1 UDB ગલાતિયામાંના સાથી વિશ્વાસીઓ તમે ઘણાં જ મૂર્ખ છો! કોઇકે તેમને બરાબરના ગૂંચવ્યા છે. લોકોએ કેવી રીતે ખ્રિસ્તને વધસ્તંભે જડ્યા હતા તે મેં તમને ચોકસાઈથી કહ્યું હતું, શું મેં નહોતું કહ્યું? BSB BSB: O foolish Galatians! Who has bewitched you? Before your very eyes Jesus Christ was clearly portrayed as crucified.
2 UDB માટે મારી ઇચ્છા છે કે તમે મને માત્ર એક બાબત કહો: જ્યારે પવિત્ર આત્મા તમારી પાસે આવ્યો ત્યારે શું તે મૂસાના નિયમને આધીન થવાને કારણે આવ્યો હતો? અથવા શું તમે શુભ સંદેશ સાંભળ્યો અને ખ્રિસ્તમાં વિશ્વાસ કર્યો તે કારણે આત્મા તમારી પાસે આવ્યો? ચોક્કસ વિશ્વાસ કરવાને કારણે આ પ્રમાણે બન્યું હતું. BSB BSB: I would like to learn just one thing from you: Did you receive the Spirit by works of the law, or by hearing with faith?
3 UDB તમે ઘણાજ મૂર્ખ છો! ઈશ્વરના આત્માએ તમને સહાય કરી તેથી પ્રથમ તો તમે ખ્રિસ્તી બન્યા. પણ હવે તમે શક્ય હોય તેવી ભારે કોશિશ કરીને મરણ પામતાં સુધી ઈશ્વરના નિયમને આધીન થવાનું વિચારો છો. BSB BSB: Are you so foolish? After starting in the Spirit, are you now finishing in the flesh?
4 UDB જો તમે ખ્રિસ્તમાં વિશ્વાસ કરતા ન હોત તો, ખ્રિસ્તમાં વિશ્વાસ કર્યા પછી જે સર્વ કઠણ બાબતો તમે અનુભવી તેનું કશું જ મૂલ્ય રહેતું નથી. BSB BSB: Have you suffered so much for nothing, if it really was for nothing?
5 UDB હવે જ્યારે ઈશ્વર તમને પોતાનો આત્મા ઉદારતાથી આપે છે અને તમારામાં પરાક્રમી કૃત્યો કરે છે ત્યારે શું તમે એવું વિચારો છો કે તમે નિયમને આધીન થાઓ છો તેના કારણે તે છે? તમે ચોક્કસ જાણો છો કે જ્યારે તમે ખ્રિસ્ત વિષેનો શુભ સંદેશ સાંભળ્યો ત્યારે તેમનામાં વિશ્વાસ કર્યો તેના કારણે જ તે છે! BSB BSB: Does God lavish His Spirit on you and work miracles among you because you practice the law, or because you hear and believe?
6 UDB તમે જે અનુભવ્યું છે તે મૂસાએ ઇબ્રાહિમ વિષે શાસ્ત્રમાં જે લખ્યું છે તેના જેવું જ છે. તેણે લખ્યું છે કે ઇબ્રાહિમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને પરિણામે ઈશ્વરે ઇબ્રાહિમને પોતાની નજરમાં ન્યાયી જાહેર કર્યો. BSB BSB: So also, “Abraham believed God, and it was credited to him as righteousness.”
7 UDB તે માટે, તમને સમજ પડવી જોઈએ કે, જેઓ પોતાને બચાવવા ખ્રિસ્તમાં વિશ્વાસ કરે છે તેઓને જ ઈશ્વરે ઇબ્રાહિમના વંશજોમાં બનાવ્યા છે. BSB BSB: Understand, then, that those who have faith are sons of Abraham.
