2 UDB હું પાઉલ પ્રેરિત, હમણાં તમને જે કહું છું તેનું કાળજીપૂર્વક ધ્યાન રાખો. જો કોઈકને તમે તમારી સુન્નત કરવા દો, તો ખ્રિસ્તે તમારે માટે જે કર્યું છે તે તમને કશી મદદ કરશે નહિ! BSB BSB: Take notice: I, Paul, tell you that if you let yourselves be circumcised, Christ will be of no value to you at all.
3 UDB હું ફરી એકવાર ગંભીરતાપૂર્વક દરેક માણસને કે જેઓની તેમણે સુન્નત કરી છે તેઓને જાહેર કરું છું કે ઈશ્વર તેને પોતાની નજરમાં સારો જાહેર કરે માટે તેણે નિયમને સંપૂર્ણપણે આધીન થવું જ રહ્યું. BSB BSB: Again I testify to every man who gets himself circumcised that he is obligated to obey the whole law.
4 UDB તમે નિયમ પાળવા પ્રયત્ન કરો છો તે કારણે જો તમે અપેક્ષા રાખો કે ઈશ્વર તમને પોતાની નજરમાં સારા જાહેર કરે, તો તમે પોતાને ખ્રિસ્તથી અલગ કર્યા છે; ઈશ્વર તમારા પ્રત્યે ભલાઈથી વર્તશે નહિ. BSB BSB: You who are trying to be justified by the law have been severed from Christ; you have fallen away from grace.
5 UDB જેમને ઈશ્વરનો આત્મા ખ્રિસ્તમાં વિશ્વાસ કરવા સમર્થ કરે છે તેવા આપણે એ સમયની ખાતરીપૂર્વક રાહ જોઈએ છીએ કે જ્યારે ઈશ્વર પોતાની નજરમાં આપણને સારા જાહેર કરશે. BSB BSB: But by faith we eagerly await through the Spirit the hope of righteousness.
7 UDB તમે ખ્રિસ્તને બહુ સારી રીતે અનુસરતા હતા! તેમના સાચા સંદેશને આધીન થતાં તમને કોણે રોક્યા? BSB BSB: You were running so well. Who has obstructed you from obeying the truth?
8 UDB ઈશ્વર, કે જેમણે તમને પસંદ કર્યા, તે એવા નથી કે જે તમને એવું વિચારવા સમજાવે! BSB BSB: Such persuasion does not come from the One who calls you.
9 UDB જેમ લોંદામાંનું થોડું ખમીર તેને આખો ફુલાવે છે તેમ આ ખોટું શિક્ષણ, જે તમને કોઈક શીખવી રહ્યું છે તે, તમારા સર્વમાં ફેલાઈ જાય તેવું જોખમ રહેલું છે. BSB BSB: A little leaven works through the whole batch of dough.
10 UDB મને ખાતરી છે કે પ્રભુ ઈસુ તમને તેમના સાચા શુભ સમાચાર સિવાય બીજા કશામાં વિશ્વાસ કરતા રોકશે. જે કોઈ આ ખોટા સંદેશ વડે તમને ગૂંચવે છે, તે જે કોઈપણ હોય, ઈશ્વર તેને ચોક્કસ શિક્ષા કરશે. BSB BSB: I am confident in the Lord that you will take no other view. The one who is troubling you will bear the judgment, whoever he may be.
11 UDB પરંતુ મારા સાથી વિશ્વાસીઓ, શક્ય છે કે કોઈ તમને કહેતું હોય કે તમારી સુન્નત થવી એવું હું હજુયે શીખવું છું. ખ્રિસ્તને અનુસરતા પહેલાં ચોક્કસ મેં તે બાબત શીખવી હતી, પરંતુ હવેથી હું તે બાબત શીખવી રહ્યો નથી. પરંતુ તેઓ જે કહી રહ્યા છે તે સાચું હોઈ શકે જ નહીં; નહીંતર, હાલમાં કોઈ મારી સતાવણી કરતું ન હોત. ના, હું કહું છું કે જો લોકો એવું વિચારતા હોય કે ખ્રિસ્તને અનુસરવા સુન્નત કરાવવી જ પડે, તો પછી વધસ્તંભ પર ખ્રિસ્ત મરણ પામ્યા તે વાસ્તવિકતાથી તેમને કશો ફરક પડતો નથી. BSB BSB: Now, brothers, if I am still preaching circumcision, why am I still being persecuted? In that case the offense of the cross has been abolished.
