1 UDB જ્યારે આપોલોસ કરિન્થમાં હતો, ત્યારે પાઉલે ફ્રુગિયા અને ગલાતિયા છોડીને આસિયામાં થઈને એફેસસ પાછો આવ્યો. તે કેટલાક લોકોને મળ્યો જેઓ કહેતા હતા કે તેઓ વિશ્વાસીઓ છે. BSB BSB: While Apollos was at Corinth, Paul passed through the interior and came to Ephesus. There he found some disciples
2 UDB તેણે તેઓને પૂછ્યું, "જ્યારે તમે ઈશ્વરના સંદેશા પર વિશ્વાસ કર્યો ત્યારે શું તમને પવિત્ર આત્મા પ્રાપ્ત થયો?" તેઓએ જવાબ આપ્યો, "ના અમને પ્રાપ્ત થયો નથી, અમે તો પવિત્ર આત્મા વિષે સાંભળ્યું પણ નથી." BSB BSB: and asked them, “Did you receive the Holy Spirit when you became believers?” “No,” they answered, “we have not even heard that there is a Holy Spirit.”
3 UDB તેથી પાઉલે પૂછ્યું, "તો તમે જ્યારે બાપ્તિસ્મા પામ્યા, ત્યારે તમે શું સમજ્યા?" તેમણે જવાબ આપ્યો, "યોહાન બાપ્તિસ્તે જે શિક્ષણ આપ્યું તેના પર અમે વિશ્વાસ કર્યો." BSB BSB: “Into what, then, were you baptized?” Paul asked. “The baptism of John,” they replied.
4 UDB પાઉલે કહ્યું, "યોહાનનું બાપ્તિસ્મા લોકો પોતાના દુષ્ટ વિચારોથી તથા કાર્યોથી ઈશ્વર પ્રતિ પાછા ફરતા હતા તેની નિશાની હતું. તેણે એવું પણ કહ્યું હતું કે એક વ્યક્તિ, જે તેના આવ્યા પછી આવશે તેના પર લોકોએ વિશ્વાસ કરવો, અને તે માણસ તો ઈસુ હતા." BSB BSB: Paul explained: “John’s baptism was a baptism of repentance. He told the people to believe in the One coming after him, that is, in Jesus.”
5 UDB તેથી જ્યારે તે માણસોએ સાંભળ્યું, ત્યારે તેઓએ પ્રભુ ઈસુના નામમાં બાપ્તિસ્મા લીધુ. BSB BSB: On hearing this, they were baptized into the name of the Lord Jesus.
6 UDB ત્યારપછી પાઉલે, એક પછી એક દરેકનાં માથે હાથ મૂક્યા અને તેઓમાંના દરેક ઉપર પવિત્ર આત્માનું સામર્થ્ય આવ્યું. પવિત્ર આત્માએ જે ભાષાઓ તેઓ શીખ્યા ન હતાં તે બોલવા તેમને સામર્થ્ય આપ્યું અને તેઓ પવિત્ર આત્માએ જે કહ્યું તે પ્રમાણે તેઓ સંદેશ બોલ્યા. BSB BSB: And when Paul laid his hands on them, the Holy Spirit came upon them, and they spoke in tongues and prophesied.
7 UDB ત્યાં આશરે બાર પુરુષો હતા જેઓનું પાઉલે બાપ્તિસ્મા કર્યું અને તેઓ પવિત્ર આત્મા પામ્યાં. BSB BSB: There were about twelve men in all.
8 UDB ત્યાર પછી ત્રણ મહિના સુધી, પાઉલે એફેસસનાં સભાસ્થાનમાં દર સાબ્બાથે જઈને લોકોને ઈસુ વિષે શીખવ્યું અને સમજાવ્યું કે કઈ રીતે ઈશ્વર પોતાને રાજા તરીકે દર્શાવશે. BSB BSB: Then Paul went into the synagogue and spoke boldly there for three months, arguing persuasively about the kingdom of God.
9 UDB પરંતુ કેટલાક યહૂદીઓ તેના સંદેશા પર વિશ્વાસ કરવા તૈયાર ન હતા અને તે વિષે તેઓ વધારે સાંભળવા માંગતા ન હતા. તેઓએ પાઉલના શિક્ષણ વિષે ઘણી દુષ્ટ વાતો કરી તેથી પાઉલ તેઓને છોડીને વિશ્વાસીઓને લઈને તુરાનસના સભાસ્થાનમાં ગયો, જેથી તેઓ ત્યાં મળી શકે. BSB BSB: But when some of them stubbornly refused to believe and publicly maligned the Way, Paul took his disciples and left the synagogue to conduct daily discussions in the lecture hall of Tyrannus.