8 UDB જ્યારે બિન-યહૂદીઓએ ઈશ્વરમાં વિશ્વાસ કરવાનું શરુ કર્યું અને તેમણે તેઓને પોતાની નજરમાં ન્યાયી બનાવવાનું શરુ કર્યું તે અગાઉ પણ માણસોએ શાસ્ત્રમાં લખ્યું હતું કે ઈશ્વર આ પ્રમાણે કરશે. જેમ આપણે શાસ્ત્રમાં વાંચીએ છીએ તેમ ઈશ્વરે આ શુભ સંદેશ ઇબ્રાહિમને પ્રગટ કર્યો હતો કે, "તેં જે કર્યું છે તે કારણે હું જગતમાંની સર્વ લોકજાતિઓને આશીર્વાદ આપીશ." BSB BSB: The Scripture foresaw that God would justify the Gentiles by faith, and foretold the gospel to Abraham: “All nations will be blessed through you.”
9 UDB તેથી, આપણે આ બાબત દ્વારા જાણીએ છીએ કે તમામ જેઓ ખ્રિસ્તમાં વિશ્વાસ કરે છે, તેઓને ઈશ્વર ઇબ્રાહિમ કે જેણે ઈશ્વર પર વિશ્વાસ કર્યો હતો તેની સાથે આશીર્વાદિત કરે છે. BSB BSB: So those who have faith are blessed along with Abraham, the man of faith.
10 UDB તમામ જેઓ એવું વિચારે છે કે ઈશ્વરનો નિયમ પાળવા દ્વારા તેઓ તેમને પ્રસન્ન કરી શકે છે, તેઓને ઈશ્વર શ્રાપ આપે છે. જેમ તમે શાસ્ત્રમાં વાંચી પણ શકો છો તેમ, "મૂસાના નિયમના પુસ્તકમાં લખેલા સર્વ નિયમો જેઓ સતત અને સંપૂર્ણપણે પાળતા નથી એ સર્વને ઈશ્વર અનંતકાળિક શિક્ષા કરશે." BSB BSB: All who rely on works of the law are under a curse. For it is written: “Cursed is everyone who does not continue to do everything written in the Book of the Law.”
11 UDB પણ ઈશ્વરે કહ્યું છે કે જો તેઓ કેટલાક લોકોને પોતાની નજરમાં સારા જાહેર કરે છે તો તેનો અર્થ એ નહીં હોય કે તેઓ નિયમને આધીન થયા તે કારણે તેમ બન્યું. તમે શાસ્ત્રમાં વાંચી શકો છો કે, "દરેક વ્યક્તિ જેને ઈશ્વર સારી હોવાનું જાહેર કરે છે તે ઈશ્વર પર વિશ્વાસ કરે છે તે કારણે જીવશે." BSB BSB: Now it is clear that no one is justified before God by the law, because, “The righteous will live by faith.”
12 UDB જે કોઈ નિયમને આધીન થવા પ્રયત્ન કરે છે તે ખ્રિસ્તમાં વિશ્વાસ કરતો નથી કારણ કે, "જે કોઈ નિયમમાંની સર્વ બાબતો કરવાનું શરુ કરે છે તેણે તે સર્વ બાબતોમાં આધીન થવું જોઈએ." BSB BSB: The law, however, is not based on faith; on the contrary, “The man who does these things will live by them.”
14 UDB જેમ તેમણે ઇબ્રાહિમને આશીર્વાદ આપ્યો હતો તેમ બિન-યહૂદીઓ, જેઓ ખ્રિસ્તમાં વિશ્વાસ કરે છે તેઓને આશીર્વાદ મળે માટે ઈશ્વરે ખ્રિસ્તને શાપિત કર્યા. અને તેમણે બિન-યહૂદીઓને આશીર્વાદ આપ્યો કે જેથી ખ્રિસ્તમાં વિશ્વાસ કરનારા આપણ સર્વને તેમણે જે આત્મા આપવાનું વચન આપ્યું હતું તે આત્મા આપણે પ્રાપ્ત કરીએ. BSB BSB: He redeemed us in order that the blessing promised to Abraham would come to the Gentiles in Christ Jesus, so that by faith we might receive the promise of the Spirit.
