1 UDB પછી આખુ જૂથ ઊભું થયું અને લોકો તેમને રોમન રાજ્યપાલ પિલાતપાસે લઇ ગયા. BSB BSB: Then the whole council rose and led Jesus away to Pilate.
2 UDB તેઓએ પિલાતની સામે તેમના પર આરોપ મૂક્યો: "અમે આ માણસને અમારા લોકોમાં જૂઠું બોલીને મુશ્કેલી ઊભી કરતાં જોયો છે. તે લોકોને એમ કહેતો હતો કે તમારે કાઈસાર, જે રોમન સમ્રાટ છે તેમને કર આપવો નહિ. વળી, તે કહેતો હતો કે તે પોતે એક રાજા એટલે કે મસીહા છે!" BSB BSB: And they began to accuse Him, saying, “We found this man subverting our nation, forbidding payment of taxes to Caesar, and proclaiming Himself to be Christ, a King.”
3 UDB પછી પિલાતે તેને પૂછ્યું, "શું તું યહૂદીઓનો રાજા છે?" ઈસુએ જવાબ આપ્યો, "હા, તેં જે પૂછ્યું છે તે પ્રમાણે જ છે." BSB BSB: So Pilate asked Him, “Are You the King of the Jews?” “You have said so,” Jesus replied.
4 UDB પછી પિલાતે મુખ્ય યાજકો અને ટોળાને કહ્યું, "આ માણસ કોઈ ગુનાનો અપરાધી નથી." BSB BSB: Then Pilate said to the chief priests and the crowds, “I find no basis for a charge against this man.”
5 UDB પરંતુ તેઓએ ઈસુ પર દોષ મૂકવાનું ચાલુ રાખ્યું; તેઓએ કહ્યું, "તે લોકોને હુલ્લડ કરવા પ્રેરે છે! તે યહૂદીયાના બધા પ્રદેશોમાં પોતાના વિચારો શીખવતો રહ્યો છે. તેણે ગાલીલના પ્રદેશોમાંથી તે કરવાનું ચાલુ કર્યું હતું અને હવે તે અહીં પણ, તે જ પ્રમાણે કરે છે!" BSB BSB: But they kept insisting, “He stirs up the people all over Judea with His teaching. He began in Galilee and has come all the way here.”
6 UDB જ્યારે પિલાતે તેમના શબ્દો સાંભળ્યા ત્યારે, તેણે પૂછ્યું, "શું આ માણસ ગાલીલના જીલ્લામાંથી આવે છે?" BSB BSB: When Pilate heard this, he asked if the man was a Galilean.
7 UDB પિલાતે જાણ્યું કે ઈસુ ગાલીલના હતા, કે જ્યાં હેરોદ આંતિપાસ રાજ કરતો હતો, તે કારણે તેણે ઈસુને તેની પાસે મોકલ્યો, કારણ કે હેરોદ તે સમયે યરુશાલેમમાં હતો. BSB BSB: And learning that Jesus was under Herod’s jurisdiction, he sent Him to Herod, who himself was in Jerusalem at that time.
8 UDB જ્યારે હેરોદે ઈસુને જોયા ત્યારે, તે ખૂબ ખુશ થયો. તે ઘણા લાંબા સમયથી ઈસુને જોવા ઇચ્છતો હતો, કારણ કે તેણે તેમના વિષે ઘણી વાતો સાંભળી હતી અને તેઓ ચમત્કાર કરે તેવું તે જોવા ઈચ્છતો હતો. BSB BSB: When Herod saw Jesus, he was greatly pleased. He had wanted to see Him for a long time, because he had heard about Him and was hoping to see Him perform a miracle.
9 UDB તેથી તેણે ઈસુને ઘણા પ્રશ્નો પૂછ્યા, પરંતુ ઈસુએ તેઓમાંના એકનો પણ જવાબ આપ્યો નહિ. BSB BSB: Herod questioned Jesus at great length, but He gave no answer.
10 UDB અને મુખ્ય યાજકો અને કેટલાંક યહૂદી નિયમોના નિષ્ણાતો જેઓ તેમની નજીક ઊભા હતા, તેઓએ તેમના પર દરેક પ્રકારના ગુનાના આરોપ મૂક્યા. BSB BSB: Meanwhile, the chief priests and scribes stood there, vehemently accusing Him.
