2 UDB જો તમે આ શુભ સમાચારને સાચી રીતે માન્યો હોય તો અને જ્યાં સુધી તમે તેને દૃઢપણે પકડી રાખો છો ત્યાં સુધી તે આ જ શુભ સમાચાર છે જેણે તમને બચાવ્યા છે. BSB BSB: By this gospel you are saved, if you hold firmly to the word I preached to you. Otherwise, you have believed in vain.
4 UDB વળી તેઓએ તેમને દફનાવ્યા, અને ઈશ્વરે તેમને ત્રીજા દિવસે સજીવન કર્યા, જેમ શાસ્ત્રવચનમાં કહ્યું છે તેમ તે સર્વ થયું. BSB BSB: that He was buried, that He was raised on the third day according to the Scriptures,
5 UDB પછી ખ્રિસ્ત કેફા (જે પિતર તરીકે ઓળખાય છે) તેને દેખાયા, અને પછી તે બીજા પ્રેરિતોને દેખાયા. BSB BSB: and that He appeared to Cephas and then to the Twelve.
7 UDB પછી તેઓ યાકૂબ, અને બધા પ્રેરિતોને ફરીથી દેખાયા. BSB BSB: Then He appeared to James, then to all the apostles.
8 UDB જો કે હું બીજા પ્રેરિતો જેવો નથી છતાં સર્વથી છેલ્લે તેઓ મને દેખાયા. BSB BSB: And last of all He appeared to me also, as to one of untimely birth.
9 UDB હું પ્રેરિતોમાં સર્વ કરતાં નાનો છું. મેં ખ્રિસ્તની મંડળીની ઘણી સતાવણી કરી છે, તેથી હું પ્રેરિત થવાને યોગ્ય નથી. BSB BSB: For I am the least of the apostles and am unworthy to be called an apostle, because I persecuted the church of God.
10 UDB પરંતુ ઈશ્વર મારા પ્રત્યે ઘણા જ માયાળુ બન્યા, તેથી હું પ્રેરિત છું, અને તેઓએ મારા દ્વારા ઘણી સારી બાબતો કરાવી. ખરેખર, બીજા પ્રેરિતો કરતાં મેં સખત મહેનત કરી છે. છતાં, જેણે કામ કર્યું તે ખરેખર તો હું ન હતો, પરંતુ ઈશ્વર હતા, કે જેઓએ મને સામર્થ્ય આપ્યું. BSB BSB: But by the grace of God I am what I am, and His grace to me was not in vain. No, I worked harder than all of them—yet not I, but the grace of God that was with me.
13 UDB જો કોઈ મરણમાંથી ઊઠતું નથી, તો ચોક્કસપણે ઈશ્વરે ખ્રિસ્તને ઉઠાડ્યા નથી. BSB BSB: If there is no resurrection of the dead, then not even Christ has been raised.
15 UDB તે ઉપરાંત, જો ખરેખર મરણ પામેલા ફરી ઊઠતા નથી તો લોકો જોશે કે અમે ઈશ્વર વિષે જૂઠું કહ્યું છે. BSB BSB: In that case, we are also exposed as false witnesses about God. For we have testified about God that He raised Christ from the dead, but He did not raise Him if in fact the dead are not raised.
16 UDB હું ફરીથી કહું છું, જો મરણમાંથી કોઈ ઊઠતું નથી, તો ઈશ્વરે ખ્રિસ્તને પણ ઊઠાડ્યા નથી. BSB BSB: For if the dead are not raised, then not even Christ has been raised.
17 UDB અને જો તેઓએ ખ્રિસ્તને ઊઠાડ્યા નથી, તો તમે જે વિશ્વાસ કરો છો તે વ્યર્થ છે, અને તમે પાપ કર્યું છે માટે ઈશ્વર હજુ પણ તમારો તિરસ્કાર કરે છે. BSB BSB: And if Christ has not been raised, your faith is futile; you are still in your sins.
