1 UDB હવે હું બાળકો અને વારસદારોની ચર્ચા આગળ વધારીશ. વારસ એ એવો પુત્ર છે કે જે પાછળથી, જે સર્વ તેના પિતાનું છે તેનો માલિક બનશે. પરંતુ વારસ જ્યાં સુધી બાળક છે, ત્યાં સુધી તે એક ગુલામ જેવો છે કે જેને બીજાઓ કાબૂમાં રાખે છે. BSB BSB: What I am saying is that as long as the heir is a child, he is no different from a slave, although he is the owner of everything.
2 UDB તેના પિતાએ અગાઉથી નિર્ધારિત કરેલો દિવસ ન આવે ત્યાં સુધી બીજા માણસો બાળકની દેખરેખ રાખે છે અને એ મિલકતનો વહીવટ કરે છે. BSB BSB: He is subject to guardians and trustees until the date set by his father.
3 UDB એવી જ રીતે, જ્યારે આપણે નાનાં બાળકો હતા, ત્યારે આપણે એ દુષ્ટ નિયમો હેઠળ હતા કે જે વડે જગતમાંનો દરેક મનુષ્ય જીવે છે. જેમ માલિકો તેમના ગુલામો પર અંકુશ ધરાવે છે તેમ તે નિયમોએ આપણા પર અંકુશ રાખ્યો હતો. BSB BSB: So also, when we were children, we were enslaved under the basic principles of the world.
5 UDB ઈશ્વરે ઈસુને આપણા પર અંકુશ ધરાવતા નિયમથી છોડાવવાને મોકલ્યા. આ તેમણે આપણને તેમના પોતાનાં બાળકો તરીકે દત્તક લેવા કર્યું. BSB BSB: to redeem those under the law, that we might receive our adoption as sons.
6 UDB હવે તમે ઈશ્વરના પુત્રો છો તે કારણે તેમણે તેમના પુત્રનો આત્મા આપણા દરેકમાં રહેવા માટે મોકલ્યો છે. એ તો તેમનો આત્મા છે કે જેઓ આપણને ઈશ્વરને "પિતા, અમારા વહાલા પિતા" પોકારવા શક્તિમાન કરે છે! આ બતાવે છે કે આપણે ઈશ્વરના પુત્રો છીએ. BSB BSB: And because you are sons, God sent the Spirit of His Son into our hearts, crying out, “Abba, Father!”
7 UDB તો, ઈશ્વરે જે કર્યું છે તે કારણે, તમારામાંથી કોઈ હવે પછી ગુલામ જેવા નથી. તેને બદલે, તમે દરેક ઈશ્વરનું બાળક છો. હવે તમે દરેક ઈશ્વરના બાળક હોવાને લીધે, ઈશ્વરે તમને જે વચન આપ્યું છે તે બધું પણ તેઓ આપશે. ઈશ્વર પોતે તે કરશે! BSB BSB: So you are no longer a slave, but a son; and since you are a son, you are also an heir through God.
8 UDB જ્યારે તમે ઈશ્વરને જાણતા નહોતા ત્યારે તમે તે દેવોને ભજતા હતા કે જેઓનું ખરેખર અસ્તિત્વ જ નહોતું. તમે તેમના ગુલામો હતા. BSB BSB: Formerly, when you did not know God, you were slaves to those who by nature are not gods.
9 UDB પરંતુ હવે તમે ઈશ્વરને પોતાના ઈશ્વર તરીકે ઓળખો છો. જો કે કદાચ એમ કહેવું વધારે સારું રહેશે કે હવે ઈશ્વર તમને દરેકને ઓળખે છે. તો શા માટે તમે આ જગતના નિર્બળ અને મૂલ્યહીન નિયમોને અનુસરવા પાછા ફરો છો? હવે તમે ફરીથી વાસ્તવમાં તેમના ગુલામ બનવા ઇચ્છતા નથી, શું તમે ગુલામ બનવા ઇચ્છો છો? BSB BSB: But now that you know God, or rather are known by God, how is it that you are turning back to those weak and worthless principles? Do you wish to be enslaved by them all over again?