15 UDB મારા સાથી વિશ્વાસીઓ, ઈશ્વરનું વચન એ બે લોકો વચ્ચેના કરારના જેવું છે. તેઓ સહી કરે પછી કોઈ તેને રદબાતલ કરી શકતું નથી, કે તેઓ તેમાં કશું વધારી શકતા નથી. BSB BSB: Brothers, let me put this in human terms. Even a human covenant, once it is ratified, cannot be canceled or amended.
16 UDB ઈશ્વરે ઇબ્રાહિમને અને તેના ખાસ વંશજને આશીર્વાદિત કરવાનું વચન આપ્યું હતું. શાસ્ત્રો એવું નથી કહેતાં કે, "તારા વંશજો," એટલે કે ઘણા લોકો, પણ તેને બદલે "તારો વંશજ," જેનો અર્થ એક વ્યક્તિ એટલે કે ખ્રિસ્ત થાય છે. BSB BSB: The promises were spoken to Abraham and to his seed. The Scripture does not say, “and to seeds,” meaning many, but “and to your seed,” meaning One, who is Christ.
17 UDB જે હું કહેવા માગું છું તે આ જ છે. ઈશ્વરે ઇબ્રાહિમ સાથે જે કરાર સ્થાપ્યો તેને નિયમ, કે જે ૪૩૦ વર્ષ પછી તેમણે મૂસાને આપ્યો, તે રદબાતલ કરી શકતો નથી. BSB BSB: What I mean is this: The law that came 430 years later does not revoke the covenant previously established by God, so as to nullify the promise.
18 UDB આનું કારણ એ છે કે, ઈશ્વર આપણને જે સાર્વકાળિક બાબત આપવાના છે તે જો તેમનો નિયમ પાળવાને લીધે આપતા હોત તો પછી, તે આપવાના વચનને કારણે ન મળત. તો પણ, વાસ્તવમાં તો ઈશ્વરે ઇબ્રાહિમને આ ભેટ આપી કારણ કે તેમણે તે મફત આપવાનું વચન આપ્યું હતું. BSB BSB: For if the inheritance depends on the law, then it no longer depends on a promise; but God freely granted it to Abraham through a promise.
19 UDB તો ઈશ્વરે શા માટે પાછળથી આ નિયમ આપણને આપ્યો? આપણે બધા જ જાણી જોઇને તેનો ભંગ કરીએ છીએ તે શીખવવા માટે ઈશ્વરે તે નિયમ આપ્યો હતો. અને ભવિષ્ય નિહાળતા, જ્યારે ઇબ્રાહિમનો જે વંશજ આવવાનો હતો, તે સમય માટે ઈશ્વરે એ નિયમ આપ્યો હતો. જે વચન અગાઉ ઇબ્રાહિમને આપવામાં આવ્યું હતું તે પ્રાપ્ત કરનાર તો વંશજ છે. ઈશ્વર અને લોકો વચ્ચે ઊભી રહેનાર એક વ્યક્તિના અધિકારથી દૂતોએ નિયમનું રક્ષણ કર્યું અને લાગુ કર્યો. BSB BSB: Why then was the law given? It was added because of transgressions, until the arrival of the seed to whom the promise referred. It was administered through angels by a mediator.
20 UDB હવે, જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે સીધી જ વાત કરે છે ત્યારે કોઈ મધ્યસ્થ હોતો નથી. અને ઈશ્વરે પોતે ઇબ્રાહિમને સીધેસીધાં વચનો આપ્યાં હતાં. BSB BSB: A mediator is unnecessary, however, for only one party; but God is one.