10 UDB પાઉલે બે વર્ષ સુધી ત્યાં લોકોને શિક્ષણ આપ્યું. આ રીતે, લગભગ બધાં, યહૂદી અને બિનયહૂદી જેઓ આસિયા પ્રાંતમાં રહેતા હતા તેઓએ પ્રભુ ઈસુનો સંદેશો સાંભળ્યો. BSB BSB: This continued for two years, so that everyone who lived in the province of Asia, Jews and Greeks alike, heard the word of the Lord.
11 UDB વળી ઈશ્વરે પાઉલને ચમત્કારો કરવાનું સામર્થ્ય આપ્યું. BSB BSB: God did extraordinary miracles through the hands of Paul,
12 UDB જે કોઇ બીમાર હતા અને પાઉલ પાસે આવી શકે તેમ ન હતા, તેઓ પાસે પાઉલે સ્પર્શ કરેલા કાપડના ટુકડાઓ લઈ જવામાં આવતા અને બીમાર લોકો પર તે મુકવામાં આવતા. જેના પરિણામે બીમાર લોકો સાજા થતા અને દુષ્ટાત્માઓ તેમને છોડીને ચાલ્યા જતા. BSB BSB: so that even handkerchiefs and aprons that had touched him were taken to the sick, and the diseases and evil spirits left them.
13 UDB એવા કેટલાક યહૂદીઓ હતા કે જેઓ એક નગરથી બીજા નગર ભટકતા હતા, અને એ બધી જગ્યાઓએ લોકોમાંથી દુષ્ટાત્માઓને નીકળી જવા આજ્ઞા કરતા હતા. તેઓમાંના કેટલાક યહૂદીઓ લોકોમાંથી દુષ્ટાત્માઓને કાઢવા આ પ્રમાણે કહેતા "પાઉલ જે માણસ વિષે શિક્ષણ આપે છે, તે પ્રભુ ઈસુના પરાક્રમથી હું તને બહાર નીકળવાની આજ્ઞા કરું છું!" BSB BSB: Now there were some itinerant Jewish exorcists who tried to invoke the name of the Lord Jesus over those with evil spirits. They would say, “I command you by Jesus, whom Paul proclaims.”
14 UDB સાત માણસો આ પ્રકારે કાર્ય કરતા હતા. તેઓ સ્કેવા નામે એક યહૂદી, જે પોતાને મુખ્ય યાજક કહેતો હતો, તેના દીકરાઓ હતા. BSB BSB: Seven sons of Sceva, a Jewish chief priest, were doing this.
15 UDB પણ એક દિવસ જ્યારે તેઓ આમ કરી રહ્યા હતા ત્યારે, દુષ્ટાત્મા તે માણસમાંથી બહાર નીકળ્યો નહીં. તેના બદલે, તે દુષ્ટાત્માએ તેઓને કહ્યું, "હું ઈસુને ઓળખું છું અને હું પાઉલને ઓળખું છું પણ મને કંઈ કરવાનો અધિકાર તને કોઈએ આપ્યો નથી!" BSB BSB: But one day the evil spirit responded, “Jesus I know, and I know about Paul, but who are you?”
16 UDB એટલું કહ્યા પછી, અચાનક જે માણસને દુષ્ટાત્મા વળગ્યો હતો તે સ્કેવાના દીકરાઓ પર કૂદ્યો. તેણે તેમને નીચે પછાડ્યા અને માર્યા. તેણે તેઓનાં કપડાં ફાડી નાખ્યાં અને ઘાયલ કર્યા. તેઓ ગભરાઈ ગયા અને ઘર છોડીને ભાગી ગયા. BSB BSB: Then the man with the evil spirit jumped on them and overpowered them all. The attack was so violent that they ran out of the house naked and wounded.
17 UDB એફેસસમાં રહેતા સર્વ લોકો, યહૂદી અને બિનયહૂદી બન્નેએ જે બન્યું હતું તે સાંભળ્યું. ત્યારે તેઓ ગભરાયા કારણ કે દુષ્ટાત્મા વળગેલો માણસ ઘણો શક્તિશાળી હતો. તે સમયે, તેઓએ પ્રભુ ઈસુના નામને મહિમા આપ્યો. BSB BSB: This became known to all the Jews and Greeks living in Ephesus, and fear came over all of them. So the name of the Lord Jesus was held in high honor.
19 UDB ઘણાં લોકો જેઓ જાદુગર હતા તેઓએ તેમની જાદુક્રિયા વિશેના પુસ્તકો, બધા જોઈ શકે તેવી જગ્યાએ બાળી નાખ્યાં. જ્યારે લોકોએ તે પુસ્તકોની કિંમત ગણી તો તે પચાસ હજાર ચાંદીના સિક્કા જેટલી હતી. BSB BSB: And a number of those who had practiced magic arts brought their books and burned them in front of everyone. When the value of the books was calculated, the total came to fifty thousand drachmas.
