1 UDB મારા સાથી વિશ્વાસીઓ, ઈશ્વરે તમને અલગ કર્યા છે કે જેથી તમે તેમના પોતાના લોક બનો. તેથી ઈસુનો વિચાર કરો. તેઓ આપણા સંબંધમાં ઈશ્વરના પ્રેરિત છે અને પ્રમુખ યાજક પણ છે જેમના સંબંધી આપણે કહીએ છીએ કે આપણે તેમનામાં સાથે મળીને વિશ્વાસ કરીએ છીએ. BSB BSB: Therefore, holy brothers, who share in the heavenly calling, set your focus on Jesus, the apostle and high priest whom we confess.
2 UDB જેમ મૂસાએ ઈશ્વરના લોકો જેમને આપણે ઈશ્વરનું ઘર કહીએ છીએ, તેઓની વિશ્વાસુપણે સેવા કરી તેમ ઈસુએ પોતાને નીમનાર ઈશ્વરની વિશ્વાસુપણે સેવા કરી. BSB BSB: He was faithful to the One who appointed Him, just as Moses was faithful in all God’s house.
3 UDB હવે, જેમ દરેક ઘરનો કોઈક બનાવનાર હોય છે, તેમ ઈશ્વરે સઘળું બનાવ્યું છે. તેથી, ઈશ્વરે ઠરાવ્યું છે કે, જેમ લોકોને માટે ઘર કરતાં તેને બાંધનાર વ્યક્તિ વધુ માન પામવાને યોગ્ય છે તેમ, ઈસુ મૂસા કરતાં વધારે માનયોગ્ય છે. BSB BSB: For Jesus has been counted worthy of greater glory than Moses, just as the builder of a house has greater honor than the house itself.
5 UDB જેમ એક સેવક તેના માલિકની વિશ્વાસુપણે સેવા કરે છે તેમ, મૂસાએ ઈશ્વરના લોકોની સહાય કરીને ઈશ્વરની વિશ્વાસુપણે સેવા કરી. એમ કરીને ઈસુ જે પછીથી કહેવાના હતા તેની મૂસાએ સાક્ષી આપી. BSB BSB: Now Moses was faithful as a servant in all God’s house, testifying to what would be spoken later.
6 UDB પણ ખ્રિસ્ત તો પુત્ર છે જેઓ ઈશ્વરના લોકો પર રાજ કરે છે, અને જો ઈશ્વરે આપણા માટે જે જે કરવાનું વચન આપ્યું છે તેની ખાતરીપૂર્વક આશા રાખતાં સતત ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીએ તો આપણે તેમના રાજ્યના લોકો છીએ. BSB BSB: But Christ is faithful as the Son over God’s house. And we are His house, if we hold firmly to our confidence and the hope of which we boast.
7 UDB પવિત્ર આત્માએ ગીતકર્તાને ઇઝરાયલીઓ માટે શાસ્ત્રમાં આ વચનો લખવાની પ્રેરણા આપી: "તેથી, જ્યારે તમે ઈશ્વરને તમારી સાથે વાત કરતાં સાંભળો, BSB BSB: Therefore, as the Holy Spirit says: “Today, if you hear His voice,
8 UDB ત્યારે તેમને આધીન થવાનો ઇનકાર કરશો નહીં, અને તમારી ઇચ્છાઓને ઈશ્વર જે કહે છે તેના કરતાં વધારે મહત્વ ન આપશો, કેમ કે જો તમે એમ કરશો તો તમે તમારા પૂર્વજો જેઓ અગાઉ ઈશ્વરથી ભટકી ગયા અને તેમને આધીન થયા નહીં તેમના જેવા થશો. BSB BSB: do not harden your hearts, as you did in the rebellion, in the day of testing in the wilderness,
9 UDB તમારા પૂર્વજોએ ચાળીસ વર્ષો સુધી મેં જે અદ્દ્ભુત કૃત્યો કર્યાં તે જોયા છતાં, વારંવાર તેઓએ મારી ધીરજની કસોટી કરી. BSB BSB: where your fathers tested and tried Me, and for forty years saw My works.
10 UDB તેથી, હું તે લોકો પર ગુસ્સે થયો, અને મેં તેમના વિષે કહ્યું, 'તેઓ કદી મારા પ્રત્યે વિશ્વાસુ રહ્યા નથી, અને હું તેમના જીવનોનું સંચાલન કેવી રીતે કરવા માગું છું તે તેઓ સમજવા ચાહતા નથી.' BSB BSB: Therefore I was angry with that generation, and I said, ‘Their hearts are always going astray, and they have not known My ways.’
