1 UDB હું પાઉલ, અને આપણો ભાઈ તિમોથી સાથે મળીને આ પત્ર તમને લખીએ છીએ. ખ્રિસ્ત ઈસુએ મને ઈશ્વરની ઇચ્છાને આધીન થવા અને તેમની સેવા કરવા મોકલ્યો છે. કરિંથ શહેરમાં એકઠા મળતા ઈશ્વરના લોકોને અમે આ પત્ર લખીએ છીએ; વળી, અખાયા પ્રાંતમાં વસતા ખ્રિસ્તીઓ જેઓને ઈશ્વરે પોતાને માટે અલગ કર્યા છે, તેઓને પણ આ પત્ર મોકલીએ છીએ. BSB BSB: Paul, an apostle of Christ Jesus by the will of God, and Timothy our brother, To the church of God in Corinth, together with all the saints throughout Achaia:
2 UDB ઈશ્વર તેમના પ્રેમ અને શાંતિની મફત ભેટ કે જે આપણા પિતા તથા પ્રભુ ઈસુ તરફથી આવે છે તે તમને આપો. BSB BSB: Grace and peace to you from God our Father and the Lord Jesus Christ.
3 UDB આપણે હંમેશાં આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને ઈશ્વરની સ્તુતિ કરીએ, તેઓ જ આપણાં પ્રત્યે દયા દર્શાવે છે અને હંમેશાં આપણને દિલાસો આપે છે. BSB BSB: Blessed be the God and Father of our Lord Jesus Christ, the Father of compassion and the God of all comfort,
4 UDB જ્યારે આપણે કોઈ દુઃખદ કસોટીમાંથી પસાર થઈએ છીએ ત્યારે ઈશ્વર આપણને દિલાસો આપે છે. તેમનો દિલાસો આપણા જીવનોને સાજાપણું બક્ષે છે તેથી એ જ દિલાસો આપણે અન્ય લોકો જેઓ દુઃખ સહન કરી રહ્યા છે તેઓને આપીએ છીએ. BSB BSB: who comforts us in all our troubles, so that we can comfort those in any trouble with the comfort we ourselves have received from God.
5 UDB જેમ અમે ખ્રિસ્તનાં દુઃખો જે હદ ઉપરાંતનાં છે તેનો અનુભવ કરીએ છીએ, તેમ જ ખ્રિસ્તના અપાર દિલાસાનો પણ અમે અનુભવ કરીએ છીએ. BSB BSB: For just as the sufferings of Christ overflow to us, so also through Christ our comfort overflows.
6 UDB તેથી, જ્યારે પણ અમે દુઃખોનો અનુભવ કરીએ છીએ ત્યારે તે દ્વારા ઈશ્વર તમને દિલાસો આપે છે અને સંકટમાંથી તમારો બચાવ કરે છે. જ્યારે પણ ઈશ્વર અમને દિલાસો પમાડે છે ત્યારે તે એ માટે હોય છે કે જેથી અમે તમને વધુ દિલાસો પમાડીએ, અને તેથી જ્યારે અમારી માફક તમે દુઃખ સહન કરો ત્યારે તમે ધીરજપૂર્વક ઈશ્વરની રાહ જુઓ. BSB BSB: If we are afflicted, it is for your comfort and salvation; if we are comforted, it is for your comfort, which accomplishes in you patient endurance of the same sufferings we experience.
7 UDB તમારા સંબંધમાં શું બનશે તે વિષે અમને ખાતરી છે; તમે પણ અમારી જેમ જ દુઃખ સહન કરો છો માટે જેમ ઈશ્વર અમને દિલાસો આપે છે તેમ ઈશ્વર તમને પણ દિલાસો આપશે. BSB BSB: And our hope for you is sure, because we know that just as you share in our sufferings, so also you will share in our comfort.
8 UDB ખ્રિસ્તમાં ભાઈઓ અને બહેનો, આસિયા પ્રાંતમાં અમને જે મુશ્કેલી પડી તે તમે જાણો એવું અમે ઇચ્છીએ છીએ. એ મુશ્કેલીથી અમને એટલી બધી પીડા થઈ કે અમે તે સહન કરી શક્યા નહીં. અમને ખાતરી થઈ ગઈ હતી કે અમે મરી જવાના છીએ. BSB BSB: We do not want you to be unaware, brothers, of the hardships we encountered in the province of Asia. We were under a burden far beyond our ability to endure, so that we despaired even of life.