20 UDB આ પ્રમાણે, ઘણા લોકોએ પ્રભુ ઈસુ વિશેનો સંદેશો સાંભળ્યો અને તેમના પર વિશ્વાસ કર્યો. BSB BSB: So the word of the Lord powerfully continued to spread and prevail.
21 UDB એફેસસમાં પાઉલે પોતાનું કાર્ય પૂર્ણ કર્યાં પછી, આત્માએ તેને યરુશાલેમ જવાનો નિર્ણય કરવા દોરવણી આપી, પણ પ્રથમ તેણે મકદોનિયા અને અખાયાના પ્રાંતના વિશ્વાસીઓને મળવાની યોજના કરી. પાઉલે કહ્યું, "યરુશાલેમ ગયા પછી હું રોમ પણ જઈશ." BSB BSB: After these things had happened, Paul resolved in the Spirit to go to Jerusalem, passing through Macedonia and Achaia. “After I have been there,” he said, “I must see Rome as well.”
22 UDB પાઉલે તેના બે સહાયકો, તિમોથીને અને એરાસ્તસને, મકદોનિયા મોકલ્યા. પણ પાઉલ આસિયા પ્રાંતના, એફેસસમાં રહ્યો. BSB BSB: He sent two of his helpers, Timothy and Erastus, to Macedonia, while he stayed for a time in the province of Asia.
23 UDB તે પછી તરત જ, એફેસસના લોકોએ ઈસુ અને તેમના વિષેના શિક્ષણના કારણે ભારે ધમાલ કરી. BSB BSB: About that time there arose a great disturbance about the Way.
25 UDB દેમેત્રિયસે પ્રતિમા બનાવનાર બધા કારીગરોને ભેગા કર્યા. તેણે તેઓને કહ્યું, "ભાઈઓ, તમે જાણો છો કે આપણે આ કાર્ય કરવા દ્વારા ઘણાં નાણાં મેળવીએ છીએ. BSB BSB: Demetrius assembled the craftsmen, along with the workmen in related trades. “Men,” he said, “you know that this business is our source of prosperity.
26 UDB તમે જાણો છો કે અફેસસમાં રહેતા ઘણાં લોકોને, પાઉલે આપણે જે મૂર્તિઓ બનાવીએ છીએ તે હવે ન ખરીદવાનું શીખવ્યું છે. હવે આપણા પ્રાંતમાં ઘણાં નગરોના લોકો પણ, આપણે જે બનાવીએ છીએ તે ખરીદવા ચાહતા નથી. પાઉલ લોકોને કહે છે કે આપણે જે દેવોનું ભજન કરીએ છીએ તે સાચા દેવો નથી અને આપણે તેઓનું ભજન કરવું જોઈએ નહી. BSB BSB: And you can see and hear that not only in Ephesus, but in nearly the whole province of Asia, this Paul has persuaded a great number of people to turn away. He says that man-made gods are no gods at all.
27 UDB જો લોકો તેનું સાંભળશે તો, તેઓ આપણો ધંધો બંધ કરાવી દેશે. લોકો એવું વિચારશે કે તેઓએ હવે આર્તેમિસના પૂજાસ્થાનમાં તેની પૂજા કરવા જવું જોઈએ નહીં. દેવી આર્તેમિસ મહાન છે એવું હવે લોકો વિચારશે નહી. જો કે આસિયા પ્રાંતના અને સમગ્ર દૂનિયાના લોકો તેને પૂજે છે!" BSB BSB: There is danger not only that our business will fall into disrepute, but also that the temple of the great goddess Artemis will be discredited and her majesty deposed—she who is worshiped by all the province of Asia and the whole world.”
28 UDB જ્યારે ત્યાં હાજર રહેલા સર્વ માણસોએ દેમેત્રિયસે કહેલી વાત સાંભળી ત્યારે તેઓ પાઉલ પર ગુસ્સે થયા. તેઓ બૂમો પાડવા લાગ્યાં, "એફેસસની દેવી આર્તેમિસ મહાન છે!" BSB BSB: When the men heard this, they were enraged and began shouting, “Great is Artemis of the Ephesians!”
30 UDB પાઉલ સભાગૃહમાં જઈ લોકો સાથે વાત કરવા માગતો હતો પણ બીજા વિશ્વાસીઓએ તેને જવા દીધો નહીં. BSB BSB: Paul wanted to go before the assembly, but the disciples would not allow him.
31 UDB શહેરના ઘણા અધિકારીઓ જેઓ પાઉલના મિત્રો હતા તેમણે આ બનાવ વિશે જાણ્યું. તેઓએ કોઈકને મોકલીને પાઉલને સભાગૃહમાં ન જવા જણાવ્યું. BSB BSB: Even some of Paul’s friends who were officials of the province of Asia sent word to him, begging him not to venture into the theatre.
