, "હું મારા ઇઝરાયલ લોક સાથે પરદેશીઓ દ્વારા એટલે કે જેઓ અજ્ઞાત ભાષા બોલે છે તેમના દ્વારા વાત કરીશ; પરંતુ મારા લોકો હજુ પણ મને સમજી શકશે નહીં." BSB BSB: It is written in the Law: “By strange tongues and foreign lips I will speak to this people, but even then they will not listen to Me, says the Lord.”
22 UDB તેથી જો વિશ્વાસી વ્યક્તિ ઈશ્વરે આપેલી ભાષામાં બોલે, તો જે અવિશ્વાસીઓ તે સાંભળે છે તેઓ પ્રભાવિત થશે. પરંતુ જો વિશ્વાસી વ્યક્તિ ઈશ્વરથી મળેલો સંદેશ બોલશે, તો તેનાથી બીજા વિશ્વાસીઓ પ્રભાવિત થશે. BSB BSB: Tongues, then, are a sign, not for believers, but for unbelievers. Prophecy, however, is for believers, not for unbelievers.
23 UDB જો સર્વ વિશ્વાસીઓ ભેગા થાય અને અલગ અલગ ભાષાઓમાં બોલવા લાગે તો તે કેટલું ગૂંચવણભર્યું થાય તે તમે સમજી શકો છો. જો કોઈ અવિશ્વાસી તેઓને સાંભળે તો તે તેઓ સર્વને ઘેલા કહેશે. BSB BSB: So if the whole church comes together and everyone speaks in tongues, and some who are uninstructed or some unbelievers come in, will they not say that you are out of your minds?
24 UDB પરંતુ જો તમે સર્વ વારાફરતી ઈશ્વરનો ખરો સંદેશ કહો, તો કોઈ પણ અવિશ્વાસીને ભાન થશે કે તે ઈશ્વર વિરુદ્ધ પાપ કરવાને લીધે દોષિત છે. BSB BSB: But if an unbeliever or uninstructed person comes in while everyone is prophesying, he will be convicted and called to account by all,
25 UDB આ અવિશ્વાસી તેની અંતઃકરણના ઊંડાણમાં જે છે તે વિષે જાગૃત થશે. તે આશ્ચર્ય અને ભયમાં ભૂમિ સુધી નમીને, ઈશ્વરની સ્તુતિ કરશે અને કહેશે કે ખરેખર ઈશ્વર તમારી સાથે છે. BSB BSB: and the secrets of his heart will be made known. So he will fall facedown and worship God, proclaiming, “God is truly among you!”
26 UDB ભાઈઓ અને બહેનો, જ્યારે તમે ભેગા મળીને ઈશ્વરની સ્તુતિ કરો ત્યારે તે આ રીતે થવું જોઈએ. તમારામાંના દરેકે ગાવા માટે ગીત, અથવા શીખવવા માટે શાસ્ત્રવચનમાંથી કોઈ બાબત, અથવા ઈશ્વરે તમને કહેલી કોઈ બાબત, અથવા ઈશ્વરે તમને આપેલી ભાષામાં સંદેશ, અથવા તેવા સંદેશનું અર્થધટન સાથે આવવું. તમે ભેગા મળીને જે બધું કરો તે તો એકબીજાને ઉત્તેજન આપવા માટે હોય, કેમ કે તમે ખ્રિસ્તની મંડળી છો. BSB BSB: What then shall we say, brothers? When you come together, everyone has a psalm or a teaching, a revelation, a tongue, or an interpretation. All of these must be done to build up the church.
27 UDB જો કોઈને પવિત્ર આત્માથી પ્રાપ્ત થયેલી ભાષામાં સંદેશ આપવો હોય, તો તેવા બે કે ત્રણથી વધારે વ્યક્તિ હોવા જોઈએ નહીં. તેઓ વારાફરતી બોલે, અને કોઈકે તે સંદેશાઓનું અર્થઘટન કરવું. BSB BSB: If anyone speaks in a tongue, two, or at most three, should speak in turn, and someone must interpret.
28 UDB તોપણ, જો તે સંદેશનું અર્થઘટન કરનાર કોઈ હોય નહીં, તો જેઓ પવિત્ર આત્મા દ્વારા પામેલી ભાષાઓમાં બોલે છે તેઓએ મૌન રહીને માત્ર ઈશ્વર સાથે વાત કરવી. BSB BSB: But if there is no interpreter, he should remain silent in the church and speak only to himself and God.