10 UDB વાસ્તવમાં તો એવું દેખાય છે કે તમે એવું જ ઇચ્છો છો! કેટલાક ખાસ દિવસો અને ચોક્કસ મહિનાઓમાં અને વર્ષોમાં કેટલાક ખાસ સમયો અને ઋતુઓ પાળવા માટે બીજાઓ તમારા પર દબાણ કરે છે તેને તમે ફરી એક વાર આધીન થઈ રહ્યા છો. BSB BSB: You are observing special days and months and seasons and years!
11 UDB મને તમારા વિષે ચિંતા થાય છે! મેં તમારા માટે સખત મહેનત કરી છે પણ એવું દેખાય છે કે તે બધું વ્યર્થ હતું. BSB BSB: I fear for you, that my efforts for you may have been in vain.
12 UDB મારા સાથી વિશ્વાસીઓ, હું તમને ભારપૂર્વક કહું છું કે તમે મારા જેવા બનો, કારણ કે હું નિયમને મારા પર અધિકાર ધરાવવા દેતો નથી. જ્યારે હું નિયમમાંથી મુક્ત થયો ત્યારે હું તમારા જેવો બિન-યહૂદી બન્યો, માટે તમારે પણ દેવોથી પોતાને મુક્ત કરવા જોઈએ. જ્યારે હું પ્રથમવાર તમારી પાસે આવ્યો, ત્યારે તમે મને કંઈ નુકસાન કર્યું નહોતું, પરંતુ તમારા કારણે હવે મને તમારા વિષે ઘણી ચિંતા થઈ રહી છે. BSB BSB: I beg you, brothers, become like me, for I became like you. You have done me no wrong.
13 UDB તમે યાદ કરો કે મેં તમને પ્રથમ વખત શુભ સંદેશ વિષે કહ્યું હતું, તે સમયે હું બીમાર હતો માટે મેં તેમ કર્યું. BSB BSB: You know that it was because of an illness that I first preached the gospel to you.
14 UDB જો કે હું બીમાર હતો તે કારણે તમે મારો તિરસ્કાર કરી શક્યા હોત, તો પણ તમે મારો નકાર કર્યો નહિ. તેને બદલે, જાણે ઈશ્વર પાસેથી આવનાર કોઈ દૂતનો આવકાર કરતા હો તેમ તમે મારો આવકાર કર્યો હતો. જેમ ખ્રિસ્ત ઈસુનો પોતાનો આવકાર કરવાના હોય તેમ તમે મારો આવકાર કર્યો હતો! BSB BSB: And although my illness was a trial to you, you did not despise or reject me. Instead, you welcomed me as if I were an angel of God, as if I were Christ Jesus Himself.
15 UDB પરંતુ હવે તમે ખુશ નથી! હું ચોક્કસ જાણું છું કે મને મદદ કરવાને તમે કંઈ પણ કર્યું હોત. જો મને તે વડે મદદ મળતી હોત તો તમે તમારી પોતાની આંખો કાઢીને મને આપી દીધી હોત! BSB BSB: What then has become of your blessing? For I can testify that, if it were possible, you would have torn out your eyes and given them to me.
16 UDB તેથી હવે હું ખૂબ દુઃખી થયો છું. તમે એવું વિચારતા લાગો છો કે હું તમારો દુશ્મન બની ગયો છું, કારણ કે મેં તમને ખ્રિસ્ત વિષે સત્ય કહેવાનું જારી રાખ્યું છે. BSB BSB: Have I now become your enemy by telling you the truth?
17 UDB જેઓ યહૂદી નિયમો પાળવા પર ભાર મૂકી રહ્યા છે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે કે તમે તેઓને અનુસરો, પણ તેઓ તમારું સારું થાય માટે એમ કરી રહ્યા નથી. તેઓ ઇચ્છે છે કે તમે મને નહીં પણ તેઓને અનુસરો તે કારણે તેઓ તમને મારાથી દૂર રાખવા માગે છે. BSB BSB: Those people are zealous for you, but not in a good way. Instead, they want to isolate you from us, so that you may be zealous for them.
