1 UDB હું, પાઉલ, જેઓને ઈશ્વરે પોતાના માટે અલગ કર્યા છે અને જેઓ ખ્રિસ્ત ઈસુને વિશ્વાસુ છે તેવા મારા પ્રિય સાથી વિશ્વાસુઓને લખું છું, જેઓ એફેસસ શહેરમાં રહે છે તેવા મારા સાથી વિશ્વાસીઓને હું લખું છું. મને પાઉલને, જેને ઈશ્વરે પસંદ કર્યો અને જેને ઈશ્વરે તમારી પાસે ખ્રિસ્ત ઈસુના પ્રેરિત તરીકે મોકલ્યો. BSB BSB: Paul, an apostle of Christ Jesus by the will of God, To the saints in Ephesus, the faithful in Christ Jesus:
2 UDB હું પ્રાર્થના કરું છું કે ઈશ્વર આપણા પિતા અને ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુ તેમની દયા અને શાંતિ તમને આપે. BSB BSB: Grace and peace to you from God our Father and the Lord Jesus Christ.
3 UDB ઈશ્વર, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતાની સ્તુતિ થાઓ! તેમણે આપણામાં દરેક પ્રકારના સ્વર્ગીય આશીર્વાદ કે જે ખ્રિસ્ત આપણને આપે છે તેના દ્વારા મોટો આનંદ ઉપજાવ્યો છે. BSB BSB: Blessed be the God and Father of our Lord Jesus Christ, who has blessed us in Christ with every spiritual blessing in the heavenly realms.
5 UDB ખ્રિસ્ત ઈસુએ જે કર્યું તેના કારણે ઈશ્વરે ઘણા સમય પહેલાં આપણને તેમનાં પોતાનાં બાળકો તરીકે દત્તક લેવાની યોજના બનાવી હતી, કારણ કે તેઓ આપણને પ્રેમ કરે છે. તેઓએ આપણને બાળકો તરીકે દત્તક લેવાની યોજના બનાવી હતી કારણ કે આપણને પોતાનાં બાળકો કરી લેવામાં તેઓ પ્રસન્ન હતા, તેથી તેમણે તે કર્યું કે જે કરવા તેઓ ઈચ્છતા હતા. BSB BSB: He predestined us for adoption as His sons through Jesus Christ, according to the good pleasure of His will,
6 UDB આને કારણે આપણે હવે તેમના પુત્ર જેમને તેઓ પ્રેમ કરે છે તેમના દ્વારા મળેલી તેમની અદભુત દયા, જેના માટે આપણે લાયક ન હતા તેને માટે ઈશ્વરની સ્તુતિ કરીએ. BSB BSB: to the praise of His glorious grace, which He has freely given us in the Beloved One.
7 UDB ઈસુએ જાણે આપણને ગુલામોના બજારમાંથી ખરીદી લીધા હોય તેમ તેમણે આપણને તેમના મરણ દ્વારા મુક્ત કર્યા છે; એટલે કે, ઈશ્વરે આપણને આપણા પાપ માફ કર્યા છે, કારણ કે તેઓ આપણા પ્રત્યે અતિ ઘણા દયાળુ છે. BSB BSB: In Him we have redemption through His blood, the forgiveness of our trespasses, according to the riches of His grace
8 UDB તેઓ આપણા પ્રત્યે ખૂબ દયાળુ છે, અને તેઓએ આપણને સર્વ પ્રકારનું ડહાપણ આપ્યું છે. BSB BSB: that He lavished on us with all wisdom and understanding.
9 UDB ઈશ્વરે હવે પોતાની યોજનાનું રહસ્ય સમજાવ્યું છે. તેઓએ ખ્રિસ્તનું મહાન કાર્ય જેની તેમણે યોજના કરી હતી તેને જાણવા આપણી સહાય કરી છે. તેમણે તેમ કર્યું કારણ કે તેમણે તે રીતે કરવાનું પસંદ કર્યું હતું, અને ખ્રિસ્ત આપણા માટે શું કરશે તે તેમણે આપણને બતાવ્યું. BSB BSB: And He has made known to us the mystery of His will according to His good pleasure, which He purposed in Christ
10 UDB ઈશ્વરે જ્યારે તે યોજના કરી ત્યારે એવું ઠરાવ્યું હતું કે તેઓ સ્વર્ગમાંની અને પૃથ્વી પરની સર્વ બાબતોને એક કરશે, અને ખિસ્ત તેમના પર રાજ કરશે. BSB BSB: as a plan for the fullness of time, to bring all things in heaven and on earth together in Christ.
11 UDB ઘણા સમય અગાઉ ઈશ્વરે આપણને ખ્રિસ્તમાં એક કરવાનું નક્કી કર્યું. તેમણે તેમ કરવાની યોજના બનાવી, અને તેઓ હંમેશાં જે કરવા ઈચ્છે છે તે જ કરે છે. BSB BSB: In Him we were also chosen as God’s own, having been predestined according to the plan of Him who works out everything by the counsel of His will,
12 UDB ઈશ્વરે એવું કર્યું કે જેથી આપણે જેઓ ખ્રિસ્તમાં વિશ્વાસ કરીએ છીએ તેઓ ઈશ્વરના મહિમાની સ્તુતિ કરવા માટે જીવીએ. આપણે ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારાઓમાં પ્રથમ હતા. BSB BSB: in order that we, who were the first to hope in Christ, would be for the praise of His glory.