12 UDB મારી ઇચ્છા છે કે જેઓ તમને ગૂંચવણમાં નાખે છે તેઓ એટલી હદ સુધી જાય કે તેઓ પોતાને નપુંસક બનાવે! BSB BSB: As for those who are agitating you, I wish they would proceed to emasculate themselves!
13 UDB મારા સાથી વિશ્વાસીઓ, ઈશ્વરે તમને મુક્ત થવા તેડ્યા છે. પણ એવું ન વિચારો કે તમે પાપ કરી શકો માટે તેમણે તમને મુક્ત કર્યા છે. તેને બદલે, એકબીજાને પ્રેમ કરો અને સેવા કરો, કારણ કે હવે તમે તે કરવા મુક્ત છો! BSB BSB: For you, brothers, were called to freedom; but do not use your freedom as an opportunity for the flesh. Rather, serve one another in love.
14 UDB યાદ કરો કે ઈસુએ કશું કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે સર્વ નિયમોનો અર્થ આ છે: "જેવો પ્રેમ તમે પોતાને કરો છો તેવો પ્રેમ દરેક વ્યક્તિને કરો." BSB BSB: The entire law is fulfilled in a single decree: “Love your neighbor as yourself.”
15 UDB માટે જો તમે જંગલી પશુઓની માફક એકબીજા પર હુમલો કરો તો તેમ એકબીજાનો પૂરેપૂરો નાશ કરી શકો છો. BSB BSB: But if you keep on biting and devouring one another, watch out, or you will be consumed by one another.
16 UDB માટે હું તમને આ કહું છું: હંમેશાં તમે ઈશ્વરના આત્માને તમને દોરવા દો. જો તમે તે કરશો તો જે પાપી બાબતો તમે કરવા ઇચ્છો છો, તે નહિ કરો. BSB BSB: So I say, walk by the Spirit, and you will not gratify the desires of the flesh.
17 UDB જ્યારે તમે પાપ કરવાની ઇચ્છા રાખો છો, ત્યારે તમે ઈશ્વરના આત્માની વિરુદ્ધ જાઓ છો. અને ઈશ્વરનો આત્મા તમારી પાપ કરવાની ઇચ્છાની વિરુદ્ધ જાય છે. આ બંને હંમેશાં એકબીજાની વિરુદ્ધ લડ્યા કરે છે. પરિણામ એ છે કે તમે જે સારી બાબતો કરવા સાચે જ ઇચ્છો છો તે હંમેશાં કરતા નથી. BSB BSB: For the flesh craves what is contrary to the Spirit, and the Spirit what is contrary to the flesh. They are opposed to each other, so that you do not do what you want.
18 UDB પણ જ્યારે ઈશ્વરનો આત્મા તમને દોરે, ત્યારે નિયમ તમને નિયંત્રિત કરતો નથી. BSB BSB: But if you are led by the Spirit, you are not under the law.
