1 UDB ઈશ્વરે આપણને વિશ્રામનું વચન આપ્યું છે, પણ આપણે સાવધ રહેવાની જરૂર છે, કારણ કે, આપણે કદાચ ઈશ્વરના વિશ્રામસ્થાનને ચૂકી જઈ શકીએ. BSB BSB: Therefore, while the promise of entering His rest still stands, let us be careful that none of you be deemed to have fallen short of it.
2 UDB જેમ ઇઝરાયલીઓએ ઈશ્વરનું વચન સાંભળ્યું કે ઈશ્વર તેઓને કનાન દેશમાં આરામ આપશે તેમ, આપણે એ શુભ સમાચાર સાંભળ્યા છે કે કેવી રીતે ઈસુ આપણને ઈશ્વર પાસેથી મળતો આરામ આપે છે. પણ જેમ આ સંદેશ ઘણા ઇઝરાયલીઓને મદદરૂપ ન થયો કારણ કે તેઓએ યહોશુઆ અને કાલેબની માફક ઈશ્વર પર વિશ્વાસ કર્યો નહીં, તે જ પ્રમાણે જો આપણે ઈશ્વર પર વિશ્વાસ કરીશું નહીં તો, ઈસુ વિશેનો શુભ સંદેશ આપણને પણ મદદરૂપ બનશે નહીં. BSB BSB: For we also received the good news just as they did; but the message they heard was of no value to them, since they did not share the faith of those who comprehended it.
3 UDB આપણે જેઓએ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે તેઓ વિશ્રામસ્થાનમાં પ્રવેશ કરવા સમર્થ છીએ કારણ કે, ઈશ્વરે કહ્યું છે, "હું ઇઝરાયલી લોકો પ્રતિ ગુસ્સે હતો તેથી, મેં ગંભીરતાપૂર્વક નક્કી કર્યું છે કે, 'જે વિશ્રામનો દેશ હું તેઓને આપવાનો છું તેમાં તેઓ પ્રવેશ કરશે નહી.'" જો કે તેમની યોજનાઓ તો સૃષ્ટિના આરંભથી જ સંપૂર્ણ થયેલી હતી, તોપણ ઈશ્વરે આ પ્રમાણે કહ્યું. BSB BSB: Now we who have believed enter that rest. As for the others, it is just as God has said: “So I swore on oath in My anger, ‘They shall never enter My rest.’” And yet His works have been finished since the foundation of the world.
4 UDB સૃષ્ટિની ઉત્પત્તિ છ દિવસોમાં કરવામાં આવી પછી સાતમા દિવસ વિષે શાસ્ત્રમાં જે લખવામાં આવ્યું હતું તે દર્શાવે છે કે આ વાત સાચી છે: "પછી સાતમે દિવસે ઈશ્વરે સર્વ સર્જનના કામથી આરામ લીધો." BSB BSB: For somewhere He has spoken about the seventh day in this manner: “And on the seventh day God rested from all His works.”
5 UDB પણ મેં અગાઉ નોંધેલા શાસ્ત્રભાગમાં ઈશ્વરે ઇઝરાયલીઓના સંબંધમાં શું કહ્યું તેની નોંધ લો: "જે દેશમાં હું તેઓને વિશ્રામ આપવાનો હતો તેમાં તેઓ પ્રવેશ પામશે નહીં." BSB BSB: And again, as He says in the passage above: “They shall never enter My rest.”
6 UDB કેટલાક લોકો હજી પણ ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશ પામી રહ્યા છે. પણ ઇઝરાયલીઓ જેઓએ વિશ્રામ વિશેનું ઈશ્વરનું વચન પ્રથમ સાંભળ્યું, તેઓ એ વિશ્રામસ્થાનમાં પ્રવેશ પામી શક્યા નહી, કારણ કે તેઓએ ઈશ્વર પર વિશ્વાસ કરવાનો ઇનકાર કર્યો. BSB BSB: Since, then, it remains for some to enter His rest, and since those who formerly heard the good news did not enter because of their disobedience,
7 UDB પણ ઈશ્વરે બીજો એક સમય ઠરાવ્યો છે જ્યારે આપણે વિશ્રામસ્થાનમાં પ્રવેશ કરી શકીએ. અને તે સમય તો હાલ જ છે! આપણે જાણીએ છીએ કે આ સાચું છે, કારણ કે ઇઝરાયલીઓએ અરણ્યમાં ઈશ્વરની વિરુદ્ધ બળવો કર્યો તે પછી લાંબા સમય પછી તેમણે દાઉદ રાજા દ્વારા લખાવ્યું, જે મેં અગાઉ નોંધ્યું છે, "હાલ જ, ઈશ્વર તમને જે કહી રહ્યા છે તે જો તમે સમજો છો તો, તમારા હૃદયો કઠણ કરીને તેમનો નકાર કરશો નહિ." BSB BSB: God again designated a certain day as “Today,” when a long time later He spoke through David as was just stated: “Today, if you hear His voice, do not harden your hearts.”