18 UDB જો એવી બાબત હોય, તો જેઓએ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો અને મરણ પામ્યા તેઓ પણ પુનરુત્થાનની આશા વિના મરણ પામ્યા. BSB BSB: Then those also who have fallen asleep in Christ have perished.
19 UDB જો આપણને કેવળ આ જીવનમાં ખ્રિસ્તમાં આશા હોય, અને જો આપણને એવી આશા ન હોય કે મરણ બાદ તેઓ આપણા માટે કંઈ કરે, તો આખી દુનિયામાં આપણે સૌથી વધારે દયાપાત્ર છીએ, કેમ કે આપણે અસત્ય બાબત પર વિશ્વાસ કર્યો છે. BSB BSB: If our hope in Christ is for this life alone, we are to be pitied more than all men.
22 UDB કારણ કે, જેમ આદમે પાપ કર્યું તેના લીધે સર્વ લોકો મરણ પામ્યા, તેવી જ રીતે, ખ્રિસ્તે જે કર્યું છે તેને લીધે સર્વ લોકો ફરી જીવશે. BSB BSB: For as in Adam all die, so in Christ all will be made alive.
23 UDB પરંતુ તેઓ ચોક્કસ ક્રમમાં મરણમાંથી સજીવન થશે: મરણમાંથી ઊઠનાર ખ્રિસ્ત પ્રથમ છે; પછી જ્યારે ખ્રિસ્ત પૃથ્વી પર પાછા આવશે ત્યારે જેઓ ખ્રિસ્ત સાથે જોડાયેલા છે તેઓ ફરી જીવિત થશે. BSB BSB: But each in his own turn: Christ the firstfruits; then at His coming, those who belong to Him.
24 UDB પછી જ્યારે ખ્રિસ્ત દુનિયાનાં સર્વને ઈશ્વર પિતા આગળ હાજર કરશે, કે તેઓ તે સર્વ પર રાજ કરે ત્યારે દુનિયાનો અંત આવશે. ત્યારે જેઓ શાસક દરજ્જાના છે, અને જેઓ પાસે સઘળી રાજ્યસત્તા છે અને આ દુનિયાના દરેક પરાક્રમો છે તે સર્વનો ખ્રિસ્ત અંત લાવશે. BSB BSB: Then the end will come, when He hands over the kingdom to God the Father after He has destroyed all dominion, authority, and power.
25 UDB જ્યાં સુધી ઈશ્વર, ખ્રિસ્તના દરેક દુશ્મનોનો નાશ કરીને ખ્રિસ્તના પગ નીચે ન મૂકે કે જેથી તેઓ જાણે કે હવે પછી તેમની પાસે કોઈ સત્તા નથી, ત્યાં સુધી ખ્રિસ્તે રાજ કરવું જોઈએ. BSB BSB: For He must reign until He has put all His enemies under His feet.
26 UDB ઈશ્વર જે છેલ્લા શત્રુનો નાશ કરશે તે તો મરણ છે. BSB BSB: The last enemy to be destroyed is death.
27 UDB કેમ કે શાસ્ત્રવચન કહે છે, "ઈશ્વરે સઘળું તેમના પગ નીચે મૂક્યું છે," એટલે કે ખ્રિસ્તના પગ નીચે મૂક્યું છે. પરંતુ આ તો ચોક્કસ છે કે તેમાં ઈશ્વર પોતે આવતા નથી. BSB BSB: For “God has put everything under His feet.” Now when it says that everything has been put under Him, this clearly does not include the One who put everything under Him.
28 UDB ઈશ્વર દરેક બાબતોને ખ્રિસ્તના સામર્થ્ય હેઠળ મૂકશે, ત્યારબાદ દીકરો પોતે પણ પોતાને ઈશ્વર પિતાના સામર્થ્ય હેઠળ મૂકશે, જેથી ઈશ્વર પણ સર્વ લોકો અને સર્વ બાબતો સાથે સમાન સંબંધમાં આવે. BSB BSB: And when all things have been subjected to Him, then the Son Himself will be made subject to Him who put all things under Him, so that God may be all in all.