19 UDB પાપરૂપ શું છે તે ઓળખવું સરળ છે. પાપી લોકો દુષ્ટ જાતીય કૃત્યો કરે છે, એવા જાતીય કૃત્યો કે જે કુદરતી છે તેનાથી પણ વિરુદ્ધ જાય છે, અને તેઓ એવી બાબતોની ઇચ્છા રાખે છે કે જે સારા નિયમોની વિરુદ્ધની છે. BSB BSB: The acts of the flesh are obvious: sexual immorality, impurity, and debauchery;
20 UDB તેઓ જૂઠા દેવોની તથા જે બાબતો એવા દેવોનું પ્રતિનિધિત્વ કરે છે તેઓની પણ આરાધના કરે છે. અશુદ્ધ આત્માઓ તેમને માટે કામ કરે તેવો પ્રયત્ન તેઓ કરે છે. તેઓ બીજાઓ પ્રત્યે દુશ્મનાવટ રાખે છે, એકબીજા સાથે ઝઘડે છે, ઈર્ષાળુ છે, ગુસ્સાભર્યું વર્તન કરે છે, પ્રયત્ન કરે છે કે બીજાઓ તેમના વિષે સારું વિચારે અને બીજાઓ શી ઇચ્છા રાખે છે તેનો વિચાર કરતા નથી. તેઓ બીજાઓ સાથે ભળતા નથી. માત્ર એવાઓ સાથે ભળે છે કે જેઓ તેમની સાથે સંમત થાય છે. BSB BSB: idolatry and sorcery; hatred, discord, jealousy, and rage; rivalries, divisions, factions,
21 UDB તેઓને બીજાઓ પાસે જે છે તે જોઈએ છે. તેઓ પીધેલા થાય છે, પીને ધમાલ કરે છે અને તેઓ આના જેવી બીજી બાબતો કરે છે. જેમ મેં તમને અગાઉ ચેતવ્યા હતા તેમ, હું તમને હમણાં ચેતવણી આપું છું કે જે કોઈ આવું સતત કરે છે અને વિચારે છે તે, ઈશ્વર જ્યારે પોતાને દરેકની આગળ રાજા તરીકે પ્રગટ કરશે ત્યારે તેમણે પોતાના લોકો માટે જે રાખ્યું છે તે પ્રાપ્ત નહિ કરે. BSB BSB: and envy; drunkenness, orgies, and the like. I warn you, as I did before, that those who practice such things will not inherit the kingdom of God.
22 UDB પણ જેમજેમ આપણે ખ્રિસ્તમાં વિશ્વાસ કરવામાં વધીએ છીએ, તેમતેમ ઈશ્વરનો આત્મા આપણને બીજાઓને પ્રેમ કરતા કરે છે. આપણે આનંદિત છીએ. આપણે શાંતિમાં છીએ. આપણે ધીરજવાન છીએ. આપણે ભલા છીએ. આપણે સારા છીએ. બીજાઓ જેમના પર ભરોસો કરે એવા આપણે છીએ. BSB BSB: But the fruit of the Spirit is love, joy, peace, patience, kindness, goodness, faithfulness,
23 UDB આપણે નમ્ર છીએ. આપણે આપણું વર્તન કાબૂમાં રાખીએ છીએ. એવો કોઈ નિયમ નથી કે જે કહેતો હોય કે લોકોએ આ રીતે વિચારવું અને કરવું ન જોઈએ. BSB BSB: gentleness, and self-control. Against such things there is no law.
24 UDB તે ઉપરાંત, આપણે જેઓ ખ્રિસ્ત ઈસુના છીએ તેઓએ પોતાને દુષ્ટ બાબતોને કરવાની પરવાનગી આપવાનું બંધ કર્યું છે કે જે આપણે ભૂતકાળમાં કરતા હતા. એ તો જાણે આપણે તે બાબતોને વધસ્તંભ પર ખીલાથી જડી દીધી હોય તથા તે દુષ્ટ બાબતોને મારી નાખી હોય તેના જેવું છે. BSB BSB: Those who belong to Christ Jesus have crucified the flesh with its passions and desires.
25 UDB ઈશ્વરના આત્માએ આપણને નવી રીતમાં જીવવાને સક્ષમ કર્યા છે માટે આત્મા આપણને જેમ દોરે તે પ્રમાણે આપણે વર્તવું જોઈએ. BSB BSB: Since we live by the Spirit, let us walk in step with the Spirit.
26 UDB આપણે પોતાના વિષે અભિમાની ન થવું જોઈએ. આપણે એકબીજાને ક્રોધિત ન કરવા જોઈએ. આપણે એકબીજાની ઈર્ષા ન કરવી જોઈએ. BSB BSB: Let us not become conceited, provoking and envying one another.
Select verses for actions: Enter goes to them and Escape comes back.