8 UDB જો યહોશુઆએ ઇઝરાયલીઓને ઈશ્વરે આપેલા વચન પ્રમાણેના વિશ્રામમાં દોર્યા હોત તો, ઈશ્વરે ફરી બીજા વિશ્રામવાર વિષે કહ્યું ન હોત. પણ તેમણે તેઓને વિશ્રામનું બીજું વચન આપ્યું. BSB BSB: For if Joshua had given them rest, God would not have spoken later about another day.
9 UDB તેથી, જેમ ઈશ્વરે સર્વ બાબતોના સૃજનકાર્યથી વિશ્રામ લીધો તેમ, હજી એવો સમય આવવાનો છે જ્યારે ઈશ્વરના લોકો અનંતકાળનો વિશ્રામ પામશે. BSB BSB: There remains, then, a Sabbath rest for the people of God.
10 UDB જે કોઈ ઈશ્વરના વિશ્રામસ્થાનમાં પ્રવેશ કરે છે તેણે, જેમ ઈશ્વરે સઘળું ઉત્પન્ન કરવાનું પોતાનું કાર્ય પૂર્ણ કર્યું છે તેમ, પોતાનું કાર્ય કરવાનું બંધ કર્યું છે. BSB BSB: For whoever enters God’s rest also rests from his own work, just as God did from His.
11 UDB તેથી, આપણે ખ્રિસ્તનું અનુસરણ કરતાં આતુરતાથી ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશ કરીએ, કે જેથી જેઓ આધીન થયા નહિ તેઓનો દાખલો આપણને અસર ન પહોંચાડે અને આપણો નાશ ન કરે. BSB BSB: Let us, therefore, make every effort to enter that rest, so that no one will fall by following the same pattern of disobedience.
12 UDB ઈશ્વરનાં વચનો જીવંત અને શક્તિશાળી છે, અને તેઓ એક બેધારી તરવારની જેમ એટલો ઊંડો ઘા કરવા સમર્થ છે કે તે આપણા પ્રાણ અને આત્માને અલગ કરી શકે. ઈશ્વરના વચનો એક તરવારની જેમ એટલા ઊંડા ઘા કરી શકે, જાણે તે કોઈ પ્રાણીના સાંધાઓને કાપીને અલગ કરી દે તેમ આપણને કાપી શકે છે. એ શબ્દો આપણા શરીરની કઠણ જગ્યાઓને વીંધે છે, એક તરવારની માફક હાડકાં અને મજજાને અલગ કરી શકે છે. ઈશ્વરનાં વચનો, કયા વિચારો સારા કે ખરાબ છે તે નક્કી કરતા એક ન્યાયાધીશ જેવાં છે, અને તેમનાં વચનો આપણા હૃદયોમાં ઊંડે છુપાયેલા ઇરાદાઓને પારખે છે. BSB BSB: For the word of God is living and active. Sharper than any double-edged sword, it pierces even to dividing soul and spirit, joints and marrow. It judges the thoughts and intentions of the heart.
13 UDB ઈશ્વર દરેકના સંબંધમાં સઘળું જાણે છે. તેમનાથી કશું છૂપું નથી. તેમની સમક્ષ સર્વ ખુલ્લું છે અને આપણે જે કંઇ કરીએ છીએ તે સર્વ તેઓ જુએ છે. આપણે ઈશ્વરની સમક્ષ હાજર થવું જોઈએ અને તેમને જણાવવું જોઈએ કે આપણે આપણા જીવનો કેવી રીતે જીવ્યા છીએ. BSB BSB: Nothing in all creation is hidden from God’s sight; everything is uncovered and exposed before the eyes of Him to whom we must give account.
14 UDB તેથી, આપણી પાસે મોટા પ્રમુખ યાજક છે જેઓ ઈશ્વરની હજૂરમાં જવા સ્વર્ગમાં ચઢી ગયા છે. તે ઈસુ, ઈશ્વરના પુત્ર છે. BSB BSB: Therefore, since we have a great high priest who has passed through the heavens, Jesus the Son of God, let us hold firmly to what we profess.
16 UDB તેથી, આપણે ખ્રિસ્ત કે જેઓ સ્વર્ગમાંથી રાજ કરે છે અને જે બાબતો માટે આપણે યોગ્ય નથી તે બાબતો આપણાં માટે કરે છે, કે જેથી જ્યારે આપણને જરૂર હોય ત્યારે તેઓ આપણી સહાય કરે અને આપણા પર દયા દર્શાવે, તેઓની પાસે હિંમતથી આવીએ. BSB BSB: Let us then approach the throne of grace with confidence, so that we may receive mercy and find grace to help us in our time of need.
Select verses for actions: Enter goes to them and Escape comes back.