13 UDB તમે સત્યનું વચન એટલે કે તમારા તારણના શુભ સમાચાર સાંભળ્યા બાદ તમે ખ્રિસ્તમાં વિશ્વાસ કર્યો અને વચનના પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયા. BSB BSB: And in Him, having heard and believed the word of truth—the gospel of your salvation—you were sealed with the promised Holy Spirit,
14 UDB પવિત્ર આત્મા એની સાબિતી છે કે ઈશ્વરે જે સંબંધી વચન આપ્યું છે તે પ્રમાણે આપણે મેળવીશું. આ સર્વ બાબતો તેમની સ્તુતિ કરવાનું મહાન કારણ છે! BSB BSB: who is the pledge of our inheritance until the redemption of those who are God’s possession, to the praise of His glory.
15 UDB ઈશ્વરે તમારા માટે ઘણું કર્યું છે, અને મેં સાંભળ્યું છે કે તમે પ્રભુ ઈસુ પર કેવો વિશ્વાસ રાખો છો અને ઈશ્વરે જે સર્વને પોતાના માટે પસંદ કર્યા છે તેઓને પ્રેમ કરો છો તે કારણે, BSB BSB: For this reason, ever since I heard about your faith in the Lord Jesus and your love for all the saints,
16 UDB મેં તમારા માટે ઈશ્વરનો આભાર માનવાનું પડતું મૂક્યું નથી અને ઘણી વાર તમારા માટે પ્રાર્થના કરું છું. BSB BSB: I have not stopped giving thanks for you, remembering you in my prayers,
17 UDB હું પ્રાર્થના કરું છું કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર પિતા કે જેઓ ચમકતા પ્રકાશમાં રહે છે, તે તમને ડહાપણથી વિચારવા અને સર્વ બાબતો જે તેઓ તમને પ્રગટ કરે તે સમજવા માટે સહાય કરે. BSB BSB: that the God of our Lord Jesus Christ, the glorious Father, may give you a spirit of wisdom and revelation in your knowledge of Him.
18 UDB હું પ્રાર્થના કરું છું કે ઈશ્વર આપણા માટે શું કરવા ઇચ્છે છે તે વિષે, અને તેઓ સત્ય બોલી રહ્યા છે તે આપણે કેવી રીતે જાણીએ તે વિષે તેઓ તમને શીખવે. હું પ્રાર્થના કરું છું કે, જે બાબતો તેમણે આપણને અને સર્વને તેઓ પોતાના કરવા માટે પસંદ કરશે તેઓને આપવાનું વચન આપ્યું છે તે બાબત કેટલી મહાન છે તે આપણે જાણીએ. BSB BSB: I ask that the eyes of your heart may be enlightened, so that you may know the hope of His calling, the riches of His glorious inheritance in the saints,
19 UDB અને હું પ્રાર્થના કરું છું કે, જેઓ ખ્રિસ્તમાં વિશ્વાસ કરે છે તેઓ માટે ઈશ્વર કેટલા પરાક્રમથી વર્તે છે તે તમે જાણો. BSB BSB: and the surpassing greatness of His power to us who believe. These are in accordance with the working of His mighty strength,
20 UDB જેવી રીતે ખ્રિસ્તને જ્યારે તેમણે મરણમાંથી પાછા સજીવન કર્યા, અને સ્વર્ગમાં સૌથી ઊંચી માનયોગ્ય જગ્યાએ બેસાડ્યા ત્યારે તેઓ ખ્રિસ્ત માટે જેવા પરાક્રમથી વર્ત્યા હતા તેવા પરાક્રમથી તેઓ આપણા માટે વર્તે છે. BSB BSB: which He exerted in Christ when He raised Him from the dead and seated Him at His right hand in the heavenly realms,
21 UDB તે જગ્યામાં, ખ્રિસ્ત દરેક અધિકારના સ્તર પરના દરેક શક્તિશાળી આત્મા અને દરેક નામ જે અસ્તિત્વ ધરાવે છે તેના પર સર્વોચ્ચ તરીકે રાજ કરે છે. ઈસુ અસ્તિત્વ ધરાવનાર બીજા કોઇપણ કરતાં, ફક્ત હમણાં જ નહિ, પરંતુ સદાકાળ માટે વધુ ઊંચા છે. BSB BSB: far above all rule and authority, power and dominion, and every name that is named, not only in the present age but also in the one to come.
22 UDB ઈશ્વરે જાણે કે અસ્તિત્વ ધરાવનાર બધા જ ખ્રિસ્તના પગ નીચે હોય તેમ તેઓને ખ્રિસ્તના શાસન હેઠળ મૂક્યા છે. અને ઈશ્વરે ખ્રિસ્તને સર્વ જગ્યાના સર્વ વિશ્વાસીઓમાંની સર્વ બાબતો પર અધિકારી તરીકે નીમ્યા છે. BSB BSB: And God put everything under His feet and made Him head over everything for the church,
23 UDB તે એવું છે કે જાણે સર્વ વિશ્વાસીઓ ભેગા મળીને ખ્રિસ્તનું પોતાનું શરીર હોય. તેઓ જેવી રીતે આખા વિશ્વને પોતાના પરાક્રમથી ભરે છે તે જ પ્રમાણે સર્વ વિશ્વાસીઓને પોતાના પરાક્રમથી ભરે છે. BSB BSB: which is His body, the fullness of Him who fills all in all.
Select verses for actions: Enter goes to them and Escape comes back.