32 UDB સભાગૃહમાં લોકોના ટોળાએ બૂમો પાડવાનું ચાલુ રાખ્યું, તેમાંના કેટલાક કઈક બૂમ પાડતા હતા અને બીજા કેટલાક જુદી બૂમ પાડતા હતા. પણ મોટા ભાગના લોકોને ખબર ન હતી કે તેઓ શા માટે ભેગા થયા હતા! BSB BSB: Meanwhile the assembly was in turmoil. Some were shouting one thing and some another, and most of them did not even know why they were there.
33 UDB યહૂદીઓમાંનો એક જેનું નામ આલેકસાંદર હતું. કેટલાક યહૂદીઓ તેને ધક્કા મારીને લોકોની સામે લઈ ગયા જેથી તે લોકોને કંઈક કહી શકે. આલેકસાંદર હાથ ઊચો કરી લોકોના ટોળાને ચૂપ રહેવાનું કહેતો હતો. તે તેઓને કહેવા માંગતો હતો કે યહૂદીઓ આ મુસીબતનું કારણ નથી. BSB BSB: The Jews in the crowd pushed Alexander forward to explain himself, and he motioned for silence so he could make his defense to the people.
34 UDB પણ ઘણાં બિન-યહૂદીઓ આલેકસાંદરને યહૂદી તરીકે ઓળખતા હતા અને જાણતા હતા કે યહૂદીઓ આર્તેમિસ દેવીનું ભજન કરતા નથી. તેથી બિન-યહૂદીઓ બે કલાક સુધી બૂમ પાડતા રહ્યાં, "એફેસીઓની આર્તેમિસ દેવીની જય!" BSB BSB: But when they realized that he was a Jew, they all shouted in unison for about two hours: “Great is Artemis of the Ephesians!”
36 UDB દરેક આ જાણે છે, અને કોઈ એમ ન કહી શકે કે આ બાબતો અસત્ય છે. તેથી તમારે શાંત રહેવું જોઈએ અને અવિચારી કાર્ય કરવું નહીં. BSB BSB: Since these things are undeniable, you ought to be calm and not do anything rash.
37 UDB તમારે આ બે માણસોને અહીં લાવવા જોઈતા ન હતા, કારણ કે તેઓએ કઈ ભૂંડું કર્યું નથી. તેઓ આપણા ભક્તિસ્થાનમાં પ્રવેશ્યા નથી અને ત્યાંથી કોઈ વસ્તુઓ લીધી નથી અને આપણી દેવી વિશે કંઈ ખરાબ બોલ્યાં નથી. BSB BSB: For you have brought these men here, though they have neither robbed our temple nor blasphemed our goddess.
38 UDB તેથી, જો દેમેત્રિયસ અને તેના સાથી કારીગરો કોઈ ખરાબ બાબત વિષે કંઈક ફરિયાદ કરવા માગતા હોય તો તેમણે યોગ્ય રીતે તે કરવું જોઈએ. જો તેઓ ચાહે તો ન્યાયાલય છે તેમાં જઈ શકે છે, ત્યાં સરકાર દ્વારા ન્યાયાધીશો નિયુક્ત કરેલા છે. ત્યાં તેઓ ફરિયાદ કરી શકે છે. BSB BSB: So if Demetrius and his fellow craftsmen have a complaint against anyone, the courts are open and proconsuls are available. Let them bring charges against one another there.
39 UDB પણ જો બીજી કોઈ બાબતે ફરિયાદ હોય તો, જ્યારે અધિકારીઓ ભેગા થયા હોય ત્યારે તેમની પાસે લઈ જવી જોઈએ. BSB BSB: But if you are seeking anything beyond this, it must be settled in a legal assembly.
40 UDB આ રીતે મળવું યોગ્ય નથી! આ પ્રકારની ધમાલથી આપણે સાવધ રહેવું જોઈએ કારણ કે આપણે સરકારની સામે પડવા માગતા નથી. જો મને અધિકારીઓ પૂછશે કે આ ઘોંઘાટ શાનો છે તો હું તેમને યોગ્ય જવાબ આપી નહિ શકું." BSB BSB: For we are in jeopardy of being charged with rioting for today’s events, and we have no justification to account for this commotion.”
41 UDB શહેરના અધિકારીએ ટોળાને આ પ્રમાણે કહ્યું. ત્યાર બાદ તેમણે તેમને ઘરે જવા જણાવ્યું અને તેઓ તેમના ઘરે ગયા. BSB BSB: After he had said this, he dismissed the assembly.
Select verses for actions: Enter goes to them and Escape comes back.