11 UDB હું તેઓ પ્રત્યે ગુસ્સે હતો અને મેં ગંભીરતાથી જાહેર કર્યું કે, 'તેઓ કનાન દેશ કે જ્યાં હું તેઓને આરામ આપવા દોરી જવા ચાહતો હતો તેમાં પ્રવેશ કરશે નહીં!'" BSB BSB: So I swore on oath in My anger, ‘They shall never enter My rest.’”
12 UDB તેથી, સાથી વિશ્વાસીઓ, સાવધ રહો કે, તમારા હૃદયની દુષ્ટતાને લીધે તમારામાંનો કોઈ ખ્રિસ્ત પરના વિશ્વાસમાંથી ચલિત ન થાય, કે જે તમને એક જ ઈશ્વર જેઓ જીવંત છે તેમનો ઇનકાર કરવા તરફ લઈ જાય. BSB BSB: See to it, brothers, that none of you has a wicked heart of unbelief that turns away from the living God.
13 UDB તેને બદલે, તમારામાંનો દરેક જ્યાં સુધી તમને તક છે ત્યાં સુધી દરરોજ એકબીજાને ઉત્તેજન આપો. જો તમે કઠણ બનશો તો બીજાઓ તમને છેતરશે અને તમને પાપ તરફ દોરશે. BSB BSB: But exhort one another daily, as long as it is called today, so that none of you may be hardened by sin’s deceitfulness.
14 UDB જો આપણે ખ્રિસ્તમાં ગંભીરતાથી અને ખાતરીપૂર્વક વિશ્વાસ કરવાનું ચાલુ રાખીએ તો આપણે પ્રથમ વિશ્વાસ કર્યો ત્યારથી આપણે મરણ પામીએ ત્યાં સુધી, આપણે ખ્રિસ્ત સાથે જોડાયેલા છીએ. BSB BSB: We have come to share in Christ if we hold firmly to the end the assurance we had at first.
15 UDB ગીતકર્તાએ શાસ્ત્રમાં લખ્યું તેમ, ઈશ્વરે કહ્યું કે, "હવે જ્યારે હું તમારી સાથે વાત કરું ત્યારે તમારા પૂર્વજોએ મારી વિરુદ્ધ બળવો કર્યો તેમ કઠણ થઈને મારી વાતનો અસ્વીકાર કરશો નહિ." BSB BSB: As it has been said: “Today, if you hear His voice, do not harden your hearts, as you did in the rebellion.”
16 UDB જેઓએ ઈશ્વરને બોલતાં સાંભળ્યા છતાં તેમની વિરુદ્ધ બંડ કર્યું, તેઓ કોણ હતા તે યાદ કરો. તેઓ તો જેઓને મૂસા ઇજીપ્તમાંથી લઈ આવ્યો તે બધા ઈશ્વરના જ લોકો હતા. BSB BSB: For who were the ones who heard and rebelled? Were they not all those Moses led out of Egypt?
17 UDB અને ચાળીસ વર્ષો સુધી ઈશ્વર જેઓ પ્રત્યે નારાજ રહ્યા તેઓ કોણ હતા તે યાદ કરો. જેઓએ પાપ કર્યું અને જેઓના મૃત શરીરો ત્યાં અરણ્યમાં પડ્યાં તેઓ તો ઈશ્વરના જ લોકો હતા. BSB BSB: And with whom was God angry for forty years? Was it not with those who sinned, whose bodies fell in the wilderness?
18 UDB અને જેઓના સંબંધી ઈશ્વરે ગંભીરતાપૂર્વક જાહેર કર્યું, "હું તેઓને વિશ્રામના દેશમાં પ્રવેશ કરવા દઈશ નહીં" તે લોકો વિષે યાદ કરો. તેઓ ઇઝરાયલીઓ જ હતા કે જેઓએ ઈશ્વરનો અનાદર કર્યો. BSB BSB: And to whom did He swear that they would never enter His rest? Was it not to those who disobeyed?
19 UDB તેથી, આ ઉદાહરણથી આપણે જાણીએ છીએ કે, તેઓએ ઈશ્વર પર વિશ્વાસ કરવાનું ચાલુ રાખ્યું નહિ તેથી ઈશ્વરે તેમને તે દેશમાં કે જ્યાં તેઓ તેમને આરામ આપવાના હતા ત્યાં પ્રવેશવા દીધા નહીં. BSB BSB: So we see that it was because of their unbelief that they were unable to enter.
Select verses for actions: Enter goes to them and Escape comes back.