29 UDB જો ત્યાં કોઈ એવી વ્યક્તિઓ હોય જેને ઈશ્વર તરફથી પ્રાપ્ત થયેલો સંદેશ કહેવો હોય, તો તેવી માત્ર બે કે ત્રણ વ્યક્તિઓ હોવી જોઈએ; અને શાસ્ત્રવચન શું કહે છે તેના દ્વારા બીજા સર્વએ તે સંદેશો તપાસવો. BSB BSB: Two or three prophets should speak, and the others should weigh carefully what is said.
30 UDB પરંતુ જો ઈશ્વર સભાજનોમાંથી કોઈને તે સંદેશાની સમજણ આપે, તો સંદેશો બોલનાર વ્યક્તિએ સંદેશો આપવાથી અટકવું. આ રીતે, સર્વ વિશ્વાસીઓ તે સંદેશાના અર્થને સાંભળી શકશે. BSB BSB: And if a revelation comes to someone who is seated, the first speaker should stop.
31 UDB તેથી જે દરેક ઈશ્વરનો સંદેશ જાહેર કરે તેઓએ આ પ્રમાણે કરવું. પરંતુ તેઓએ ક્રમમાં, એક પછી એક આમ કરવું, જેથી સર્વ વિશ્વાસીઓ શીખે અને ઈશ્વરને વધુ સારી રીતે પ્રેમ કરવા સામર્થ્ય પ્રાપ્ત કરે. BSB BSB: For you can all prophesy in turn so that everyone may be instructed and encouraged.
32 UDB કેમ કે જેઓ ખરેખર ઈશ્વરના સંદેશાઓ કહે છે તેઓ જે આત્માથી સંદેશાઓ કહે છે તે આત્માને તેઓ નિયંત્રિત રાખે. BSB BSB: The spirits of prophets are subject to prophets.
33 UDB કેમ કે ઈશ્વર ગૂંચવણ ઊભી કરતા નથી; તેના બદલે તેઓ શાંતિ સ્થાપે છે. ઈશ્વરના લોકોની દરેક મંડળીમાં આ જ રીતે આગામી પ્રશ્નનો જવાબ આપવામાં આવે છે. BSB BSB: For God is not a God of disorder, but of peace—as in all the churches of the saints.
35 UDB જ્યારે સ્ત્રીઓને શીખવું હોય, ત્યારે આરાધનાને અટકાવવાના બદલે, તેઓએ તેમના પતિઓ સાથે ઘરે વાત કરવી. જ્યારે સ્ત્રી આરાધનામાં દખલ કરે છે ત્યારે તે તેના પતિ માટે અપમાન જેવું છે. BSB BSB: If they wish to inquire about something, they are to ask their own husbands at home; for it is dishonorable for a woman to speak in the church.
36 UDB શું તમે તે લોકો હતા કે જેઓના દ્વારા ઈશ્વરે તેમનાં વચન આપણને આપ્યાં? અથવા શું તે માત્ર તમે જ હતા કે જેમના દ્વારા તે આવ્યાં? BSB BSB: Did the word of God originate with you? Or are you the only ones it has reached?
37 UDB તમારામાંના જેઓ એમ વિચારે છે કે તેઓ પ્રબોધકો અથવા આત્મિક છે તેઓએ હું જે બાબતો લખું છું તે પ્રભુના આદેશથી છે તેની સાથે સહમત થવું અને તેને અનુસરવું. BSB BSB: If anyone considers himself a prophet or spiritual person, let him acknowledge that what I am writing you is the Lord’s command.
38 UDB પરંતુ મેં જે લખ્યું છે તેને જેઓ સ્વીકારતા નથી, તેઓને તમારે તમારી મંડળીમાં સ્વીકારવા નહીં. BSB BSB: But if anyone ignores this, he himself will be ignored.
39 UDB તેથી, ભાઈઓ અને બહેનો, પ્રામાણિક ઝંખનાથી ઈશ્વરનો સંદેશ મંડળીને કહો; અને ઈશ્વરે આપેલી ભાષાઓ બોલતા કોઈને અટકાવશો નહીં. BSB BSB: So, my brothers, be eager to prophesy, and do not forbid speaking in tongues.
40 UDB મંડળીમાં આરાધનાના સમયે તમે જે કરો, તેને શોભતી રીતે અને વ્યવસ્થાપૂર્વક કરો. BSB BSB: But everything must be done in a proper and orderly manner.
Select verses for actions: Enter goes to them and Escape comes back.