1 UDB હું, પાઉલ, ગલાતિયા પ્રાંતમાંના મારા વહાલા ભાઈઓ તથા બહેનોને આ પત્ર લખી રહ્યો છું. હું, પાઉલ પ્રેરિત છું. લોકોના કોઈ જૂથે મને પ્રેરિત બનાવ્યો નથી, અને ઈશ્વરે કોઈને મને પ્રેરિત બનાવવા કહ્યું નથી. પરંતુ, હું પ્રેરિત છું કારણ કે ઈસુ ખ્રિસ્ત અને ઈશ્વર પિતાએ મને પ્રેરિત તરીકે મોકલ્યો, હા ઈશ્વર પિતાએ, જેમણે ખ્રિસ્તને તેઓના મરણ પામ્યા બાદ સજીવન કર્યા તેમણે મોકલ્યો! હું અને અહીયાં મારી સાથેના સર્વ સાથી વિશ્વાસીઓ ગલાતિયા પ્રાંતની મંડળીઓમાં તમ સર્વને સલામ પાઠવે છે. BSB BSB: Paul, an apostle—sent not from men nor by man, but by Jesus Christ and God the Father, who raised Him from the dead—
3 UDB મારી પ્રાર્થના છે કે આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને માયાળુપણે મદદ કરે અને તમને શાંતિ આપે. BSB BSB: Grace and peace to you from God our Father and the Lord Jesus Christ,
4 UDB ખ્રિસ્તે આપણાં પાપોને માટે પોતાને ઈશ્વરને અર્પણ કર્યા, કે જેથી આ જગતના દુષ્ટ માર્ગો કે જેમાં લોકો જીવે છે, તેમાંથી આપણને મુક્ત કરે. તેમણે આ કર્યું કારણ કે ઈશ્વર આપણા પિતાની ઇચ્છા હતી કે તેઓ આ પ્રમાણે કરે. BSB BSB: who gave Himself for our sins to rescue us from the present evil age, according to the will of our God and Father,
5 UDB તે સાચું છે તે કારણે, ચાલો હવે આપણે સદા સર્વકાળ માટે ઈશ્વરની સ્તુતિ કરીએ. BSB BSB: to whom be glory forever and ever. Amen.
7 UDB ખ્રિસ્તે આપણને કદી બીજો શુભ સંદેશ કહ્યો નથી, પરંતુ બીજા લોકો તમને ગૂંચવે છે. તેઓ ખ્રિસ્ત વિષેના શુભ સંદેશને બદલવા માગે છે; તેઓની ઇચ્છા છે કે તમે વિશ્વાસ કરો કે ખ્રિસ્તે તો હકીકતમાં કશુંક જુદું જ કહ્યું છે. BSB BSB: which is not even a gospel. Evidently some people are troubling you and trying to distort the gospel of Christ.
9 UDB જેમ અમે તમને કહી ચૂક્યા છીએ, તેમ હવે હું ફરીથી તમને કહું છું કે કોઈક તમને એવા પ્રકારની સુવાર્તા કહી રહ્યું છે કે જે તેના કહ્યા પ્રમાણે સારી છે, પણ જેના પર તમે અગાઉ વિશ્વાસ કર્યો હતો તે સુવાર્તા જેવી નથી. માટે હું ઈશ્વર પાસે માગું છું કે તેઓ તે વ્યક્તિને હંમેશ માટે દોષિત ઠરાવે. BSB BSB: As we have said before, so now I say again: If anyone is preaching to you a gospel contrary to the one you received, let him be under a curse!
10 UDB લોકો મને પસંદ કરે એવી મારે જરૂર નથી, કારણ કે એ તો ઈશ્વર છે કે જેઓ મને માન્ય કરે છે. હું લોકોને ખુશ કરવા પ્રયત્ન કરતો નથી. જો હું હજી લોકોને ખુશ કરવા પ્રયત્ન કરતો હોઉં તો પછી હું ખરેખર ખ્રિસ્તની સેવા કરતો નથી. BSB BSB: Am I now seeking the approval of men, or of God? Or am I striving to please men? If I were still trying to please men, I would not be a servant of Christ.