29 UDB જેમ કેટલાક કહે છે તેમ, જો મરણમાંથી ઉત્થાન નથી, તો પછી જેમ કેટલાક કરે છે તેમ જેઓ મરણ પામેલા છે તેઓને લીધે લોકોને બાપ્તિસ્મા પામવાનું કોઈ કારણ નથી. જો ઈશ્વર કોઈ મરણ પામેલા લોકોને ફરી જીવિત કરે નહીં, તો જેઓ મરણ પામેલા છે તેઓને લીધે જીવિત લોકો બાપ્તિસ્મા પામે તેમાં કંઈ અર્થ નથી. BSB BSB: If these things are not so, what will those do who are baptized for the dead? If the dead are not raised at all, why are people baptized for them?
30 UDB અને જો મરણમાંથી ઉત્થાન નથી, તો જેમ અમે, પ્રેરિતો દરરોજ શુભ સમાચાર ઘોષિત કરવા પોતાનો જીવ જોખમમાં નાખીએ છીએ તેનું કોઈ કારણ રહેતું નથી. BSB BSB: And why do we endanger ourselves every hour?
31 UDB મારા ભાઈઓ અને બહેનો, હું તમારા માટે ઘણું અભિમાન કરું છું; તમે તો જાણે મારી સંપત્તિ છો કે જેને હું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને રજૂ કરું છું. હું દરરોજ મરણના ભયમાં હોઉં છું! BSB BSB: I face death every day, brothers, as surely as I boast about you in Christ Jesus our Lord.
32 UDB જો ઈશ્વર મરણ પામેલાઓને ઉઠાડતા નથી, તો એફેસસમાં હું જે જંગલી જાનવરોની સાથે લડ્યો તે વ્યર્થ છે. તે બાબતમાં કવિઓ જે કહે છે તે સાચું છે: "ચાલો આજે આપણે ખાઈએ અને દ્રાક્ષારસ પીએ, કારણ કે કાલે આપણે મરણ પામીશું." BSB BSB: If I fought wild beasts in Ephesus for human motives, what did I gain? If the dead are not raised, “Let us eat and drink, for tomorrow we die.”
33 UDB છેતરાશો નહીં: "જો તમારા મિત્રો ખરાબ હશે, તો તમે હવે પછી યોગ્ય રીતે જીવવા કાળજી નહીં રાખો." BSB BSB: Do not be deceived: “Bad company corrupts good character.”
34 UDB ગંભીર બનો! યોગ્ય રીતે જીવો અને પાપ કર્યા કરશો નહીં. તમારામાંના કેટલાક ઈશ્વરને ઓળખતા જ નથી. તમને શરમાવા સારું હું એ કહું છું. BSB BSB: Sober up as you ought, and stop sinning; for some of you are ignorant of God. I say this to your shame.
36 UDB તમે કંઈ જ જાણતા નથી! તમે તે સત્ય વિષે વિચારતા નથી કે જ્યાં સુધી જમીનમાં દાટેલું કોઈ બીજ મરણ પામતું નથી ત્યાં સુધી તે ઉગતું નથી. BSB BSB: You fool! What you sow does not come to life unless it dies.
37 UDB અને ખેડૂત જે વાવે છે તે, જે ઊગી નીકળે છે તેના જેવું દેખાતું નથી. તે તો માત્ર બીજ હોય છે; તે તો તદ્દન જુદા જ સ્વરૂપમાં બદલાશે. BSB BSB: And what you sow is not the body that will be, but just a seed, perhaps of wheat or something else.
38 UDB ઈશ્વર જે પસંદ કરશે તેવું નવું શરીર તેઓ તેને આપશે, અને જે બીજ જમીનમાં મૂકવામાં આવ્યું છે તેને તેઓ જુદું શરીર આપશે. BSB BSB: But God gives it a body as He has designed, and to each kind of seed He gives its own body.