18 UDB હવે, ખરી બાબતોને કરતા રહેવા પર ભાર મૂકવામાં આવે તે સારું છે; કેવળ જ્યારે હું તમારી સાથે હોઉં ત્યારે જ નહિ પણ તમારે હંમેશા એમ કરવું જોઈએ. પણ કાળજી રાખો કે જેઓ તમને શું કરવું તે શીખવી રહ્યા છે તેઓ યોગ્ય લોકો હોય! BSB BSB: Nevertheless, it is good to be zealous if it serves a noble purpose—at any time, and not only when I am with you.
19 UDB તમે જેઓ મારાં બાળકો જેવા છો, તમારા માટે ફરી એક વખત મને ચિંતા થાય છે, અને તમે ખ્રિસ્તના જેવા નહિ બનો ત્યાં સુધી હું તમારે માટે કાળજી રાખવાનું જારી રાખીશ. BSB BSB: My children, for whom I am again in the pains of childbirth until Christ is formed in you,
20 UDB પરંતુ, મારી ઇચ્છા છે કે હું અત્યારે તમારી સાથે હોઉં અને હું તમારી સાથે વધુ કોમળતાથી વાત કરું, કારણ કે અત્યારે મને તમારા વિષે શું કરવું તેની ખબર પડતી નથી. BSB BSB: how I wish I could be with you now and change my tone, because I am perplexed about you.
21 UDB મને આ સમજાવવા ફરીથી પ્રયત્ન કરવા દો: તમારામાંના કેટલાક ઈશ્વરના સર્વ નિયમોને આધીન થવાની ઇચ્છા રાખે છે, પણ શું તમે ખરેખર ધ્યાન આપો છો કે નિયમ શું કહે છે? BSB BSB: Tell me, you who want to be under the law, do you not understand what the law says?
22 UDB નિયમમાં આપણે વાંચીએ છીએ કે ઇબ્રાહિમ બે દીકરાઓનો પિતા બન્યો. તેની એક ગુલામ સ્ત્રી હાગારે એક દીકરાને જન્મ આપ્યો અને તેની પત્ની સારા, જે ગુલામ નહોતી તેણે બીજા એક દીકરાને જન્મ આપ્યો. BSB BSB: For it is written that Abraham had two sons, one by the slave woman and the other by the free woman.
23 UDB ગુલામ સ્ત્રી હાગારનો દીકરો ઇશ્માએલ કુદરતી રીતે ગર્ભે રહ્યો હતો. પણ સારા, જે ગુલામ નહોતી તેનાથી જન્મેલો ઇસહાક ચમત્કારિક રીતે ગર્ભે રહ્યો હતો, કારણ કે ઈશ્વરે ઇબ્રાહિમને વચન આપ્યું હતું કે તેને દીકરો જન્મશે. BSB BSB: His son by the slave woman was born according to the flesh, but his son by the free woman was born through the promise.
24 UDB હવે આ બંને સ્ત્રીઓ બે કરારો દર્શાવે છે. ઈશ્વરે ઇઝરાયેલના લોકો સાથે પ્રથમ કરાર સિનાય પર્વત પર કર્યો. આ કરારની માગણી છે કે ઇઝરાયેલીઓ નિયમના ગુલામની જેમ જીવે. માટે ગુલામ સ્ત્રી હાગાર આ કરારનું પ્રતીક છે. BSB BSB: These things serve as illustrations, for the women represent two covenants. One covenant is from Mount Sinai and bears children into slavery: This is Hagar.
25 UDB માટે હાગાર અરબસ્તાન દેશમાંના સિનાય પર્વતનું પ્રતીક છે. પણ હાગાર હાલના યરુશાલેમ શહેરનું પણ પ્રતીક છે. કારણ કે, યરુશાલેમ ગુલામ માતા જેવું છે: સિનાય પર્વત પાસે ઈશ્વરે ઇઝરાયેલને આપેલા નિયમને તેઓએ આધીન થવું જ જોઈએ તે કારણે તે અને તેના સઘળાં બાળકો એટલે કે તેના લોકો ગુલામો જેવા છે. BSB BSB: Now Hagar stands for Mount Sinai in Arabia and corresponds to the present-day Jerusalem, because she is in slavery with her children.
