1 UDB મારા સાથી વિશ્વાસીઓ, જો તમને જાણ થાય કે કોઈ ભાઈ કે બહેન ખોટું કરી રહ્યા છે, તો તમારામાંના જેઓને ઈશ્વરનો આત્મા દોરવણી આપે છે તેઓએ તે વ્યક્તિને નમ્રભાવે સુધારવી. તે સાથે, જ્યારે તમે અન્ય વ્યક્તિને સુધારો છો ત્યારે તમારે પણ બહુ કાળજી રાખવી જોઈએ કે તમે પાપ ન કરી બેસો. BSB BSB: Brothers, if someone is caught in a trespass, you who are spiritual should restore him with a spirit of gentleness. But watch yourself, or you also may be tempted.
3 UDB હું આ એટલા માટે કહું છું કે, જેઓ પોતાને ગણવા જોઈએ તે કરતાં વધારે ઊંચા ધારે છે તેઓ પોતાને મૂર્ખ બનાવે છે. BSB BSB: If anyone thinks he is something when he is nothing, he deceives himself.
4 UDB તેને બદલે, તમારામાંના દરેકે સતત કસોટી કરવી જોઈએ અને નક્કી કરવું જોઈએ કે તમે પોતે જે કરો છો અને વિચારો છો તેને તમે માન્ય કરી શકો છો કે કેમ. તમે પોતે જે કર્યું છે તે સારું છે તે કારણે તમે અભિમાની થઈ શકો છો, પરંતુ બીજા કોઈએ જે કર્યું તેના કરતાં તમે વધારે સારું કર્યું છે તે કારણે અભિમાન કરી શકતા નથી. BSB BSB: Each one should test his own work. Then he will have reason to boast in himself alone, and not in someone else.
5 UDB તમારે દરેકે પોતાનાં વ્યક્તિગત કામો કરવાં જોઈએ તે કારણે હું આ કહું છું. BSB BSB: For each one should carry his own load.
6 UDB જો બીજા સાથી વિશ્વાસીઓ તમને ઈશ્વર વિષેનું સત્ય શીખવે છે તો તમારી ચીજવસ્તુઓ તમારે તેમની સાથે વહેંચવી જોઈએ. BSB BSB: Nevertheless, the one who receives instruction in the word must share in all good things with his instructor.
8 UDB જેઓ પોતાને જે ગમે છે તેવાં પાપ કરે છે તેઓને ઈશ્વર અનંતકાળિક શિક્ષા કરશે. પરંતુ જેઓ ઈશ્વરના આત્માને પ્રસન્ન કરે છે તેઓ, ઈશ્વરના આત્માએ જે કર્યું છે તેને લીધે, સદાકાળ ઈશ્વર સાથે રહેશે. BSB BSB: The one who sows to please his flesh, from the flesh will reap destruction; but the one who sows to please the Spirit, from the Spirit will reap eternal life.
9 UDB પણ ઈશ્વરને જે પ્રસન્ન કરે છે તે કરતાં આપણે થાકવું જોઈએ નહિ, કારણ કે જે સારી બાબતો આપણે કરી રહ્યા છે તે કરવાનું જો આપણે બંધ કરીએ નહિ તો ઈશ્વરે નિર્ધારિત કરેલા સમયે આપણે ઇનામ પ્રાપ્ત કરીશું. BSB BSB: Let us not grow weary in well-doing, for in due time we will reap a harvest if we do not give up.
10 UDB માટે જ્યારે પણ આપણને તક મળે ત્યારે સર્વ લોકોને માટે જે સારું છે તે આપણે કરવું જોઈએ. પરંતુ વિશેષ કરીને આપણે આપણા સર્વ સાથી વિશ્વાસીઓને માટે જે સારું છે તે કરવું જોઈએ. BSB BSB: Therefore, as we have opportunity, let us do good to everyone, and especially to the family of faith.
11 UDB હવે, પત્રનો આ છેલ્લો ભાગ હું મારા પોતાના હાથે તમને લખી રહ્યો છું. જે મોટા અક્ષરોથી હું હમણાં લખી રહ્યો છું તે ધ્યાનમાં લો. BSB BSB: See what large letters I am using to write to you with my own hand!
12 UDB કેટલાક યહૂદી વિશ્વાસીઓ તમારી સુન્નત કરાવવા માગે છે કે જેથી યહૂદી અનુયાયીઓ બનાવવાને લીધે બીજા યહૂદીઓ તેમના વિષે સારું વિચારે. પરંતુ તેઓ એટલા માટે તે કરી રહ્યા છે કે ખ્રિસ્ત આપણને બચાવવા મરણ પામ્યા છે તેવો વિશ્વાસ કરવાને લીધે બીજાઓ તેમને સતાવે નહિ. BSB BSB: Those who want to make a good impression outwardly are trying to compel you to be circumcised. They only do this to avoid persecution for the cross of Christ.
13 UDB આ કહેવાનું મારું કારણ એ છે કે તે લોકો પોતે પણ નિયમ પાળતા નથી; પરંતુ તેઓ તમારી સુન્નત કરાવવા માગે છે કે જેથી તેઓ ગર્વ કરી શકે કે તેઓએ યહૂદી વિશ્વાસમાં વધુ લોકોનું પરિવર્તન કર્યું છે. BSB BSB: For the circumcised do not even keep the law themselves, yet they want you to be circumcised that they may boast in your flesh.
15 UDB હું તે વિષે બહુ ગર્વ કરીશ કારણ કે લોકો સુન્નત પામેલા છે કે નહિ તેની ઈશ્વર પરવા નથી, તેને બદલે તેઓ તેમને નવા લોકો બનાવે એટલી જ કાળજી રાખે છે. BSB BSB: For neither circumcision nor uncircumcision means anything. What counts is a new creation.
16 UDB જેઓ આ પ્રમાણે જીવે છે તેઓ સર્વને ઈશ્વર શાંતિ આપે અને તેમના પ્રત્યે ભલાઈથી વર્તે. આ વિશ્વાસીઓ તો ખરું ઇઝરાયેલ રાષ્ટ્ર છે કે જે ઈશ્વરનું છે! BSB BSB: Peace and mercy to all who walk by this rule, even to the Israel of God.
17 UDB હું કહું છું કે લોકોએ મને ઈસુ વિષેનું સત્ય પ્રગટ કરવાને લીધે સતાવ્યો, અને તેને પરિણામે તમારા નવા શિક્ષકો પાસે નથી તેવા ઘા મારા શરીર પર છે. માટે આ બાબતો વિષે મને ફરીથી કોઈ તકલીફ ન આપે! BSB BSB: From now on let no one cause me trouble, for I bear on my body the marks of Jesus.
18 UDB મારા સાથી વિશ્વાસીઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની ભલાઈ તમો સર્વની સાથે હો. આમેન! BSB BSB: The grace of our Lord Jesus Christ be with your spirit, brothers. Amen.
Select verses for actions: Enter goes to them and Escape comes back.