2 UDB કારણ કે તમે પોતે પહેલેથી જ નિશ્ચિત તે જાણો છો! તમે જાણો છો કે પ્રભુ ઈસુ અણધાર્યા સમયે આવશે. જેમ કોઈએ ધાર્યું ન હોય ત્યારે રાત્રે ચોર આવે છે તેમ લોકોએ તેમના આગમન વિષે ધાર્યું નહિ હોય ત્યારે તેઓ આવશે. BSB BSB: For you are fully aware that the Day of the Lord will come like a thief in the night.
3 UDB ભવિષ્યમાં કોઈક સમયે ઘણા લોકો કહેશે, "બધુ જ શાંતિપૂર્ણ છે અને આપણે સલામત છીએ!" ત્યારે એકાએક ઈશ્વર તેઓને સખત શિક્ષા કરવા માટે આવશે! જેમ ગર્ભવતી સ્ત્રી જણવાનું દુઃખ રોકી શકતી નથી તેમ, તે લોકોને ઈશ્વરથી બચવાનો કોઈ રસ્તો નહિ હોય. BSB BSB: While people are saying, “Peace and security,” destruction will come upon them suddenly, like labor pains on a pregnant woman, and they will not escape.
4 UDB પરંતુ મારા સાથી વિશ્વાસીઓ, તમે જેઓ અંધકારમાં રહે છે તેવા લોકો જેવા નથી, કારણ કે તમે ઈશ્વર વિષેનું સત્ય જાણો છો. તેથી જ્યારે ઈસુ પાછા આવશે, ત્યારે તમે તેમને માટે તૈયાર હશો. BSB BSB: But you, brothers, are not in the darkness so that this day should overtake you like a thief.
5 UDB તમે પ્રકાશના અને દિવસના છો. જેઓ અંધકાર કે રાતના છે તેવા તમે નથી. BSB BSB: For you are all sons of the light and sons of the day; we do not belong to the night or to the darkness.
6 UDB તેથી આપણે વિશ્વાસીઓએ જે બની રહ્યું છે તેનાથી માહિતગાર રહેવું જોઈએ. આપણે આપણી જાતને કાબૂમાં રાખવી અને ઈસુના આગમન માટે તૈયાર રહેવું જ જોઈએ. BSB BSB: So then, let us not sleep as the others do, but let us remain awake and sober.
7 UDB લોકો રાત્રે સૂઈ જાય છે અને જાણતા નથી કે શું થઇ રહ્યું છે, લોકો નશો કરે છે. BSB BSB: For those who sleep, sleep at night, and those who get drunk, get drunk at night.
8 UDB પરંતુ આપણે વિશ્વાસીઓ દિવસના છીએ, તેથી આપણે આપણી જાતને કાબૂમાં રાખીએ. ચાલો આપણે સૈનિકો જેવા બનીએ: જેમ તેઓ પોતાની છાતીનું બખતરથી રક્ષણ કરે છે, તેવી રીતે આપણે આપણી જાતનું ખ્રિસ્ત પરના વિશ્વાસ અને પ્રેમ દ્વારા રક્ષણ કરીએ. જેમ તેઓ પોતાના માથાનું રક્ષણ ટોપ દ્વારા કરે છે તેમ, ખ્રિસ્ત આપણને દુષ્ટતાથી સંપૂર્ણપણે છોડાવે તેવી આશા રાખીને આપણે આપણી જાતનું રક્ષણ કરીએ. BSB BSB: But since we belong to the day, let us be sober, putting on the breastplate of faith and love, and the helmet of our hope of salvation.
9 UDB જ્યારે ઈશ્વરે આપણને પસંદ કર્યા ત્યારે, આપણે જેઓને ઈશ્વર શિક્ષા કરશે તેવા લોકો બનીએ તેવી તેમની યોજના નહોતી. તેનાથી વિરુધ્ધ, તેમણે એવું નક્કી કર્યું કે તેઓ આપણને બચાવે કારણ કે ઈસુ ખ્રિસ્તે આપણા માટે જે કર્યું તેના પર આપણે વિશ્વાસ કરીએ છીએ. BSB BSB: For God has not appointed us to suffer wrath, but to obtain salvation through our Lord Jesus Christ.
10 UDB ઈસુ ખ્રિસ્ત આપણા પાપોને સારું પ્રાયશ્ચિત કરવા મરણ પામ્યા, કે જેથી જ્યારે તેઓ પૃથ્વી પર પાછા આવે ત્યારે યા તો આપણે જીવિત હોઈએ કે મરણ પામેલા, આપણે તેમની સાથે જીવીએ. BSB BSB: He died for us so that, whether we are awake or asleep, we may live together with Him.
11 UDB જેમ વાસ્તવમાં તમે કરો છો તેમ, એકબીજાને ઉતેજન આપવાનું ચાલુ રાખો, કારણ કે તમે જાણો છો કે આ સત્ય છે. BSB BSB: Therefore encourage and build one another up, just as you are already doing.