21 UDB તો શું નિયમના શબ્દો ઈશ્વરે જે વચનો આપ્યાં તેની વિરુદ્ધ બોલે છે? બિલકુલ નહિ. જો આપણે નિયમને આધીન થઈને ઈશ્વર સાથેનું અનંતજીવન પ્રાપ્ત કરી શક્યા હોત તો પછી ચોક્કસ તેમણે આપણને તેમની નજરમાં સારા ગણ્યા હોત. BSB BSB: Is the law, then, opposed to the promises of God? Certainly not! For if a law had been given that could impart life, then righteousness would certainly have come from the law.
22 UDB પરંતુ તે અશક્ય હતું. તેથી ઊલટું, આપણે પાપ કરીએ છીએ તે કારણે, શાસ્ત્રમાંનો નિયમ આપણને અને સર્વ બાબતોને, જાણે કે આપણે કેદખાનામાં હોઈએ તેમ, નિયંત્રિત કરે છે. માટે જ્યારે ઈશ્વરે આપણને તે કેદખાનામાંથી મુક્ત કરવાનું વચન આપ્યું ત્યારે તેઓ એવી દરેક વ્યક્તિ વિષે કહી રહ્યા હતા જે ઈસુમાં વિશ્વાસ કરે છે. BSB BSB: But the Scripture pronounces all things confined by sin, so that by faith in Jesus Christ the promise might be given to those who believe.
23 UDB લોકોએ કેવી રીતે ખ્રિસ્તમાં વિશ્વાસ કરવો જોઈએ તે શુભ સંદેશ ઈશ્વરે પ્રગટ કર્યો તે અગાઉ તેમનો નિયમ એક સૈનિક જેવો હતો, કે જેણે આપણને છૂટી ન શકીએ તેવા કેદખાનામાં રાખ્યા. BSB BSB: Before this faith came, we were held in custody under the law, locked up until faith should be revealed.
24 UDB જેમ કોઈ પિતા ચાકરને પોતાના નાના બાળકની કાળજી રાખવાનું કહીને તેનું રક્ષણ કરે છે તેમ ઈશ્વર પોતાના નિયમ દ્વારા ખ્રિસ્ત ન આવ્યા ત્યાં સુધી આપણી દેખરેખ રાખતા હતા. તેમણે આ એ માટે કર્યું કે હવે જો આપણે ખ્રિસ્તમાં વિશ્વાસ કરીએ તો તેઓ આપણને પોતાની નજરમાં ન્યાયી જાહેર કરી શકે. BSB BSB: So the law became our guardian to lead us to Christ, that we might be justified by faith.
25 UDB પણ હવે આપણે ખ્રિસ્તમાં વિશ્વાસ કરી શકીએ છીએ ત્યારે આપણને જરૂર નથી કે ઈશ્વરનો નિયમ આપણી દેખરેખ રાખે. BSB BSB: Now that faith has come, we are no longer under a guardian.
26 UDB તમે ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ કર્યો છે તે કારણે તમે ઈશ્વરનાં બાળકો છો તેથી હું આ કહું છું. BSB BSB: You are all sons of God through faith in Christ Jesus.
27 UDB તમારામાંના જેઓએ ખ્રિસ્તમાં વિશ્વાસ કર્યો છે અને તમે તેમની સાથે જોડાઓ માટે બાપ્તિસમા પામ્યા છો, તેઓએ ખ્રિસ્તના જીવનની લાક્ષણિકતાઓ પહેરી લીધી છે. BSB BSB: For all of you who were baptized into Christ have clothed yourselves with Christ.
29 UDB તે ઉપરાંત, તમે ખ્રિસ્તના છો તે કારણે, તેઓ તમને ઇબ્રાહિમના વંશજો ગણે છે અને ઈશ્વરે તેને અને આપણે જે વચન આપ્યું છે તે સઘળું તમે પ્રાપ્ત કરશો. BSB BSB: And if you belong to Christ, then you are Abraham’s seed and heirs according to the promise.
Select verses for actions: Enter goes to them and Escape comes back.