11 UDB પછી હેરોદ અને તેના સૈનિકોએ ઈસુની મજાક ઉડાવી. ઈસુ રાજા હોય તેવું દેખાડવા તેઓએ તેમને કિંમતી કપડાં પહેરાવ્યા. પછી હેરોદે તેમને પિલાત પાસે પાછા મોકલ્યા. BSB BSB: And even Herod and his soldiers ridiculed and mocked Him. Dressing Him in a fine robe, they sent Him back to Pilate.
12 UDB તે સમય સુધી, હેરોદ અને પિલાતને એકબીજા સાથે ખૂબ દુશ્મનાવટ હતી, પરંતુ તે જ દિવસે તેઓ મિત્રો બન્યા. BSB BSB: That day Herod and Pilate became friends; before this time they had been enemies.
13 UDB પછી પિલાતે મુખ્ય યાજકોને અને બીજા યહૂદી આગેવાનોને અને જે ટોળું હજુ પણ ત્યાં હતું તેના લોકોને એકત્ર કર્યા. BSB BSB: Then Pilate called together the chief priests, the rulers, and the people,
14 UDB તેણે તેઓને કહ્યું, "તમે આ માણસને એવું કહીને મારી પાસે લાવ્યા છો કે, તે લોકોને બળવો કરવા દોરે છે. પરંતુ હું તમને એ જણાવવા માગું છું કે તમે સાંભળતા હતા તે સમયે તેની ઊલટ તપાસ કર્યા બાદ, હું નથી માનતો કે તમે મને જે કહ્યું તે કંઈપણ બાબતમાં તે અપરાધી હોય. BSB BSB: and said to them, “You brought me this man as one who was inciting the people to rebellion. I have examined Him here in your presence and found Him not guilty of your charges against Him.
15 UDB હેરોદને પણ લાગતું નથી કે તે અપરાધી છે. હું આ જાણું છું, કારણ કે તેણે તેને શિક્ષા કર્યા વગર મારી પાસે પાછો મોકલ્યો છે. તેથી આ સ્પષ્ટ છે કે તે માણસ મરણને પાત્ર નથી. BSB BSB: Neither has Herod, for he sent Him back to us. As you can see, He has done nothing deserving of death.
16 UDB તેથી હું મારા સૈનિકોને કહીશ કે તેઓ તેને કોરડા મારે અને પછી તેને મુક્ત કરે." BSB BSB: Therefore I will punish Him and release Him.”
17 UDB (પિલાતે આમ કહ્યું કેમ કે તેણે પાસ્ખાપર્વની ઉજવણીમાં એક કેદીને મુક્ત કરવો પડતો હતો). BSB BSB: Not in the BSB
18 UDB પરંતુ સમગ્ર ટોળાએ એક સાથે બૂમ પાડતાં કહ્યું, "આ માણસને મારી નાખો! અમારે માટે બરાબાસને મુક્ત કરો!" BSB BSB: But they all cried out in unison: “Away with this man! Release Barabbas to us!”
19 UDB હવે બરાબાસ તો તે માણસ હતો જેણે શહેરના કેટલાક લોકોને રોમન સરકાર વિરુદ્ધ બળવામાં દોર્યા હતા. તે ખૂની પણ હતો. આ બધા ગુનાઓને લીધે તે જેલમાં હતો, અને તે રાહ જોતો હતો કે તેઓ તેને મરણની શિક્ષા કરે. BSB BSB: (Barabbas had been imprisoned for an insurrection in the city, and for murder.)
20 UDB પરંતુ પિલાતની ઘણી ઇચ્છા હતી કે તે ઈસુને મુક્ત કરે, તેથી તેણે ટોળા સાથે ફરીથી વાત કરવાનો પ્રયત્ન કર્યો. BSB BSB: Wanting to release Jesus, Pilate addressed them again,
21 UDB પરંતુ તેઓ બૂમો પાડતા એમ કહેતા રહ્યા, "તેને વધસ્તંભે જડાવો! તેને વધસ્તંભે જડાવો!" BSB BSB: but they kept shouting, “Crucify Him! Crucify Him!”