12 UDB મારા સાથી વિશ્વાસીઓ, જે લોકો તમારે માટે સખત મહેનત કરે છે તેઓની તમે કદર કરો એવું અમે ઇચ્છીએ છીએ. તેનો અર્થ એ કે તે આગેવાનોને તમે સાથી વિશ્વાસી તરીકે માન આપો- તમે જુઓ છો કે તમે વિશ્વાસમાં વૃદ્ધિ પામો તે માટે તેઓ કેટલી સખત મહેનત કરે છે. આ આગેવાનો તમારે પ્રભુને માટે કેવી રીતે જીવવું તે વિષે તમને દોરે અને શીખવે છે. BSB BSB: But we ask you, brothers, to acknowledge those who work diligently among you, who care for you in the Lord and who admonish you.
13 UDB અમે ઇચ્છીએ છીએ કે તમે તેઓને માન આપો કારણ કે તમે તેઓને પ્રેમ કરો છો, કારણ કે તેઓ તમને મદદ કરવા સખત મહેનત કરે છે. અમે તમને એ પણ વિનંતી કરીએ છીએ કે તમે એકબીજા સાથે શાંતિપૂર્વક રહો. BSB BSB: In love, hold them in highest regard because of their work. Live in peace with one another.
14 UDB મારા સાથી વિશ્વાસીઓ, અમે વિનંતી કરીએ છીએ કે જેઓ પોતે કામ કરવાને બદલે જીવવા માટે બીજાઓ પર આધાર રાખે છે તે વિશ્વાસીઓને ચેતવો. વળી જે વિશ્વાસીઓ ભયભીત છે તેઓને ઉત્તેજન આપો, તથા બધા જ લોકો કે જેઓ કોઈ રીતે નબળા હોય તેઓને સહાય કરો. વળી અમે એ પણ વિનંતી કરીએ છીએ કે તમે બધાની સાથે ધીરજવાન થાઓ. BSB BSB: And we urge you, brothers, to admonish the unruly, encourage the fainthearted, help the weak, and be patient with everyone.
15 UDB જેણે તમારું ખરાબ કર્યું છે તેવા કોઈ પણનું ખરાબ તમારામાંનો કોઈ પણ ન કરે તેની કાળજી રાખો. તેનાથી વિરુદ્ધ, તમારે હંમેશા એકબીજા માટે અને બીજા બધા માટે સારાં કાર્યો કરવાં. BSB BSB: Make sure that no one repays evil for evil. Always pursue what is good for one another and for all people.
16 UDB સર્વ સમયે આનંદિત રહો, BSB BSB: Rejoice at all times.
17 UDB સતત પ્રાર્થના કરો, BSB BSB: Pray without ceasing.
18 UDB અને સર્વ સંજોગોમાં ઈશ્વરનો આભાર માનો. ખ્રિસ્ત ઈસુએ તમારા માટે જે કર્યું છે તેને કારણે ઈશ્વર ઇચ્છે છે કે તમે તે પ્રમાણે વર્તો. BSB BSB: Give thanks in every circumstance, for this is God’s will for you in Christ Jesus.
19 UDB ઈશ્વરના આત્માને તમારી મધ્યે કાર્ય કરતા અટકાવશો નહીં. BSB BSB: Do not extinguish the Spirit.
20 UDB ઉદાહરણ તરીકે, પવિત્ર આત્માએ કોઈને કંઇક કહ્યું હોય તે વાતને ધિક્કારશો નહિ. BSB BSB: Do not treat prophecies with contempt,
22 UDB કોઈપણ પ્રકારના દુષ્ટ સંદેશને આધીન ન થાઓ. BSB BSB: Abstain from every form of evil.
23 UDB ઈશ્વર તમને શાંતિ આપો અને તમને દોષરહિત બનાવો કે જેથી તમે પાપ ન કરો. જ્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર પાછા ન આવે ત્યાં સુધી તેઓ તમને પાપથી દૂર રાખે. BSB BSB: Now may the God of peace Himself sanctify you completely, and may your entire spirit, soul, and body be kept blameless at the coming of our Lord Jesus Christ.
24 UDB ઈશ્વરે તમને પોતાના લોક થવા તેડ્યા છે, તે કારણે તમે તેઓ પર નક્કી વિશ્વાસ રાખી શકો છો કે તેઓ તમને આમ કરવા સતત સહાય કરતા રહે. BSB BSB: The One who calls you is faithful, and He will do it.
25 UDB મારા સાથી વિશ્વાસીઓ, મારા માટે, સિલાસ અને તિમોથી માટે પ્રાર્થના કરો. BSB BSB: Brothers, pray for us as well.
26 UDB જ્યારે તમે વિશ્વાસીઓ સાથે ભેગા મળો, ત્યારે સાથી વિશ્વાસીઓની જેમ તમે એકબીજાને પ્રેમથી સલામ પાઠવો. BSB BSB: Greet all the brothers with a holy kiss.
27 UDB તમારી મધ્યેના સર્વ વિશ્વાસીઓ સમક્ષ આ પત્ર વાંચવાની કાળજી રાખજો. જ્યારે હું તમને આ કહું છું, ત્યારે જાણે કે ઈશ્વર તમારી સાથે વાત કરતા હોય તેના જેવું જ છે! BSB BSB: I charge you before the Lord to have this letter read to all the brothers.
28 UDB આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા પર દયાભાવ દર્શાવે. BSB BSB: The grace of our Lord Jesus Christ be with you.
Select verses for actions: Enter goes to them and Escape comes back.