11 UDB મારા સાથી વિશ્વાસીઓ, તમે એ જાણો એવું હું ઈચ્છું છું કે ખ્રિસ્ત વિષેનો જે સંદેશ હું લોકોને પ્રગટ કરું છું તે કોઈ વ્યક્તિએ ઉપજાવી કાઢ્યો હોય એવો નથી. BSB BSB: For I want you to know, brothers, that the gospel I preached was not devised by man.
12 UDB મેં આ શુભ સંદેશ કોઈ સાધારણ મનુષ્ય પાસેથી જાણ્યો નથી, અને એવી કોઈ વ્યક્તિએ મને તે શીખવ્યો નથી. તેને બદલે, ઈસુ ખ્રિસ્તે પોતે મને તે શીખવ્યો. BSB BSB: I did not receive it from any man, nor was I taught it; rather, I received it by revelation from Jesus Christ.
14 UDB યહૂદી રીત પ્રમાણે મારી ઉંમરના અન્ય યહૂદી કરતાં હું ઈશ્વરને આવેશપૂર્વક માન આપતો હતો. જ્યારે મેં અન્ય યહૂદીઓને, અમારા પૂર્વજો પાળતા હતા તે રિવાજોને અવગણતા જોયા ત્યારે હું ખૂબ ક્રોધિત થયો. BSB BSB: I was advancing in Judaism beyond many of my contemporaries and was extremely zealous for the traditions of my fathers.
15 UDB તેમ છતાં, હું હજી મારી માતાના ગર્ભમાં હતો ત્યારે ઈશ્વરે મને તેમની સેવા માટે પસંદ કર્યો હતો, અને તેમને આ યોગ્ય લાગ્યું માટે તેમણે એમ કર્યું. BSB BSB: But when God, who set me apart from my mother’s womb and called me by His grace, was pleased
16 UDB તેમણે મને બતાવ્યું કે ઈસુ તેમના પુત્ર છે; એ માટે કે જ્યાં બિન-યહૂદીઓ રહે છે એવા પ્રદેશોમાં હું બીજાઓને તેમના પુત્ર વિષેનો શુભ સંદેશ પ્રગટ કરું. પરંતુ એ સંદેશને સમજવા માટે હું તાત્કાલિક કોઈ માણસ પાસે ગયો નહીં. BSB BSB: to reveal His Son in me so that I might preach Him among the Gentiles, I did not rush to consult with flesh and blood,
17 UDB અને એ માણસો કે જેઓ મારી પહેલા પ્રેરિતો બન્યા હતા તેઓને મળવા માટે યરુશાલેમ જવા સારુ મેં તરત દમસ્કસ છોડ્યું નહિ. તેને બદલે, હું અરબસ્તાનના અરણ્ય પ્રદેશમાં ગયો. પછી ફરી એક વખત હું દમસ્કસ શહેર પાછો ફર્યો. BSB BSB: nor did I go up to Jerusalem to the apostles who came before me, but I went into Arabia and later returned to Damascus.
20 UDB ઈશ્વર જાણે છે કે હું લખી રહ્યો છું તે સંપૂર્ણ સત્ય છે! BSB BSB: I assure you before God that what I am writing to you is no lie.
21 UDB મેં યરુશાલેમ છોડ્યું ત્યારબાદ હું સિરિયા અને કિલીકિયાના પ્રદેશોમાં ગયો. BSB BSB: Later I went to the regions of Syria and Cilicia.
22 UDB ખ્રિસ્તી સમુદાયોના વિશ્વાસીઓ કે જેઓ યહુદિયાના પ્રદેશમાં હતા તેઓએ હજી સુધી મને જોયો નહોતો. BSB BSB: I was personally unknown, however, to the churches of Judea that are in Christ.
23 UDB તેઓએ માત્ર બીજાઓને એમ કહેતાં સાંભળ્યા હતા કે "પાઉલ, જે આપણા પ્રત્યે હિંસક બાબતો કરતો હતો તે હવે એ જ સુવાર્તા પ્રગટ કરે છે કે જેની પર આપણે વિશ્વાસ કર્યો અને જેને રોકવા તે પ્રયત્ન કરતો હતો!" BSB BSB: They only heard the account: “The man who formerly persecuted us is now preaching the faith he once tried to destroy.”
24 UDB માટે મને જે થયું હતું તે કારણે તેઓએ ઈશ્વરની સ્તુતિ કરવાનું ચાલુ રાખ્યું. BSB BSB: And they glorified God because of me.
Select verses for actions: Enter goes to them and Escape comes back.