22 UDB પિલાતે ત્રીજી વાર તેઓ સાથે વાત કરી અને તેઓને પૂછ્યું, "કેમ? તેણે શો ગુનો કર્યો છે? તેણે એવું કંઈ કર્યું નથી કે જેના લીધે તેને મૃત્યુદંડ મળે. તેથી મારા સૈનિકો તેને કોરડા મારશે અને પછી તેને મુક્ત કરશે. BSB BSB: A third time he said to them, “What evil has this man done? I have found in Him no offense worthy of death. So after I punish Him, I will release Him.”
23 UDB પરંતુ તેઓ આગ્રહપૂર્વક મોટા અવાજે કહેતા રહ્યા કે ઈસુને વધસ્તંભ પર મરવું જોઈએ. આખરે, તેઓએ જોરથી બૂમો પાડવાની ચાલુ રાખી, અને તેઓએ પિલાતને મનાવ્યો BSB BSB: But they were insistent, demanding with loud voices for Jesus to be crucified. And their clamor prevailed.
24 UDB કે તેઓ જે કહે છે તે તે કરે. BSB BSB: So Pilate sentenced that their demand be met.
25 UDB જે માણસ સરકારની સામે લડ્યો હતો અને લોકોનું ખૂન કર્યું હતું કે જેના કારણે તે જેલમાં હતો તેને તેણે મુક્ત કર્યો! પછી તેણે સૈનિકોને હુકમ આપ્યો કે તેઓ ઈસુને લઇ જાય અને ટોળું જે ઇચ્છતું હોય તેમ કરે. BSB BSB: As they had requested, he released the one imprisoned for insurrection and murder, and he handed Jesus over to their will.
26 UDB હવે સિમોન નામે એક માણસ હતો, જે આફ્રિકાના કુરેની શહેરનો હતો. તે ગામમાંથી યરુશાલેમ શહેરમાં આવી રહ્યો હતો. જ્યારે સૈનિકો ઈસુને દૂર લઇ જઈ રહ્યા હતા, ત્યારે તેઓએ સિમોનને પકડ્યો. તેઓએ જે વધસ્તંભ ઈસુને ઊંચકાવ્યો હતો તે લીધો, અને પછી તેઓએ તેને સિમોનના ખભા પર મૂક્યો. તેઓએ તેને તે ઊંચકીને ઈસુની પાછળ ચાલવા કહ્યું. BSB BSB: As the soldiers led Him away, they seized Simon of Cyrene on his way in from the country, and they put the cross on him to carry behind Jesus.
27 UDB હવે મોટું ટોળું ઈસુની પાછળ ચાલતું હતું. તેમાં ઘણી સ્ત્રીઓ હતી કે જેઓ ઈસુ માટે છાતી કૂટતી અને ખૂબ વિલાપ કરતી હતી. BSB BSB: A great number of people followed Him, including women who kept mourning and wailing for Him.
28 UDB ઈસુ તેઓ તરફ ફર્યા અને કહ્યું, "યરુશાલેમની સ્ત્રીઓ, મારે માટે રડશો નહિ! તેના બદલે, તમારી સાથે અને તમારાં બાળકો સાથે જે થવાનું છે તેના માટે રડો! BSB BSB: But Jesus turned to them and said, “Daughters of Jerusalem, do not weep for Me, but weep for yourselves and for your children.
29 UDB હું ઇચ્છું છું કે તમે જાણો કે એવો સમય આવે છે જ્યારે લોકો કહેશે, 'જે સ્ત્રીઓએ કદી બાળકોને જન્મ આપ્યો નથી અને બાળકોને સ્તનપાન કરાવ્યું નથી તે સ્ત્રીઓ કેવી આશીર્વાદિત છે!' BSB BSB: Look, the days are coming when people will say, ‘Blessed are the barren women, the wombs that never bore, and breasts that never nursed!’
30 UDB પછી આ શહેરના લોકો કહેશે, 'અમે ઇચ્છીએ છીએ કે આ પર્વતો અમારા પર આવીને પડે અને આ ટેકરીઓ અમને ઢાંકી દે!' BSB BSB: At that time ‘they will say to the mountains, “Fall on us!” and to the hills, “Cover us!”’
31 UDB મારામાં કશું ખોટું નથી તો પણ, જો મારે મરવાનું હોય, તો જે લોકો મરણને લાયક છે તેઓ સાથે ચોક્કસપણે ભયંકર બાબતો બનશે. BSB BSB: For if men do these things while the tree is green, what will happen when it is dry?”