9 UDB તેઓએ અમને મરણની સજા ફરમાવી હતી; અમને મારી નાખવામાં આવે તેની અમે રાહ જોતા હતા. એ મરણની શિક્ષાએ અમને અમારી શક્તિ પર નહિ પણ, ઈશ્વર કે જેઓ મૃત્યુ પામેલાને સજીવન કરે છે તેમના સામર્થ્ય પર આધાર રાખતાં શીખવ્યું. BSB BSB: Indeed, we felt we were under the sentence of death, in order that we would not trust in ourselves, but in God, who raises the dead.
10 UDB પણ ઈશ્વરે અમને એવા ભયંકર જોખમોમાંથી બચાવ્યા અને ભવિષ્યમાં પણ બચાવવાની ખાતરી આપે છે. BSB BSB: He has delivered us from such a deadly peril, and He will deliver us. In Him we have placed our hope that He will yet again deliver us,
11 UDB તમે પ્રાર્થના કરવા દ્વારા અમારી સહાય કરો છો ત્યારે તેઓ એ પ્રમાણે કરશે. હવે ઈશ્વર અમારા પ્રત્યે બહુ ભલા રહ્યા છે માટે ઘણા લોકો ઈશ્વરનો આભાર માને છે, કેમ કે ઘણા લોકોએ અમારે માટે પ્રાર્થના કરી છે. BSB BSB: as you help us by your prayers. Then many will give thanks on our behalf for the favor shown us in answer to their prayers.
12 UDB અમે ઘણી ખુશીથી કહી શકીએ છીએ કે અમે બધા લોકો પ્રત્યે વફાદારીથી અને પ્રામાણિકપણે વર્ત્યા છીએ. જગતમાં અમે ઈશ્વરના પોતાના લોકો તરીકે જીવ્યા છીએ અને અમને ઈશ્વરમાં દ્રઢ વિશ્વાસ છે અને તે વિશ્વાસ ઈશ્વરનું દાન છે. અમે કોઈ પણ રીતે જગતનાં મૂલ્યો પ્રમાણે જીવતા નથી. અમારે શું કરવું તે માટે જગતના જ્ઞાન પર આધાર રાખતા નથી. પણ તેથી ઊલટું, ઈશ્વરે અમને પવિત્રતાથી અને પ્રામાણિકપણે જીવવા શક્તિમાન કર્યા છે. BSB BSB: For this is our boast: Our conscience testifies that we have conducted ourselves in the world, and especially in relation to you, in the holiness and sincerity that are from God—not in worldly wisdom, but in the grace of God.
13 UDB તમે મારા પત્રો વાંચ્યા છે. તમે તે સમજી શકો માટે મેં તે લખ્યા છે. BSB BSB: For we do not write you anything that is beyond your ability to read and understand. And I hope that you will understand us completely,
14 UDB અમારા વિષે તમે થોડું જાણો છો, પણ પ્રભુ ઈસુનું આગમન થશે તે દિવસે, મારી આશા છે કે તેમની હાજરીમાં અમારા માટે તમને અભિમાન થશે, અને અમને પણ તમારા માટે અભિમાન થશે. BSB BSB: as you have already understood us in part, that you may boast of us just as we will boast of you in the day of our Lord Jesus.
15 UDB આ બાબતમાં મને એટલી બધી ખાતરી છે કે હું પહેલાં તમારી પાસે આવવા માટે ઇચ્છા રાખતો હતો કે જેથી હું બે વાર તમારી મુલાકાત કરી શકું. BSB BSB: Confident of this, I planned to visit you first, so that you might receive a double blessing.
16 UDB જ્યારે હું મકદોનિયા થઈને પસાર થતો હતો ત્યારે અને ત્યાંથી પાછા વળતાં બન્ને વખત હું તમને મળવા માંગતો હતો કે જેથી તમે મને યહૂદિયા માટે વિદાય કરો. BSB BSB: I wanted to visit you on my way to Macedonia, and to return to you from Macedonia, and then to have you help me on my way to Judea.
