1 UDB હું જાણું છું કે કરિંથની મારી છેલ્લી મુલાકાતમાં મેં તમને જે કંઈ કહ્યું તેથી તમારી લાગણી દુભાઈ છે. તેથી આ વખતે મેં નક્કી કર્યું છે કે તમારી બીજી વધુ દુઃખદ મુલાકાત હવે હું નહીં કરું. BSB BSB: So I made up my mind not to make another painful visit to you.
2 UDB મારી છેલ્લી મુલાકાતથી મેં તમને ઘણું દુઃખ પહોંચાડ્યું છે, અને જ્યારે હું ત્યાં હતો ત્યારે જેઓ મને આનંદ પમાડી શકે તેવા લોકો હતા તેમને જ મેં દુઃખ પહોંચાડ્યું. BSB BSB: For if I grieve you, who is left to cheer me but those whom I have grieved?
3 UDB જ્યારે હું ફરી તમારી પાસે એટલે કે જેઓએ તો ખરેખર મને આનંદિત કરવો જોઈએ તેઓ પાસે આવું ત્યારે તમે મને દુઃખી ન કરો તે માટે મેં તે પત્ર તમને લખ્યો! મને ખાતરી હતી કે આપણા બધા પાસે આનંદ કરવાનાં કારણો હતાં. BSB BSB: I wrote as I did so that on my arrival I would not be grieved by those who ought to make me rejoice. I had confidence in all of you, that you would share my joy.
4 UDB તે સમયે મેં તમને એટલા માટે લખ્યું કે હજી મારા હૃદયમાં ઘણી વેદના અને દુઃખ હતાં, મેં તમારે માટે ઘણાં આંસુઓ વહેવડાવ્યાં અને હવે હું તમને વધુ દુઃખી કરવા માગતો ન હતો. હું તમારા સર્વ પર કેટલો પ્રેમ કરું છું તે તમે જાણો એમ હું ઇચ્છું છું. BSB BSB: For through many tears I wrote you out of great distress and anguish of heart, not to grieve you but to let you know how much I love you.
5 UDB જે વ્યક્તિ પાપમાં પડી તેણે એમ કરવા દ્વારા કેવળ મને જ દુઃખ નહોતું પહોચાડ્યું પણ તેના પાપથી તમને સર્વને દુઃખી કર્યા. BSB BSB: Now if anyone has caused grief, he has not grieved me but all of you—to some degree, not to overstate it.
6 UDB આ માણસ અને તેણે કરેલા પાપ સબંધી શું કરવું તે સંબંધી આપણે બધા સહમત છીએ. હાલ તેને શિક્ષા કરવામાં આવી છે અને તે યોગ્ય છે. BSB BSB: The punishment imposed on him by the majority is sufficient for him.
7 UDB તો હવે આ પરિસ્થિતિ છે: તેની સજા દ્વારા તેણે દુઃખ સહન કર્યું છે, પણ હવે તેણે જે કર્યું તેના માટે તેને માફ કરવાની અને તેને પ્રેમ કરવાની જરૂર છે કે જેથી તે વધુ દુઃખને લીધે નિરાશ ન થઈ જાય. BSB BSB: So instead, you ought to forgive and comfort him, so that he will not be overwhelmed by excessive sorrow.
8 UDB બધા જ વિશ્વાસીઓની સમક્ષ તમે તેને જણાવો કે તમે તેને કેટલો બધો પ્રેમ કરો છો. BSB BSB: Therefore I urge you to reaffirm your love for him.
9 UDB મેં એ જોવા માટે તમને લખ્યું કે તમે ખ્રિસ્તને આધીન થઈને આ પ્રશ્નનું નિરાકરણ લાવો છો કે કેમ. BSB BSB: My purpose in writing you was to see if you would stand the test and be obedient in everything.
10 UDB તેથી જે માણસને તમે માફ કર્યું છે, તેને હું પણ માફ કરું છું. જે કંઈ મેં માફ કર્યું, પછી તે નાનામાં નાની બાબત હોય, તે મેં તમારા પ્રત્યેના પ્રેમને કારણે અને ખ્રિસ્તની સમક્ષતામાં માફ કર્યું છે. BSB BSB: If you forgive anyone, I also forgive him. And if I have forgiven anything, I have forgiven it in the presence of Christ for your sake,
11 UDB આમ કરવાનું કારણ એ છે કે શેતાન કંઇક વધુ ખરાબ કરવા તેની કુયુક્તિમાં આપણને ફસાવે નહીં. આપણે તેની કુયુક્તિઓથી અને તેના જૂઠથી માહિતગાર છીએ. BSB BSB: in order that Satan should not outwit us. For we are not unaware of his schemes.