32 UDB બીજા બે માણસો કે જેઓ ગુનેગાર હતા તેઓ પણ તે જગ્યા તરફ જતા હતા જ્યાં તેઓ ઈસુની સાથે મરવાના હતા. BSB BSB: Two others, who were criminals, were also led away to be executed with Jesus.
35 UDB ઘણા લોકો તે જોતા નજીક ઊભા હતા. યહૂદી આગેવાનો પણ ઈસુની મશ્કરી કરતા હતા: "તેણે બીજા લોકોને બચાવ્યા! ઈશ્વરે ખરેખર તેને મસીહા બનવા પસંદ કર્યો હોય, તો તે પોતાને બચાવે!" BSB BSB: The people stood watching, and the rulers sneered at Him, saying, “He saved others; let Him save Himself if He is the Christ of God, the Chosen One.”
36 UDB સૈનિકોએ પણ તેમની મશ્કરી કરી. તેઓ તેમની પાસે આવ્યા અને તેમને સરકો ધર્યો. BSB BSB: The soldiers also mocked Him and came up to offer Him sour wine.
37 UDB તેઓ તેમને કહેતા રહ્યા, "જો તું યહૂદીઓનો રાજા હોય, તો પોતાને બચાવ!" BSB BSB: “If You are the King of the Jews,” they said, “save Yourself!”
38 UDB તેઓએ વધસ્તંભે તેમના માથા ઉપર 'આ યહૂદીઓનો રાજા છે' તેવું સૂચવતું ચિહ્ન મૂક્યું. BSB BSB: Above Him was posted an inscription: THIS IS THE KING OF THE JEWS.
39 UDB તે ગુનેગારોમાંનો એક કે જે વધસ્તંભ પર લટકેલો હતો તેણે પણ ઈસુનું અપમાન કર્યું; તેણે કહ્યું, "તું મસીહ છે, કે નહિ? તો પોતાને તેમ જ અમને પણ બચાવ. BSB BSB: One of the criminals who hung there heaped abuse on Him. “Are You not the Christ?” he said. “Save Yourself and us!”
40 UDB પરંતુ બીજા ગુનેગારે તેને બોલતાં અટકાવ્યો; તેણે કહ્યું, "ઈશ્વર તને શિક્ષા કરે તેનાથી તારે ડરવું જોઈએ! તેઓ તેને અને આપણને સરખી રીતે શિક્ષા કરે છે. BSB BSB: But the other one rebuked him, saying, “Do you not even fear God, since you are under the same judgment?
41 UDB આપણે બંને મરણને લાયક છીએ. જે ભૂંડી બાબતો આપણે કરી તેને લીધે આપણે જેને લાયક છીએ તે જ શિક્ષા તેઓએ આપણને કરી છે. પરંતુ આ માણસે તો કંઈ જ ખોટું કર્યું નથી. BSB BSB: We are punished justly, for we are receiving what our actions deserve. But this man has done nothing wrong.”
44 UDB પછી તે લગભગ બપોરનો સમય હતો. પરંતુ બપોરના ત્રણ વાગ્યા સુધી આખા દેશમાં સર્વત્ર અંધકાર થઇ ગયો. BSB BSB: It was now about the sixth hour, and darkness came over all the land until the ninth hour.
45 UDB સૂર્યનો કોઈ પ્રકાશ ન હતો. અને ભક્તિસ્થાનના પરમપવિત્ર સ્થાનને ઢાંકતા જાડા પડદાના બે ભાગ થઇ ગયા. BSB BSB: The sun was darkened, and the veil of the temple was torn down the middle.
46 UDB જ્યારે તે બન્યું ત્યારે, ઈસુએ મોટેથી બૂમ પડી, "પિતા, હું મારો આત્મા તમારી સંભાળમાં સોપું છું!" આમ બોલ્યા પછી, તેમણે શ્વાસ લેવાનું બંધ કર્યું અને મરણ પામ્યા. BSB BSB: Then Jesus called out in a loud voice, “Father, into Your hands I commit My Spirit.” And when He had said this, He breathed His last.