39 UDB સર્વ સજીવો સરખા હોતા નથી. અહીં તો મનુષ્યો છે, જમીન પર અનેક પ્રકારનાં પ્રાણીઓ છે, અને પક્ષીઓ તથા માછલીઓ છે. તેમાંનાં બધાં વિભિન્ન છે. BSB BSB: Not all flesh is the same: Men have one kind of flesh, animals have another, birds another, and fish another.
40 UDB સ્વર્ગમાં પણ વિભિન્ન પ્રકારની બાબતો છે. આકાશમાંના શરીરોની પ્રકૃતિ આ દુનિયા પરની બાબતોની પ્રકૃતિ કરતાં અલગ છે. BSB BSB: There are also heavenly bodies and earthly bodies. But the splendor of the heavenly bodies is of one degree, and the splendor of the earthly bodies is of another.
41 UDB તેજસ્વી સૂર્યની અલગ પ્રકૃતિ છે, અને નરમ ચંદ્રની અલગ પ્રકારની પ્રકૃતિ છે. વળી તારાઓની પણ અલગ પ્રકારની પ્રકૃતિ છે, પરંતુ સર્વ તારાઓ એકબીજાથી ઘણી રીતે જુદા છે. BSB BSB: The sun has one degree of splendor, the moon another, and the stars another; and star differs from star in splendor.
43 UDB જ્યારે તે ભૂમિમાં જાય છે, ત્યારે તે ધૂળમાં હોય છે, પરંતુ જ્યારે ઈશ્વર તેને ઉઠાડે છે, ત્યારે તે માન અને સામર્થ્યમાં ઉઠાડાય છે. BSB BSB: It is sown in dishonor; it is raised in glory. It is sown in weakness; it is raised in power.
44 UDB જે ભૂમિમાં જાય છે તે આ પૃથ્વીનું છે, પરંતુ જે મરણમાંથી ઉત્થાન પામે છે તેમાં ઈશ્વરનું સામર્થ્ય છે. તેથી, આ પૃથ્વીની હોય તેવી અમુક બાબતો છે, અને અમુક બાબતો એવી છે કે જેની પાસે ઈશ્વરનું સામર્થ્ય છે, જે સદાકાળ માટેની છે. BSB BSB: It is sown a natural body; it is raised a spiritual body. If there is a natural body, there is also a spiritual body.
45 UDB તેથી શાસ્ત્રવચન કહે છે, "પ્રથમ માણસ, આદમ, તે જીવંત વ્યક્તિ હતો જેણે તેનાં બાળકો અને વંશજોને જીવન આપ્યું." પરંતુ દ્વિતીય આદમ ખ્રિસ્તે, ઈશ્વરના લોકોને સદાકાળ જીવવાનું સામર્થ્ય આપ્યું. BSB BSB: So it is written: “The first man Adam became a living being”; the last Adam a life-giving spirit.
46 UDB જે આ પૃથ્વીનું એટલે કે કુદરતી છે તે પ્રથમ આવ્યું, અને પછી જે ઈશ્વરનું એટલે કે આત્મિક છે તે આવ્યું. BSB BSB: The spiritual, however, was not first, but the natural, and then the spiritual.
47 UDB પ્રથમ માણસ આદમ, પૃથ્વીનો હતો, કેમ કે તે ધૂળમાંથી બનાવાયો હતો. પરંતુ બીજો માણસ, ખ્રિસ્ત, સ્વર્ગના છે. BSB BSB: The first man was of the dust of the earth, the second man from heaven.
48 UDB સર્વ જેઓને ધૂળમાંથી બનાવવામાં આવ્યા તેઓ આદમ કે જેને ધૂળમાંથી બનાવવામાં આવ્યો તેવા જ છે. જેઓ સ્વર્ગના છે તેઓ ખ્રિસ્ત કે જેઓ સ્વર્ગના છે તેમના જેવા જ છે. BSB BSB: As was the earthly man, so also are those who are of the earth; and as is the heavenly man, so also are those who are of heaven.
49 UDB જેમ ઈશ્વરે આપણને ધૂળમાંથી બનાવેલ માણસના જેવા બનાવ્યા, તેમજ તેઓ આપણને સ્વર્ગમાંથી આવેલા માણસના જેવા બનાવશે. BSB BSB: And just as we have borne the likeness of the earthly man, so also shall we bear the likeness of the heavenly man.