12 UDB જો કે પ્રભુએ ત્રોઆસ શહેરમાં શુભ સમાચાર પ્રગટ કરવા માટે અમારા માટે ઘણા માર્ગ ઉઘાડ્યા, BSB BSB: Now when I went to Troas to preach the gospel of Christ and a door stood open for me in the Lord,
13 UDB તો પણ, હું મારા ભાઈ તિતસ માટે ચિંતિત હતો, કેમ કે તે મને મળ્યો ન હતો. તેથી વિશ્વાસીઓને ત્રોઆસમાં છોડીને તેની શોધ કરવા હું મકદોનિયા પાછો ગયો. BSB BSB: I had no peace in my spirit, because I did not find my brother Titus there. So I said goodbye to them and went on to Macedonia.
14 UDB અમે ખ્રિસ્તમાં સાથે જોડાયા છીએ માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ અને ખ્રિસ્ત હંમેશાં અમને તેમની વિજય કૂચમાં દોરી જાય છે. અમારાં જીવનો અને અમારા સંદેશ દ્વારા, અમે જ્યાં કંઈ જઈએ છીએ ત્યાં જેઓ બળતા ધૂપની પાસે રહે છે તેઓના જેવા અમે હોઈએ છીએ; પણ અમારી સુગંધ ધૂપની સુગંધ નથી; પરંતુ તે ખ્રિસ્તને જાણવાથી આવે છે, અને અમે તેમને ઓળખીએ છીએ તેને કારણે આ સુગંધ અમારી પાસે છે. BSB BSB: But thanks be to God, who always leads us triumphantly as captives in Christ and through us spreads everywhere the fragrance of the knowledge of Him.
15 UDB ઈશ્વર આ સુગંધ અનુભવે છે અને તે તેમને ખ્રિસ્તની યાદ અપાવે છે. અને જેઓને ઈશ્વર છોડાવે છે તેઓ પણ અમારામાં આ જ સુગંધ અનુભવે છે. વળી જેઓને ઈશ્વરે છોડાવ્યા નથી તેઓને પણ આ સુગંધ ખ્રિસ્તની યાદ અપાવે છે. BSB BSB: For we are to God the sweet aroma of Christ among those who are being saved and those who are perishing.
16 UDB જેઓને ઈશ્વરે છોડાવ્યા નથી તેઓને માટે ખ્રિસ્તની એ સુગંધ મરણની દુર્ગંધરૂપ છે. પણ જેઓને ઈશ્વર મુક્ત કરાવી રહ્યા છે તેઓને માટે તે ખ્રિસ્ત કે જેઓ જીવંત છે, તે તેઓને જીવંત કરવા પાછા આવી રહ્યા છે તેમની સુગંધ છે. ખરેખર, કોઈ પણ પોતાની રીતે આ સુગંધ ફેલાવવા સમર્થ નથી! BSB BSB: To the one we are an odor that brings death, to the other a fragrance that brings life. And who is qualified for such a task?
17 UDB તમે જાણો છો કે ઘણા લોકો પૈસા મેળવવા ઈશ્વરનાં વચનો વેચવા શહેરે શહેર જાય છે. પણ અમે તેઓના જેવા નથી. અમે ઈશ્વરને પ્રસન્ન કરવા અને તેઓ જે ઇચ્છે છે તે કરવા સખત મહેનત કરીએ છીએ. અને અમે ખ્રિસ્ત સંબંધી બોલીએ છીએ કેમ કે અમે જે કરીએ છીએ તે સર્વ ઈશ્વર જુએ છે, અને અમે ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ કેમ કે અમે તેમની સાથે જોડાયેલા છીએ. BSB BSB: For we are not like so many others, who peddle the word of God for profit. On the contrary, in Christ we speak before God with sincerity, as men sent from God.
Select verses for actions: Enter goes to them and Escape comes back.