17 UDB મારી યોજના વિષે હું મક્કમ હતો. હું તમને પ્રથમ "હા" કહીને પછી "ના" કહેતો ન હતો. અવિશ્વાસીઓ જેમ આયોજન કરે છે તેમ હું મારી યોજનાઓ બનાવી રહ્યો ન હતો. BSB BSB: When I planned this, did I do it carelessly? Or do I make my plans by human standards, so as to say “Yes, yes” and also “No, no”?
18 UDB પણ ઈશ્વર આપણને વિશ્વાસુપણે દોરે છે, અને અમે પણ તમને ગૂંચવતા નથી. અમે અમારી જે યોજનાઓ બનાવીએ છીએ તેને અમે વળગી રહીએ છીએ. BSB BSB: But as surely as God is faithful, our message to you is not “Yes” and “No.”
19 UDB અમારી "હા" ઈશ્વરના દીકરા ઈસુ ખ્રિસ્ત તરફથી છે જેમને અમે તમને પ્રગટ કર્યા; અને તેમનામાં કદાપિ કોઈ ગૂંચવણ નથી, તેમનામાં કોઈ "પ્રથમ હા અને પછી ના" નથી. BSB BSB: For the Son of God, Jesus Christ, who was proclaimed among you by me and Silvanus and Timothy, was not “Yes” and “No,” but in Him it has always been “Yes.”
20 UDB કેમ કે ઈશ્વરનાં જે વચનો છે તે "હા" છે, કેમ કે તેઓ તેમના તરફથી આવે છે. અને અમે તેમની "હા" ને અમારું સમર્થન આપીએ છીએ. અને ઈશ્વરના મહિમાને ખાતર અમે કહીએ છીએ કે "હા, તે સત્ય છે!" BSB BSB: For all the promises of God are “Yes” in Christ. And so through Him, our “Amen” is spoken to the glory of God.
21 UDB ઈશ્વર આપણા ખ્રિસ્તીઓના બંધનને મજબૂત બનાવે છે, કેમ કે આપણે ખ્રિસ્તની સાથે જોડાયેલા છીએ, અને તેઓ જ આપણને શુભ સમાચાર પ્રગટ કરવા લોકોમાં મોકલે છે. BSB BSB: Now it is God who establishes both us and you in Christ. He anointed us,
22 UDB તેમણે આપણા પર અધિકૃત મહોર મારી છે, કે જેથી લોકો જાણે કે ઈશ્વર આપણને માન્ય કરે છે. અને તેમણે આપણને આત્મા આપ્યો છે જે આપણામાં રહે છે. ઈશ્વર આપણા માટે હજુ પણ વધારે કરશે તે માટે આત્મા એક અતૂટ વચન તરીકે છે. BSB BSB: placed His seal on us, and put His Spirit in our hearts as a pledge of what is to come.
23 UDB કરિંથમાંના ખ્રિસ્તીઓ, તમારી પાસે મારા ન આવવાના કારણ સંબંધી ઈશ્વર તમને ખાતરી પમાડો: તે એટલા માટે હતું કે તમારામાં સુધારો લાવવાની બાબત સંબંધી તમારે મારો સામનો ન કરવો પડે. BSB BSB: I call God as my witness that it was in order to spare you that I did not return to Corinth.
24 UDB ઈશ્વર પર તમારે કેવી રીતે વિશ્વાસ કરવો તે સંબંધી તમને હુકમો આપીએ એવા માલિકો જેવા અમે નથી. તો પણ, અમે તમારી સાથે કામ કરવા માગીએ છીએ, કે જેથી ગમે તે પરિસ્થિતિ આવે તોપણ તમે ઈશ્વર પર વિશ્વાસ કરતાં શીખો અને તેમનામાં વિશ્વાસ કરવામાં આનંદ અનુભવો. BSB BSB: Not that we lord it over your faith, but we are fellow workers with you for your joy, because it is by faith that you stand firm.
Select verses for actions: Enter goes to them and Escape comes back.