47 UDB જ્યારે સૂબેદાર જે સૈનિકોનો ઉપરી હતો તેણે જે થયું તે જોયું, તેણે કહ્યું, "ખરેખર, આ માણસે કઈ ખોટું કર્યું નથી!" તે જે બોલ્યો તેના દ્વારા ઈશ્વરને માન મળ્યું. BSB BSB: When the centurion saw what had happened, he gave glory to God, saying, “Surely this was a righteous man.”
48 UDB જ્યારે લોકોનું ટોળું જે આ માણસોને મરણ પામતા જોવા માટે આવ્યું હતું તેના લોકોએ ખરેખર જે બન્યું તે જોયું, તેઓ પોતાના ઘરે જતા છાતી કૂટતા હતા, એવું દર્શાવવા કે તેઓ આ બીનાઓથી દુઃખી છે. BSB BSB: And when all the people who had gathered for this spectacle saw what had happened, they returned home beating their breasts.
49 UDB ઈસુના બધા ઓળખીતાઓ, ગાલીલના વિસ્તારથી તેમની સાથે આવેલી સ્ત્રીઓ સહિત, થોડેક દૂર ઊભાં રહ્યાં અને બધી જ બાબતો બનતા જોઈ. BSB BSB: But all those who knew Jesus, including the women who had followed Him from Galilee, stood at a distance watching these things.
50 UDB હવે અરિમથાઈ નામના યહૂદી નગરનો યૂસફ નામનો એક માણસ હતો. તે સારો અને ન્યાયી માણસ હતો, અને તે યહૂદી ન્યાયસભાનો સભ્ય હતો. તેણે તે બધું બનતાં જોયું, પરંતુ જ્યારે ન્યાયસભાના બીજા સભ્યોએ ઈસુને મારી નાખવા એમ નક્કી કર્યું અને તે પ્રમાણે કર્યું તેમાં તે તેઓની સાથે સહમત ન હતો. તે ઘણી જ આતુરતાપૂર્વક તે સમયની રાહ જોતો કે જ્યારે ઈશ્વર તેના રાજાને મોકલીને રાજ કરવાનું ચાલુ કરશે. BSB BSB: Now there was a Council member named Joseph, a good and righteous man,
52 UDB યૂસફ પિલાત પાસે ગયો અને પિલાત પાસે ઈસુના શબને દફનાવવા માટે પરવાનગી માગી. પિલાતે તેને પરવાનગી આપી. BSB BSB: He went to Pilate to ask for the body of Jesus.
53 UDB તેથી તેણે ઈસુનું શબ વધસ્તંભ પરથી ઉતાર્યું. તેણે તેને શણના કપડાંમાં લપેટ્યુ. પછી તેણે તેમના શરીરને ખડકમાંથી કોરેલા દફનખંડમાં મૂક્યું. બીજા કોઈએ તેમાં એ અગાઉ ક્યારેય શબ મૂક્યું ન હતું. BSB BSB: Then he took it down, wrapped it in a linen cloth, and placed it in a tomb cut into the rock, where no one had yet been laid.
54 UDB તે એ દિવસ હતો જ્યારે લોકો યહૂદી આરામનો દિવસ કે જે સાબ્બાથનો દિવસ કહેવાતો હતો તેને માટે તૈયાર થતા હતા. સૂર્યાસ્ત થવાનો સમય હતો, અને સાબ્બાથની શરૂઆત થવાની હતી. BSB BSB: It was Preparation Day, and the Sabbath was beginning.
55 UDB ગાલીલના જીલ્લામાંથી ઈસુ સાથે આવેલી સ્ત્રીઓ યૂસફ અને તેની સાથે જે પુરુષો હતા તેમની પાછળ ગઈ. તેઓએ કબર જોઈ અને કેવી રીતે તે માણસોએ ઈસુના શબને અંદર મૂક્યું તે જોયું. BSB BSB: The women who had come with Jesus from Galilee followed, and they saw the tomb and how His body was placed.
56 UDB પછી તે સ્ત્રીઓ જ્યાં તેઓ રહેતી હતી ત્યાં ઈસુના શબ પર લગાવવા માટે સુગંધી અને અત્તર લેવા ગઈ. જો કે, તેઓએ જેમ યહૂદી નિયમ પ્રમણે જરૂરી હોય તેમ વિશ્રામના દિવસે કઈ કામ કર્યું નહિ. BSB BSB: Then they returned to prepare spices and perfumes. And they rested on the Sabbath, according to the commandment.