26 UDB પરંતુ સ્વર્ગમાં એક નવું યરુશાલેમ છે, અને તે શહેર આપણે સર્વ જેઓ ખ્રિસ્તમાં વિશ્વાસ કરીએ છીએ તેઓની માતા સમાન છે. અને તે શહેર સ્વતંત્ર છે! BSB BSB: But the Jerusalem above is free, and she is our mother.
27 UDB તે નવા યરુશાલેમમાં જૂના યરુશાલેમ કરતાં ઘણા વધારે લોકો હશે. આનું કારણ યશાયા પ્રબોધકે લખ્યું છે, "તું જે યરુશાલેમમાં રહે છે તે આનંદ કર! જેને બાળકો થઇ શકતાં નથી તેવી સ્ત્રીની જેમ અત્યારે તારી પાસે બાળકો નથી! જો કે અત્યારે તારી પાસે બાળકો નથી તો પણ એક દિવસે તું આનંદથી બૂમો પાડીશ. કોઈ સ્ત્રી કે જે બાળકને જન્મ આપી શકતી નથી તેની જેમ તને લાગે છે કે તું ત્યજાયેલી છે. પતિ સાથેના સંબંધથી કોઈ સ્ત્રીને બાળકો હોય તેના કરતાં તારાં બાળકો વધારે હશે." BSB BSB: For it is written: “Rejoice, O barren woman, who bears no children; break forth and cry aloud, you who have never travailed; because more are the children of the desolate woman than of her who has a husband.”
28 UDB મારા સાથી વિશ્વાસીઓ, હવે તમે ઈશ્વરનાં બાળકો બન્યા છો કારણ કે ઈશ્વરે આપણને જે આપવાનું વચન આપ્યું છે તેમાં તમે વિશ્વાસ કર્યો છે. તમે ઇસહાક જેવા છો કે જેને આપવાનું વચન ઈશ્વરે ઇબ્રાહિમને આપ્યું હતું તે પર વિશ્વાસ કરવાને કારણે તે જન્મ્યો હતો. BSB BSB: Now you, brothers, like Isaac, are children of promise.
29 UDB પરંતુ ઘણા સમય અગાઉ ઇબ્રાહિમનો દીકરો ઇશ્માએલ કે જે કુદરતી રીતે જન્મ્યો હતો તેણે ઇબ્રાહિમના પુત્ર ઇસહાક, કે જે પવિત્ર આત્માના સામર્થ્યથી જન્મ્યો હતો તેને માટે મુસીબત ઊભી કરી. એવું જ અત્યારે પણ છે. જેઓ ઈશ્વરના નિયમના ગુલામ છે તે લોકો આપણે કે જેઓ ખ્રિસ્તે જે આપવાનું વચન આપ્યું છે તે પર વિશ્વાસ કરીએ છીએ તેઓને સતાવે છે. BSB BSB: At that time, however, the son born by the flesh persecuted the son born by the Spirit. It is the same now.
30 UDB પરંતુ શાસ્ત્રમાં આ શબ્દો લખેલા છે: "જે સ્ત્રી ગુલામ નહોતી તેનો દીકરો જે તેના પિતાનું સંતાન છે તેનો વારસો પામશે. ગુલામનો દીકરો વારસામાં કશું નહિ પામે. માટે આ જગ્યાએથી ગુલામ સ્ત્રી અને તેના દીકરાને દૂર મોકલી દે!" BSB BSB: But what does the Scripture say? “Expel the slave woman and her son, for the slave woman’s son will never share in the inheritance with the free woman’s son.”
31 UDB મારા સાથી વિશ્વાસીઓ, આપણે એ બાળકો નથી કે જેમની માતા ગુલામ સ્ત્રી હોય, પરંતુ આપણે તો જે સ્ત્રી મુક્ત હતી તેનાથી જન્મ્યા છીએ, અને માટે જ આપણે પણ મુક્ત છીએ! BSB BSB: Therefore, brothers, we are not children of the slave woman, but of the free woman.
Select verses for actions: Enter goes to them and Escape comes back.