50 UDB હવે ભાઈઓ અને બહેનો, હું તમને આ કહું છું, જ્યારે ઈશ્વર રાજ્ય કરશે ત્યારે જે બાબતો ઈશ્વરે સર્વને આપવાનું વચન આપ્યું છે તેને જે મનુષ્યો મરણ પામે છે તેઓ પ્રાપ્ત કરી શકશે નહીં. આ તો તેના જેવું છે કે જે બાબતો મરણ પામે છે તેઓ અમર બાબતો બની શકતી નથી. BSB BSB: Now I declare to you, brothers, that flesh and blood cannot inherit the kingdom of God, nor does the perishable inherit the imperishable.
51 UDB જુઓ! જે બાબતો ઈશ્વરે આપણાથી ગુપ્ત રાખી છે તે હું તમને કહું છું. સર્વ વિશ્વાસીઓ મરણ પામશે નહીં, પરંતુ ઈશ્વર આપણ સર્વનું રૂપાંતર કરશે. BSB BSB: Listen, I tell you a mystery: We will not all sleep, but we will all be changed—
52 UDB જ્યારે ઈશ્વરનો સ્વર્ગદૂત છેલ્લું રણશિંગડું વગાડશે ત્યારે એક જ ક્ષણમાં, ખરેખર તો આંખના એક પલકારામાં તેઓ આપણું રૂપાંતર કરશે. BSB BSB: in an instant, in the twinkling of an eye, at the last trumpet. For the trumpet will sound, the dead will be raised imperishable, and we will be changed.
53 UDB કેમ કે આ શરીર તો મરણ પામશે, પરંતુ ઈશ્વર તેને ફરી કદી મરણ ન પામે તે રીતે હંમેશા જિવાડશે, અને આ શરીર તો હમણાં નાશ પામી શકે છે, પરંતુ ઈશ્વર તેને નવું રૂપ આપશે, અને તે ફરી કદી મરણ પામશે નહીં. BSB BSB: For the perishable must be clothed with the imperishable, and the mortal with immortality.
54 UDB જ્યારે આમ થશે, ત્યારે જે શાસ્ત્રવચનમાં લખેલું છે તે સત્ય ઠરશે: "ઈશ્વરે સંપૂર્ણપણે મરણને પરાજિત કર્યું છે." BSB BSB: When the perishable has been clothed with the imperishable and the mortal with immortality, then the saying that is written will come to pass: “Death has been swallowed up in victory.”
55 UDB "મરણ ફરી કદી જીત પામશે નહીં! મરણ પામવાનું દુઃખ લઈ લેવામાં આવ્યું છે!" BSB BSB: “Where, O Death, is your victory? Where, O Death, is your sting?”
56 UDB પાપના લીધે મરણ પામતા સમયે આપણે પીડા અનુભવીએ છીએ. અને નિયમના કારણે આપણા જીવનમાં પાપનું સામર્થ્ય આવે છે. BSB BSB: The sting of death is sin, and the power of sin is the law.
57 UDB પરંતુ હવે આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ કારણ કે તેઓએ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને મરણ પર વિજય અપાવ્યો છે! BSB BSB: But thanks be to God, who gives us the victory through our Lord Jesus Christ!
58 UDB તેથી, મારા વહાલા ભાઈઓ અને બહેનો, તમારા વિશ્વાસમાં દૃઢ રહો, તમારા જીવનમાં સ્થિર થાઓ, અને પ્રભુનું કાર્ય વિશેષ પ્રમણમાં કરતા રહો, જે કંઈ પણ કામ તમે તેમને માટે કરો છો તે સદાકાળ રહે છે તે તમે જાણો છો. BSB BSB: Therefore, my beloved brothers, be steadfast and immovable. Always excel in the work of the Lord, because you know that your labor in the Lord is not in vain.
Select verses for actions: Enter goes to them and Escape comes back.